Vikruti - 8 books and stories free download online pdf in Gujarati

વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરી ભાગ-8

વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરી
ભાગ-8
પ્રસ્તાવના
        મેઘા ગોકાણી અને મેર મેહુલના સયુંકત પ્રયાસથી તમારી સમક્ષ એક સ્ટોરી રજૂ થઈ રહી છે.આ સ્ટોરી અમે એક સાથે મળી લખવાનું એટલા માટે વિચાર્યું કે અમે વાંચકો સુધી કંઈક નવું રજૂ કરવા ઇચ્છતા હતા.એક પ્યોર લવસ્ટોરી જેમાં કંઈ વધુ પડતો મસાલો ન હોય.એક સામાન્ય લોકોના જીવનમાં જોવા મળતી વાસ્તવિકતા હોય.જેને તમે જીવી હોય કે પછી તમારી આસ પડોશમાં વ્યક્તિઓમાં તમને એ જોવા મળતી હોય.આ સ્ટોરીમાં તમને અલગ અલગ પ્રકારની ફીલિંગ્સ વાંચવા મળશે અને સાથે સાથે અનુભવવા પણ મળશે.
  વાંચક મિત્રો અહીં એક ભાગ આકૃતિ તરફથી હશે અને એક ભાગ વિહાન તરફથી.એક જ પરિસ્થિતિમાં બે વ્યક્તિની વિચારસરણી અને લાગણીઓ કેવી હોય છે તે દર્શાવવાનો એક પ્રયત્ન કર્યો છે.સ્ટૉરીનો વિષય,પાત્રો અને સ્થળ કાલ્પનિક છે.કોઈના અંગત જીવન સાથે આ સ્ટૉરીનો કોઈ સંબંધ નથી જેની ખાસ નોંધ લેશો.વાંચકોના મનોરંજનના હેતુથી જ આ સ્ટૉરી લખવામાં આવી છે.
*
(મહેતાભાઈએ વિહાનને આશાનું એક નવું કિરણ આપ્યું હતું,પોતે જે નકારાત્મક વિચારના ગરકાવમાં ચકરાવ મારતો હતો તેને મહેતભાઈએ હાથ લંબાવી બહાર કાઢવાની કોશિશ કરી,અહીં આકૃતિએ વિહાનનો ખરાબ થયેલો શર્ટ લોન્ડરીમાં સાફ કરાવી પોતાની ભૂલ સુધારી લીધી હતી. ઇશાએ વિહાન સાથે જે ખરાબ વર્તન કર્યું તે સવારે કૉલેજમાં બ્રેકીંગ ન્યૂઝ બની ગઈ હતી. આકૃતિ ગુસ્સામાં હતી પણ વિહાને તેને કંટ્રોલ કરી લીધી હતી.)
*
આકૃતિ
વિહાનને શર્ટ આપી હું કેન્ટીનમાંથી કલાસ રૂમમાં તો પહોંચી પણ વિહાન?
મેં ક્લાસના એન્ટરસ તરફ નજર કરી ઈશા ,વિરાજ અને વિહાન ત્યાં ઉભા હતા.કંઈક વાતો કરી રહ્યા હતા.મેં ત્યાં જવું બરાબર ન સમજ્યું. થોડા જ સમયમાં તે લોકો અંદર આવ્યા. વિહાન ખુશીની બાજુમાં બેસી ગયો અને ઈશા મારી બાજુમાં. લેક્ચર શરૂ થઈ ગયો પણ મારાથી રહેવાયું નહીં એટલે મેં ઈશાને પૂછ્યું, "તે વિહાન સાથે ફ્રેન્ડશીપ કરી લીધી ?"
મારી આ વાત સાંભળી ઈશાએ લીંબુનું બી ખાઈ લીધું હોય એવું મોઢું બનાવ્યું અને બોલી , "નો વે.એ લંગુર સાથે કોણ ફ્રેન્ડશીપ કરે."
"કમોન ઈશા થોડો એટીટ્યુડ ઓછો રાખ તું એને જેટલો ખરાબ સમજે છે એટલો નથી. માન્યું કે કાલે એને તારી સાથે કર્યું એ ખોટું હતું પણ યાર તે પણ એની કેટલી ઇન્સલ્ટ કરી." હું ઈશાને સમજાવતા બોલી." એન્ડ યુ નો એ થોડો હર્ટ થઈ ગયો હતો. શર્ટને લઈ એ થોડો સેન્સિબલ હતો.એની મોમેં તેને એ શર્ટ આપ્યો હતો અને આપણે પ્રેન્ક કરી અને એને ખરાબ કરી નાખ્યો અને ઉપરથી સોરી કેહવાને બદલે આપણે એની મસ્તી ઉડાડતા હતા. સો હી જસ્ટ કાન્ટ કન્ટ્રોલ હિઝ ઇમોશન્સ એન્ડ હી ગોટ એન્ગ્રી....."હું તેને સમજાવતી હતી એટલામાં મારી વાત કાપી એ ગુસ્સામાં બોલી પડી," વિલ યુ પ્લીઝ સ્ટોપ ઇટ. એની વકીલ બનવાનું તું પ્લીઝ બંધ કરીશ.મને તો એ નથી સમજાતું કે તું મારી ફ્રેન્ડ છો કે એની." આટલું કહી ઈશા ચાલુ લેક્ચર એ ઉઠી અને કલાસની બહાર ચાલતી થઈ ગઈ. 
ઈશાને આમ ગુસ્સે થઈને જતા જોઈ અને મને દુઃખ થયું. 
મેં ઈશાની પાછળ જવાનું વિચાર્યું પણ મારી આગળ બેઠેલ ખુશીના આંખના ઈશારા એ મને રોકી લીધી.  અને ફરી હું લેક્ચરમાં ધ્યાન આપવા લાગી. આટલી નાની વાતમાં ઈશાને આટલો ગુસ્સો આવી ગયો અને એ નારાજ થઈ ગઈ એ વાત મને પાચન નહતી
         કોલેજનો સમય પૂરો થયો.હું દરરોજની જેમ ગેટ પાસે ઉભી હતી ખુશી મારી સાથે હતી પણ ઈશા નહતી.અમે દરરોજ કોલેજ પુરી થયા બાદ ગેટ પાસે ઉભી અને ઘણી વાતો કરતા આ અમારો નિત્ય ક્રમ હતો પણ આજે ઈશા નહતી.
"મને લાગે છે કે એ ઘરે ચાલ્યી ગઈ હશે." ખુશી બોલી , "રાહ જોવાનો કોઈ ફાયદો નથી મારા ખ્યાલથી."મને એની વાત બરાબર લાગી , "એક વખત ફોન કરી જોઉં ?" એમ કહી મેં ઈશાને ફોન કર્યો પણ એને ફોન રિસીવ ન કર્યો. 
"કાલે વાત કરી લઈશ." એમ કહી હું અને ખુશી નીકળી પડ્યા ઘર તરફ. 
રસ્તામાં ખુશી બોલી,"તો તે શર્ટ આપી દીધો વિહાન ને ?" 
"હા,અને સાથે જીન્સ પણ." હું બોલી.
"શું... જીન્સ ... મતલબ કેમ....કેવી રીતે ?" ખુશી આશ્ચર્યમાં પૂછતી રહી અને અમે ઘરે પહોંચી ગયા.
"હા ચંદુભાઈએ શર્ટ ક્લીન કરી નાખ્યો હતો પણ ઈસ્ત્રી નહતી કરી રાખી તો આવીને તેમને શર્ટમાં ઈસ્ત્રી કરી અને ત્યાં સામે શો રૂમ હતો તો...."મને વચ્ચે રોકતા ખુશી બોલી પડી ," સવારના આઠ વાગ્યામાં કયો શો રૂમ ખુલ્લો હોય ?"
હું થોડું હસી અને એક નેણ ઊંચું ચઢાવતા બોલી ,"કિશન અગરવાલનું નામ આપીએ તો એમના કલાઇન્ટ આવી અને શો રૂમ ઓપન કરી આપે."
"યુ આર ટુ મચ આકૃતિ .” ખુશી મારી નાદાની જોઈ શોક ખાતા બોલી. “મતલબ કે કાંઈ વિચાર્યા વિના….”
મેં ખુશીને બોલતા અટકાવી, “ખુશી… મારી મા…અત્યારે લેક્ચર ન આપતી મેં કાંઈ ખોટું નથી કર્યું. મને થયું કે મારે તેને આપવું જોઈએ અને કિશન અગરવાલનું નામ છે તો થોડો ઉપયોગ કરવા માં કાંઈ ખોટું નહીં. “
“પાગલ છે તું.” કેહતા ખુશીએ મને સ્કૂટરની ચાવી આપી ગળે મળી બાય કહીને ચાલતી થઈ.
      એ દિવસ બસ એમ જ પૂરો થઈ ગયો .કાંઈ વધુ બનાવો ન બન્યા,ન મમ્મી સાથે કોઈ વાત પર દલીલ થઈ , ન શીલા માસીને લઈ કોઈ ચર્ચા થઈ. કાંઈ જ નહીં.
      આમ કાંઈ ધમાલ વિનાનો રુખો સૂકો દિવસ હતો. મને એવા દિવસ ન ગમે. ભગવાન એ એક જ લાઈફ આપી છે અને કેટલા દિવસોની છે એ કાંઈ નક્કી તો નથી. તો જેટલા દિવસો છે એ બધા ધમાલ મસ્તીથી એટલે કે મોજથી જીવીએ.આમ ગુમસુમ,શાંત,કોઈ પણ વસ્તુને ઓવર કર્યા વિના જીવવું મને પસંદ નથી.
લિમિટ માં બોલવું,લિમિટમાં ખાવું ,લિમિટમાં પીવું, લિમિટમાં મસ્તી કરવી , લિમિટમાં વાતો કરવી , લિમિટેડ ટાઈમ કોઈ સાથે વિતાવવો. કોઈ પાસે વધુ આશા ન રાખવી, એક હદ બનાવવીને રાખવી અને એ હદની અંદર આપણે આપણી જાત ને જકડી રાખવી. એવી માણસ હું છું જ નહીં. હું જેને મારુ માનું એને પર પુરી રીતે હક જાતાવું અને એની સાથે ક્યારેય લિમિટમાં રહી વર્તન ન કરું. કોઈક વખત મારા આ અનલિમિટેડ વાળા વર્તનથી લોકો કંટાળી જાય છે પણ એક ખુશી જ છે જે મને સમજે છે અને ક્યારેય મારાથી નથી કંટાળતી.
ખબર નહીં ખુશી વિના મારું શું થાત....?
બસ આ જ બધી વાતો હું વિચારતી હતી.મને ખુશીની યાદ આવી ગઈ.મેં ખુશીને ફોન લગાવ્યો પણ એ ડિનર કરતી હતી.આજનો રુખોસુખો દિવસ મને કોઈક અજુગતી ઘટના બની હોવાના અણસાર આપતો હતો.
    મેં ઘડિયાળ સામે જોયું રાતના નવ વાગ્યા હતા.અને મારી પાસે કરવા જેવું કોઈ કામ નહતું. થોડો સમય રૂમમાં આંટા માર્યા,બાલ્કની પર જઈ ઉભી, ફોનમાં બધી સોશિયલ મીડિયા પર લટાર મારી અને ફરી ઘડિયાળમાં જોયું. નવ અને પચીસ થઈ હતી.મેં ખુશીને મેસેજ કર્યો.
ખુશી એ મારો મેસેજ ઇગ્નોર કર્યો.સીન કરી અને ફરી ઓફલાઇન થઈ ગઈ.મને ખુશીની આ જ વાત પર સૌથી વધુ ગુસ્સો આવતો જ્યારે બીઝી હોય એ ત્યારે મેસેજના જવાબ પણ ન આપે. અને ફ્રી થઈ અને મને ફરી મેસેજ પણ ન કરે.પછી મારે જ સામેંથી એને મેસેજ કરવો પડતો.આજે પણ એમ જ થયું.
     મેં ફોન સાઈડમાં મુક્યો મને ખબર હતી ખુશીનો અત્યારે જવાબ નહીં આવે.હું મારા બેડ પર લાંબી થઈ અને આજ આખા દિવસ માં જે જે ઘટનાઓ બની એને યાદ કરવા લાગી.  
    સૌથી પેહલા મને વિહાનની યાદ આવી.શર્ટ આપ્યા સમયે તેના ચેહરા પર આવેલએ સ્માઇલ અને જીન્સ પરત કરતા સમયે તેના હાલાતને દેખાડતી એની આંખો અને મારી ગિફ્ટ સ્વીકારી અને દોસ્તી તરફ આગળ વધારેલ એ તેનું ડગલું.વિહાનને મળી એને બે જ દિવસ થયા હતા પણ એ બે દિવસોમાં મને તેના બે રંગ જોવા મળ્યા. તેની ખુશી અને ઈચ્છા મારી અને એક સમજદાર ઓછું બોલતી વ્યક્તિ અને બીજો રંગ ખુલીને હસી મજાક સાથે જીવન જીવતા માંગતી વ્યક્તિ જેને મિત્રો બનાવતા આવડતા હતા ,જેને વાતો કરવી પસંદ હતી.બે દિવસમાં હું વિહાન વિશે ઘણું જાણી ગઈ હતી.આજની અમારી વચ્ચે થયેલ વાતોને યાદ કરી અને હું મલકાતી હતી અને મનમાં જ તેને ઠપકો આપતી હતી, ‘કેટલો સ્લોવ છોકરો છે યાર,આટલી મુલાકતો થઈ તો પણ હજુ નંબર એક્સચેન્જ નથી કર્યા,અત્યારે નંબર હોત તો તારી સાથે કેટલી બધી વાતો કરેત’
“આકૃતિ ….” દરવાજા પાસેથી અચાનક આવજ આવ્યો.મને મારી યાદોની દુનિયામાંથી બહાર ખેંચતા પાપા બોલ્યા,“કેમ એકલી એકલી મલકાય છે ?”
“અરે એ તો બસ એમજ.”હું નોર્મલ થઈ બેડ પર બેઠી થતા બોલી.“બોલોને પાપા કામ હતું કાંઈ?”
“હા,કામ તો છે પણ એ પેહલા તારી આ મંદ મંદ હાસ્યનું કારણ તો જણાવ.”
“પાપા…. હું મારા એક ફ્રેન્ડ વિશે વિચારતી હતી. બસ જણાવી દીધું કારણ.” ગોળ ગોળ વાત ન કરતા મેં જે હતું એ સીધું કહી દીધું.
“મારા એક ફ્રેન્ડ… એટલે..?” પાપા એ ઇન્કવાયરી સ્ટાર્ટ કરી.
“મમ્મી સાથે રહી અને તમે પણ એમની જેમ ઇન્કવાયરી કરતા શીખી ગયા છો.” હું મસ્તી કરતા બોલી, “અને તમારો ચહેરો મને કહે છે કે તમે અત્યારે પણ કંઈક ઇન્કવાયરી કરવા આવ્યા છો ને…?બોલો બોલો શું જાણવું છે ?” 
“ગઈકાલે અને આજે તું કોલેજે ગઈ હતી કે પછી બંક કરી ફરતી હતી?” પાપા સીધા પોઇન્ટ પર આવ્યા.
“આ કેવો સવાલ…. અને કોલેજ શા માટે બન્ક કરું હું ?” મેં તેમને વળતો સવાલ કર્યો, “અને આમ અચાનક કેમ આવું પૂછવા આવ્યા એ પણ ગઈકાલ અને આજ નું જ …?”
“કારણ કે આકૃતિ બેટા બે દિવસથી તારા ક્રેડિટકાર્ડમાંથી પૈસા વાપર્યા છે.” એક સાચા ગુજરાતીનો રંગ દેખાડતા પાપા બોલ્યા. 
“તમને કઈ રીતે ખબર પડી…?” હું શોક ખાતા બોલી.
“તો કોલેજ બંક કરી હતી તે એમ ને ?” 
“ના પાપા, શું તમને મારા પર આટલો એ ભરોસો નથી?..હુહ” એવો ખોટો અલંકાર કાઢ્યો અને આગળ કોલેજમાં વિહાન સાથે ઘટાયેલ બે દિવસનો દરેક ઘટના ક્રમ પાપાને કહ્યો.
પાપાએ મારા માથા પર વ્હાલથી હાથ ફેરવ્યો અને બોલ્યા, “મને તારી આ માફી માંગવાની રીત પસંદ પડી આકૃતિ.  ભૂલ જ્યારે આપણી હોયને ત્યારે તેને સ્વીકારવામાં અને સુધારવામાં મોડું ન કરવું જોઈએ.જ્યારે અને જે સમયે ભૂલ સમજાયને ત્યારે અને તે જ સમયે સામેવાળી વ્યક્તિ સામે ભૂલ સ્વીકારી અને તેને સુધારી લેવી જોઈએ.”
પાપા વધુમાં ઉમેરતા બોલ્યા , “પ્રાઉડ ઓફ યુ દીકરી.” અને ચાલતા થઈ પડ્યા.
અચાનક પેલી વાત યાદ આવતા હું બોલી , “પણ તમને કેવી રીતે ખબર પડી કે મારા ક્રેડિટ કાર્ડમાંથી પૈસા ખર્ચ થયા ?”
“તારો પિતા છું ને ,તારા ક્રેડિટકાર્ડ સાથે મારા મોબાઈલ નંબર જોડેલ છે બેટા.”પાક્કા ગુજરાતી પિતા બોલ્યા. 
“પાપા..”બનાવટી ગુસ્સામાં ગાલ ફુલાવતા હું બોલી, “ કાલે જ તમારો નંબર કેન્સલ કરાવી મારો નંબર લિંક કરાવી દઉં”
      અમે બંને હસી પડ્યા.પાપાએ ડૉર લૉક કર્યો અને હું સુઈ ગઈ,આજની જે ભૂલ સુધારી એ યાદ કરતી કરતી.
*
      અમે કોલેજે પહોંચ્યા અને પહોંચતાની સાથે જ ગઈકાલે કોલેજ પુરી થયા બાદ ઈશાએ વિહાન સાથે કરેલ મિસબીહેવ વિશે ખબર પડી. આખા કોલેજમાં તેના વિશે જ ચર્ચા થઈ રહી હતી.લોકો વિહાનના નામે મજાક બનાવી રહ્યા હતા.એ વાત મને ઘણી ચુભી.
હું સીધી કલાસ તરફ ભાગી,ત્યાં જોયું તો ઈશા કે વિહાન કોઈ નહતું આવ્યું.હું ફરી બહાર જતી હતી ત્યાં ખુશીએ મને રોકી અને બોલી,“અહીંયા જ વેઇટ કર ઈશા કે વિહાન બંનેમાંથી કોઈક આવશે થોડા સમયમાં.”
“પણ યાર બહુ ખોટું કર્યું ઈશાએ.” કેહતા હું અને ખુશી અમારી જગ્યા પર બેઠા.“ઈશાને આજે નહીં છોડું હું.કોઈ સાથે આટલી હદ સુધીનો મિસબીહેવ એક પણ રીતે સ્વીકાર્ય નથી.”હું બોલતી રહી અને ખુશી મારી સામે જોતી રહી.
    કલાસના એન્ટરસ તરફ નજર રાખીને હું બેસી રહી અને ઈશાની રાહ જોવા લાગી.ત્યાં જ વિહાન ક્લાસમાં આવ્યો.ખુશી તેની જગ્યાએથી ઉઠી અને વિહાન તરફ આગળ વધી.બંનેએ થોડી વાતો કરી અને વિહાન મારી તરફ આવ્યો. 
     આવતાની સાથે મેં એને ચૂપ રહેવા કહ્યું અને ઈશા પ્રત્યેનો મારો ગુસ્સો વ્યક્ત કરતી હતી ત્યાં અચાનક તે બોલ્યો,“એ તો ઠીક છે પણ આ ગાલ ફુલાવેલી આકૃતિ બહુ ક્યૂટ લાગે છે.”
વિહાનની આ વાત સાંભળી હું હસી પડી. વિહાન આવું પણ બોલી શકે? એ વિચાર મારા મગજમાં ફરવા લાગ્યો.તો શું વિહાનની રીઅલ સાઈડ આ છે?પ્રામાણિક ફ્લર્ટ કહી શકાય? આકૃતિ શું વિચારે છે? મેં મારી જાતને ઠપકો આપ્યો.
     બધા વિચારોને મેં સાઈડમાં ધકેલ્યા.વિહાનએ મને ઈશા સાથે ઝઘડો કરવાની ના પાડી અને મારી આનાકાની જોતા એ બોલ્યો , “દોસ્તની આટલી વાત પણ નહીં માને?”
      યાર એનું એ વાક્ય લાગી આવ્યું.આટલાં ક્યૂટ છોકરાને કેમ કોઈ હેરાન કરી શકે એ વિચાર મને ગુસ્સો અપાવતો હતો એ જોઈ વિહાને ફરી મને કહ્યું, “હવે તો આ ગાલ ના ગુબ્બારા મેં ફોડી દે.” એ સાંભળી મારા ચેહરા પર સ્માઇલ આવી ગઈ.
      એ તેની જગ્યાએ બેસી ગયો.લેક્ચર સ્ટાર્ટ થઇ ગયો.પંદર મિનિટ પછી ઈશા આવી(ઈશા માટે હવે માન ઘટવા લાગ્યું યાર) અને મારી પાસે આવી અને તેની જગ્યાએ બેઠી. એ કાંઈ જ ન બોલી અને હું પણ. એ લેક્ચર પૂરો થયો.
હું ઈશા સામે નહતી જોતી.ત તે સામે થી બોલી,“આજે તારા નવા ફ્રેન્ડની વકાલત નહીં કરે ?”
“ઈશા પ્લીઝ…, હું સાચે દલીલ કરવાના મૂડમાં નથી. તું મારી પાસે બોલાવીશ તો મારાથી ઘણું બોલાય જશે અને પછી તને જ ગુસ્સો આવી જશે.”હું એની સામે જોયા વિના બોલી.
“જ્યારથી તે આવ્યો છે ને આપણી ફ્રેન્ડશીપ પર ઇફેક્ટ કરે છે,એટલે જ મને એ પસંદ નથી.તું એની ફ્રેન્ડ બની ગઈ સરસ પણ તું મારી એ ફ્રેન્ડ છે ને,એનો સાથ આપી શકે છે તો મારો નથી આપી શકતી.?જો ન આપી શકતી હોય તો એને કારણે મારી સાથે ઝઘડો તો ના કર. મારી અને તેની વચ્ચેની વાત છે ને અમે જોઈ લઈશું અમારી રીતે. એ વાતે વાતે તને શા માટે વચ્ચે લાવે છે.” ઈશાની અંદર જે ભર્યું હતું બધું બહાર ઠાલવતા બોલી.
     એની વાત મને બરાબર લાગી.જેમ વિહાન મારો ફ્રેન્ડ છે તેમ ઈશા પણ છે અને વિહાન કરતા ઈશા મારી વધુ સારી ફ્રેન્ડ છે.ઈશા જે વિહાન સાથે બીહેવ કરે છે એ ખોટું છે પણ કાલે એને મારા પર આવેલ ગુસ્સો વાજબી હતો.
“સોરી ઈશા…”હું મારી ભૂલ સ્વીકારતા બોલી. “પણ પ્લીઝ હવે આ રહેવા દે તમે બંને મારા મિત્રો છો.હવે ભૂલી જા એને જે તારી ઇન્સલ્ટ કરી એ .”હું ખૂબ શાંત અને  સિરિયસ બનીને બોલી. મને આમ જોઈ ઈશા પીગળી અને બોલી “ઓકે.”
મને આશ્ચર્ય થયું કે મારામાં આ પણ ટેલેન્ટ છે કે મારી વાતોથી હું કોઈને પીગાળી શકું. “વાહ આકૃતિ.” હું મનમાં મને જ શાબાશી દેતા બોલી.
ત્યાં તે વધુમાં ઉમેર્યું , “આજે છેલ્લી એક વખત હું તેને હેરાન કરીશ. મારા મનને શાંતિ મળશે. આગળ ક્યારેય નહીં પાકું.”
“અરે યાર ઈશા...” 
મને અટકાવતા ઈશા બોલી,“હવે કાંઈ ન કેહતી નહીં તો તારાથી નારાઝ થઈ જઈશ હું….”
     હું ચૂપ રહી. લેક્ચર સ્ટાર્ટ થયા અને પુરા થયા.બ્રેક પડ્યો , વિહાન મને તેની સાથે નાસ્તો કરવા માટેની ઓફર આપી પણ હું ઈશાને છોડીને નહતી જવા માંગતી.મેં તેને ના પાડી ત્યાં ઈશા બોલી , “ઓય લલ્લુ આજે તને નાસ્તો મારા તરફથી.”
     મેં ઈશા સામે જોયું,એને મારી સામે બંને નેણ ઊંચા ચઢાવ્યા અને તેના બંને ખબા કાન સુધી લાવી અને ફરી નીચા કર્યા. જાણે એ મને કહી રહી હોય કે કહ્યું એ મુજબ એક વખત હેરાન કરીશ હજુ.
     હું કશું ન બોલી.આડું જોઈ અને વિહાનને આંખોના ઈશારા દ્વારા ન જવા માટે કહ્યું.પણ સાચે ભોળો છે એ ન સમજ્યો અને ઈશા પાછળ ચાલતો થઈ પડ્યો.
     મેં ખુશી સામે ફક્ત જોયું અને એ મારા મનની વાત જાણે સમજી ગઈ હોય કે પછી મારી અને ઈશા વચ્ચે થયેલ વાતો સાંભળી ગઈ હોય એ મને નથી ખબર પણ એ ઈશા અને વિહાન પાછળ કેન્ટીનમાં ભાગી. 
અને મેં મારી જાતને ત્યાં જતા રોકી લીધી.અનિચ્છાએ જ.
*
વિહાન
બ્રેક ટાઈમમાં મેં સામેથી આકૃતિને નાસ્તા માટે કહ્યું પણ એ વ્યસ્ત હતી એટલે તેણે ઇન્કાર કર્યો.ઈશા ઉભી થઇ અને મને કહ્યું, “ઓય લલ્લુ,ચાલ આજે મારા તરફથી તને નાસ્તો.”
      આકૃતિ મને કંઈક ઈશારો કરતી હતી પણ મને કંઈ સમજાયું નહીં.ઈશા તેની ફ્રેન્ડ્સ સાથે બહાર નીકળી,હું પણ.
“લલ્લુ..લલ્લુ ના કર,વિહાન..વિહાન દિવેટીયા.”મેં એટ્ટીટ્યુડમાં કહ્યું.
      લોકો જે જુએ છે તેને જ સ્વીકારી લે છે.જેમ કે કોઈ વ્યક્તિએ મેલા કપડાં પહેર્યા હોય તો સ્વાભાવિક રીતે એવું જ લાગે કે આ ભિખારી હશે અથવા તેની પાસે નવા કપડાં ખરીદવાના રૂપિયા નથી.એવી જ રીતે કોઈ વ્યક્તિએ સાફ-સુતરા અને મોંઘા કપડાં પહેર્યા હોય તો લોકો તેને બીજા દ્રષ્ટિકોણથી જુએ છે. આવું બધી જ જગ્યાએ થાય છે.વસ્તુ,વ્યક્તિ,સ્થળ,જાતિ.કોઈપણ મુદ્દો ઉઠાવો સૌનો અભિપ્રાય બાહ્ય પરિબળો અથવા બાહ્ય દેખાવ પરથી જ મળે છે. કેન્દ્રમાં શું છે એ કોઈ જોતું જ નથી.
      બની શકે ને કે ધનવાન વ્યક્તિ પણ મેલા કપડાં પહેરીને ફરે.જો કોઈ તેને ઓળખતું ના હોય તો સૌ તેને ગરીબ જ સમજી લેશે.ટૂંકમાં જે-તે વ્યક્તિ પર નિર્ભર છે કે લોકો સામે પોતે ક્યાં દ્રષ્ટિકોણથી રજૂ થાય છે.
       આઇઆઈએમમાં મને કોઈ ઓળખતું નથી.જો હું પોતાને કમજોર અને નકારાત્મક રજૂ કરીશ તો સૌ મને એ જ દ્રષ્ટિકોણથી જોશે.પછી ભલે હું એવો હોવ કે ના હોવ.તેથી જ મેં નક્કી કર્યું.પોતાને સક્ષમ અને સકારાત્મક રજૂ કરવો.સૌની સાથે ભળવું.ખાસ કરીને ઈશા.જેને એવું લાગે છે કે હું તેને જવાબ નથી આપી શકતો.
      અમે કેન્ટીનમાં પહોંચ્યા.કેન્ટીનનો નજારો પણ માણવા લાયક હતો.એક ગ્રુપ નાસ્તાની લિજ્જત માણી રહ્યું હતું.તેનાથી ત્રણ ટેબલ દૂર એક કપલ બેઠું હતું.કદાચ કાલે જો હું આ નજારો જોઈ રહ્યો હોત તો કઈ નોટિસ ના કરેત.વેલ,મેં નોટિસ કર્યું.છોકરાએ વાઈટ પ્લેન શર્ટ પહેર્યો હતો અને છોકરીએ ઑફ કૉફી રંગનું ટીશર્ટ પહેર્યું હતું.છોકરીનો એક હાથ ટેબલ પર હતો અને એ હાથ પર છોકરાનો હાથ હતો.બંનેની નજરો મળતી હતી.હું થોડીવાર વિચારમાં પડી ગયો.આ લોકો કલાકો સુધી એકબીજાની આંખોમાં આંખ પરોવી બેસી શકે છે અને હું?,બે સેકેન્ડ પણ આંખો નથી મેળવી શકતો.એકવાર પ્રેમ કરવા જેવું છે નહીં?
    ઇશાએ સમોસા,પફ અને થોડી વેફર્સ મંગાવી.
“તને મારા ગ્રુપથી દૂર રહેવાનું કહ્યું હતું મેં”ઇશાએ કહ્યું.
“મારી સાથે શું પ્રૉબ્લેમ છે તને?”મેં કહ્યું, “આપણે સૌ સાથે જ સ્ટડી કરીએ છીએ તો એક ગ્રુપ જ કહેવાય ને”
“હાહાહા,આ લંગુરને અંગુર ખાવા છે”ઈશા જોરથી હસી, “ચહેરો જોયો પહેલા,તું અને અમારા ગ્રુપમાં?,હાહાહા”ઈશા સાથે તેની સહેલીઓ પણ હસવા લાગી.ઈશા ઉભી થઇ,ખભે આવેલા વાળ પીઠ પાછળ ધકેલ્યા અને હાથમાં રહેલું વેફરનું પેકેટ મારા પર ઢોળ્યું.
“આ જ તારી જગ્યા છે સમજ્યો?”વાઈટ ટી-શર્ટને નાભિથી નીચે ખેંચતા એ બોલી, “કમોન ગર્લ્સ”
      હું તેની સામે જોઇને હસતો હતો.જો બે દિવસ પહેલાવાળો વિહાન હોત તો તેનું વાઈટ ટી-શર્ટ સોસથી ખરાબ થાત પણ હું બીજા જ વિચારોમાં ખોવાયેલો હતો.એટલામાં જ ખુશી મારી બાજુમાં આવીને બેઠી.
“ખુશી?”મેં આશ્ચર્ય સાથે પૂછ્યું.
“હા,આકૃતિએ મોકલી મને.”ખુરશી પર બેસતા ખુશી બોલી, “ઈશા તારી સાથે ખરાબ વર્તન કરે છે કે નહીં એ જોવા માટે”
“ના,ઇશાએ એવું કંઈ નથી કર્યું”બનાવટી સ્મિત સાથે મેં કહ્યું.
“એ તો મેં જોયું”ખુશી કટાક્ષમાં બોલી, “તારા કપડાં રોજ નાસ્તો માંગે છે?”મારા શર્ટ પર ઢોળાયેલી વેફરનો એક ટુકડો હાથમાં લઈ ખુશી મારી સામે જોવા લાગી.
“હાહાહા” હું હસ્યો, “હું નથી ઇચ્છતો મારા કારણે આકૃતિ અને ઈશા વચ્ચે પ્રૉબ્લેમ થાય.પેલી પ્રેન્કની વાત હું ભૂલી ગયો છું અને આ ઈશા ભૂલતી જ નથી.મારે શું કરવું બોલ”મેં શર્ટને ખંખેરતા કહ્યું.
“જેવા સાથે તેવા.ઈશા તને દબાવે છે.તું તેની દુઃખતી રગ પકડી લે ને.આમ જો બધામાં કોઈને કોઈ કમજોરી હોય જ છે. તારે ઇશાની એ કમજોરી જાણવાની છે બસ.”ખુશીએ નેણ નચાવતા કહ્યું.મને તેની આંખોમાં શારારત દેખાઈ.
“અને એ હું કેવી રીતે કરું?,આકૃતિ સાથે આ વાત ન કરી શકું અને તેના ગ્રુપમાં બીજું કોઈ મને ઓળખતું નથી”ખુરશી નીચે ઢોળાયેલી ચિપ્સ મેં પેકેટમાં નાખી ત્યાં સુધી ખુશી મને તાંકતી રહી.
“મારી પાસે છે આઈડિયા”પાછળથી એક જાણીતો અવાજ મારા કાને અથડાયો.
(ક્રમશઃ)
        કોણ હશે એ વ્યક્તિ?,ઇશાની એવી વાત કઈ હશે જે વિહાન સાથે આવી હરકતો કરવા પ્રેરે છે.આકૃતિનું વિહાન વિશે આવું વિચારવું અને ફિલ કરવું.શું એ વિહાન માટે કોઈ ફીલિંગ્સ ધરાવે છે?જાણવા વાંચતા રહો.વિકૃતિ.
       દોસ્તો,અત્યારસુધીની મારી સ્ટૉરીઓ અઢાર ભાગથી આગળ નથી વધી એટલે અઢાર ભાગમાં બની શકે તેટલા પાત્રો રજૂ કરવાની હું કોશિશ કરતો.પણ આ સ્ટૉરી સંયુક્ત પ્રયાસથી લખાણી હોવાથી ભાગો વધુ થશે અને આગળ જતાં તમે જે સ્ટૉરીની આસ સેવી રહ્યા છો એ વાતો પણ આવશે.વધુમાં સ્ટૉરી અથવા મૂવી પુરી ના થાય ત્યાં સુધી નિર્ણય લેવો મુશ્કેલ છે કે સ્ટૉરી અથવા મૂવી કેવું હતું.બરોબર ને!!!!
-Megha Gokani & Mer Mehul

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED