બ્રાન્ડેડ વોચ, ક્લોથ્સ, શુઝ, બાઇક અને પેલા જ રેડ એન્ડ બ્લેક કલરના બેગ સાથે સજ્જ આ હેન્ડસમને જોઇ કોઈ પણ બ્યુટીફુલ છોકરી મોહી જાય અને દિલમાં સ્થાન આપી દે. મસ્તી એ પોતાના ગુસ્સા પર થોડો કાબૂ મેળવી અને વિચાર્યુ કે જો અત્યારે મેદાનમાં ઉતરીશ તો કોલેજ લેટ થશે અને આ પાપાના બેસ્ટ ફ્રેન્ડ કરિબ અંકલ A to Z બધુ જ પાપાને વર્ણવી દેશે. આમ પણ આ બેગ કરતા સારુ બેગ મળવાનુ હશે એટલે જ નહિ મળ્યુ હોય. હળવા સ્મિત સાથે એણે પોતાના મનને મનાવી લીધુ. કરિબ એ ક્રિષ્ના કુમારના સ્કૂલ ટાઇમના ફ્રેન્ડ હતા અને અત્યારે ટ્રાન્સપોર્ટર તરીકે તેમજ એક ફ્રેન્ડ તરીકે ડ્યુટી બજાવી રહ્યા છે.
થોડી જ વારમાં મસ્તી કોલેજ પહોંચી ગઈ. ગેટ પાસેથી એણે આખી કોલેજની બિલ્ડીંગ્સ ગાર્ડન સહિત એક એક વસ્તુઓ પર સ્મિત સાથે એક નજર ફેરવી. મસ્તી જે રીતે સ્મિત સાથે કોલેજને જોઇ રહી હતી એ જોઈને આજુબાજુ પસાર થતા સિનિયર્સ, પ્યુન તેમજ પ્રોફેસરો મુગ્ધ થઈ જતા હતા. મસ્તીનો દેખાવ જ એટલો આકર્ષક છે કે સિનિયર સ્ટુડન્ટ્સમાંથી મોટા ભાગના છોકરાઓ પહેલા જ દિવસથી પોતાના દિલમાં મસ્તીને સ્થાન આપી ચૂક્યા છે.
જેવી મસ્તી ગેટની અંદર એન્ટર થઈ કે બાજુમાંથી પેલો હેન્ડસમ પણ મસ્તીની બાજુમાં મસ્તી સાથે જ એન્ટર થવા લાગ્યો. કોલેજના કેમ્પસમાં ઉભેલા બધા જ સ્ટુડન્ટ્સ આ બંનેની જોડીને જોતા જ રહી ગયા. કોઈને પણ નજર ઉઠાવવાનુ મન થતુ નહિ હતુ. કેટલાક છોકરા છોકરીઓ વિચારી રહ્યા હતા કે આ તો પહેલેથી જ બુકિંગ લાગે છે. આપણો ચાન્સ નહિ લાગતો. બધાના ચહેરા પરના ભાવ ક્ષણે ક્ષણે બદલાતા જોઇ મસ્તી અને પેલા હેન્ડસમ બંનેને આશ્ચર્ય થયુ. કારણકે બંને એ વાતથી બિલકુલ બેખબર હતા કે એ બંને એક સાથે ચાલી રહ્યા છે. જ્યારે બંનેએ એકબીજા સામે જોયુ ત્યારે એમને ભાન થયુ કે બધાના ચહેરા પર બદલાઈ રહેલા ભાવનુ કારણ એ છે કે આ લોકો એમને ગર્લફ્રેન્ડ - બોયફ્રેન્ડ માની રહ્યા છે. બંનેની નજર એક થતા બંનેને ચહેરા પર આપોઆપ સ્મિત આવી ગયુ.
મસ્તીને એ ચહેરો બરાબર યાદ હતો. પરંતુ એણે એક વખત એ વાત ભૂલવા માટે નિર્ણય લીધો હતો તેથી હવે એના મનમાં કોઈ જ ધૃણાનો કે બદલાનો ભાવ રહ્યો હતો નહિ. તેણે હેન્ડશેક કરવા માટે હાથ લંબાવ્યો. "હેય, આઇ એમ મસ્તી." "મસ્તી!!!" પેલા હેન્ડસમે આશ્ચર્યથી પૂછ્યુ. મસ્તી ખડખડાટ હસી પડી. "આશ્ચર્ય થયુ ને? સ્વાભાવિક છે." પેલા હેન્ડસમે કહ્યુ કે "મને તારા નામ માટે આશ્ચર્ય એ કારણોસર નહિ થયુ જે કારણોસર બધાને થાય." "હુ કંઈ સમજી નહિ. તુ હજુ પણ કાલના ઇન્સિડેન્ટ માટે સિરિયસ છે? ડોન્ટ વરિ. મને સોરી કહેવા તેમજ સાંભળવાની આદત નથી. બાય ધ વે મે આઇ નો યોર નેમ?" મસ્તી એ ખુબ જ સરળતાથી સ્મિત સાથે કહ્યુ. મસ્તીનુ સ્મિત આમ પણ બધાને મોહી નાખે છે તો પછી આ હેન્ડસમ કઇ રીતે બાકી રહે!
તેણે પણ સામે હળવા સ્મિત સાથે કહ્યુ "આઇ એમ ફન. બાય ધ વે મને પણ સોરી કહેવા કે સાંભળવાની આદત નથી." "ફન!!!" મસ્તી થોડા આશ્ચર્ય સાથે બોલી. "હા, ફન. આ જ કારણથી મને તારુ નામ સાંભળી આશ્ચર્ય થયેલુ." ફને કહ્યુ.
આ બાજુ મસ્તી અને ફન બંને એકબીજા સાથે કેમ્પસમાં વાતો કરી રહ્યા હતા અને બીજી બાજુ બીજા છોકરા છોકરીઓને બંનેને જોઈને કીડીઓ ચડી રહી હતી. તો અમુક છોકરા છોકરીઓ વિચારી રહ્યા હતા કે બંને જસ્ટ ફ્રેન્ડ્સ જ હશે એટલે એક ટ્રાય કરી શકાય. આમ પણ કહેવાય છે ને કે "Try and try you will be succeed." હવેની ન્યુ જનરેશન આવા બધા ઉંધા અર્થ કાઢતા રહેતા હોય છે.
ફનનો સ્કૂલ ટાઇમનો એક ક્લાસમેટ નિત્યમ ત્યાંથી પસાર થતા ફનને જોઇ જાય છે. ફન અને મસ્તી એને મળે છે અને થોડી વાતો કરે છે. ત્યારબાદ નિત્યમને થોડા ડોક્યુમેન્ટ્સ સબમિટ કરાવવાના બાકી હોવાથી એ ફનને એડમિનિસ્ટ્રેટિવ ઓફિસ પર સાથે આવવા પૂછે છે. હજુ ફર્સ્ટ લેક્ચર ચાલુ થવાને 30 મિનિટ બાકી હતી અને ફનને બીજુ કંઈ કામ નહી હતુ તેથી તે નિત્યમને સાથે આવવા માટે હા પાડે છે. બંને ત્યાંથી નીકળતા હોય છે ત્યા તરત જ ફનને યાદ આવે છે કે મસ્તી પણ મારી ફ્રેન્ડ જ બની ગઈ છે. આ રીતે એક ફ્રેન્ડના આવી જવાથી બીજાને છોડી જતુ રહેવુ એ યોગ્ય ન કહેવાય. તેણે નિત્યમને કહ્યુ કે "સોરી દોસ્ત, આજે હુ તારી સાથે નહિ આવી શકુ." મસ્તી સમજી ગઈ કે ફન મને એકલા છોડીને જવા માટે યોગ્ય નથી સમજતો એટલે નિત્યમને ના પાડી રહ્યો છે. ફનની પોતાના પ્રત્યેની એક દોસ્ત તરીકેની લાગણી જોઇને મસ્તીને મનમાં થયુ કે હવે કોઈ જ ફ્રેન્ડ ન મળે તો પણ ફન સાથે કોલેજના સાડા પાંચ વર્ષ ખૂબ જ સારી રીતે પસાર થઈ શકશે. પ્રથમ દિવસે જ વર્લ્ડ બેસ્ટ ફ્રેન્ડ આપવા બદલ મસ્તી એ મનોમન ભગવાનનો આભાર માન્યો. મસ્તીએ તરત જ ફનને કહ્યુ કે "ફન, તારે નિત્યમ સાથે જવુ જોઈએ. એકલા આ બધા કામ માટે જવુ એ કરતા કોઈ કંપની આપવા માટે હોય તો સારુ પડે અને આમ પણ તુ કંઈ થોડો મને હંમેશા માટે છોડીને જઇ રહ્યો છે? " મસ્તીની વાત સાંભળી ફનને પણ મસ્તી સમજદાર છે એ જાણીને આનંદ થયો. સમજદાર વ્યક્તિ સાથે દોસ્તી થઈ હોય તો ભવિષ્યમાં પણ કોઈ પણ સમસ્યા સહારો મળી શકે. તેણે મસ્તીને કંઈ જ બોલ્યા વગર પણ કહી દીધુ કે "दोस्ती की है तो फिर साथ भी कभी नही छोडेंगे।" ફન મસ્તી પાસેથી પરવાનગી લઇ નિત્યમ સાથે એડમિનિસ્ટ્રેટિવ ઓફિસ ગયો. મસ્તીને થોડી વાર માટે એવો એહસાસ થયો કે જાણે એને પોતાનો બાળપણનો દોસ્ત આજે પાછો મળ્યો હોય.
મસ્તીને એકલી જોઈ જલ કે જે કોલેજનો ડોન કહેવાય છે એ એક પણ ક્ષણ ગુમાવ્યા વગર તરત જ ગાર્ડનમાંથી ગુલાબનુ ફુલ ચૂંટી મસ્તી પાસે પ્રપોઝ કરવા માટે પહોંચી ગયો. એણે ફુલ મસ્તીને આપી અને કહ્યુ "હેય બ્યુટીફુલ, આઇ એમ જલ. પ્લીઝ એક્સેપ્ટ માય રોઝ." મસ્તી એ કટાક્ષમાં કહ્યુ, "કેમ? તારે આજે રોઝ ડે છે?" જલ સમજી ગયો પરંતુ એ પણ કંઈ હાર માને એવો ન હતો. તે બોલ્યો, "રોઝ ડે તો નથી પણ ફ્રેશર્સના વેલકમ માટે આ રોઝ હું દોસ્તી કરી શકાય એવા મિત્રોને આપુ છુ. મસ્તી એ ફુલ હાથમાં લઈ એક એક પાંખડી નીચે નાખતા નાખતા કહ્યુ, "શાયદ, તને ખબર નહિ હોય પરંતુ મને આ ગુલાબના ફુલોની પાંખડીઓ પર ચાલવુ અને ઉભા રહેવુ ખૂબ જ ગમે છે." મસ્તી બધીજ પાંખડીઓ નીચે નાખી એના પર ઉભી રહી ગઈ. જલ પોતાના અપમાનને ક્યારેય પણ સહન કરતો નથી અને એમા પણ કોલેજમાં ડોન તરીકે ઓળખાય છે એટલે વાંક ન હોવા છતા પણ બધાને હેરાન કરતો રહેતો હોય છે. પરંતુ પહેલી વાર કોઈ છોકરીને આટલી બ્યુટીફુલ અને આટલા કોન્ફિડન્સ સાથે પોતાની સામે ઉભી રહેલી જોઈ જલ કંઈ બોલી જ ન શક્યો. મસ્તી જલે આપેલા ગુલાબના ફુલની પાંખડીઓ પગ વડે કચડીને ત્યાંથી નીકળી ગઈ. બધા જ સ્ટુડન્ટ્સ આ દ્રશ્ય નિહાળતા જ રહ્યા. જે છોકરાઓ એક ટ્રાય કરવાનુ વિચારી રહ્યા હતા એમણે પણ મુલતવી રાખી દીધુ. બધા વચ્ચે થયેલા આ અપમાનના બદલા માટે જલે અત્યારથી જ તૈયારી માટે લાગી જવાનો નિર્ણય કરી લીધો.
ક્રમશ :