સેલ્ફી ભાગ-6 Disha દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સેલ્ફી ભાગ-6

સેલ્ફી:-the last photo

Paart-6

【કોલેજ મિત્રો નું એક ગ્રૂપ આનાકાની પછી ડેથ આઈલેન્ડ જવા રવાના થાય છે.હવેલી માં પહોંચ્યા બાદ ત્યાંના નોકર દામુ અને બાલુ દ્વારા એમની સારી ખાતીરદારી કરાય છે..એ લોકો નાં રાતે સુઈ ગયાં બાદ કોઈ વ્યક્તિ આવીને ટેલિફોન લાઈન નો કેબલ કાપી જાય છે..બીજાં દિવસે બધાં મોહિની નદીનું ઉદગમ સ્થળ જોઈને પાછાં આવે છે.જમીને બધાં જ્યારે સુઈ જાય છે ત્યારે પેલો ટેલિફોન લાઈન કાપનારો માણસ આવીને રોબિન નાં રૂમની આગળ આવીને ઉભો રહે છે..હવે વાંચો આગળ】

બીજાં દિવસની રાત પણ પસાર થઈ ગઈ હતી..એક પછી એક દૈનિક ક્રિયા પતાવી બધાં આવીને બ્રેકફાસ્ટ ટેબલ પર આવીને એકપછી એક ગોઠવાઈ ગયાં.. ત્યાં સુધી હવેલીની પાછળ બાંધેલી ગાયમાંથી બાલુ દૂધ દોઈને લઈ આવ્યો હતો..જેમાંથી દામુ એ બધાં માટે ચા-કોફી બનાવી રાખી..અને જોડે નાસ્તામાં ગરમાગરમ ઉપમા બનાવી દીધો હતો.

બધાં મિત્રોનાં આવવાના અમુક સમયમાં જ દામુ એ નાસ્તો અને ચા-કોફી સર્વ કરી દીધાં.

"હજુસુધી આપણો મસલમેન નીચે નથી આવ્યો.."રોબિનનાં રૂમ તરફ જોઈને જેડી બોલ્યો.

"હા જેડી..આમતો એ સવારે સૌથી વહેલો ઉઠી જાય છે પણ આજે કેમ મહાશય પધાર્યા નથી.."શુભમ બોલ્યો.

"દામુ જા જઈને રોબિન ને બોલાવીને લાવ.."રોહને દામુ ને આદેશ આપતાં કહ્યું.

રોહન નો આદેશ સાંભળી ડોકું હલાવી દામુ ફટાફટ દાદર ચડીને રોબિન નાં રૂમ જોડે પહોંચ્યો..રૂમનો દરવાજો ખટખટાવી દામુ એ રોબિનને સાદ પણ પાડ્યો..પણ અંદરથી કોઈ પ્રતિભાવ ના મળ્યો.દામુ નો ચહેરો અત્યારે કોઈ ગંભીર ઘટનાની એંધાણી આપી રહ્યાં હતાં.

"દામુ શું કરે છે..?"દામુ નાં નીચે ના આવતાં રોહને પૂછ્યું.

"સાહેબ અંદરથી કોઈ કંઈપણ બોલતું નથી.."દામુ અટકાતાં અટકાતાં બોલ્યો.

દામુ ની વાત સાંભળી રોહન,શુભમ અને જેડી એ એકબીજાની તરફ વિચિત્ર ભાવે જોયું અને પોતાની જગ્યાએથી ઉભાં થઈને રોબિનનાં રૂમ તરફ દોટ મુકી.

"રોબિન..દરવાજો ખોલ..રોબિન.."દરવાજો જોરજોરથી ખખડાવી શુભમ,જેડી અને રોહન બોલી રહ્યાં હતાં.

અંદરથી કંઈપણ હિલચાલ ના થતાં ત્રણેયનાં ચહેરા ચિંતિત થઈ ઉઠયાં અને એમને ઈશારામાં જ બારણું તોડવાનું મન બનાવી લીધું..રોહન,જેડી અને શુભમે પોતાનો ખભો અફડાવી બારણે જોર લગાવ્યું તો ત્રણ ચાર કોશિશમાં તો બારણાનો આંગડીયો તૂટી ગયો અને બારણું ખુલી ગયો..આ દરમિયાન ચારેય છોકરીઓ પણ ઉપર આવી ચૂકી હતી.

બારણું ખોલતાં જ એમની નજર રોબિનનાં રૂમનાં બેડ પર પડી જ્યાં રોબિન અત્યારે આરામથી સુઈ રહ્યો હતો..એને આરામ ફરમાવતો જોઈ બધાં ને હાશકારો થયો.

"સાલો રાતે ચરસ લગાવી ગયો હશે એટલે હજુ સુધી નશામાં જ છે.."જેડી હસીને બોલ્યો.

"રોહન થોડું પાણી છાંટ એટલે ભાનમાં આવે.."શુભમ બોલ્યો.

શુભમની વાત સાંભળી રોહને ટેબલ પર પડેલ પાણીનો જગ હાથમાં લીધો અને રોબિન નાં ચહેરા પર બધું પાણી છાંટી દીધું..આ દરમિયાન બધાં હસી રહ્યાં હતાં કેમકે એમને લાગતું હતું કે આમ કરવાથી રોબિન ઝબકીને ઉઠી જશે..પણ પાણી છાંટવા છતાં રોબિન થોડો પણ ના હલ્યો.. એ જોઈ બધાંને આશ્ચર્ય થયું.

રોહને શુભમની તરફ જોયું અને બંને રોબિનનાં પલંગ જોડે આવ્યાં.. શુભમે રોબિનનો હાથ પોતાનાં હાથમાં લીધો અને પછી પોતાની આંગળીઓ એનાં નાકની સમીપ રાખી..બધાં નું ધ્યાન અત્યારે શુભમ ની તરફ મંડાયેલું હતું.એ લોકો જે વસ્તુ નહોતાં ઇચ્છતાં એજ શુભમે કહી.

"Robin is no more.."

"What..?"બધાં નાં મોંઢે અનાયાસે નીકળી પડ્યું.

"હા મારો દોસ્ત રોબિન નથી રહ્યો.."શુભમ આટલું બોલતાં તો ગમગીન થઈ ગયો.

જેડી અને દામુ એ પણ રોબિન નાં શરીર ને ચેક કરી જોયું અને શુભમ ની વાત ને confirm કરી કે રોબિન જીવિત નથી.

"તો હવે આપણે શું કરીશું..નીચે જઈને કોલ કરી પોલીસને કે ડોકટર ને જાણ કરીએ..ખબર તો પડે રોબિન નું મોત કઈ રીતે થયું છે.."કોમલ બોલી.

"હા કોમલ સાચું કહી રહી છે..પોલીસ ને કે ડોકટર ને જાણ કરવી જોઈએ..ક્યાંક એવું બને કે રોબિન હજુ જીવતો હોય.."શુભમ બોલ્યો..એનાં અવાજમાં થોડી ઘણી આશા હતી.

"સારું તો હું નીચે જઈ મેનેજર ને કોલ કરીને આ વાત જણાવું છું..ત્યાં સુધી કોઈ રોબિન ની બોડી ને હાથ નહીં લગાવે.."આટલું કહી રોહન નીચેની તરફ જવા રૂમમાંથી બહાર નીકળી ગયો.

"મને તો લાગે છે આ હાર્ટઅટેક જ હતો..કેમકે ના કોઈ મારામારી નાં નિશાન દેખાય છે કે ના કોઈ અન્ય ઈજા નાં..ઉપરથી અમે આવ્યાં ત્યારે રૂમનો દરવાજો પણ અંદરથી બંધ હતો.."રોહનનાં રૂમમાંથી બહાર જતાંની સાથે જ જેડી બોલ્યો.

અન્ય લોકો પણ જેડી ની વાતથી સહમત હોય એવું એમનો ચહેરો જોઈ સમજી શકાતું હતું.

"એની માં ને.."ફોન નું રીસીવર પાછું રાખતાં રોહન બરાડીને બોલ્યો..એનો અવાજ સાંભળી બધાં રોબિનનાં રૂમમાંથી બહાર નીકળી આવ્યાં.

"શું થયું રોહન..કેમ ચિલ્લાય છે..?"મેઘા બોલી.

"અરે લેન્ડલાઈન પણ બંધ છે.."ગુસ્સા સાથે રોહન બોલ્યો.

"શું લેન્ડલાઈન પણ બંધ..મતલબ બહારની દુનિયા સુધી સંપર્ક નો કોઈ બીજો રસ્તો નથી.."જેડી બોલ્યો.

"હા એવું જ સમજ.."રોહન ઉદાસ વદને બોલ્યો.

"એક idea છે.."કંઈક વિચાર સ્ફુરતા શુભમ બોલ્યો.

"જલ્દી બોલ શું idea છે.."રોહન અધિરાઈપૂર્વક બોલ્યો.

"મોબાઈલ નું નેટવર્ક દરિયાકિનારે તો આવે જ છે..તો કારમાં ત્યાં જઈને કોલ કરી શકાય.."શુભમે કહ્યું.

"હા એ વાત સાચી..તો ચાલ શુભમ તું મારી જોડે..આપણે બંને દરિયાકિનારે કારમાં જઈએ અને ત્યાં જઈ મેનેજર ને કોલ કરી જણાવું અહીં જે થયું એ વિશે.."રોહને કહ્યું.

રોહન ની વાત સાંભળી શુભમ દાદર નાં પગથિયાં ઉતરી એની સાથે હવેલીનો મુખ્ય દ્વાર ઓળંગી બહાર નીકળ્યો..ઉપર ઉભાં બધાં ની નજર અત્યારે રોબિન ની ડેડબોડી તરફ મંડાયેલી હતી.

******************

દસ મિનિટમાં તો શુભમ અને રોહન જે રીતે ગયાં હતાં એજ રીતે પાછાં આવ્યાં.. એમને આમ પાછાં આવેલાં જોઈ જેડી એ પૂછ્યું.

"એ તમે બંને કેમ આમ જલ્દી પાછા આવી ગયાં..?"

"યાર..ગાડી પણ સ્ટાર્ટ નથી થતી..મેં ઘણો ટ્રાય કરી જોયો પણ ગાડી ઉપડતી જ નથી.મને લાગે છે એન્જીન માં કંઈક ખરાબી આવી ગઈ છે.રોબિન હોત તો એ ગમે તે કરી ગાડી રીપેર કરી દેત..બાકી આપણને ખાલી ચલાવતાં આવડે.."રોહન બોલ્યો..એનાં અવાજમાં ઘોર નિરાશા હતી.

"સાહેબ..તમે ચિંતા ના કરશો..હું બાલુ જોડે તમારી કાર રીપેર કરાવી દઈશ..એ અહીં આવ્યો એ પહેલાં ચંદનપુરમાં મિકેનિક નું જ કામ કરતો હતો.."દામુ બોલ્યો.

દામુ ની વાત સાંભળી બધાં ને ધરપત વળી..કેમકે અહીંથી નીકળવાનો હવે એકમાત્ર ઉપાય હતી એ કાર.થોડીવારમાં દામુ બાલુ ને લઈને કાર રીપેર કરાવવા ગયો..લગભગ ત્રણેક કલાકની જહેમત બાદ બાલુ એ કારમાં શું ખામી હતી એ શોધી કાઢી..હકીકતમાં કારનો સ્પાર્કિંગ પ્લગ ગાયબ હતો એટલે કાર સ્ટાર્ટ નહોતી થઈ રહી.આ વાત જ્યારે દામુ એ રોહન ને આવીને જણાવી ત્યારે રોહન નો ચહેરો તંગ થઈ ગયો.

"સાહેબ બાલુ એ કહ્યું કે એ એક દિવસમાં પોતાની મેળે સ્પાર્કિંગ પ્લગ બનાવી દેશે..તમે આજનો દિવસ થોભી જાઓ.."દામુ એ રોહન ભણી જોઈને કહ્યું.

દામુ ની વાત સાંભળી રોહને શુભમ અને જેડી તરફ જોયું..અને એ લોકોનો અભિપ્રાય જાણવાની કોશિશ કરી.

"બીજો કોઈ ઉપાય પણ નથી રાહ જોયાં વગર.."નિઃસાસો નાંખતા શુભમે કહ્યું.

"પણ ત્યાં સુધી તો રોબિન ની બોડીમાંથી દુર્ગંધ આવવા લાગશે..એ માટે કંઈક વ્યવસ્થા કરવી પડશે..કેમકે અહીં એનો મૃતદેહ આમ જ પડ્યો રાખવો ઉચિત તો નથી."કોમલે કંઈક વિચારીને કહ્યું.

"સાચી વાત છે..જો એનો મૃતદેહ decomposed થવા લાગશે પછી આપણાં માટે મોટી મુસીબત ઉભી થઈ જશે."જેડી એ કહ્યું.

જેડી અને કોમલ ની વાત સાંભળ્યા બાદ રોહને પણ પોતાનાં મગજ પર થોડું જોર આપ્યું કે એ જે કઈ રહ્યાં હતાં એ વાત થી છુટકારો કઈ રીતે મળે.

"જો રોહન તું એવું વિચારતો હોય કે આ કોઈ હત્યા છે તો તું ખોટો છે કેમકે રોબિન ની બોડી પર કોઈ ઈજા કે મારા મારી નાં નિશાન નથી..ઉપરથી એનો રૂમ પણ લોક હતો અંદરથી.."મેઘા એ રોહનનાં ખભે હાથ રાખીને કહ્યું.

"મને પણ એવું લાગે છે કે આ એક natural death છે..મારી જોડે એક idea છે.."આટલું કહી રોહને દામુ ને અવાજ લગાવ્યો.

થોડીવારમાં દામુ ત્યાં હાજર થઈ ગયો અને રોહન ને પૂછ્યું.

"હા બોલો સાહેબ..શું કામ છે..?"

"દામુ અહીં કોઈ ફ્રીઝ ની વ્યવસ્થા ખરી જ્યાં આ રોબિન નો મૃતદેહ રાખી શકાય."

રોહન ની વાત સાંભળી દામુ ને થોડી નવાઈ જરૂર લાગી પણ રોહન કેમ આમ કહી રહ્યો હતો એ સમજતાં એને વાર ના થઈ..થોડું વિચારી દામુ બોલ્યો.

"સાહેબ રસોડામાં ફ્રીજ છે એતો અત્યારે ખાવાની વસ્તુઓથી ભરેલું છે..પણ બેઝમેન્ટમાં એક ડીપ ફ્રીઝ છે,જે ખાલી પણ છે અને સાથે સાઈઝમાં મોટું પણ છે."

"સારું તો તું બેઝમેન્ટનો રસ્તો બતાવ..અમે રોબિનની ડેડબોડી ને ત્યાં લઈને આવીએ છીએ.."રોહન બોલ્યો.

ત્યારબાદ જેડી,રોહન અને શુભમ રોબિનનાં મૃતદેહ ને ઊંચકીને બેઝમેન્ટમાં લઈ ગયાં.. આ બેઝમેન્ટ એક સ્ટોર રૂમ જેવો હતો જ્યાં કામ ની અને નકામી બધી વસ્તુઓ મોજુદ હતી..ત્યાં એક મોટું ફ્રીઝ રાખેલું હતું..રોહન ની કંપનીનાં મેનેજર તુષારભાઈ હવેલીમાં જરૂર માટેની જેજે વસ્તુઓ પહેલી વખત સેટ અપ કરવા આવ્યાં ત્યારે લેતાં આવ્યાં એમાં આ આઈસ્ક્રીમ પાર્લર માં વપરાય એવું મોટું ફ્રીઝ પણ હતું.

દામુ એ હજુ એ ફ્રીઝ નું કવર પણ નહોતું ખોલ્યું..ફટાફટ એ ફ્રીઝ ને unbox કરી એનાં પ્લગ ને સ્વીચબોર્ડ માં ભરાવતા એક ઘરઘરાટી સાથે એ ચાલુ થઈ ગયું..દામુ એ એનું cooling ફૂલ કરી દીધું..રોહન,જેડી અને શુભમે ભારે હૈયે પોતાનાં દોસ્ત રોબિનની ડેડબોડી ને ફ્રીઝમાં રાખી દીધી..રોહને ફ્રીઝનું ઢાંકણું બંધ કર્યું અને પછી બધાં બેઝમેન્ટમાંથી નીકળી મુખ્ય હોલમાં આવી ગયાં.

આખો દિવસ આમ જ ભારે ઉદાસીમાં પસાર થઈ ગયો..બપોરે બધાં સરખું જમ્યા પણ નહીં..સાંજે અચાનક જોરદાર પવન સાથે વરસાદ નું આગમન થઈ ગયું..મેઘરાજા મુશળધાર વરસી રહ્યાં હતાં અને સાથે સાથે વીજળી પણ જોરોથી કકડી રહી હતી.બધી છોકરીઓ અત્યારે રોબિનની મોત અને વરસાદનાં લીધે પોતે ત્યાં કેદ થઈ ગઈ હોવાનું મહેસુસ કરી રહી હતી.

રોહન,જેડી અને શુભમનાં ચહેરાના ભાવ પણ અત્યારે ચિંતિત દેખાતાં હતાં.. કોઈ કંઈ બોલતું નહોતું.બધાં ચૂપચાપ બેઠાં બેઠાં આગળ શું કરવું એ વિશે વિચારી રહ્યાં હતાં..સાંજનું જમવાનું પૂર્ણ કરી કોઈપણ કંઈપણ બોલ્યાં વિના પોતપોતાનાં રૂમમાં ઘુસી ગયો.ડેથ આઈલેન્ડ પર આવ્યાં બાદ બની રહેલી એક પછી એક ઘટનાઓએ દરેક ને અંદર સુધી ડરાવી મૂક્યાં હતાં.. આ ડર નાં લીધે જ બધાં પોતાનો રૂમનો દરવાજો અંદરથી લોક કરીને સુઈ ગયાં હતાં.

વરસાદ પણ ધીરે ધીરે વધી રહ્યો હતો..દામુ નાં કહેવા મુજબ આ એક દ્વીપ હોવાથી અવારનવાર આવો જોરદાર વરસાદ ઘણીવાર પડતો..જેનાં બીજા દિવસે આકાશ પાછું સાફ થઈ જતું અને સુરજ નો પ્રકાશ ઉભરાઈ જતો.રાતે બે ત્રણ વખત તો લાઈટ પણ જતી રહી હતી પણ એક ટાપુ હોવાથી આવું ત્યાં થતું હશે એ માની કોઈ કંઈપણ બોલ્યાં વિના પોતાનાં રૂમમાં જ ચૂપચાપ પડી રહ્યું.

રાત નાં બે વાગ્યાં હતાં અને લાઈટ ત્રીજી વખત ગઈ હતી..વાતાવરણમાં ઠંડક હોવાથી બધાં અત્યારે સુઈ રહ્યાં હતાં..અચાનક કોમલની આંખ ખુલી અને એ પાણી પીવા ઉભી થઈ. બેડ જોડે રાખેલ જગમાંથી પાણી પીતાં કોમલે બારીમાં રહેલ કાચમાંથી હોલમાં નજર કરી તો એને કોઈ વ્યક્તિ ત્યાં ઉભેલો મહેસુસ થયો.

કોમલે પાણીનો ગ્લાસ ટેબલ પર પુનઃ મુક્યો અને બારીની નજીક જઈ બારીનાં કાચની નજીક પોતાનો ચહેરો લાવી બહાર કોણ ઉભું હતું એનું નિરીક્ષણ કરવા આંખો ધરી..અચાનક વીજળી જો ચમકારો થયો અને એ વ્યક્તિ કોણ હતું એ કોમલે જોયું..એને જોતાં જ કોમલ નાં કપાળે પરસેવો છુટી ગયો અને એ ફક્ત એટલું જ બોલી શકી.."રોબિન.."અને એ સાથે જ બેહોશ થઈને ત્યાં પોતાનાં રૂમની બારી જોડે જ પડી ગઈ.

કોમલ પોતાને જોઈ રહી હતી એ વાત એ રહસ્યમયી માણસ જાણતો હતો એટલે એનાં ચહેરા પર લુચ્ચી સ્માઈલ કાયમ હતી..અચાનક એ વ્યક્તિ ત્યાંથી ગાયબ થઈ ગયો જાણે એ કોઈ ભુત હોય..!!

★★★★■■■★★★★

વધુ આવતાં ભાગમાં..

હવેલીમાં જોવા મળતો એ રહસ્યમયી વ્યક્તિ આખરે કોણ હતો?આઠ મિત્રો નું એ ટોળું કઈ મોટી મુસીબતમાં ફસાવા જઈ રહ્યું હતું..?કોમલે સાચેમાં રોબિન ને જોયો હતો??રોબિન ની હત્યા થઈ હતી કે પછી natural death??રોહન અને પૂજા નો એકબીજા તરફનો ખેંચાવ આખરે શું પરિણામ લાવવાનો હતો..??આ સવાલોના જવાબ માટે વાંચતાં રહો હોરર સસ્પેન્સ નોવેલ સેલ્ફી:-the last photo નો નવો ભાગ.

આ સિવાય માતૃભારતી આપ મારી અન્ય નોવેલ

દિલ કબૂતર,

રૂહ સાથે ઈશ્ક

ડણક

અનામિકા

The haunted picture...પણ વાંચી શકો છો.

-દિશા.આર.પટેલ