વાસનાની નિયતી - પ્રકરણ - ૧૧ Nimish Thakar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

શ્રેણી
શેયર કરો

વાસનાની નિયતી - પ્રકરણ - ૧૧

નિમીષ ઠાકર

મો. 9825612221, email: nimishthakar.divyabhaskar@gmail.com


જયદેવ પોલીસની ટ્રેનીંગમાંથી પાછો આવે છે. તોરલ અને બંને મળે છે. અને મહિનાઓનો વિયોગ બંનેને સંવનન સુધી ખેંચી જાય છે. રામકો પોતાને વતન જતો રહે છે. તોરલને બહુ આસાનીથી તેનાથી છૂટકારો મળી ગયો. જયદેવ અને તોરલને પ્રેમલગ્ન માટે પોતે બનાવેલો પ્લાન જણાવે છે. અને પોતાને પોસ્ટીંગ મળી ગયા બાદ બંને લગ્ન કરી લેશે એમ પણ કહે છે. છૂટા પડી બંને પોતપોતાને ઘેર જાય છે. પરંતુ બીજાજ દિવસે તોરલને તેની સહેલી મારફત જયદેવ અબઘડી મળવા બોલાવે છે. તોરલ નદીએથી સીધીજ જયદેવને મળવા પહોંચી જાય છે. હવે આગળ…..

______________________________________________________________________________


“જયદેવ, મારા સરતાજ શું થયું ?” તોરલ લગભગ દોડતીજ આવી હતી. તેના શ્વાસોચ્છવાસ ઉછળતા હતા. જયદેવને જોઇને સીધોજ સવાલ કર્યો.

“આ જુવો મારાં તોરલરાણી..” પોતાની પાસેનું ખાખી કવર બતાવતાં જયદેવે કહ્યું.

“શું છે એમાં”  કહી તોરલે જયદેવના હાથમાંથી કવર લઇ તેમાંથી કાગળ કાઢ્યો. અને જોતાંજ તેના ચહેરા પર આનંદ ફરી વળ્યો. એ જયદેવનો પોસ્ટીંગ ઓર્ડર હતો. બીજાજ દિવસે તેણે ભાવનગર સિટી પોલીસમાં હાજર થવાનું હતું.

“તમે ક્યારે નિકળશો ?” તોરલે સવાલ કર્યો.

“બસ, અત્યારેજ. ભાવનગર ઘણું આઘું છે. પાછી બસેય ઓછી છે. ગમે એમ કરીને કાલે સવારે ત્યાં પહોંચવું પડશે. હું હમણાંજ જાઉં છું. એટલેજ તને અત્યારે બોલાવી.” કહી જયદેવે તેને પ્રેમથી પોતાને ગળે લગાડી. લાંબા સમયનાં વિયોગ પછી મળ્યા એટલે કામવાસના ભલે ભભૂકી ઉઠી હોય. પણ પછી જયદેવે ઘેર જતી વખતે મનોમન ગાંઠ વાળી લીધી. હવે જ્યાં સુધી તોરલને પત્ની નહીં બનાવું ત્યાં સુધી શરીર સંબંધ નહીં બાંધું. આખરે એ પોતાનો પ્રેમ હતી.

“હવે ક્યારે પાછા આવશો મારા સરતાજ.” તોરલ પોતાની આગવી અદાથી બોલી. જયદેવે તેનો ચહેરો પોતાના બંને હાથમાં લીધો. અને કહ્યું, “બસ, ડ્યુટી જોઇન કરીને અહીં આવવાની રજા ક્યારે અને કેટલા દિવસની મળશે એજ કામ કરવું છે. હા, હું ત્યાંથી ગમે ત્યારે આવીશ. પછી તારી પાસે પણ બહુ સમય નહીં રહે. હું કહું ત્યારે ગમે એ સમયે ઘર છોડવાની તૈયારી રાખવી પડશે.” જયદેવે પોતાનો પ્લાન સમજાવ્યો.

“હા, પણ મારે ઘર છોડવાનું છે એ ક્યારે અને કેવી રીતે ખબર પાડશો. મારા ઘરમાં જો શંકા પણ જશે તો ઘરમાંજ પૂરી રાખશે.” તોરલે ભિતી દર્શાવી.

“સાંભળ, આજની જેમજ તારી બેનપણી તને કહેશે હવે ક્યાં સુધી તારે બાપાના ઘરમાં બેસી રહેવું છે ? એટલે તું અેજ ઘડીએ સાથે જે કપડાં લેવાના હોય એ લઇને નિકળી જજે. ઘેરથી નિકળીને સીધીજ મારી વાડીએ આવી જજે. ત્યાંથી આપણે સાથે નિકળી જાશું. અને હા, ઘરમાંથી એકેય રૂપિયો કે દાગીનો નથી લેવાનો.” જયદેવે તેને ખાસ તાકીદ કરી. કદાચ તોરલના બાપા પાછળથી પોલીસ ફરિયાદ કરે અને ઘરમાંથી ચોરીનો આક્ષેપ મૂકે તો પોતે હજુ નોકરી લાગી છે ત્યાંજ કાયદાનો ગુનેગાર બની જાય એમ હતું.

“ભલે. જેવો મારા દરબારનો હુકમ” કહી તોરલે જયદેવનાં કપાળે ચુંબન કર્યું.

“હવે હું જાઉ ?” જયદેવે પણ સામે તોરલનાં કપાળે જ ચુંબન કરી જવા માટે રજા માંગી. તોરલે આંખોથી સંમતિ દર્શાવી. અને બંને છૂટા પડી ગયા.

તોરલના ઘરમાં કોઇ તેને જયદેવ સાથે પરણાવે એ શક્યજ નહોતું. તોરલ એ વાત બરાબર સમજતી હતી. આથી ભાગીને લગ્ન કરવાનો જ વિકલ્પ તેની પાસે બચ્યો હતો. જયદેવ એકાદ દિવસ આવી ને પાછો ચાલ્યો ગયો. એ વાત ગામલોકો થકી તોરલના બાપા અને ભાઇઓ સુધી પહોંચી હતી. જયદેવની હાજરી ગામમાં ન હોય તો તોરલ પર નજર રાખવાની ખાસ જરૂર ન હોવાનું તેઓ માનતા હતા. જોકે, જયદેવ હવે તોરલને ભગાડવા સીધો ગામમાં નહોતો આવવાનો એની તેઓને કલ્પના સુદ્ધાં નહોતી. તોરલે જે કપડાં સાથે લેવાનાં હતા તેની મનોમન યાદી બનાવી. રોજ ઘરમાં પહેરવાનાં અને બહાર પહેરવાનાં, આંતર્વસ્ત્રો, રોજબરોજની તેની જરૂરિયાતની વસ્તુઓ એકસાથે તો તે રાખે તો કોઇને પણ શંકા પડે. આથી જે કપડાં બહુ ઓછા પહેરતી એ કપડાં તેણે ધીમે ધીમે એકસાથે રાખવા માંડ્યા. પોતાનાં સ્કુલ લિવીંગ સર્ટી., બર્થ સર્ટી, વોટર આઇડી, માર્કશીટ, વગેરે દસ્તાવેજો તેણે ચેક કરી લીધા. કોર્ટ મેરેજ કરવા માટે આ જરુરી હતું. થોડા પાસપોર્ટ સાઇઝનાં ફોટા પણ પડાવેલા હતા. એ તેણે સાચવીને હાથવગા કરી લીધા. આ ઘરમાં હવે કોઇ આવકાર મળવાનો નહોતો. આથી મનભરીને ખૂણેખૂણામાં આંટો મારી લીધો. માને તે સમય મળ્યે ભેટી પડતી. એક વખત તો આંખમાં આંસુ આવી ગયા. પણ પરાણે રોકી રાખ્યાં. ક્યો થેલો લઇને જવાનું છે એ પણ તેણે નક્કી કરી લીધું. જયદેવ સાથે ગામ છોડ્યા પછી ક્યાં જઇશું ? કોનો આશરો શોધીશું ? આ બધા પ્રશ્નો તોરલને સતાવતા હતા.

સામે પક્ષે જયદેવ આજ પ્રશ્નોનાં જવાબો શોધી ચૂક્યો હતો. ભાવનગર પોલીસ હેડક્વાર્ટરમાં તેને ડ્યુટી સોંપાઇ હતી. તોરલને 18 વર્ષ પૂરા થઇ ચૂક્યા હતા. પોતાને પણ 22 મું વર્ષ ચાલતું હતું. અેટલે લગ્નની કાયદેસરતા વિશે તેને કોઇ શંકા નહોતી. ફક્ત લગ્નની નોંધણી ન થાય ત્યાં સુધી કોઇ લોચો ન થાય એનીજ તકેદારી તોરલ અને જયદેવે રાખવાની હતી. કારણકે, ઘર છોડ્યાના એકાદ કલાકમાંજ આ સમાચાર તોરલને ઘેર પહોંચી જવાના હતા. મંગલપુર જેવા નાનકડા ગામમાં તોરલે ક્યાંય નજરે ન ચઢે એટલે તે જયદેવ સાથેજ ગઇ હોવાની વાત તેના બાપા અને ભાઇઓ માનીજ લેવાના હતા. ગામમાં ન દેખાય એટલે તાલુકા મથક તરફ જવાનાં રસ્તે બંનેનો પીછો થાયજ. આ સમયેજ જયદેવે તોરલનાં પરિવારજનોને થાપ ખવડાવવાની તરકીબ વિચારી લીધી હતી.

મંગલપુરથી તાલુકા મથક કોડીનાર સુધી જવાનો એકજ રસ્તો હતો. અને તાલુકા મથક ગામથી 15 કિમી દૂર હતું. ગામનાં તમામ લોકો પેસેન્જર વાહનો અને પોતાનાં વાહનોમાં ત્યાંથીજ અવરજવર કરતા. બીજો રસ્તો અટપટો હતો. વળી જાણકાર હોય તો જ એ રસ્તો કામનો. જોકે, જયદેવ એ રસ્તાથી સુપેરે પરિચીત હતો. તોરલ સાથે પ્રેમ થયો ત્યારથી તેની સાથેજ લગ્ન કરવાનું એ નક્કી કરી ચૂક્યો હતો. તેના ઘરનાં ક્યારેય આ સંબંધ મંજૂર નહીં રાખે એ પણ વાસ્તવિકતા હતી. એકમાત્ર રસ્તો કોર્ટ મેરેજનો બાકી રહેતો હતો. તોરલ સાથે ભાગતી વખતે કોડીનાર જવાનો રસ્તો તેના માટે જોખમી હતો. એ વાત જયદેવ ત્યારથીજ જાણી ચૂક્યો હતો. વળી એ રસ્તો પકડવા તેને બાઇક સિવાય એકેય વાહન કામ લાગવાનું નહોતું.

હા, એ રસ્તો ગામનાં રામ મંદિરવાળી ગાળી (વાડી વિસ્તારમાંથી પસાર થતો ગાડા માર્ગ) નો હતો. મંગલપુરની સીમ પૂરી થાય એટલે બાજુના પીપળવા, ત્યાંથી દેવડી, જેવા ગામોની સીમમાંથી પસાર થતી ગાળી પસાર કરી 25 કિલોમીટર દૂર તાલાળા પહોંચી શકાતું હતું. એમાં 10 કિલોમીટરનો રસ્તો ગાળીનો હતો. અને 15 કિલોમીટર સીંગલ પટ્ટી રોડ હતો. જયદેવનો ભાઇ વાડીએ જવા બાઇકનો ઉપયોગ કરતો. અેટલે પોતે એ બાઇક લઇને ઘણા વખત પહેલાં એ રસ્તો જોઇ આવ્યો હતો.

તાલાળા પહોંચ્યા પછી બસમાં જૂનાગઢ અને ત્યાંથી રાત્રે ઉપડતી ટ્રેનમાં ભાવનગર.  જૂનાગઢથી ભાવનગરની ટ્રેન રાત્રે 10:30 વાગ્યે ઉપડતી. એના એકાદ કલાક પહેલાં જૂનાગઢ રેલ્વે સ્ટેશને પહોંચવું અનિવાર્ય હતું. ડ્યુટી જોઇન કરતાંજ તેને નવું નક્કોર પોલીસ આવાસમાં બનેલું ક્વાર્ટર મળી ગયું હતું. એટલે રહેવાની કોઇ ચિંતા નહોતી. હા, તોરલ સાથે ભાગ્યા પછી એક મહિના સુધી છૂપાઇને રહેવું પડે. લગ્ન માટે ભરવું પડતું ફોર્મ એક મહીના સુધી જેતે કોર્ટનાં નોટીસ બોર્ડ પર રહે. અને તેની સામે કોઇ વાંધા અરજી ન થાય તોજ સિવીલ મેરેજ માન્ય રહે એવી એ વખતે જોગવાઇ હતી.

(ક્રમશ :)