વિકૃતિ - વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-20 Mehul Mer દ્વારા પુષ્તક અને વાર્તા PDF

વિકૃતિ - વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-20

વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરી
ભાગ-20
લેખક-મેઘા ગોકાણી & મેર મેહુલ
       વિહાન ‘રીટા’નામની છોકરીનું પગેરું મેળવી તેના ઘરે પહોંચે છે.વિહાન રીટાને મળે એ પહેલાં જ મહેતાના આદમી તેને ગોળી મારી દે છે.’ચિઠ્ઠી મોકલનાર ‘રીટા’નહિ બીજું કોઈક છે’એ વાતની જાણ રીટા કરે છે.વિહાન મહેતાને મળી બધી વાતનો ખુલાસો કરવા ઇચ્છતો હોય છે એટલામાં માલા મેડમ તેને ઑફિસમાં બોલાવે છે.હવે આગળ...
        માલા મેડમ પોતાની ઓફિસમાં જ બેઠી હતી.વિહાન તેની સામે સીટ પર બેઠો.
“આવ વિહાન,પૂછ્યા વિના જ બેસી ગયો!!”માલા મેડમે કટાક્ષમાં કહ્યું.
“શું કરું મેડમ,જે ગટરમાં મેં હાથ રાખ્યો છે તેમાં તમે નાહ્યા છો તો પૂછવાનો સવાલ જ નથી ને”વિહાને ઠાવકાઈથી કહ્યું.
“શું મતલબ?”
“મતલબ,મહેતાની ગટરમાં તું નહાયેલી છો એ મને ખબર છે અને તે જ એ છોકરીઓની માહિતી મેળવી હતી એ વાતની પણ,ચલ હવે શું કામ બોલાવ્યો એ બોલ”વિહાને કડકાઇથી કહ્યું.
“ઓહ,શાણો હો.તો સાંભળ મહેતાએ તારી પરીક્ષા લીધી હતી અને તું પાસ થઈ ગયો છો.જો રીટાના ઘરે કોઈ પોલીસ નોહતી આવવાની.એ તો તને ડરાવવા જ કહ્યું હતું એટલે કોઈ પગલું ના ભરતો અને મહેતાને વફાદાર રહેજે”માલાએ વિહાનને સમજાવતા કહ્યું.
“મહેતા ક્યાં છે?”વિહાને પૂછ્યું.
“મુંબઈ સોદો કરવા ગયો છે”માલાએ કહ્યું.
“મને ખબર છે એ મુંબઈ નથી ગયો,ચલ જલ્દી તેને કૉલ લગાવ અને કહે કે તેના માટે વિહાન ઇન્ફોર્મેશન લઈ આવ્યો છે”
    માલા ફરી હસી,તેણે મહેતાને કૉલ કર્યો.દસ મિનિટના આ કૉલમાં વિહાને મહેતાને પોતાની જાળમાં ફસાવી લીધો. કૉલ કટ થયો એટલે વિહાન ઉભો થઇ ચાલવા લાગ્યો.
 “તને કેવી રીતે ખબર પડી કે હું પણ ઇનવોલ્વ છું?”માલાએ પાછળથી અવાજ આપ્યો.
“હાહાહા,કાલે ખબર પડશે તને”વિહાન હસીને નીકળી ગયો.માલા વિચારતી રહી,વિહાનને તેના વિશે ક્યાંથી ખબર પડી હશે.
“ક્યાં જશું?”વિહાન બહાર આવ્યો એટલે આકૃતિએ પૂછ્યું.
“ગાઈઝ,મારે ઘરેથી કૉલ આવ્યો છે સો મારે જવું પડશે”ઇશાએ કહ્યું.
“હું પણ આવું છું ઈશા”ખુશીએ કહ્યું.
“તું ક્યાં જાય છે?તારે પણ ઘરેથી કૉલ આવ્યો છે?”વિહાને પૂછ્યું.
“ના પણ મમ્મીને થોડું કામ છે તો આજે હેલ્પ કરી દઉં”ખુશીએ બહાનું બનાવતા કહ્યું.
“ખુશી આવું શું કરે છો?ચાલને મજા આવશે”આકૃતિએ ખુશીને મનાવવા કોશિશ કરી પણ ખુશી માનવા તૈયાર નોહતી.
“ના યાર પછી ક્યારેક”ખુશીએ વાત ટાળતા કહ્યું.
“કેવો ચાન્સ મળ્યો છે યાર,તમે બંને એકાંતની મજા લો ને”ઇશાએ આંખ મારી.
“ચૂપ એકાંતવાળી”વિહાન શરમાઈ ગયો.ઈશા તેની પાસે આવી,આકૃતિને ન સંભળાય તેવી રીતે તેણે વિહાનનેકાનમાં કહ્યું, “કાલે આકૃતિનો બર્થડે છે.”વિહાને આંખો પહોળી કરી.
“રિયલી?,થેન્ક્સ યાર”વિહાને ઇશાનો આભાર વ્યક્ત કરતા કહ્યું.
“ચાલ આકૃતિ કાલે મળ્યા”ઈશા અને ખુશી પ્લેઝર પર સવાર થઈ નીકળી ગયા.
***
“ઈશા બદલાય ગઈ છે નહીં”આકૃતિએ વિહાનની બાજુમાં બેસતા કહ્યું.બંને લૉ ગાર્ડનમાં આવીને એક ઝાડની ઓથારે આવી બેઠાં હતાં.આજુબાજુ બધા જ ઝાડની ઓથારે કપલ્સ બેઠાં હતાં.
“હા, એ હવે સ્વીકારે છે.કૃપાલીવાળી ભૂલ બીજીવાર ન થાય તેની એ ધ્યાન રાખે છે”વિહાને આકૃતિનો હાથ હાથમાં લઈ કહ્યું.
“એ વાત તો સ્વીકારી પડશે હો,તું લોકોને સારી રીતે સમજી શકે છે”આકૃતિએ વિહાનને પોતાની તરફ ખેંચી કહ્યું.
“હવે શું?”વિહાને મસ્તી કરતા કહ્યું.
“મતલબ?”
“મતલબ તું મને આમ ખેંચે છે આગળ શું?”
“આગળ તું મને ખેચીશ અને આપણે કિસ કરશું”આકૃતિએ હસીને કહ્યું.
“તું તમાચો તો નહીં મારે ને”
“હટ્ટ ફટ્ટુ..ડર લાગે છે મારાથી?”આકૃતિએ આંખો નચાવી.
“ડરવું તો તારે જોઈએ,હું ખૂંખાર થઈ ગયો તો કોણ બચાવશે તને?”આકૃતિને પોતાની તરફ ખેંચતા કહ્યું.
“ચલ હવે ડાયલોગ ના માર અને મસ્ત કિસ્સી આપી દે”આકૃતિએ ક્યૂટ સ્માઈલ આપતા કહ્યું.
“હું શું કરવા આપું?”વિહાન આકૃતિને સતાવવા માંગતો હતો.
“ચાર્જ,હું તારી ગર્લફ્રેન્ડ છું અને તને મારો કિંમતી સમય આપું છું તેનો ચાર્જ આપવો પડશે”
“ તો હું પણ તારો બોયફ્રેન્ડ છું ને,મારે પણ ચાર્જ જોઈએ”
“હું તો હગ જ આપીશ,બીજું તારે જોઈએ તે લઈ લે”આકૃતિએ આમંત્રણ આપતા કહ્યું.વિહાને આકૃતિને વધુ નજીક ખેંચી અને હગ કરી લીધો.
“હા બસ એમ બોવ ડાહ્યો શું થાય છે,કામ છે એ કર ને”આકૃતિએ વિહાનને વીંટળાઈ કહ્યું.વિહાને આકૃતિને ફોરહેડ કિસ કરી, “મને તો ચાર્જ મળી ગયો”
“હવે મારી ટર્ન”કહી આકૃતિએ વિહાનના અધર પર બચકું ભરી લીધું.વિહાને આકૃતિને અળગી કરી.
“શું કરે છે આકૃતિ?,તને આવી બાલિશ હરકત કરતા શરમ ના આવી?”વિહાને બનાવટી ગુસ્સો કરતા કાહ્યું.
“હવે તમાચો ના મારતો,હું નાજુક છું લાગી જશે તો”આકૃતિએ હાથ ગાલ પર રાખી ફુલાવ્યા.વિહાનના હૃદયમાં જાણે કટારી પેસી ગયી.આકૃતિની સ્માઈલ હતી જ એટલી ક્યૂટ અને તેના પર કોઈ પણ છોકરાને આશિક બનાવી દે.
     વિહાને આકૃતિને ફરી નજીક ખેંચી.બંનેના અધર મળ્યા અને બધું ભૂલી ગયા.આકૃતિ પાગલોની જેમ વિહાનને ચુંમતી હતી.વિહાન પણ આકૃતિના સાંનિધ્યને માણવા લાગ્યો.વિહાન ધીમેધીમે આગળ વધતો હતો એ તેને પણ જાણ નોહતી.તેણે અચાનક આકૃતિના ઉરોજ પર હાથ રાખી આંગળીઓ ભીડી.આકૃતિએ ઉંહકારો કર્યો.
“શું કરે છે?”
“સૉરી..”વિહાને આંખો પલકાવી કહ્યું.આકૃતિએ વિહાનનો હાથ ઉરોજ પરથી હટાવી,પોતાના હાથમાં સમાવી લીધો.“પાગલ”કહી આકૃતિએ ફરી વિહાનના હોઠ પર પોતાના હોઠ ચાંપી દીધા.બંને ફરી જુદી દુનિયામાં વિહરવા લાગ્યા.
“વિક્કી”આકૃતિએ વિહાનના છાતીમાં માથું છુપાવતાં કહ્યું.
“હમમ”
“તે આઈ લવ યુ તો કહ્યું નથી”આકૃતિએ હસીને કહ્યું.વિહાને તેના ફોરહેડ પર કિસ કરી.
“જતાવવું જરૂરી છે?”
“ના જસ્ટ કહું છું”
“આમ જો,આઇ લવ યુ કહેવાથી કે જતાવવાથી સાબિત નથી થતું કે પ્રેમ છે જ.પ્રેમ તો માત્ર લાગણી છે.આપણે આઈ લવ યુ નથી કહ્યું તો પણ અનુભવીએ છીએને.આપણે એકબીજાની કેર કરીએ.નાની નાની વાતોમાં એકબીજાને ઇનવોલ્વ કરીએ એ પ્રેમ જ છે.તને ખબર છે મમ્મીને જ્યારે હોસ્પિટલમાં દાખલ કર્યા ત્યારે તું મારી સાથે સતત રહેતી.કદાચ તું ના હોત તો હું પડી જ ભાંગ્યો હોત”વિહાને પ્રેમથી આકૃતિને સમજાવતા કહ્યું.
“હા બાબા,હું તો જસ્ટ અમસ્તા જ કહેતી હતી”આકૃતિએ વિહાનને ટાઈટ હગ કરી લીધો.
“એ વિક્કી તને એક વાત તો કહેતા ભૂલી જ ગઈ”આકૃતિએ હસીને કહ્યું, “મારા પપ્પાના દોસ્તનો છોકરો અને મારો બાળપણનો એક ફ્રેન્ડ છે વિક્રમ.એક મહિના પછી એ અમદાવાદ આવવાનો છે,હાલ તે સિંગાપોર છે”
“તો શું થયું?” વિહાને ધ્યાનથી સાંભળ્યા બાદ સામાન્ય રીતે બોલ્યો.
“એ બોવ જ ક્યૂટ છે અને મને નાનપણથી જ લાઈક કરે છે, તો ધ્યાન રાખજે મને છીનવી ના જાય”આકૃતિ વિહાનને ચીડવતા બોલી.
“એમ કંઈ થોડો છીનવી જાય,હું તને મારાથી દૂર જ નહીં થવા દઉં.” વિહાન થોડું મોઢું મચકોડતા બોલ્યો, “શા માટે આવે છે એ તારા પાપાના ફ્રેન્ડનો છોકરો?”
“વિક્રમ.” આકૃતિ એ નામ પર વજન રાખી બોલી, “ બસ એમ જ મને મળવા આવે છે. સાત વર્ષ પહેલાં એના પાપાનું દહેરાદુનમાં ટ્રાન્સફર થઈ ગયું હતું અને વિક્રમ છેલ્લા બે વર્ષથી સિંગાપોર રહે છે.બે વર્ષ પછી એ પાછો આવ્યો તો એને મને મળવાનું મન થયું.” જાણી જોઈ આકૃતિ વિહાનને ચિડવવા વાતો લંબાવીને બોલી રહી હતી.
“પપ્પા પણ કહેતા હતા,વિક્રમ પણ હવે સારું કમાવવા લાગ્યો છે અને આકૃતિ પણ હવે મોટી થઈ ગઈ છે તો …” આકૃતિએ અડધી વાત કરી અને અટકી ગઈ.
“તો શું ….?” વિહાનના ચેહરા પર જેલેસી સાફ સાફ દેખાય આવતી હતી.
આકૃતિએ મજાક કન્ટીન્યુ રાખ્યો, “તો પાપા કહેતા હતા કે હવે આકૃતિ માટે છોકરા જોવાનું શરૂ કરી દઈએ અને એ છોકરાઓની લિસ્ટમાં ટોપ પર વિક્રમનું નામ છે.હું વિચારું છું કે પપ્પાની વાત માની લઉં અને એને જ પસંદ કરી લઉં હવે”વિહાનને જલસ ફિલ થતું હતું તેમાં આકૃતિને મજા આવતી હતી.
“કર તો ખરી પસંદ તું, મારી નાખું બંનેને...શું નામ કહ્યું?...હા વિક્રમને”વિહાને ગુસ્સો કરતા કહ્યું.
     આ વાત સાંભળતા આકૃતિની હસી છુટી પણ કન્ટ્રોલ કરતા એ આગળ બોલી,“ઓહ એક અઠવાડિયામાં એટલી બધી પસંદ આવી ગઈ હું તને?”
      વિહાન ચૂપ રહ્યો.આકૃતિએ વિહાનના ખભા પર બંને હાથ રાખ્યા અને આંખોમાં આંખ પરોવી.
“તો મિસ્ટર મજનું એક વાત કહે કે જો મને તારી મમ્મીની જેમ ઓચિંતા એટેક આવી ગયો કે મારું એક્સીડેન્ટ થઈ ગયું તો તમે શું કરશો?”આકૃતિએ મૂછમાં હસતા કહ્યું.વિહાન તેને પારખી ગયો.
“કંઈ નહીં,એક બાજુ તું છેલ્લાં શ્વાસ ગણજે અને બીજી બાજુ હું.બંને નવી દુનિયામાં નીકળી પડશું પણ રહેશું તો સાથે જ”વિહાને મસ્કા મારતા કહ્યું.આકૃતિ મોટેથી હસવા લાગી.
“ઓહો,તારામાં તો સાચે મજનું આવી ગયો.એ મજનુંને કહો કે હવે રિયાલિટીમાં આવી જાય અને લેલાને ભૂખ લાગી છે તો નાસ્તો કરાવે”
     વિહાન પણ હસવા લાગ્યો.બંને લૉ ગાર્ડનમાંથી બહાર આવ્યા.સર્કલ પાસે જ ડોમીનોઝમાં પિઝા ખાધા.વિહાનને હજી એક કામ બાકી હતું એટલે આકૃતિને ડ્રોપ કરી એ ઘરે આવ્યો.
                 ***
      ઘરે આવી વિહાને મહેતાને કૉલ કર્યો.મહેતા વિહાનના કૉલની જ રાહ જોઇને બેઠો હોય એટલી ઝડપથી કૉલ રિસીવ કર્યો.
“હું એરપોર્ટ પર છું,સાત વાગ્યાની ફ્લાઇટ છે”મહેતાએ કહ્યું.
“ઑકે ગૂડ,હવે છ મહિના અમદાવાદમાં દેખાતો નહિ અને માલા સાથે છે ને?”વિહાને મહેતાને સમજાવતા કહ્યું.માલાએ મહેતાને કૉલ કર્યો ત્યારે વિહાને બાતમી આપી હતી.કોઈ છોકરી મહેતાની બધી જ વાત જાણે છે એ સાંભળીને થોડીવાર મહેતાને પણ વિશ્વાસ નોહતો થયો.જ્યારે વિહાને બધી ચિઠ્ઠી માલાને બતાવી ત્યારે તેને વાત ગળે ઉતરી હતી.
       વિહાને મહેતાને સમજાવ્યો હતો. ‘જો મહેતા આ ઓગણીસ છોકરીઓને છોડશે નહિ તો પેલી છોકરી બધી વાતો મીડિયામાં આપી દેશે એવી ધમકી પણ મળી’ એમ વિહાને કહ્યું હતું.મહેતા મૂંઝાયો એ વાતનો લાભ ઉઠાવી વિહાને કહ્યું, “તું અત્યારે થોડા દિવસ અન્ડરગ્રાઉન્ડ થઈ જા,પેલી છોકરીઓને છોડી દે,જ્યારે એ છોકરી મળી જાય ત્યારે તેને જોઈ લેશું.”
“ના,મારે ડિલ ફાઇનલ થઈ ગઈ છે.છોકરીઓને તો મોકલવી જ પડશે”મહેતાએ કહ્યું.
“એક કામ કરીએ,એ છોકરીઓ સાથે તારો એક આદમી મોકલ,ત્યાંની પોલીસને હું બાતમી આપી દઈશ એટલે એ છોકરીઓ સાથે તારો આદમી પણ ઝડપાઇ જશે અને બધા ધંધા એ જ કરે છે એમ સ્વીકારી લેશે.એટલે તારા સુધી વાત જ નહીં આવે”મહેતાને આ વાત યોગ્ય લાગી.તેમાં એ પણ સલામત રહે અને સામેની પાર્ટીને પણ કોઈ બહાનું ન આપવું પડે એટલે તેણે વિહાનની વાત સ્વીકારી લીધી. સિંગાપોર જવા બે ટીકીટ બુક કરાવી લીધી અને અત્યારે એરપોર્ટ આવી બેઠો હતો.
“છ મહિના સુધી બધું તારે જ સંભાળવાનું છે વિહાન”ઓર્ડર આપતો હોય તેવી રીતે મહેતાએ કહ્યું.
‘એટલે જ તો તને બહાર મોકલું છું’વિહાન મનમાં બોલ્યો.
“કોન્ટેક્ટમાં રહેજે”વિહાને ગરમ મિજાજમાં કૉલ કટ કરી દીધો.વિહાને મહેતા અને માલા નામનો કાંટો દૂર કરી દીધો.હવે એ પોતાની હુકમતથી ધંધો કરી શકે તેમ હતો.વિહાને રઘુવીર અને રાજુને કૉલ કરી કાલે મીટિંગ બોલાવી લીધી.
‘બ્રેકીંગ ન્યૂઝ,મહેતા અને માલા ગિરફ્તાર.ઓગણીસ છોકરીઓને કિડનેપ કરનાર ટોળી ઝડપાઇ..હાહાહા’વિહાન મોટેથી બોલ્યો અને પોતાની જ વાત પર હસ્યો.
(ક્રમશઃ)
      મહેતા અને માલા ઝડપાશે કે પછી એ લોકો સિંગાપોર ચાલ્યા જશે?,વિહાનના મગજમાં શું ચાલી રહ્યું છે, શા કારણે એ મહેતાને આવી રીતે ફસાવે છે?,રઘુવીર અને રાજુને વિહાને કેમ કૉલ કર્યો?પેલી છોકરી વિશે વિહાનને કંઇ ખબર પડશે?
       રહસ્ય ગણી ન શકાય તેટલાં છે.એ જાણવા વાંચતા રહો,વિકૃતિ.
Megha Gokani & Mer Mehul
મારી અન્ય નૉવેલ,
-ભીંજાયેલો પ્રેમ (લવ સ્ટૉરી)
-સફરમાં મળેલ હમસફર ભાગ-1 & 2 (સસ્પેન્સ લવ સ્ટૉરી)
-સ્માઇલવાળી છોકરીની શોધમાં(હાસ્ય લઘુકથા)
-તું મુસ્કુરાયે વજાહ મેં બનું (ટૂંકીવાર્તા)
      સાથે આ નોવેલને મંતવ્ય આપવાનું ચૂકતા નહિ.
Contact info :
Mehul – 9624755226
Megha – megha.g (instagram)


રેટ કરો અને રિવ્યુ આપો

Hims

Hims 3 માસ પહેલા

Priti Patel

Priti Patel 5 માસ પહેલા

yogesh dubal

yogesh dubal 12 માસ પહેલા

Gordhan Ghoniya

Gordhan Ghoniya 2 વર્ષ પહેલા

Usha

Usha 3 વર્ષ પહેલા

શેયર કરો