Sambandh ke swabhiman ? books and stories free download online pdf in Gujarati

સંબધ કે સ્વાભિમાન?

"મને માફ કરી દે હીર. હવે બીજીવાર આવી ભૂલ નઈ થાય તેની હું કોર્ટ સમક્ષ ખાત્રી આપું છું." આકાશ ના આ શબ્દો સાથે આજની કોર્ટ ની કાર્યવાહી પૂર્ણ થઈ. જજ સાહેબએ મને એક અઠવાડિયા માં વિચારી જવાબ આપવા કહ્યું છે. 

કોર્ટ માં ચાલી રહેલી લગ્ન વિચ્છેદ ની મારી અરજી ની આજે અંતિમ પેહલા ની તારીખ હતી. હું ઘરે જઈ બેઠી ત્યાં સોમાં કાકા મારે માટે ચા લાવી ટેબલ પર મૂકી. 

ટેબલ પર પડેલી મારી ચા હવે બિલકુલ ઠંડી પડી ગઈ હતી. હું છેલ્લા એકાદ કલાક થી એક વિચાર ના વમળ માં ફસાયેલી છું. એક નિર્ણય જેની બંને બાજુ પર મને મારી હાર દેખાઈ રહી છે. પણ આખરે મારે આ નિર્ણય લેવો કે હજી થોડા સમય રાહ જોવી એ મને નથી સમજમાં આવી રહ્યું.... 

હું, હીર .. કદાચ હીર પંડિત.. કદાચ હીર પારેખ... ખબર નઈ કયું નામ આગળ સાથ આપસે. 

આકાશ પંડિત... મારા જીવન નો એ પડાવ જેની સાથે મેં આ જીવન નું સફર આજથી લગભગ 2 વર્ષ પહેલાં એક હમસફાર તરીકે શરૂ કર્યું હતું. એની દરેક ખુશીમાં મેં મારી ખુશી જોઈ હતી. મારા દરેક સપના પૂરા કરવા એણે પણ કોઈ કસર બાકી નથી રાખી. પ્રેમ આજે પણ એટલી જ ચરમ સીમા પર છે. પરંતુ હવે કોણ જાણે કેમ, આ સંબંધ હવે માન, સમ્માન, અને સ્વાભિમાન ની મર્યાદાઓ પાર કરી ચૂક્યો છે. એટલી ઘૂંટન કે સ્વાસ લેવામાં પણ તકલીફ થઈ રહી છે. 

આકાશ મારો એક મિત્ર હતો. 

મિત્ર, એક એવો વ્યક્તિ હોય છે જે હમેશાં, દરેક સમયે, દરેક પરિસ્થિતિમાં એ સાથ નિભાવે છે. મિત્ર એક એવો વ્યક્તિ હોય છે જે હસી થી ફૂલાયેલા ચેહરા માં પણ ઉદાસ મન ને જોઈ લે છે, અને એ ઉદાસી નાં કારણ નું નિરાકરણ પણ લાવી શકે છે. મિત્ર વગર વરસાદે rainbow બતાવી શકે છે. એની સાથે 5 રૂપિયા ની કટિંગ ચા પીતા પીતા આખા દેશ ને ચલાવી શકાય છે. મૂકત મને દરેક ચર્ચા જેની સાથે કરી શકાય એ મિત્ર. અઢી વર્ષ પહેલાં આકાંશ પણ મારી લાઇફ માં એક એવોજ મિત્ર બનીને આવ્યો હતો. એની સાથે વાતો મા ક્યાં સમય પસાર થતો ખબર જ નઈ રેહતી. 
    ખેર એને મળ્યા ના ચાર મહિના પછી પણ હું એને એક મિત્ર તરીકે જોતી. હું પણ એક સક્સેસફુલ અને સ્વનિર્ભર યુવા છોકરી હતી. મારી પાસે મારી પોતાની સારી જોબ હતી. અને આકાશ પણ એક મોસ્ટ eligible અને સક્સેસફુલ batchlor યુવા હતો. અમે બંને એક બીજા ના વિચારો ની કદર કરતા. 

એક સાંજે એણે મને અચાનક જ પોતાની જીવન સાથી બનાવવા પ્રસ્તાવ મૂકયો. હું ખરેખર નોહતી જાણતી કે મારે શું જવાબ આપવો. પણ તેની સાથેના પછાલા ચાર મહિનાઓ જે રીતે વિત્યા હતા હું મારી પુરી લાઇફ કદાચ એવીરિતે વિતાવી શકું તેમ હતી. અને મિત્ર ની ખુશી મા જ તો આપણી ખુશી સમાયેલી હોય એવું માની મે એનો એ પ્રસ્તાવ સ્વીકારી લીધો. 

આજથી લગભગ 2 વર્ષ પહેલાં શરૂ થયેલી આ સફર હવે એક એવા મુકામ પર હતી કે જેની સાથે ચાલવું પણ દુખ ભરેલું હતું અને છોડવું પણ. માત્ર મારું દાંપત્ય જીવન જ નહીં એક અંગત મિત્ર પણ ગુમાવી બેસું એવો સમય મારી સામે છે. 

ખેર પહેલેથી બધું આવું નહોતું. હજી 10 મહિના પહેલા જ તો એક સવારે મારા એક વાક્યએ અમારી દુનિયા ખુશીઓ થી ભરી દીધી હતી. હા અમે હવે બે માંથી ત્રણ થવા જઈ રહ્યા હતા, એક સંતાન ના માતા પિતા બનવા જઈ રહ્યા હતા. એટલી વાત પછી મને કોઈ તકલીફ ના પડે એટલા માટે આકાશએ મને જોબ છોડવા કહી દીધું અને મેં પણ ઘરની પરિસ્થિતિ જોતાં મારી આવક ની કોઈ જરૂર નઈ જણાતા મારા બાળક માટે આ પગલું ભર્યું હતું. પરંતુ દરેકના જીવનમાં પેહલા ખોળાનાં બાળક નું સુખ નથી હોતું. 
          મારા ગર્ભ ધારણ ના ત્રણ માસ પછી હું મારા પેહલા  ગર્ભને અગમ્ય કારણોસર ખોઈ બેઠી હતી. આ દુખ ની લાગણીઓ માં મારે હવે આકશ ના લાગણી ભીના સાથ ની ખૂબજ જરૂર હતી. 
         પણ આકશ હવે પેહલા કરતા બદલાયેલું વર્તન કરવા લાગ્યો હતો. હવે અમારા દરેક સંવાદ વિવાદ મા અને દરેક નાના વિવાદ મોટા ઝઘડામાં પરિણામવા લાગ્યા હતા. કોણજાણે કેમ પણ અમે એક બીજાની વાત સંભાડવા કે સમજવા તૈયાર ન હતા. વાત રૂમ થી નીકડી ચૂકી હતી, હવે અમે સૂવાનું પણ અલગ અલગ રૂમ માં શરૂ કરી દીધું હતું. અને તે દિવસ ના વિવાદ બાદ તો એ અકસ્માત સર્જાયો જેના કારણે મારે કોર્ટ સમક્ષ રજૂઆત કરવી પડી.. 
       તે દિવસે પેહલી વાર આકાશ પોતાના હાથ પરનો કાબુ ગુમાવી બેઠા.. આજ જે થયું એના પછી મારી પાસે બીજો કોઈ વિકલ્પ રહ્યો ના હતો.. 
       મિત્ર એ જીવન સાથી બનાવવા પ્રસ્તાવ મૂક્યો, મેં મારી પુરી મરજીથી સ્વીકારી લીધી. પ્રેમ ની નિશાની સાચવવા મને જોબ છોડાવી, મેં હસતાં હસતાં એ પણ કરી લીધું. છેલ્લા થોડા સમયથી એનું ઓરમાયું વર્તન પણ મેં સહન કરી લીધું. એના પ્રેમ ને ગુસ્સા માં પરિવર્તન થતો સહી લીધો. દરેક વાત ને વિવાદ બનતી સહી લીધી. દરેક વિવાદ ને ઝગડાના રૂપ માં પણ સ્વીકારી લીધો.
      મારા દરેક સ્વીકાર ની હવે એને આદત પડી ગઈ છે. અને આજે જે થયું એના માટે જો હું એને માફ કરી દઈસ તો એ બીજીવાર પણ આમજ કરશે એની મને ખાતરી છે. આજે હિંમત કરી છે પરંતુ એક વાર માફ કરી દઈસ તો બીજીવાર કદાચ એના હાથ ઉપાડવા ને પણ use to થઈ જઈશ.. 
આજે સ્વમાન જીવિત છે, આજે સ્વાભિમાન નઈ બચાવું તો કદાચ એ મરી જસે અને મારી જિંદગી સ્વાભિમાન વિનાની થઈ જસે.. 
છતાં હું કાંઈ નક્કી નથી કરી શકતી કે મારે શું કરવું. 

સબંધ બચાવું કે સ્વાભિમાન? 

કોઇ પાસે જવાબ હોય તો મોકલજો..

બીજા રસપ્રદ વિકલ્પો