વાંક કોનો? Akshay Jani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વાંક કોનો?

વિનયભાઈ, પ્રિયંશી કોમામા જતી રહી છે, હવે એને ભાન માં આવતા કેટલો સમય લાગશે એ કહી શકાય તેમ નથી, ભાન આવશે કે નહીં તેની પણ કોઈ ખાતરી આપી શકાય તેમ નથી.

પ્રિયંશી સાથે જે થયું તેનું અમને દુખ છે, એની સાથે બનેલી એ ભયાનક ઘટના થી એ કદાચ સ્તબધ થઈ ગઈ છે. પ્રાર્થના એક માત્ર ઉપાય છે. હિંમત થી કામ લેશો વિનયભાઈ. 

એટલું બોલી ડોક્ટર અંકલ પપ્પા ના ખભે હાથ મૂકી ચાલતા થયા. પપ્પા મારી પથારી પાસે બેસી મને કઈ પૂછી રહ્યા. થોડીવાર પછી મારી માથે હાથ ફેરવી રૂમ બહાર જતા રહે છે.. 

"હું બેસુંદ્ધ નથી પપ્પા, હું કોમા માં પણ નથી. હું બધું સાંભડું છું, બધાને જોઉં છું, પણ હવે કઈ કેહવા નથી માંગતી, હિંમત નથી બચી. મરતા નથી આવડતું પણ મૌન રેહતા આવડે છે. 
હું ભૂખી રહી લઈસ, તરસી જીવી લઈસ, બોલીસ પણ નહીં અને ચાલીસ પણ નહીં. મને બધું મંજુર છે. પણ તમારી આ વીક્રુત દુનિયા મા જીવવું મંજુર નથી. "

હું પીયુ, મારાં પપ્પા ની લાડકી. હજી તો એક અઠવાડિયું પણ નથી થયું મારો 12 મોં જન્મદિવસ ઉજવ્યે. હજી તો મડેલી ભેટો મેં પૂરી જોઈ પણ નથી.. 

ખબર નઈ કઈ વાત ની સજા મડી, મારો તો કોઈ વાંક ના હતો.. 

મમ્મી પાપા ને છોડી બીજા અંકલ જોડે જતી રહી છે એ વાત હજી હું પૂરી પચાવી પણ નહોતી શકી, પપ્પા પણ જાણે મમ્મી ના જવા ની રાહ માં હોય તેમ, મમ્મી ના ગયા નો અફસોસ કરવા ને બદલે 2 મહીના પેહલા મારી માટે નવી મમ્મી લાવી ચૂક્યા હતા.. 

ખેર મારી જન્મ દાતા પણ એના ઘર છોડ્યા ના 6 મહિનામાં ક્યારેય મને જોવા પણ આવી ના હતી.. ઝડપથી આગળ વધી રહેલી જિંદગી મારી સમજ ની બહાર હતી.. 

માત્ર બે માસ પેહલા આવેલી મારી નવી મમ્મી આમ તો સારી હતી, કારણ એ મને પપ્પા ની હાજરીમાં ક્યારેય કામ નઈ કરાવતી, ખીજાતી નહીં કે હાથ નઈ ઉપડતી.. 

નવી મમ્મી પાસે મારી આનાથી વિશેષ કોઈ અપેક્ષા પણ ના હતી, કારણ મેં મારા જ ઘર મા પપ્પા ની ગેરહાજરી માં વારંવાર એક નવા અંકલ ની સાથે તેને જોઈ હતી.. 

વિવાન અંકલ.. નવી મમ્મી કરતા ઉમર માં ઘણા નાના જણાતા હતા.. પણ એનો સ્વભાવ મને પસંદ પડી ગયો હતો... તે જ્યારે પણ ઘરે આવતા ત્યારે મારે માટે ચોકલેટ, બિસ્કિટ, ચિપ્સ, ક્યારેક રમકડાં તો ક્યારેક પેન પેન્સિલ લાવતા... હું પણ એમને જોઈ હવે ખુશ થઈ જતી... કારણ પપ્પા પણ હવે મને કોઈ ભેટ આપતાં ના હતાં.. તે તો રોજ નવી મમ્મી માટે જ ભેટ લાવતા.. 

પણ મારી પેલી માં મારું ખૂબ ધ્યાન રાખતી, એની કમી મને હજી પણ દરેક પળ સતાવી રહી હતી.. એની સાથે ના દિવસો અને સંવાદ હમેશા મારી સ્મૃતિ માં એક યાદ બની બેઠા હતા.. ખબર નઈ કેમ એ મને છોડી ચાલી ગઈ... 

ગઇકાલે થોડા કામ થી પપ્પા મમ્મી સાથે નજીકના શહેરમાં ગયા હતા... કદાચ નવી મમ્મી ના Birthday ની ઉજવણી માટે ખરીદી કરવા... હું ઘરે હતી... પપ્પા મને promice આપી ને ગયા હતા કે હું સ્કૂલ થી આવીશ ત્યાંસુધી એ લોકો પણ આવી જસે અને મારી માટે નવા કપડા પણ લાવશે... 
હું સ્કૂલથી આવી ગઈ અને હોમવર્ક પણ કરી લીધું છતાં તેઓ હજી આવ્યા નથી... હું પપ્પા ની રાહ જોતા જોતા ટીવી જોતી સૂઈ ગઈ... 

થોડીવાર પછી આખો ખુલી તો જોયું કે વિવાન અંકલ મારી પાસે આવી બેઠા હતા.. મારી આખો ખુલતાજ એણે મને પોતાના હાથે ઉંચકી લીધી અને કહ્યું પીયુ તારે માટે એક સરપ્રાઇઝ ગિફ્ટ લાવ્યો છું.. એટલું બોલી મને મમ્મી પપ્પા ના બેડરૂમમાં લઈ ગયા.. બેડ પર બેઠા ની સાથે જ એને મને એક સરસ ચોકલેટ આપી અને પોતે રૂમનાં દરવાજા તરફ આગળ વધ્યા... હું એ ચોકલેટ ખોલું એની પેહલા તે રૂમ નો દરવાજો બંધ કરી મારી પાસે આવ્યા.. મારી પાસે રહેલી ચોકલેટ ઝડપીલઈ ચોકલેટ જોતી હોય તો... એટલું બોલી પોતાના બંને હાથ ખોલી નાખ્યા... 

ખબર નઈ કેમ પણ હવે મને બધું ઠીક નહોતું લાગી રહ્યું માટે મેં દરવાજા તરફ દોટ મૂકી.. પણ અત્યારનું એનું રૂપ કોઈ દાનવ સમું વર્તાઈ રહ્યું હતું... હું 2 ડગ માંડ ચાલી ત્યાં તો એમને મને પોતાની બાથ માં દબાવી લીધી... મને બેડ પર ફેંકી દીધી... હું કશું બોલી ના શકું એટલા માટે એનો એક હાથ મારા મોઢા પર દબાવી દીધો.. એના 2 થાંભલા સમાન પગ મારા શરીર પર એ રીતે વિટાઈ ગયા હતા કે મારો શ્વાસ રુધાવા લાગ્યો હતો.. હું હજી એ પરિસ્થિતિ પર કઈ વિચારું એના પેહલા એનો બીજો હાથ મારી સલવાર ની હદ ઓળંગી ગયો અને એના એ રાક્ષશી અંગાળીઓ હવે એ રસ્તાઓ શોધવા લાગી હતી જે હજી કદાચ બન્યા પણ નઈ હતા... એની દરેકે હરકત શરીર ને દુખ અને આત્મા ને ઇજા પહોંચાડી રહી હતી ત્યારે માત્ર એ વિચારો આવી રહ્યા હતા. .. 

કે માં તું કેમ મને છોડી જતી રહી...? 

કે પપ્પા તમે નવી મમ્મી સાથે આ શું લાવ્યા છો..?

કે મારો શું વાંક છે...?

કે મને આ દશા મા લાવવા મા કોનો વાંક છે..?

હું બેસુંદ્ધ નથી પપ્પા, હું કોમામાં નથી.. બસ મારે હવે કઈ બોલવું નથી... 

પીયુ,... 
તમારી લાડકી...