પ્રેમની સેરવાણી Akshay Jani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમની સેરવાણી

"બાય મ્રુગીકા!
હવે કદાચ આપણે ક્યારેય નહીં મળીએ."

આટલું બોલી હું ત્યાં થી ચાલતો થયો.

હું, આકાશ પંડિત, રાજકોટ નો વતની. આજે મેં એ વ્યક્તિ જોડે નાતો તોડ્યો હતો, જેની સાથે સાત જન્મો વિતાવા ના સપના સેવ્યા હતા. પરંતુ છેલ્લા થોડા સમયથી અમારા વિચારો એક બીજાની મર્યાદા ના સીમાડા ભુલી ચૂક્યા હતા અને પૂરી જીંદગી હવે એ પ્રેમ ની સાથે વિતાવી શકાય તેમ ન હતી જ્યાં બંને એક બીજાનું સમ્માન કરતાં ભુલી ચૂક્યા હતા.

મ્રુગીકા મારો પેલો પ્રેમ હતી, છે...

ખેર હવે એને ભૂલી જવા અને જીવન માં આગળ વધી જવા રાજકોટ છોડી જામનગર કાકા સાથે રહેવા ચાલ્યો ગયો હતો. ધીરે ધીરે બધું નોર્મલ થઈ ગયું હતું. હજી એ યાદ તો આવતી, પણ હવે કોઈ તકલીફ નઈ થતી.

સમય પસાર થતો રહ્યો, ને થોડા મહિનાઓ મા મને સરકારી નોકરી નો ઓફર લેટર મડ્યો, આ નોકરી માટે મેં રાજકોટ થી તૈયારી કરી હતી અને ત્યાં જ પરીક્ષા આપી હતી. આજે અચાનક આવી પડેલા આ પત્ર થી અમો બધાં ખૂબ ખુશ હતાં. પણ આવતી કાલ નો દિવસ છેલ્લો દિવસ હતો એ નોકરી સ્વીકાર કરવા નો. જેનાં માટે મારે આજેજ અમદાવાદ જવા નીકડવું પડસે. મેં સમય ગુમાવ્યા વિના અમદાવાદ રવાના થવાનું નક્કી કર્યું.

          જામનગર થી ઉપડતી પેહલી બસ માં હું અમદાવાદ જવા રવાના થયો. હજી બસ ઉપડયે થોડીજ મિનિટો થઈ હતી કે બસ ની પાછળની બાજુએ થોડી બબાલ થઈ જણાય. કોઈ સુંદર યુવતી એક આધેડ વયના પુરુષ જોડે પોતાની સાથે સભ્યતા થી વર્તન કરવા જણાવી રહી હતી.

તે યુવતી પર મારી નજર પડતા જ જાણે ત્યાંજ ચોટી રહી.

ખુલ્લાં મખમલી એના વાળ, બ્લેક ગોગલ્સ, ડેનીમ નું એ સ્કિન ટાઈટ જીન્સ, સફેદ શર્ટ, એક હાથ માં મોબાઇલ, બીજા હાથ માં પર્સ, હોઠ પર લાલ લિપસ્ટિક, થોડી થોડી વાર મા ચેહરા પર આવી જતી એ લટ.. જ્યારે એ એને પોતાની રૂ saman આગાડી વડે પાછળ ધકેલતી, ત્યારે એવું લાગતું જાણે દરેકે વખતે એ વધુ સુંદર થઈ જતી. એને બોલતી જોઈ બસ માં બેઠેલા દરેક મહિલા અને પુરુષ જાણે અપ્સરા ને જોઈ રહ્યા હોય એમ स्तब्ध થઈ ગયા હતા.
એ એટલી સુંદર હતી, જાણે મેનકાં.... કોઈ પણ એને જોવે તો પોતાને ખોઈ જ બેસે... જાણે ભગવાને એને બનાવી છે જ પ્રેમ કરવા... એટલો સુંદર ચેહરો આટલી સુંદર દેહ આક્રુતી, કદાચ બસ માં બેઠેલાં કોઈએ જીવન માં પેહલા ક્યારેય જોઈ ન હતી..
ખેર હું પણ એને જોઈ પોતાને જાણે ખોઈ બેઠો હતો, એટલામાં કોણ જાણે કેમ પણ મારા મા અચાનક ક્યાં થી હિંમત આવી અને હું એમની તરફ જોઈ બોલી ઊઠ્યો....
        "Please.... મેડમ આપ અહીં મારી સીટ પર બેસી જાઓ"

અને તે તરતજ મારી જગ્યા પર આવી જવા સંમત થઈ ગઈ... હું ત્યાં થી ઉઠી રહ્યો હતો ત્યા એ બોલી.. અરે ક્યાં જાઓ છો..

થેન્કયું સો મછ.. તેણે આભાર માન્યો અને
       બસ ચાલવા લાગી... હું જાણે એની સાથે વાત કેમ કરવી એ વિચારવા લાગ્યો... થોડીવાર થયા બાદ બસ એક હોટેલ પર ચા નાસ્તા માટે થોભી..
હું નાસ્તો લઈ ટેબલ પર જઈ બેઠો એવામાં થોડા શબ્દો કાને અથડાયા.. આમતો એ શબ્દો મારે માટે અજાણ્યા ના હતા પણ આજ એ સંભાડવા મા ખાસ, નવીન અને મીઠા લાગ્યા...
"excuse me! મારી સાથે ટેબલ શેર કરશો?"
મેં જોયું તો એમનાં હાથ માં ચા લઈ પેલી સુંદરી સામે ઊભી હતી હતી...
હું કાંઈ બોલું એના પેહલા ફરી અવાજ આવ્યો.. આપને કહું છું જી...

હવે મારો વારો હતો...
મેં કીધું...  પ્લીઝ આવો ને...
હવે એને મારું નામ પૂછ્યું અને વાતો કરવા માંડી..
શરૂ થયેલી વાત વાત મા.. મેં એમનું નામ પૂછ્યું...

*હીર..* એણે જવાબ આપ્યો.

હવે તેનો બોલકો સ્વભાવ મારી સમક્ષ રજૂ થવા જઈ રહ્યો હતો.. કારણ.. 

પછી તો એણે પોતાની જાતને જાણે મારી સામે ખોલી ને મૂકી દીધી.. એણે મારા પૂછ્યા પેહલા જ પોતાની બધી વાતો કરવા માંડી.. જેમકે.. એને શું અભ્યાસ કર્યો છે, એને સેનો શોખ છે. એની લાઇકસ.. એની ડિસલાઇકસ, એને ક્રિકેટમાં ધોની પસંદ છે તો એને મમ્મી નું બનાવેલું રીંગણ નું શાક બિલકુલ પસંદ નથી.. વગેરે વગેરે... એને વાત વાત મા મારી પણ પસંદ અને ના પસંદ જાણી લીધી હતી..

વાત વાત મેં મેં એને પૂછ્યું કે એ ક્યાં રહે છે તો એનો જવાબ હતો અમદાવાદ.. સરનામું આપવાનો ઇનકાર પણ એનો અદા ભર્યો હતો... એને સરનામું એમ કહીને નઈ આપ્યું કે.. આકાશ મહોદય જો નસીબ માં હસે તો ફરી મળીજાસુ... અને જો હું ફરી મળીસ તો ચોક્કસ સરનામું આપીસ.. વધુમા એણે કહ્યું કે એને સોશિયલ મીડિયા મા કોઈ ઇન્ટરેસ્ટ નથી અને એનું Fb ke orkut માં account પણ નથી માટે હું એને ત્યાં શોધવા કોશિશ ના કરું... ખેર હવે બસ ઉપાડવા નો સમય થઈ ગયો હતો માટે અમે good luck વીસ કરી પોતાની સીટસ ઉપર જઈ બેઠા.
મોડી સાંજે અમદાવાદ આવ્યું... મેં પાલડી આવતા બસ છોડી અને અંતિમ વખત તેણી સામે જોઈ ગુડ બાાય વીસ કર્યું.. તેને પણ બહુ આદર થી જવાબ આપ્યો અને અમે છૂટા પડ્યા.

હવે ફરી ક્યારેય એ મળસે કે કેમ એના વિચારો થી ઘેરાયેલો હું મારા માસી નાં ઘેર પહોંચ્યો.. રાત આખી તેનાં વિચારોએ મને શાંતિ થી ઊંઘવા નઈ દીધો... ખેર હવે એ સવાર આવી જ્યારે મારે નોકરી જોઇન કરવા જવાનું છે..
ખેર મારા બેદરકાર સ્વભાવ અત્યારે મારી સામે આવ્યો... મારી એ બેગ જેમાં મારો ઓફર લેટર, ઓરિજનલ પ્રમાણ પત્રો, અને મારું ઓળખાણ પત્ર હતું એ હું ગઈ કાલે બસ ની એ સીટ ની ઉપર ની રેક માં જ ભૂલી ગયો હતો જ્યાં હું પેહલા બેઠો હતો..
ખૂબ જ અફડા તફડી મચી ગઈ... હું અને મારો પિતરાઇ એ કવર ની શોધખોળ કરવા બસ સ્ટેન્ડ પર પણ ગયા... પણ એવું કોઈ કવર ત્યાં મડ્યું ના હતું...

ખેર અમે ઓફિસ જઈ વાત કરવા સિવાય અમારી પાસે હવે કોઈ વિકલ્પ રહ્યો ના હતો..

9.30 વાગતા ત્યાં પહોંચી મેં ઓફિસર ની મુલાકાત લીધી.. જ્યાં ઓરિજનલ પ્રમાણ પત્ર અને મારા ઓળખાણ પત્ર ની ગેર હાજરી માં તેઓ મારી કોઈ જ મદદ કરી શકે તેમ ન હતા... આજે નોકરી જોઇન કરવા માટે છેલ્લો દિવસ હતો....

હું પૂરી રીતે હારી ઓફિસ બહાર પગથિએ જઈ બેઠો... કદાચ આંખો ભીની થઈ ગઈ હતી... થોડીવાર પછી પોતાની જાત ને સાંભડી ઘેર જવા રીક્ષા શોધવા લાગ્યો એવામાં એક રીક્ષા મારી પાસે આવી ઉભી રહી ગઈ અને અંદર થી અવાજ સંભળાયો..

" આકાશ મહોદય... આ કવર શોધી રહ્યા હતા કે શું?"

જોયું તો સામે હીર હાથ માં કવર લઇને નવા અવતાર માં ઉભી હતી...
ખબર નઈ પણ હું એને Thank you સિવાય કાંઈ પણ ના કહી શકયો... પણ આ અમારી બીજી મુલાકાત હતી એટલે એના promice મુજબ એને મને કહ્યું કે આકાશ જી તમે નોકરી જોઇન કરી લો પછી સાંજે રિવરફ્રંટ પાસે ની  નાસ્તાની લારીઓ પર આવજો... ત્યાં એકસ્ટ્રા મસાલા વાળી પાવ ભાજી સરસ હોય છે...

હું હસીને એને ભેટી પડ્યો... એનો આભાર માની ઓફિસ ગયો..

વેલ મને પેહલા મોહ ભંગ પછી પ્રેમ પર કોઈ ખાસ ભરોસો નોહતો રહ્યો... પણ હવે હું એ વાત સમજી ચૂક્યો છું કે મને દગો પ્રેમએ નઈ સામે વળી વ્યક્તિ એ આપ્યો હતો... આ વ્યક્તિ બીજી હતી પણ પ્રેમ કદાચ પેહલો જ હતો જે ફરી કોઈ ની કૂણી લાગણી ની જમીન પર પાંગરી ઉઠયો હતો..

સાચું કહે છે લોકો કે પ્રેમ એક જ વાર થઈ શકે છે.. પણ એ પણ એટલું જ સાચું છે કે પ્રેમ પેલો હોય કે 100 મોં એહસાસ એક સમાન હોય છે... હકીકત માં પ્રેમ પુરા જીવન માં હોય છે. बस એની સેરવાણીઓ સુકાતી ભીંજાતી રહે છે...

અસ્તુ. ?