Sapnanu sapnu books and stories free download online pdf in Gujarati

સપનાનું સપનું

સપના અને સાહિલની લગ્નની પાંચમી વર્ષગાંઠની પાર્ટી ચાલી રહી છે. થોડા મિત્રો અને થોડા અંગત સ્નેહીજનો પાર્ટીમાં આમંત્રિત છે. કપલ ગેમ્સ, કપલ ડાન્સ અને સ્વાદિષ્ટ ડિનર લીધા બાદ બધા ડેઝર્ટ આરોગી રહ્યા છે અને સાથે સાથે જૂની વાતોને વાગોળી રહ્યા છે. બધા પોતપોતાની લવસ્ટોરી કહે છે અને ભૂતકાળ તાજો કરે છે. હવે વારો છે આજના કપલ ઓફ ધ ડે એવા સપના અને સાહિલનો. બધા આતુરતાથી રાહ જોવે છે લવબર્ડસની લવસ્ટોરી સાંભળવા માટે.

વાતનો દોર હાથમાં લેેતા સાહિલ વાત શરૂ કરે છે અને કહે છે કે અમારા લગ્નનેે લવ મેરેેેજની કેટેેેગરીમાં મુકવા કે અરેન્જ એ અંતમાં તમાંરે નક્કી કરવાનું છે. 
વાત એમ છે કે આજથી 6 વર્ષ પહેેલા હું  અને સપના પહેેેલી વાર મળ્યા હતા. હું , મમ્મી અને પપ્પા અમરેલી ગયા હતા મનસુુુખભાઈ પારેખના ઘરે એમની છોકરી સપનાને જોવા માટે. સપના, એ મેંં લગ્ન માટે
જોયેલી છોકરીઓ માંથી પ્રથમ છોકરી હતી. પ્રથમ મુુલાકાતમાં થોડીઘણી ઔપચારિક વાતોમાં જાણવા મળ્યું કે સપનાને પેઇન્ટિંગનો શોખ છે અને એ પ્રોફેશનલ લેવલના પેઇન્ટિંગ બનાવી શકે છે.
થોડી વાતો કરી અમે ત્યાંથી જામનગર અમારા ઘરે જવા રવાના થયા.

આમ તો સપનાને ના પાડવા જેવું કોઈ ખાસ કારણ ન હતું પણ સપના મેં જોયેલી પ્રથમ છોકરી હતી એટલે મારો અને મારા પરિવારનો મત એવો હતો કે પહેલી છોકરીને જ હા ન પાડી દેવાઈ હજી થોડી છોકરીઓ જોઈને પછી પસંદગી કરાઈ. કંઈ કારણ વગર તો કઈ રીતે ના પાડવી? એટલે મારા પપ્પાએ ઘરે પહોંચીને તરત માનસુખભાઈને ફોન કરી દીધો કે જન્માક્ષર નથી મળતા એટલે  અમારો આગળ વધવાનો વિચાર નથી.

અમે સુથાર એટલે પપ્પા પહેલેથી જ લાકડાના આર્ટિકલ બનાવીને વેંચતા પરંતુ મેં એ જ ધંધો થોડો આધુનિક રીતે કરવાનું નક્કી કર્યું અને પપ્પાની બનાવેલી વસ્તુઓ સાથે કાર્ડસ, બીજી ગિફ્ટસ, બુકે, ફોટો ફ્રેમ અને ઘણી બધી વસ્તુઓ સાથે એક ગિફ્ટ આર્ટિકલ શોપ ખોલી. સમય જતાં મારો ધંધો જામતો ગયો. આજુબાજુના ગામમાં પણ ઓર્ડર પ્રમાણે સપ્લાય કરી આપતો. સપનાને જોયાને લગભગ 8 મહિના થયા હશે. વચ્ચે મેં બીજી 3 થી 4 છોકરીઓ જોઈ. પરંતુ ક્યાંક રૂપ તો ક્યાંક ગુણ અને ક્યાંક કુંડળીનો મેળ ન પડ્યો.

એક દિવસ ધંધાના કામથી મારે અમરેલી જવાનું થયું. ત્યાં પપ્પાના ફ્રેન્ડના છોકરા રાહુલને ગિફ્ટ શોપ ચાલુ કરવાની હતી. એમને માર્ગદર્શન આપવા મારે જવાનું થયું. હું એને કઈ વસ્તુ કઈ જગ્યાએ રાખવી એ સમજાવતો હતો. એનો સ્ટોક જોઈ અને એક એક વસ્તુની જગ્યા બતાવતો હતો. મૂર્તિ, શો-પિસ, હેંગીગ્સ બધું યોગ્ય જગ્યાએ ગોઠવ્યું ત્યાંજ મારી નજર પેઇન્ટિંગ પર પડી. અદ્દભૂત હતી એ 3 પેઈન્ટિંગ. મેં રાહુલને એના વિશે પૂછ્યું. તો રાહુલે કહ્યું એની કોલેજની એક ફ્રેન્ડ છે ખાસ આ શોપ માટે એણે જાતે બનાવી અને રાહુલને ભેટમાં આપી હતી. પરંતુ રાહુલને એટલી બધી પસંદ આવી ગઈ કે એણે વેચવા માટે ઓર્ડર આપી બીજી બે બનાવડાવી. મેં પણ મારી શોપમાં આવી અદભુત પેઈન્ટિંગ વસાવવાનો નિર્ણય કર્યો અને રાહુલની ફ્રેન્ડને મળવાની ઈચ્છા દર્શાવી. 

દિવસે બધું કામ પતાવી અને રાતે રાહુલ મને એની ફ્રેન્ડને મળવા લઇ ગયો. એક કોફી શોપમાં અમે મળવાનું નક્કી કર્યું હતું. હું અને રાહુલ બંને વાતો કરતા હતા ત્યાં 10 મિનિટમાં રાહુલની ફ્રેન્ડ આવી. એ મારી પીઠ પાછળ ઉભી હતી એટલે હું એનો ચહેરો ન જોઈ શક્યો. રાહુલે એમને હાય કહ્યું અને ઉભો થયો મારો ઇન્ટ્રો કરાવવા. હું પણ ઉભો થઇ એની તરફ ફર્યો અને જોતો જ રહી ગયો! એ પણ મને જોઈને થોડી અસહજ લાગી કેમકે રાહુલની ફ્રેન્ડ બીજું કોઈ નહીં પણ સપના જ હતી. કંઈપણ યોગ્ય કારણ વગર અને એમની ઈચ્છા જાણ્યા વિના મેં જે રીતે એમને લગ્નની ના પાડી હતી એ વિચારીને મને થોડો સંકોચ થતો હતો વાત કરવામાં. પણ સપના તરતજ સ્વસ્થ થઈ મારી સાથે નોર્મલ રીતે વાતો કરવા લાગી. એના વર્તનથી મારો સંકોચ પણ દૂર થયો.

એ દિવસે પહેલેથી જ નકારાત્મક વિચારોના લીધે મેં સપનાને સરખી જોઈ ન હતી. પરંતુ આજે મેં એને સરખી રીતે જોઈ. સાદગીમાં પણ એ ખૂબ જ સુંદર લાગી રહી હતી. મેં સપનાને ઓર્ડર આપ્યો મારી શોપ માટે પણ 3 પેઈન્ટિંગ બનાવવાનો અને અમે છુટા પડ્યા. બીજે દિવસે સવારે હું જામનગર આવવા નીકળી ગયો. ઘરે પહોંચીને મમ્મી અને પપ્પાને સપના વિશે જણાવવાનું મન થયું પરંતુ મેં એ વાત માંડી વાળી. 
હું દુકાને પહોંચ્યો. થોડું કામ પતાવ્યું પણ મારું મન સપનાના જ વિચારોમાં હતું. બે વાર ફોન હાથમાં લઈ પાછો રાખી દીધો. એવું વિચારીને કે હજી આજે જ આવ્યો છું અને પેઇન્ટિંગ નું ફોલોઅપ કઈ રીતે લઇ શકું ? અને બીજું કોઈ બહાનું પણ નથી વાત કરવાનું. 

બરાબર એક મહિના પછી મેં સપનાને ફોન કર્યો ત્યારે એણે કહયુ કે એક વિક પછી પેઇન્ટિંગ રેડી થઈ જશે. હું દિવસો ગણતો રહ્યો એક વિક પૂરું થવા માટે. ફાઈનલી એ દિવસ આવ્યો. શિયાળાની કડકડતી  ઠંડીમાં પણ રાતે 8 વાગ્યે નાહીને સરસ તૈયાર થઈને અમરેલી જવા નીકળ્યો.  સપનાને મળવાની ઉત્તેજનામાં એ પણ યાદ ન રહ્યું કે અત્યારે નાહવાની શી જરૂર હતી ? સપનાને તો કાલે સવારે મળવાનું છે. અડધી રાતે અમરેલી પહોંચ્યો. મન તો થયું સીધો સપનાના જ ઘરે જતો રહુ પણ એ શક્ય તો નથી. હું રાહુલના ઘરે પહોંચ્યો. સવારમાં વહેલો ઉઠી ગયો. અમે એ જ કોફી શોપમાં મળ્યા. સપનાએ ખૂબ જ સરસ પેઇન્ટિંગ બનાવી હતી. અમે વાતો કરતા હતા ત્યાં રાહુલને કોઈનો ફોન આવ્યો. એને અરજન્ટલી જવું પડે એમ હતું એટલે એ નીકળી ગયો. હું મનોમન ખુશ થયો અને રાહુલનો આભાર માન્યો.

અમે કોફી ઓર્ડર કરી હતી માટે હું અને સપના ત્યાં બેઠા. મેં સપનાને ચેક આપ્યો. અને થોડીવાર અમારી વચ્ચે મૌન રહ્યું.  પછી મેં જ હિંમત કરી અને વાત ચાલુ કરી. આડીઅવળી વાતો ન કરતા મેં સપનાને સીધુજ કહી દીધું કે સપના જન્માક્ષર તો બહાનું હતું, હકીકતમાં તો મારે બીજી છોકરીઓ જોવી હતી માટે મેં તમને ના કહી હતી પરંતુ આજે   મને મારી ભૂલનો એહસાસ છે કે મેં તમારા જેવી છોકરીને ના પાડી. પણ આજે હું તમને પૂછું છું કે તમને મારા જીવનસાથી બનવું ગમશે ?  અને સપના લજામણીના છોડની જેમ શરમાઈ ગઈ. એની ઝુકેલી પાંપણોએ મને જવાબ આપી દીધો. મારી ખુશીનો પાર ન રહ્યો. 

અમે સીધા સપનાના ઘરે પહોચ્યા. મનસુખભાઈને બધી વાત કરી. મનસુખભાઇએ કહ્યું મારા ઘરે પણ બધી વાત કરવી જોઈએ અને બંને પરિવારની સહમતીથી બધું થવું જોઈએ. મેં ત્યાંથી જ પપ્પાને ફોન કર્યો પણ મનસુખભાઇએ મને અટકાવ્યો અને કહ્યું આવી વાતો ફોનમાં ન થાય રૂબરૂમાં કરવી જોઈએ.હું જામનગર પહોંચ્યો. પપ્પાને તાત્કાલિક ઘરે બોલાવ્યા. પપ્પાને પણ એમ થયું કે વાત શુ છે ? મેં ઘરે બધી વાત કરી. મમ્મી પપ્પા થોડી વાર કાઈ બોલ્યા જ નહીં. એમને સમજાણુ નહીં કે શું કહેવું? હું પણ ડરી ગયો. પણ પછી ધીરેથી પપ્પાએ વાત ચાલુ કરી. કહ્યું કે હું પણ આ જ વિચારતો હતો કે સપના જ તારા માટે યોગ્ય છોકરી છે પણ ઘણા સમયથી વિચારતો હતો કે તને કઇરીતે કહું ? તું શું વિચારીશ? બસ એમ વિચારીને કહી શકતો ન હતો. પણ ખરેખર જોડીઓ ઉપરથી બનીને આવે છે આપણે બસ યોગ્ય સમયની રાહ જોવાની રહે છે. અને હું ખુશીથી પપ્પાને વળગી પડ્યો.

અમે ત્યારે જ મનસુખભાઈને ફોન કાર્યોને અમારા ઘરે આવવાનું આમંત્રણ આપ્યું. બીજા દિવસે એ લોકો અમારા ઘરે આવ્યા અને અમારું સગપણ પણ થઈ ગયું. અને આમ મારુ સપનાનું સપનું પૂરું થયું.

તો દોસ્તો તમે જ કહો આને લવ મેરેજ કહેવા કે પછી અરેન્જ? અને બધા હસી પડે છે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED