Netanu netrutva, vadhare deshnu prabhutva books and stories free download online pdf in Gujarati

નેતાનું નેતૃત્વ, વધારે દેશનું પ્રભુત્વ

'નેતાનું નેતૃત્વ, વધારે દેશનું પ્રભુત્વ'


"નેતા નો મતલબ પણ શબ્દ માં જ છે _"ને" એટલે "નેતૃત્વ" અને "તા" એટલે "તારણ કાઢવું" દરેક પરિસ્થિતિમાં આગવું નેતૃત્વ લઈને દ્રઢ નિશ્ચય સાથે તારણ સુધી પહોંચવાની શક્તિ ધરાવનાર એક ખમતીધર વ્યક્તિત્વ એટલે 'નેતા'.


નેતૃત્વ કરીને આખા સમુદાયને એકસંગ લઈને ચાલવાનું એટલે કેટલી મોટી જવાબદારી કહેવાય! એ આખાય સમુદાયના સુખ-શાંતિ અને પ્રગતિની જવાબદારી એક નેતા પર હોય છે. કેટ-કેટલી વિચારસરણી, ચર્ચાઓ, કેટલાય સમુદાય એ બધાની વચ્ચે રહીને પોતાની બુદ્ધિમત્તા, સમજણ અને શાંતિથી દરેક પરિસ્થિતિમાંથી રસ્તો કાઢી, લેવાયેલ નિર્ણય ભવિષ્યમાં ફળદાયી રહે એ વાતની મુખ્ય જવાબદારી પણ નેતાની જ છે.


દેશનો કારોબાર દેશના કાબિલ નેતા પાસે હોય છે. જે પ્રામાણિકપણે દેશની અને દેશના લોકોની સેવામાં હાર-હંમેશ હાજર હોય.


નેતા એવો હોય કે જેના માટે કહી શકાય કે,


"રાજ કરે મુખી ને પ્રજા ને કરે સુખી.'


નેતા બન્યા પછી એની ગરિમા જાળવવા માટે ઘણું બધું કરવું પડતું હોય છે.દરેક નેતાની ખરી પરીક્ષા તો નેતા બન્યા પછી ની હોય છે. નેતા બની લોકોનો "વિશ્વાસ" જીતી લીધા પછી એ "વિશ્વાસ" ને અડીખમ ટકાવી રાખવો એટલો જ જરૂરી છે અને એ વિશ્વાસને ટકાવી રાખવા માટે દેશના અને જનતાના હિત સહ કામ કરવું જ રહ્યું.


બદલાતા સમય સાથે આપણે પણ કેટલા બદલાઈ ગયા છીએ. ટેકનોલોજી અને આધુનિકીકરણમાં હરણફાળ ભરવાનો આ સાચો સમય હવે આવી રહ્યો છે. દરેક દેશો સાથે ખભો મિલાવી આપણે પણ એ જ દિશામાં પ્રગતિના પગથિયે ચડવાનું છે. આવા "વિકાસ" ના સમયે બીજા વિકસિત દેશોથી આપણે શું કામ પાછળ રહી જઈએ??? વિકાસશીલ દેશોમાં આપણા ભારતદેશનું નામ પણ હોવું જોઈએ. આ 'વિકાસ' શબ્દ સાથે હમણાંથી બહુ નજીકનો નાતો થઇ ગયો હોય એવું લાગે છે. વાતો થાય છે તો બસ ખાલી 'વિકાસ'ની. 'વિકાસ' બાળકોનો, મહિલાઓનો, કારીગર વર્ગથી માંડીને નોકરિયાત વર્ગનો, સ્વદેશી બિઝનેસનો, વિદેશી દેશ સાથેના સંબંઘોનો, દેશ અને દેશવાસીઓનો બધી જ દિશામાં પ્રગતિ સાંપડી છે. સમય સાથે પ્રગતિ થાય એ જ સાચું નેતૃત્વ. એ જ નેતૃત્વ હેઠળ આપણે છેલ્લા ઘણા વર્ષોથી આગળ વધી રહ્યા છે


આપણી ચર્ચાનો મહત્વનો વિષય આજે એ છે કે દેશના પ્રતિનિધિ તરીકે પ્રસ્થાપન કરવામાં આવે એ વ્યક્તિ દેશ માટે ગૈરવવંતું કાંઈક મહત્વનું યોગદાન આપી દેશનું પ્રભુત્વ વધારે.


આપણે સહુ જાણીએ છે કે આપણે છેલ્લા કેટલાય વર્ષોથી જે વ્યક્તિના પ્રતિનિધિત્વ સહ આગળ વધી રહ્યા છીએ એ મોદી સરકાર છે.
મોદી સરકારનું રાજ આપણને કેટલું ફળ્યું એ જોવું હોય તો એક ઝલક જોઈએ.......


* ડિજિટલ ઇન્ડિયા :

ભારતને વિકસિત દેશ બનાવવા સુધીની હરણફાળમાં આ ડિજિટલ ઇન્ડિયા અભિયાને બહુ મહત્વનો ભાગ ભજવ્યો છે. ડિજિટલ ઇન્ડિયાનો હેતુ ટેક્નોલોજી સાથે સશક્ત સમાજ અને જ્ઞાન અર્થતંત્રમાં પરિવર્તન લાવવાની દ્રષ્ટિ સાથે જોડવામાં આવ્યો છે. નાગરિકોના હિતમાં વિચારીને, સત્તાનો સાચો ઉપયોગ કરીને એક શ્રેષ્ઠ અભિયાન શરુ કરવામાં આવ્યું છે.


* વિમુદ્રીકરણ:
આંખના પલકારામાં લેવાયેલો, ખુબ સમજી-વિચારીને ઘડાયેલો એક જબરજસ્ત અને હિંમતભેર ખેડાયેલો પ્રવાસ કે જે મોદી સરકારના અડીખમ કામની સાક્ષી પુરે છે. ૮ નવેમ્બરના રોજ લેવાયેલો આ નિર્ણય દેશભરમાં ખળભળાટ મચાવી દીધો હતો અને સાથે એના સફળતાનાં ભાગ રૂપે RBI ના ગણતરીના આંકડાના પ્રમાણે 15.44 લાખ કરોરનું કાળું નાણું બહાર આવ્યું છે. સરકારના જાનવવા મુજબ સરકારે સિસ્ટમમાંથી રોકડ રકમ બહાર કાઢવા માટે પગલાં લીધાં છે. આંતકવાદ અને કાલા નાણાંના પગપેસારાને સિસ્ટમમાંથી દૂર કરવા માટે આખી ઝૂંબેશ ચલાવવામાં આવી. ધૂમ મચાવી દેનાર આ પગલું હિંમતવાન નેતા અને એના સત્તાધિકારીઓ જ કરી શકે એ વાત તો સાબિત થઇ ગઈ.


* મેટ્રો પ્રોજેક્ટસ:-
૬ ડિસેમ્બર ૨૦૧૩,ડો. મંજુલા સુબ્રમણ્યમે મેગા માટે એસએપી ઇઆરપીના સફળ ગો-લાઈવનું ઉદ્ઘાટન કર્યું. મેટ્રોનો મુખ્ય ઉદેશ
સલામત, ઝડપી અને પર્યાવરણ-ફ્રેંડલી રેલ આધારિત માસ ટ્રાન્ઝિટ સેવાઓ લોકોને સસ્તું દરે ઉપલબ્ધ કરવાનો છે સાથે નાગરિકોના હિતમાં કરેલા દરેક કાર્યને સિદ્ધ કરવાનો છે.


* આંતરરાષ્ટ્રીય દેશો સાથેના સંબંધો:-
આંતરરાષ્ટ્રીય દેશો સાથેના સંબંધોમાં ઘણા ખરા અંશે સુધારો થયો અને એનું સૌથી મોટું કારણ મોદી સરકારની આંતરરાષ્ટ્રીય દેશો સાથેની વાટાઘાટો અને એમની સાથે કરેલી ચર્ચોઓએ જ સંબંધોમાં મીઠાશ ભરી છે.


* મેક ઇન ઇન્ડિયા :-
અર્થતંત્રના ક્ષેત્રોમાં નોકરીની રચના અને કુશળતા વધારવાના ઉદ્દેશ્ય સાથે, 25 સપ્ટેમ્બર ૨૦૧૪ ના રોજ 'મેક ઇન ઇન્ડિયા' લોંચ કરવામાં આવ્યું. દેશના નાગરિકોને પોતાના જ દેશમાં સુખ- સલામતીભર્યું અને સઘવળભરી જિંદગી મળી રહે એ ઉદેશથી આ 'મેક ઈન ઇન્ડિયા'ની શરૂઆત થઇ અને દેશભરમાં આ અભિયાનને સાથ આપવા લોકો જોડાતા ગયા. 'મેક ઇન ઇન્ડિયા'માં ઘણા બધા સેક્ટર્સ આવરી લેવામાં આવ્યા જેવા કે,ઑટોમોબાઇલ્સ, એવિએશન, બાયોટેકનોલોજી, કેમિકેલ્સ, કન્સ્ટ્રક્શન, સંરક્ષણ ઉત્પાદન, ટેક્સટાઈ કંપનીઓ, ફાર્માસ્યુટિકલ્સ ઇત્યાદિ.
મોદી સરકારના બીજા ઘણા કર્યો જેમ કે, જન ધન યોજના, મહિલા વિકાસ, બેટી બચાવો બેટી પઢાઓ, સ્વચ્છતા અભિયાન અને બીજા અનેક અમૂલ્ય યોગદાન સાથેની આખી સફર ખુબ જ લાભદાયી નીવડી ગણી શકાય.


વ્યક્તિ બોલે એ કરતા એના કામ બોલે તો વધારે ભાર પડે સાહેબ. ઉપરયુક્ત દર્શાવેલી માહિતી એ કોઈ વ્યક્તિગત માહિતી નથી. દેશની જનતાને શાંતિ અને સુખમય સગવડ આપી શકે એવી યોજનાઓ દ્વારા દેશની પ્રગતિમાં મોટો ફાળો પુરવાર કરતું મોટું યોગદાન છે. જે એક નેતા તરીકે એના નેતૃત્વમાં થયેલી કામગીરીનું સૌથી મોટું પ્રમાણ છે.


કરોડો લોકોના મતથી બનતી સરકાર એ લોકશાહીનું પ્રતીક છે. જનતાએ મુકેલા એ વિશ્વાસને ટકાવી રાખવા એક પ્રતિનિધિ તરીકે નેતાની કેટ-કેટલી ફરજો છે જે દરેક નેતાએ પ્રામાણિકપણે નિભાવવી જ રહી. મતના મોતીથી પરોવવામાં આવેલી આખી હારમાળા કોના ગાળાની શોભા વધારશે અને કોને પ્રસ્થાપિત કસે એ તો સમય જ બતાવશે.


પ્રશ્નો ઘણા છે, મૂંઝવણ ઘણી છે એ બધું જ ધ્યાનમાં રાખીને દરેક પરિસ્થિથીનો સામનો બહાદુરી અને કુશળતાથી કરીને વર્તમાનના સાચા નિર્ણયો ભવિષ્યને ઉજ્વળ બનાવે એ જ સાચા અર્થમાં નેતાની પરિભાષાને વધારે સ્પષ્ટ કરે છે.

એક લોકશાહી દેશના નાગરિક તરીકે ઉદ્ભવતો પ્રશ્ન :-
દેશના સાચા નેતા તરીકે કોને પ્રસ્થાપિત કરવા? કોઈ હોઈ શકે એ નેતા જેની સંગ આવનારા વર્ષોમાં પ્રગતિ અને વિકાસના પંથે આપણે પોતાના દેશને દુનિયા સામેની સફળતાની હોડમાં આગળ લઇ જઈએ શકીએ??


'સમજણ અને સમજદારી ભર્યો એક નિર્ણય આવનાર સારા સમયનું સુખમય પાનું ખોલી શકે.'


લેખ :- બિનલ પટેલ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED