Fun Masti Together - 1 books and stories free download online pdf in Gujarati

ફન મસ્તી ટુગેધર - 1




આવતી કાલે મસ્તીનો કોલેજનો પ્રથમ દિવસ છે. ગુજરાતની 1st નંબરની મેડિકલ કોલેજ B.J medical college  માં એડમિશન મળી ગયુ છે. આમ પણ એ તો મળવું જ રહ્યુ. કારણકે મસ્તીએ Neet માં all India માં top 10 માં સ્થાન મેળવ્યુ છે અને વળી ગુજરાતમાં તો 1st આવી છે. તમે કદાચ વિચારી રહ્યા હશો કે આ વળી કેવુ નામ છે 'મસ્તી'! અરે એ તો આપણી હિરોઈન મસ્તી પણ ઘણી વાર વિચારોમાં ખોવાઈ જાય ત્યારે તેના મગજમાં આવે છે કે અત્યારે તો મે આટલી મસ્તી કરુ છુ એટલે મારુ નામ પરફેક્ટ છે પણ જ્યારે હું ડોક્ટર બની જઈશ ત્યારે મારા નામની આગળ ડો. લખાશે અને પછી એ નામ કેવુ જોરદાર બનશે નહિ.... ડો. મસ્તી!!!! મારા પેશન્ટ્સ તો મારુ નામ વાંચીને જ હસી પડશે અને અડધા સાજા તો આપોઆપ જ થઈ જશે. અને એ ખડખડાટ હસી પડતી.

મસ્તી વિશે વર્ણન કરીએ તો દેખાવ ખુબ જ આકર્ષક, મમ્મા પાપાની એકની એક પ્રિન્સેસ, ફાઈનાન્સીયલ રીતે ખૂબ જ સારી પરિસ્થિતિ અને સાથે સાથે વેલ-એજ્યુકેટેડ ફેમિલીમાંથી બિલોંગ કરતી, મસ્તીના પાપા ક્રિષ્ના કુમાર અને મમ્મા બંસરી બહેને મસ્તીને એગ્રીકલ્ચર સહિત આયુર્વેદ, ધાર્મિક, સામાજિક, સાંસ્કૃતિક, આર્થિક, સ્પોર્ટ્સ, એક્ટિંગ, લેખન જેવી ક્રિએટિવિટી આ બધા જ ક્ષેત્રનુ સારુ એવુ જ્ઞાન પોતાની જાતે જ આપ્યુ છે. આમ પણ કહેવાય છે ને કે મોરના ઈંડા ચિતરવા ન પડે. કોઈ પણ ઉંમરની વ્યક્તિ મસ્તી સાથે ફક્ત બે મિનિટ વિતાવે તો પણ હળવા ફૂલ થઈ જાય.

મસ્તીના દાદા - દાદી બંને અમેરિકામાં એક આયુર્વેદ રિસર્ચ કંપની હેન્ડલ કરવા માટે સેટ થઈ ગયા હોવાથી મસ્તીને દાદા - દાદી સાથે રહી એમની હુંફ બહુ જ ઓછી મળેલી છે પરંતુ બંસરી બહેન મસ્તીને એમના દાદા - દાદીની સફળતાઓ વિશે વાર્તાઓ કહીને એમના પ્રત્યે પ્રેમ વધારતી રહે છે અને વળી તેને પણ દાદા-દાદીની જેમ એક સફળ વ્યક્તિ બનવા માટે પ્રેરિત કરે છે. ક્રિષ્ના અને બંસરી બંનેને બિઝનેસ માટે વારંવાર આઉટ ઓફ ગુજરાત તેમજ આઉટ ઓફ ઇન્ડિયા અને ખાસ કરીને અમેરિકા જવાનુ થતુ રહે છે. ત્યારે પણ મસ્તીને કોઈ પણ વસ્તુ માટે એકલતા ન અનુભવાય એ ખાસ ધ્યાન રાખે છે. આમ ક્રિષ્ના અને બંસરી બંને ભાગદોડ ભરી જિંદગી જીવી રહ્યા હોવા છતા પણ મસ્તીની અંદર એક અસાધારણ વ્યક્તિત્વ ઉપરાંત પુરતા સંસ્કારો સિંચવા માટેનો પ્રયાસ સફળ રહ્યો.

આવતી કાલે કોલેજનો પ્રથમ દિવસ હોવાથી કોલેજ બેગ, ક્લોથ્સ વગેરે વસ્તુઓની શોપિંગ કરવા માટે મસ્તી ચાર વાગ્યા આસપાસ સેન્ટ્રલ મોલ પહોંચી. કાર પાર્ક કરીને ફોનમાં વિડિયો કોલ પર મસ્તી ક્રિષ્ના અને બંસરી સાથે વાત કરતા કરતા એન્ટર થઈ. એ બંને જ્યારે મસ્તીથી દુર હોય ત્યારે આ જ રીતે વિડિયો કોલ દ્વારા કનેક્ટેડ રહેતા હોય છે. ઉંમર કરતા પણ મસ્તી દેખાવમાં નાની દેખાય છે અને કોઈને પણ મસ્તીને જોતા એવુ ન લાગે કે એ કોલેજમાં એન્ટર થવા જઈ રહી છે. મસ્તી જે રીતે વિડિયો કોલ પર વાત કરતા કરતા શોપિંગ કરી રહી છે એ જોઈને ત્યા શોપિંગ કરવા આવેલા બીજા લોકો પણ વિસ્મય પામીને વિચારી રહ્યા હશે કે ખરેખર, ટેકનોલોજી ખુબ જ આગળ આવી ગઈ છે!!

થોડી જ વારમાં મસ્તી એક કોલેજ બેગ માટેની શોપમાં પહોંચી ગઈ. ત્યાં એક ખૂબ જ સરસ રેડ એન્ડ બ્લેક કલરનુ એક બેગ એને પસંદ પડ્યુ. એ બેગ ક્રિષ્ના અને બંસરી બંનેને પણ પસંદ આવ્યુ એટલે એ બેગને પેક કરાવવા માટે વિચાર્યુ. પરંતુ જેવી એ બેગને લેવા જતી હતી ત્યા જ તેને પાછળથી કોઈએ રોકી અને કહેવામાં આવ્યુ, "ઓ હલ્લો, આ બેગ ઓલરેડી સિલેક્ટેડ છે." મસ્તી તો અચાનક આવુ સાંભળીને ચોંકી ઉઠી. આજ પહેલા કોઈએ પણ આ રીતે એને કહ્યુ ન હતું.

ક્રમશ:

બીજા રસપ્રદ વિકલ્પો