સેલ્ફી ભાગ-5 Disha દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 110

    ભાગવત રહસ્ય-૧૧૦   મહાભારતના શાંતિ-પર્વમાં એક કથા આવે છે.વૃંદ...

  • ખજાનો - 77

    " શું થયું મિત્ર...! તમારા ચહેરા પર આ ડર અને ચિંતા કેમ વર્તા...

  • પ્રિય સખી નો મિલાપ

    આખા ઘર માં આજે કઈક અલગ જ વાતાવરણ ઉભુ થયુ છે સામન્ય રીતે ઘરની...

  • ધ્યાન અને જ્ઞાન

        भज गोविन्दम् ॥  प्राणायामं प्रत्याहारं नित्यानित्य विवेक...

  • સંઘર્ષ - પ્રકરણ 11

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

શ્રેણી
શેયર કરો

સેલ્ફી ભાગ-5

સેલ્ફી:-the last photo

Paart-5

【કોલેજ મિત્રો નું એક ગ્રૂપ આનાકાની પછી ડેથ આઈલેન્ડ જવા રવાના થાય છે....ચંદનપુર દરિયાકિનારેથી જહાજમાં બેસી એ લોકો ટાપુ પર પહોંચી જાય છે..હવેલી તરફ આવતી વખતે રોહન ની કાર સાથે એક વરુ અથડાઈને મૃત્યુ પામે છે પણ એની લાશ કોઈને દેખાતી નથી..હવેલી માં પહોંચ્યા બાદ ત્યાંના નોકર દામુ અને બાલુ દ્વારા એમની સારી ખાતીરદારી કરાય છે..એ લોકો નાં રાતે સુઈ ગયાં બાદ કોઈ વ્યક્તિ આવીને ટેલિફોન લાઈન નો કેબલ કાપી જાય છે...હવે વાંચો આગળ】

ડેથ આઈલેન્ડ પર રોહન અને એનાં સાત મિત્રોનાં આગમન પછી ની પ્રથમ રાત તો હેમખેમ પસાર થઈ ગઈ હતી..બીજાં દિવસનો સુરજ ઉગતાં ની સાથે બધાં સ્નાન ઈત્યાદિ પ્રવૃત્તિ પતાવીને બ્રેકફાસ્ટ માટે ટેબલ પર એકઠાં થયાં એટલે દામુ અને બાલુ એ ચા-કોફી તથા ગરમાગરમ નાસ્તો રેડી રાખ્યો હતો..નાસ્તો આરોગીને બધાં આજનો દિવસ ક્યાં જશે એ વિશે ચર્ચા કરી રહ્યાં હતાં.

"રોહન,આજનું શું પ્લાનિંગ છે..where will we going?"પુજા એ રોહન ને પૂછ્યું.

"હજુ સુધી એ વિશે વિચાર્યું નથી..તમે કહો એમ કરીએ.."રોહન બોલ્યો.

"રોહન આપણે દામુ ને પુછી લઈએ એને ચોક્કસ ખબર હશે કે અહીં જોવાલાયક શું છે..?"રોબિને સલાહ આપતાં કહ્યું.

"Idea ખોટો તો નથી તારો રોબિન.."આટલું કહી રોહને દામુ ને અવાજ આપ્યો..રોહન નો અવાજ સાંભળી દામુ કિચનમાંથી દોડીને બહાર આવ્યો અને રોહન ની સમીપ આવીને બોલ્યો.

"બોલો સાહેબ શું કામ છે..?"

"દામુ,અહીં કોઈ જોવાલાયક જગ્યા ખરી..?"રોહને પૂછ્યું.

"એમતો સાહેબ આ આખો દ્વિપ રહસ્યમયી અને જોવાલાયક જ છે..છતાં પણ હું જે બે-ત્રણ જગ્યાઓ વિશેષ પસંદ કરું એમાં એક છે 'મોહિની નદી..જેનાં નામ પરથી આ ટાપુ નું નામ પડ્યું છે..એ નદીનું ઉદગમ સ્થાન હવેલી ની પાછળના રસ્તે પાંચ કિલોમીટર દુર છે.બીજી જે જગ્યા મેં જોઈ છે એને અહીંના સ્થાનિક કબીલાનાં લોકો બંદર ગુફા કહે છે.."દામુ એ રોહન ની વાત નો જવાબ આપતાં કહ્યું.

"મોહિની નદીનું ઉદગમ સ્થાન અને બંદર ગુફા બંને નામ પરથી તો ઘણું રસપ્રદ લાગે છે.."શુભમે કહ્યું.

"સારું તો દામુ તું જઈ શકે છે.."રોહને કહ્યું..એટલે દામુ પાછો રસોડામાં ઘુસી ગયો.

"રોહન આજે આપણે મોહિની નદીનું ઉદગમ સ્થાન જોવા જઈએ..પછી બે દિવસ નો સમય લઈને ટ્રેકિંગ અને બંદર ગુફા જોવા જઈશું.."મેઘા બોલી.

"Good thinking... હા મેઘા એ કહ્યું એમજ કરીએ."કોમલ બોલી.

"દોસ્તો મને લાગે છે તમે દામુ ની બધી વાત સાંભળી પણ એક વાત પર ધ્યાન ના આપ્યું.."જેડી બોલ્યો.

"તું શેની વાત કરે છે..?"રોહને સવાલ કર્યો.

"એને કહ્યું કે સ્થાનિક કબીલાનાં લોકો એ ગુફા ને બંદર ગુફા કહે છે મતલબ અહીં સ્થાનિક લોકો રહે છે..અને એ સ્થાનિક લોકો એટલે જંગલી આદિવાસી લોકો.."જેડી બોલ્યો.

"હા જેડી જે કહી રહ્યો છે એ બાબત પણ ધ્યાન આપવા જેવી તો ખરી જ..કેમકે રખેને આવાં લોકો નો ક્યાંક ભેટો થઈ જાય તો પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર રહેવું પડે.."શુભમ બોલ્યો..આ દરમિયાન દરેકનાં ચહેરાની ભાવભંગિકા વ્યગ્ર દેખાઈ રહી હતી.

બધાંનો ચિંતિત ચહેરો જોઈ રોહને પોતાની પેન્ટમાંથી એક BERRETA 92FS મોડલ ની ગન કાઢી બધાંને બતાવતાં કહ્યું.

"એ માટેની સગવડ પણ મેં કરી રાખી છે..so dont panic and just chill.."

રોહનનાં આવું કહેવાથી બધાંને થોડી ધરપત થઈ અને પછી બધાં ગાડીમાં બેસી નીકળી પડ્યાં મોહિની નદીનું ઉદગમ જ્યાંથી થતું હતું એ ઝરણાં ને નિહાળવા માટે.

***************

દરિયાકિનારાથી હવેલી સુધીનો રસ્તો ભલે કાચો હતો છતાં પણ વ્યવસ્થિત હતો..પણ હવેલી ની પાછળનો રસ્તો જે મોહિની નદીનાં ઉદગમ સ્થાન ભણી જતો હતો એ પ્રમાણમાં વધુ પથરાળ અને ઊંચનીચ ધરાવતો હતો..સાથે-સાથે રસ્તાની બંને તરફ ફેલાયેલાં વૃક્ષો ની ડાળીઓ નમી ગયેલી હોવાથી રસ્તો દુર્ગમ પણ હતો.

જેડી અત્યારે ડ્રાઈવિંગ સીટ પર હતો જ્યારે રોહન એની બાજુમાં બેઠો હતો..પાંચ કિલોમીટર જેટલો રસ્તો કાપતાં પણ એમને અડધો કલાક જેટલો સમય વીતી ગયો..ગઈકાલ રાતે વરુ જોડે થયેલાં અકસ્માત બાદ જેડી બહુ કાળજી સાથે ગાડી ચલાવી રહ્યો હતો.

દામુ નાં કહ્યાં મુજબની જગ્યાએ જેડી એ ગાડી થોભાવી..એ સાથે જ બધાં ગાડીમાંથી નીચે ઉતર્યા..ગાડીમાંથી બહાર આવતાંની સાથે એમને પાણીનાં પુષ્કળ વેગનો અવાજ કાને પડ્યો..અવાજ ભણી એ લોકો થોડાં આગળ વધ્યા તો એમને જે દ્રશ્ય જોયુ એ જોતાં જ એમની આંખો માં ચમક પથરાઈ ગઈ..અને અનાયાસે જ બધાંનાં મુખેથી.

"અદભુત,અફલાતૂન,ગજબ"જેવાં શબ્દો સરી પડ્યાં.

કુદરત જાણે સોળે કલાએ ખીલી ઉઠી હોય એવું નયનરમ્ય દ્રશ્ય ત્યાં સર્જાયું હતું..પર્વત પરથી નીચે પડતું ધવલ દુગ્ધ જેવું પાણી પુષ્કળ અવાજ સાથે અને અવિરત પ્રવાહે જ્યારે નીચે પડીને પાણીનો અવિરત પ્રવાહ પેદા કરતી એ જોઈને અહીં આવવાનો એ દરેક નો ફેરો સફળ થયો હોય એવું બધાં મિત્રો નું ગ્રૂપ અનુભવી રહ્યું હતું.

કાળજીપૂર્વક ઝાડી-ઝાંખરા વટાવી એ લોકો એક એવી જગ્યાએ પહોંચ્યા જ્યાંથી નદીનાં પ્રવાહમાં ઉતરી શકાતું હતું..બધાં આ પાણીનાં ધોધ માં સ્નાન કરવાની ઈચ્છા ધરાવતા હોઈ ત્યાં પહોંચી સીધાં કપડાં ચેન્જ કરી પાણીમાં ઉતરી પડ્યાં.. રોબિન અને કોમલ પોતાની રીતે સ્નાન કરવાની મજા લઈ રહ્યાં હતાં જ્યારે ત્રણેય યુગલો પોતપોતાની રીતે પ્રેમ ચેષ્ઠાઓ સાથે મોહિની નદીનાં શીતળ જળમાં મસ્તી કરી રહ્યાં હતાં.આ દરમિયાન રોહન અને જેડી ની ગર્લફ્રેન્ડ પૂજા ની નજરો વારંવાર ટકરાઈ રહી હતી.

બપોર થતાંની સાથે એ લોકો થોડો સમય માટે બહાર નીકળ્યાં અને જોડે લાવેલો હળવો નાસ્તો કરી પુનઃ પાણીમાં પ્રવેશ્યાં..બધાં એ ત્યાં ખૂબ enjoy કર્યું..સાંજના ચાર વાગ્યાં આજુબાજુ એ લોકો એ ત્યાંથી નીકળી પાછા હવેલીમાં આવવા માટે પ્રયાણ કર્યું..વળતી વખતે પાણીમાંથી બહાર નીકળતાં શુભમ ની ગર્લફ્રેન્ડ રુહી નો પગ પથ્થર વાગવાનાં લીધે ગંભીર રીતે ઘવાયો હતો..રુહી થી ચાલી શકાય એમતો હતું પણ ઘા પ્રમાણમાં કહી શકાય એવો ઊંડો જરૂર હતો.

ગાડીમાં બેસી એ લોકો પુનઃ હવેલીમાં પાછા ફર્યા ત્યારે છ વાગવા આવ્યાં હતાં..બધાં ને કકડીને ભૂખ લાગી હતી પણ જમવાનું રેડી ન હોવાથી બધાં સમય પસાર કરવા હોલમાં જ બેસી વાતો એ વળગ્યાં.. શુભમે આવીને રુહીના ઘા પર મલમપટ્ટી કરી દીધી હતી.

"એ શુભમ હજુ જમવામાં વાર છે તો તું તારી પેલી વેતાલ સ્ટોરી કહે ને.."કોમલ શુભમ તરફ જોઈને કહ્યું.

"હા ભાઈ આઈડિયા સારો છે કોમલનો..તું પેલી વિક્રમ વેતાલ નાં જેવી સ્ટોરી કહે છે જેમાં લાસ્ટ માં એક સવાલ પૂછે એવી કોઈ નવી સ્ટોરી બોલ..ત્યાં સુધી જમવાનું બની જશે.."રોહન બોલ્યો.

"સારું તો સાંભળો ત્યારે એક નવી કહાની.."

આટલું કહીને રોહને પોતાની આગવી સ્ટાઈલમાં વાર્તા કહેવાનું શરૂ કર્યું..શુભમ મિત્રો વચ્ચે આવી વાર્તા કહેવામાં પ્રખ્યાત હતો જેનાં અંતમાં એ સાંભળનારા ને અમુક સવાલો કરતો..જેમાં મોટાભાગે દરેકનો મત અલગ-અલગ આવતો.

"એક રાજ્ય હતું..એમાં એક ખુબજ પ્રજાપ્રેમી રાજા રાજ્ય કરતો હતો..રાજા ને એક પ્રેમાળ પત્ની હતી..લગ્નનાં થોડાં વર્ષો બાદ એમનાં ઘરે લક્ષ્મી અવતરી..એ બંને દીકરીને ખુબજ પ્રેમ કરતાં.રાજા નો પ્રજા પ્રત્યેનો જે પ્રેમ હતો એનાં બદલામાં પ્રજા પણ પોતાનાં રાજા ને ભગવાન ની જેમ પૂજતી હતી.."

"રાજા પોતાનું રાજ્ય સારી રીતે સંભાળી શકતો એનું કારણ હતો એમનો પ્રધાન..પ્રધાન ખરાં તન અને મનથી રાજાનો પડ્યો બોલ ઝીલી એમની અને રાજ્યની સેવા કરતો..રાજા પણ પોતાની સફળતાનો શ્રેય પ્રધાનને આપતો.બધું યોગ્ય રીતે ચાલી રહ્યું હતું ત્યાં પ્રધાન અને પ્રધાનનાં પત્નીનું અકારણ અવસાન થતાં પ્રધાનનો દસ વર્ષનો પુત્ર નિરાધાર બની ગયો."

"રાજા એ પ્રધાનનાં દીકરાને પોતાનાં ઘરે લાવી એને પોતાનાં સગા દીકરાની જેમ ઉછેરવાનો શરૂ કર્યો.રાજાની દીકરીને એક મોટાભાઈ મળી ગયો હતો જે એની દરેક ખુશીની ચિંતા કરતો.રાજા એ પ્રધાનપુત્ર ને વધુ અભ્યાસ માટે ગુરુકુળ મોકલવાનું નક્કી કર્યું..જ્યારે પ્રધાનપુત્ર ભણી ગણી પોતાની લાડકી નાની બહેન માટે ભેટ સોગાતો લઈને પોતાનાં રાજ્યમાં પાછો આવ્યો ત્યારે એને ખબર પડી પોતાની બહેન હવે આ દુનિયામાં હયાત નથી."

"લોકો નાં કહેવા મુજબ રાજકુમારી નું પાણીમાં પગ લપસીને ડૂબી જવાથી મોત થયું હતું..પણ પ્રધાનપુત્ર એ થોડી તપાસ કરી તો ખબર પડી કે રાજકુમારી ની હત્યા થઈ છે..પોતાની વહાલીસોયી બેન ની હત્યામાં સામેલ લોકો કોણ કોણ છે એની એને ખબર પડી ગઈ.."

"હવે બોલો પ્રધાનપુત્ર એ શું કરવું જોઈએ..?"શું એને એક રાજવી ની જેમ પોતાનું કર્તવ્ય નિભાવી એ લોકોને માફ કરી દેવા જોઈએ કે પછી પોતાની બહેનનાં હત્યારાઓને મારી નાંખવા જોઈએ..?પોતાનાં દરેક મિત્ર તરફ વારાફરતી નજર ફેરવતાં શુભમે પૂછ્યું.

"આવા લોકો ને જાહેરમાં ફાંસી એ લટકાવી દેવા જોઈએ.."પૂજા એ કહ્યું.

"હું તો કહું છું કે આવા હત્યારા લોકોને સળગાવી દેવા જોઈએ.."રોબિન બોલ્યો.

"લોકોને હવાલે કરી દેવા જોઈએ આવા ગુનેગારોને.."રુહી બોલી.

શુભમે નોંધ્યું કે જેડી અને રોહન નો ચહેરો ક્રોધમાં તો હતો પણ સાથે એની ઉપર કંઈક ન સમજાય એવાં ભાવ પેદા થયાં હતાં.

"તમારાં બધાં નું માનવું છે કે એવાં લોકોને મારી નાંખવા જોઈએ..?"શુભમે દરેક મિત્રનો ચહેરો જોતાં કહ્યું.

"હા.."એકસાથે બધાં બોલી ઉઠયાં.

"અરે આજે ફર્સ્ટ ટાઈમ શુભમની વેતાલ સ્ટોરી બાદ બધાં નો મત એકસરખો છે..મતલબ નક્કી આજે કોઈ ડોશી મરી જશે.."રોબિન ને તાળી આપતાં જેડી બોલ્યો.

જેડી ની વાત સાંભળી બધાં ખળખળાટ હસી પડ્યાં.

એટલામાં દામુ અને બાલુ જમવાનું પીરસી ગયાં.. કોમલે એ દરમિયાન બાલુ તરફ ધ્યાનથી જોયું તો એનાં ચહેરા પર કોઈ ભાવ નહોતાં. એ લોકો આયા ત્યારથી બાલુ એક હરફ સુધ્ધાં બોલ્યો નહોતો.આ તરફ બધાંની નજર ચૂકવી રોહન પૂજા નાં પગ પર પોતાનાં પગની આંગળીઓ ફેરવી રહ્યો હતો જેનો પૂજા તરફથી સહેજ પણ વિરોધ નહોતો.

જમવાનું પૂર્ણ કરી બધાં થોડો સમય અહીંતહીં ની વાતો કર્યા બાદ પોતપોતાનાં રૂમમાં સુવા માટે પ્રવેશ્યાં.આખા દિવસની રઝળપટ્ટી નાં લીધે એમને થોડીવારમાં ઊંઘ આવી ગઈ..રુહી નાં પગે દુઃખતું હોવાથી શુભમે દામુને કહી હળદર વાળું દૂધ મંગાવી પીવડાવ્યું..શુભમ જે રીતે રુહી ની care કરતો હતો એ જોઈ કોમલ ને થોડું ઘણું ઝેર થતું હતું કેમકે એને શુભમ થોડો થોડો ગમવા લાગ્યો હતો.

રાત નાં ત્રણ વાગવા આવ્યાં હતાં.બંને નોકર અને મિત્રો નું એ ગ્રૂપ પોતપોતાનાં રૂમમાં સુઈ રહ્યું હતું.આગળની રાતે જે વ્યક્તિ એ ટેલિફોન લાઈન કટ કરી હતી એ વ્યક્તિ અત્યારે દરેકના રૂમ ની આગળ અડધી મિનિટ ઉભો રહેતો અને દરેક રૂમની અંદરની સ્થિતિનું નિરીક્ષણ કરતો..નીચે આવેલાં બંને નોકરોના રૂમ તથા કોમલ અને શુભમનાં રૂમ જોડે થોડો સમય પસાર કર્યા બાદ એ વ્યક્તિ ચુપકીદીથી દાદરનાં પગથિયાં ચડીને ઉપરના માળે પહોંચ્યો.

જેડી અને રોહન નાં રૂમનાં દરવાજે પોતાનાં કાન ધરી એને ખાતરી કરી લીધી કે એની અંદર જે કોઈપણ હતું એ અત્યારે સુઈ ગયું હતું..ઉપરનાં માળે હવે છેલ્લે જે રૂમ હતો એ રૂમ રોબિનનો હતો.રોબિન નાં રૂમ આગળ એ પડછાયા જેવો જેકેટ પહેરેલ વ્યક્તિ અટક્યો..અત્યારે એ કંઈક ગહન ચિંતનમાં હતો એવું એની બિલાડી જેવી ચમકતી આંખો દર્શાવી રહી હતી.

એ વ્યક્તિ શું ઈચ્છતો હતો એની ખબર તો એને જ હતી..પણ એ બધાંથી અજાણ રોબિન અત્યારે પોતાનાં પલંગ પર પડ્યો પડ્યો નસકોરાં બોલાવી રહ્યો હતો..રોબિને દરવાજો તો અંદરથી બંધ કર્યો પણ બારી ખુલ્લી મુકીને એને પોતાની જિંદગી ની સૌથી મોટી ભૂલ કરી દીધી હતી.જેનો પસ્તાવો કરવાનો સમય પણ શાયદ એને નહોતો મળવાનો.!!

★★★★■■■★★★★

વધુ આવતાં ભાગમાં..

ટેલિફોન લાઈન નો કેબલ કટ કરવાવાળો એ રહસ્યમયી વ્યક્તિ કોણ હતો અને આખરે એનો મકસદ શું હતો..?આઠ મિત્રો નું એ ટોળું કઈ મોટી મુસીબતમાં ફસાવા જઈ રહ્યું હતું..?વરૂ નું કાર જોડે અથડાઈને મૃત્યુ પામવો એ માત્ર અકસ્માત હતો કે એથી વધુ કંઈક હતું..??રોબિન જોડે એ વ્યક્તિ આખરે શું કરવાનો હતો..??રોહન અને પૂજા નો એકબીજા તરફનો ખેંચાવ આખરે શું પરિણામ લાવવાનો હતો..??આ સવાલોના જવાબ માટે વાંચતાં રહો હોરર સસ્પેન્સ નોવેલ સેલ્ફી:-the last photo નો નવો ભાગ.

આ સિવાય માતૃભારતી આપ મારી અન્ય નોવેલ

દિલ કબૂતર,

રૂહ સાથે ઈશ્ક અને

ડણક

અનામિકા

The haunted picture...પણ વાંચી શકો છો.

-દિશા.આર.પટેલ