Skhitij - 14 books and stories free download online pdf in Gujarati

ક્ષિતિજ ભાગ- 14


“નિયતિ  મારે એક જગ્યા એ થોડું કામ છે. અને અત્યારે જ જવું પડશે .તને વાંધો ન હોયતો મારી સાથે આવશે?....પછી ત્યા થી સીધી તને તારા ઘરે મૂકી જઈશ. તને વાંધો નથી ને ?” 

નિયતિ  એક સેકન્ડ વિચારી ને કહ્યુ  ..

“ ક્યાં જવાનુ છે ? “

“ મારા ઘરે. જો તને કાઇ પ્રોબ્લેમ ન હોય તો.  પપ્પા ની દવા ભુલાઈ ગઈ છે  તો એમને ..”

હર્ષવદનભાઇ નું  નામ પડતા નિયતિ એ તરતજ હા પાડી.  રસ્તા માં  મેડીકલ સ્ટોરમાંથી હર્ષવદનભાઇ ની ડાયાબીટીસ ની દવા લઇ ને બંને ઘરે પહોંચ્યા. આગળ લાકડાંના પટ્ટામાંથી બનેલો છ ફુટ ઉંચો ગેઈટ  જેને ડાર્ક  કોફી રંગથી રંગેલો હતો. ગેઇટની જમણી તરફ કાંચની એક ચોરસ પ્લેટ પર ફ્રોસ્ટેડ અક્ષરો માં બ્લેક બોર્ડર માં  હર્ષવદન .આર. ગજજર અને નીચે ક્ષિતિજ હર્ષવદનભાઇ ગજજર મોટા અક્ષરે પ્લેટ લગાડેલી હતી. અને ઘરનાં  એન્ટ્રન્સમાં ઉપર મોટાં અક્ષરે “ હાશ”  એમનાં ઘરનું નામ લખેલુ હતું. ગાડીનું  હોર્ન વાગતાંજ  વોચમેનએ આવીને ગેઈટ ખોલ્યો.  ગાડી અંદર પ્રવેશી એટલે બંને સાઇડ સુંદર રંગબેરંગી  ફૂલોના  કયારા હતાં. ક્ષિતિજે આગળ આવી એક શેડ નીચે ગાડી પાર્ક કરી. નિયતિ  ચારેય તરફ નજર ફેરવી ને ક્ષિતિજ નો બંગલો  જોઇ રહી હતી. સિકયુરીટીમેન.. ડ્રાઈવર.. નોકર.બધું  એ જોતાં  જોતા ક્ષિતિજ ની સાથે ઘરમાં  અંદર  પ્રવેશી. ક્ષિતિજે ગાડીની ચાવી આવતાં વેત સોફા પર ઘા કરી અને પછડાઈ ને સોફા પર બેઠો . નિયતિ  ચારેકોર  આ આલીશાન ઘરને નિહાળી રહી હતી. એની સામે જોતાં જોતાં જ ક્ષિતિજે  મોટેથી કહ્યુ.    
 
“ ગંગામાસી  થોડી ચ્હા બનાવો ..”

એટલું કહી એણે ઇન્ટરકોમ તરફ હાથ લંબાવ્યો  અને તરતજ હર્ષવદનભાઇ ના રૂમમાં  ફોન લગાવ્યો..

“ પપ્પા તમે નીચે આવશો? તમારા માટે એક સરપ્રાઈઝ છે”

“ ઓહો...! હા બેટા . હમણાજ આવ્યો..”

નિયતિ  હજુ પણ ચારેકોર  નજર ફેરવી રહી હતી.આટલું મોટું  અને સુંદર રીતે સજાવેલુ ઘર ..એ ચુપચાપ  સોફાપર બેસી ગઇ. ક્ષિતિજ  એની સામે જોઈ રહયો હતો. એણે પુછ્યુ. 

“ કેવું  લાગ્યુ મારું ઘર નિયતિ?”

“ ખુબ સરસ..આંખો અંજાઈ જાય એવું. “

સાંભળી ને ક્ષિતિજ  થોડો ખુશ થયો. એણે તરતજ ફરી ખોંખારો ખાતા અટકી અટકી ને ધીમેથી સવાલ કર્યો.  

“ તને આવા ઘરમાં  રહેવું  ગમે?”

નિયતિ  એકદમ અચંબાથી એની સામે જોઈ રહી. બે સેકન્ડ  લાગ્યુ  કે ક્ષિતિજ  પોતાના મોટાં ઘરનો દંભ અને રુઆબ  દેખાડી રહ્યો છે.અને પોતાનાં નાનાં અમથા ઘરનો મજાક ઉડાવી રહયો છે. પણ પોતાનાં વિચારો અને ગુસ્સા ને કાબુમાં કરી ને તરતજ જવાબ આપ્યો. 

“ હા ..ગમે..કોને ન ગમે ? આટલું સરસ ઘર, નોકરચાકર આરામ ની લાઇફ..પણ ક્ષિતિજ  મને આવું  ઘર ત્યારેજ ગમે જયારે આપણાં પોતાના સાથે હોય. ઘર નાનું  કે મોટું ,સુંદર સજાવેલુ  કે ખખડધજ જુનવાણી એનાથી કોઈ ફરક પડતો નથી. એમાં  રહેનારાઓ  લાગણીથી કેટલી હદે જોડાએલા છે એ મહત્વ નું  છે કારણકે મકાન ને ઘર બનાવવા માટે આપણાં પોતાનાં  આપણી સાથે હોય.  અને લાગણી થી જોડાયેલ હોય એ જરુરી છે. બાકી પોતાનાં લોકો ને છોડી ને એકલાં  આ ઘરમાં રહેવું  એના કરતાં  તો ખંડેર માં રહેવું વધારે સારું. “

નિયતિ  નો ઇશારો ક્ષિતિજ તરતજ સમજી ગયો. 

“ હા ..તારી વાત સાચી છે .હુ પણ એવું જ માનું  છું. પણ દરેક વ્યક્તિ પોતાનાં ભુતકાળથી જ એનાં ભવિષ્ય નું  નિર્માણ  કરતો હોય છે. ભુતકાળ માં  કરેલાં  કર્મો  કે કાર્યો કે નિભાવેલા સબંધો પર થીજ એનું  ભવિષ્ય ઘડતો હોય છે. કદાચ એ અતયારે જે ભોગવી રહયાં હોય એ કદાચ થોડા સમય પુરતું મર્યાદિત  હોય. એમાં  ઉંડા ઉતરવા કરતાં  વર્તમાનમાં જીવી લેવું  વધું  આનંદદાયક અને લાભ કર્તા હોય છે. .”

 બંનેની વાતો  ચાલી રહી હતી એટલામાં જ હર્ષવદનભાઇ  નીચે આવ્યા.  અને પોતાની સામે નિયતિ ને જોતાં જ  એકદમ ખુશી થી બોલી ઉઠયાં. 

“ ઓહો... મારી દિકરી  આજે મારાં આંગણે ? “

નિયતિ પણ એમને એમનાં ઘરમાં જોઈ ને ખુબ રાજી થઈ. એણે તરતજ પુછી નાખ્યું.

“ શું  અંકલ તમે પણ...શું? આટલું  સરસ ઘર હોવાં છતાં  આશ્રમમાં રહો છો?”

નિયતિ ની આ વાત થી ઘરમાં શાંતી છવાઈ ગઈ.  ક્ષિતિજ અને હર્ષવદનભાઇ  એકબીજાને તાકી રહ્યા. કશું જ બોલ્યા વગર પણ બાપ દિકરા વચ્ચે  ફકત આંખોથીજ ઘણું બધું  કહેવાય અને સંભળાઈ ગયું.  એટલામાં  ગંગાબેન  ચ્હા લઇ આવ્યા. એટલે વાતાવરણ થોડું નોર્મલ થયું. પણ ક્ષિતિજને નિયતિની આ વાત પર ખુબ ગુસ્સો આવ્યો.  થોડીવાર  હર્ષવદનભાઇ સાથે વાતો કરી અને પછી ક્ષિતિજ નિયતિ ને એના ઘરે મુકવા ગયો.   ફરીથી કારમાં  એ જુનાં ગીતો વાગી રહયાં  હતાં.   અને શબ્દો તરીકે બંનેની વચ્ચે  ફકત એ ગીતો હતાં. ક્ષિતિજ ને આમ ચુપ જોઈ ને નિયતિ એ પુછ્યું.

“  કેમ કંઈ  બોલતાં  નથી.?”

ક્ષિતિજે થોડો ગુસ્સામાં  નેણ ભેગા કરી ને જવાબ  આપ્યો. 

“ બોલવા જેવું રહયું નથી કંઈ “

“ કેમ ? એવુ તો  શું  થયું  કે બોલતી બંધ થઈ ગઈ?”

નિયતિ એ ક્ષિતિજ ની દુખતી રગ દબાવવી હોય એમ પુછ્યુ. એનાં આ સવાલ થી  ક્ષિતિજ વધુ ખીજાયો.

“ નિયતિ મને લાગતું  હતું  કે તું  ખુબ સારી છોકરી છે. હા થોડી ગુસ્સેલ અને ચોખ્ખુ મોઢા પર કહેનારી સ્પષ્ટ બોલનારી .. પણ તું  આટલી નિષ્ઠુર પણ હોય શકે હ્રદય વગરની એ નો ખ્યાલ ન હતો. “

જાણે પોતે કોઈ  મોટો ગૂનો કર્યો હોય અને પોતાને જાણ જ ન હોય એમ એ ક્ષિતિજ સામે જોઈ રહી.

“ એવું  તો મેં  શું  કરી નાખ્યુ? તમે મને આ રી.. તે..” 

એ અચકાઇને કટકે કટકે બોલી. હજું  આગળ કંઈ બોલે એ પહેલાંજ  ક્ષિતિજે એને ચુપ રહેવા ઈશારો કર્યો. 

“ બસ નિયતિ. જાણી જોઈને ને તે મારા પપ્પા ને દુખ પહોંચાડ્યુ છે. તારા એને મારાં આવાં કટાક્ષ કે ટોન્ટ મારાવાના વહેવારમાં તું પપ્પા ને પણ જોડશે એની મને ખબર નહતી. ખરેખર આજે હું  માણસ ઓળખવા માં   ઓછો પડયો. “

નિયતિ સમજીગઇ. પોતે કરેલાં સવાલ થી હર્ષવદનભાઇ અને ક્ષિતિજ બંને ખુબ ઘવાયા હતાં.  પણ પોતે તો ફક્ત ક્ષિતિજ ને ચઢાવવા માટે સામાન્ય રીતેજ સવાલ કરેલો. કોઈ ની લાગણીને ઠેસ પહોચાડવા માટે નહી.અને પોતે બોલેલા શબ્દો નો આવો પડઘો પડશે એની જાણ સુધ્ધા ન હતી. એ ચુપ થઈ ગઈ.  અત્યારે આ સમયે એ કંઈ પણ બોલત કે પોતાની સફાઈ આપત તો પણ  એ માત્ર ને માત્ર  પોતાની વાતને ઢાંકવા કે બચાવમાં બોલી રહી છે એવુજ સાબીત થાત. એટલાંમાં એનું  ઘર આવી ગયું  .નિયતિ કાર માંથી ઉતરી પણ ક્ષિતિજે  એકવાર એની સામે સુધ્ધા ન જોયું. નિયતિએ ઉતરીને બાય કરવા હાથ વેવ કર્યો અને કારના દરવાજા ની બારી તરફ થોડી જુકી.પણ ક્ષિતિજ સામું જોયા વગરજ ત્યાં થી જતો રહયો. નિયતિ ને અંદાજ આવી ગયો હતો કે એણે કેટલી હદે ક્ષિતિજ ને દુખ પહોંચાડ્યુછે. તે પોતે પણ દુખી હતી આ વાત ને લઇ ને. ઘરમાં  આવતાં જ એણે પોતાનાં મમ્મી પપ્પા ને વાત કરી અને એ બંને ના કહેવા મુજબ એણે તરતજ હર્ષવદનભાઇ ને ફોન કર્યો. 

“ હલો..અંકલ”

“હા બેટા બોલ..”

 હર્ષવદનભાઇએ ખુબ પ્રેમ થી પુછ્યુ.એ જાણતા હતા નિયતિ નો ફોન કરવાનો હેતુ. 

“  અંકલ  ..આય એમ સોરી. “

નિયતિ ના અવાજ મા ખરેખર પસ્તાવો સંભળાઈ રહયો હતો. 

“ ચાલ્યા  કરે બેટા. તે પુછેલો સવાલ આજ સુધીમાં ઘણા પુછી ચુક્યા છે.  હું  આ સવાલ થી ટેવાઇ ગયો છું. “

“ ઘણાં  ની વાત ઘણાં જાણે  .પણ આવખતે મેં તમારું  દિલ દુખાવ્યું છે. મને ખુબ અફસોસછે.  ઘણીવાર આપણાં  બોલેલા શબ્દો સામે વાળા  ની આરપાર ઉતરીને એની લાગણીઓ ને વેરવિખેર કરી નાખતાં હોય છે અને આપણ ને ભુલ કર્યા ની પ્રતીતી થાય ત્યારે  મોડું થઈ જાય છે. પણ અંકલ  ખરેખર મેં  કોઈને પણ દુખ પહોચાડવા ના હેતુ થી એ વાત નહોતિ કહી. હું  અને ક્ષિતિજ  ઘરમાં  આવ્યા  ત્યારે  હું  ઘરને નીરખીરહી હતી . આટલું મોટુ ઘર ,નોકરચાકર એ વખતેજ એ વિચાર મારા મનમાં  હતો કે તમે બંને ખુબ પ્રેમ થી રહો છો. બાપ દિકરા  કરતાં મિત્રો વધું લાગો છો. કોઈ કમી નથી છતાં  કેમ..?  અને એજ સમયે ક્ષિતિજે મને પુછ્યુ  .મારું ઘર ગમ્યું?  મને લાગ્યુ  એ મારી મજાક ઉડાવે છે. મારું  ઘર અને તમારા ઘરના તફાવત ની મોટાઈ કરે છે. ફકત એ વાત નો ગુસ્સો  શબ્દો તરીકે  બહાર આવી ગયો.  અને નું  મને દુખ છે. આજે પહેલીવાર  મારું  વર્તન  કોઈ  અણસમજુ, ઇમમેચ્યોર વ્યક્તિ જેવુ હતું. હું  મારા નાનકડા ઘરમાં  મારા મમ્મી પપ્પા સાથે ખુબ ખુશ છું  અને સુખી પણ. સુખની વ્યાખ્યા ને પૈસા સાથે  બહુ લાગતું વળગતું નથી. હસવા માટે  ,ખુશ રહેવા માટે આપણા પોતાનાં આપણી સાથે હોય.મિત્રો ને વ્હાલાંઓ થી ઘર નો મઘમઘાટ હોય બસ બાકી તો અબજો ના બંગલામાં  નોકરો ના ભરોસે જીંદગી કાઢવાની જ હોય .એમા જીવવા જેવું  કશું  હોતુ નથી. મારી પાસે ખુશ અને સુખી રહેવા જે જોઇએ  એ ભગવાને મને ભરપુર આપ્યુ છે બસ.બીજું ન હોય તો ચાલે. “
હર્ષવદનભાઇ  નિયતિ ને સાંભળી રહયાં હતાં.  નિયતિ  ખરેખર  પોતાનાં  દિકરા  ને લાયક છે હવે નક્કી થઇ ગયું  હતું. 

“ સાચી વાત છે તારી. હુ જાણું છું  કે તું  આ રીતે કોઈ ને દુખ ન પહોંચાડી શકે .અને મને તારી વાત નું  અણું માત્ર દુખ નથી લાગ્યુ. એટલે નિશ્ચિંત રહે.”

 
ક્ષિતિજ  નિયતિ ને મુકી ને સીધો પોતાની ઓફીસ પર ગયો. કામ કરતાં કરતાં પણ નિયતિ ના બોલેલા શબ્દો  અને ખૂંચી રહ્યા  હતા.એ સતત વિચારી રહ્યો. 

“  હા એક હદે નિયતિ ની વાત પણ સાચી તો હતી જ.  પણ એવાત કહેવા નો હેતું  સમજી ન્હોતો શકાતો. અત્યારે પપ્પા ની સામે એ વાત કહેવાની નિયતિ ને કેમ જરુર પડી.. આ વાત થી અમારા બાપ દિકરા ના સંબંધો  મા અંતર આવે  એ માન્ય નથી. કુટુંબ કે સંબંધોમાં ઘટતી દરેક ઘટનાં કે સ્થિતિ  પાછળ  કોઈ  કારણ હોય છે. જે  એ વ્યક્તિના  ભુતકાળ સાથે જોડાયેલું  હોય છે. એ જાણ્યા વગર એનાં વિશે કોઈ પણ અભિપ્રાય આપવો એ વ્યક્તિ ને અન્યાય કર્યા બરાબર જ હોય છે..”

 વિચારોની હારમાળા  એનાં  મનને શાંત થવાજ નહોતી દેતી. અંતે  સાંજ પડી. સમયે ઓફીસ બંધ કરી ને એ નિયતિ ને લેવા ગયો. નિયતિ  ટિફિન સાથે તૈયાર  હતી.  અંદર બેસતાં જ નિયતિ એ પુછ્યુ  .

“ કેવો રહયો  દિવસ..?”

ક્ષિતિજ  સાથે ફરી વાતચીત  શરું  કરવા માટે આ સવાલ બરોબર હતો. પણ ક્ષિતિજે ફકત એની સામે જોયું  કંઈ પણ જવાબ આપ્યા વગર  એણે કાર ડ્રાઈવ કરવાનું ચાલું  રાખ્યુ. નિયતિ પણ ત્યારપછી  ચુપ બેસી રહી.  હોસ્પિટલ આવતાં  મેઈન ગેટ પાસે જ કાર ઉભી રાખી  અને નિયતિ ને ઉતરવા કહ્યુ.  નિયતિ  જાણતી હતી એ ગુસ્સામાં છે માટે કંઈ પણ બોલ્યાં વગર એ ઉતરી ગઇ. અને અંદર ઇમર્જન્સી વોર્ડ તરફ ચાલવા માંડી.  એ અંદર ગઇ ત્યાં સુધી ક્ષિતિજ એને જોતો રહયો . પછી પોતાના ઘરે ગયો જમી અને હર્ષવદનભાઇ ને લઇ હોસ્પિટલ આવવાં નિકળો. એ હર્ષવદનભાઇ ની સામે આંખ મીલાવીને જોઈ નહોતો રહયો. પોતે જે કર્યું એનો રંજ ચોખ્ખો દેખાય રહયો હતો.  હર્ષવદનભાઇએ  વાત ની શરુઆત કરી. 

“ ક્ષિતિજ..!”

“ હા..પપ્પા “

“  તમારા બંને ના ગયાં પછી..”

એમનું  આટલું  બોલતાં જ  ક્ષિતિજ થોડું અણગમા થી બોલ્યો. 

“ પપ્પા  એ વાત નહી કરીએ . મને હતું  એ છોકરી સમજું અને મેચ્યોર છે પણ હું  ખોટો હતો. માણસને ઓળખવામાં  થાપ ખાઈ જવાય એવું  એણેજ મને કહેલું  . અને મેં  એ સાબીત કરી બતાવ્યું. “

“ ના .. તે પહેલાં  જે ધાર્યું હતું  એ જ સાચું  હતું.  તમારા ગયા પછી  ઘરે પહોંચતા જ .. એણે મને ફોન કર્યો.  અને મારી માફી માંગી  . તું  એનાથી ખુબ નારાજ છે એ છતાં એ વાત ની ફરીયાદ એણે કરી નથી. આ શબ્દો અજાણતાં જ બોલાઇ ગયાં. એનો કોઈ ને દુખ પહોચાડવાનો હેતુ ન હતો એવું એણે સાફ કહ્યુ.  અને ખરા દિલથી મારી માફી પણ માંગી. અને આમ પણ આ વાત તો આપણને ઘણાં લોકો એ પુછી છે. એવખતે તો તારું  રીએક્શન આવું  ન હતું...તો અત્યારે નિયતિ માટે આટલો રોષ કેમ?”

ક્ષિતિજ હર્ષવદનભાઇ ની સામેજ જોઈ રહ્યો.  શું  બોલવું  સમજાતું  ન હતું.   હોસ્પિટલ આવતાં બંને જણ ઉતરી ને ઇમર્જન્સી વોર્ડમાં ગયાં  પ્રેમજી ભાઇ હવે ઘણાં  સ્વસ્થ હતાં.  અત્યારે  થોડી વાતચીત પણ કરી રહયાં હતાં.  નિયતિ ના આવતાં જ હેમંતભાઈ અને બાબુભાઈ  નીકળી ગયાહતા.  નિયતિ  પ્રેમજીભાઈ ને ખીચડી ખવડાવી રહી હતી.  પ્રેમજીભાઈ એ ખુબ વ્હાલ થી એને માથે હાથ
 મુક્યો. એમની આંખમાં  પાણી હતાં.  એ ગળગળા અવાજે બોલ્યા 

“ અમારું  તારી સાથે કંઈ ઋણાનુબંધ હશે. છતી સગગી દિકરીએ પણ મને તારી સેવાનો લહાવો મળ્યો. મારી સગી દિકરી પણ મને..”

એ રડવા લાગ્યા. ક્ષિતિજ અના હર્ષવદનભાઇ આ દ્રશ્ય જોઇ રહ્યા  ..

“ એમને દિકરી પણ છે ? અને હા...તો આવી કેમ નહી?”
ક્ષિતિજે તરતજ હર્ષવદનભાઇ ને સવાલ કર્યો. 

“ હા.. છે.બાબુભાઈએ ફોન પણ કરેલો. પણ ન આવવાનું  શું  કારણ હોઇ શકે મને ખરબર નથી..” 

પ્રેમજી ભાઇ ની નજીક પહોંચતાં જ હર્ષવદનભાઇ હસતાં હસતાં  બોલ્યા. 

“ અરે... પાળ માનો મારા ઠાકોરજીનો કે આપણને આ દિકરી ના હાથની સેવા નસીબ થઇ.  હજું  આપણી સેવા કરીને પુણ્ય કમાવવા ના બીજાના નસીબ માં નથી. “ 
એમનાં આ વાકય થી ક્ષિતિજ એકદમ આંખો પહોળી કરી એમની અને નિયતિ ની સામે જોઈ રહ્યો. એને ફક્ત  એટલું જ બોલ્યો..

“ પપ્પા..?”

“ અરે હા ભાઈ  તારી વાત નથી કરતો. એ તો બીજાં લોકો ની વાત કરું છું.  ચાલ ચાલ હવે નિયતિ ને ઘરે મુકી ને તુ પણ ઘરે જા.અને સવારે બંને આવી જાજો સમયસર..”

“ હમમ..”

ક્ષિતિજે જવાબ આપ્યો. અને આગળ  ચાલવા લાગ્યો. નિયતિ ત્યાં થી આગળ વધે એ પહેલાં  હર્ષવદનભાઇ બોલ્યા. 

“ એ છોકરી..ચિંતા  ન કરતી એ નું  ઠેકાણે આવી જશે .બસ તું  વાતો કર્યા  કરજે. અને કોઈ જાતનું ટેન્શન ન કરતી.   મને સહેજપણ દુખ નથી તારી વાતનું. એટલે  એની ચિંતા કરવાની જરુર નથી. એ થોડો નાટકબાજ છે.”

નિયતિ  થોડું  હસી ને પછી ક્ષિતિજ તરફ દોડી. એને આવતાં જોઈને ક્ષિતિજ વધુ ઝડપથી ચાલવા લાગયો.  પણ અંતે કાર પાસેતો ઉભવુંજ રહ્યુ.  નિયતિ એની સામે જોઈ ને હસી.

“  લે આટલી ઉતાવળ  ફકત કાર સુધી પહોંચવા કરી?  કે મારાથી દુર ભાગવા? પણ અંતે તો.......”

નિયતિ  આટલું બોલતાજ દરવાજો ખોલી ને ફરી પાછલી સીટ પર બેઠી.  જેથી ક્ષિતિજ કંઈ રીએકટ કરે. પણ ક્ષિતિજ કશું  બોલ્યા વગર જ કારને રેસ કરતો રહયો. અંતે નિયતિ જાતેજ ઉતરીને આગલી સીટ પર બેસી ગઇ.  બંને જણ એકદમ મુંગા. કાર રસ્તા પર દોડી રહી હતી.ક્ષિતિજે  અચાનક કાર ને એકદમ બ્રેક કરી. અને ત્યાં જ રસ્તા પર ખીલ્લા ની માફક ઉભી રહીગઇ.  ક્ષિતિજ એકદમ પરસેવાથી રેબઝેબ થઇ ગયો.

“ અરે...અરે...ગયું... !મરી ગયું..બિચારું. “

નિયતિ બોલતા બોલતાં જ કારમાં થી ઉતરી અને આગળ આવીને જોયું  તો નાનકડું કુતરાનું બચ્ચું આગળ ડરેલું બેઠેલું હતું.  એણે તરતજ એને હાથમાં ઉચકી અને ડીવાઇડર પર મુકી એ કારમાં બેઠી.

“ શું  કરોછો તમે..?  ક્યારેક કોઈ માણસ નો જીવ લઇ બેસસો. આ રીતે .આંધળા થઇ ને ચલાવશો તો..” 

ક્ષિતિજ પહેલાથી જ ગુસ્સામાં હતો.એણે કાર રસ્તા ની વચ્ચેથી થોડી સાઇડમાં લઇ ત્યાંજ રોકી અને એકદમ ગુસ્સાથી કચકચાવીને નિયતિ ના હાથનું કાંડુ પકડીને ઝટકા થી પોતાની તરફ ઝુકાવી. એની આંખોમાં આંખો પરોવીને જોઇ રહયો.  નિયતિ પણ એની આ હરકતથી ડઘાઈ ગઇ હતી હવે એ રીતસરની ડરી રહી હતી. ક્ષિતિજ ની આ હરકતથી. ડરતાં ડરતાં જ એણે હાથ છોડાવવા નો પ્રયત્ન કર્યો. પણ ક્ષિતિજ ની પકડ ખબ મજબુત હતી. એ ધ્રૂજતા અવાજે થોડું અકડાઈ ને બોલી

“ ક્ષિતિજ મારો હાથ છોડો.. “ 

ક્ષિતિજે જાણે સાંભળ્યુ જ ન હૉય એમ હાથ પરની પકડ થોડી વધુ મજબુત કરી.અને હવેતો પોતાનાં ચહેરાને નિયતિ ની વધુ નજીક લાવ્યો.  નિયતિ નો ડર એની આંખોમાં દેખાય રહયો હતો. એ રડમસ થઇ ગઇ હતી. હમણાં રડી કે રડશે.એ વિચારી રહી હતી..હવે શું  થશે   ક્ષિતિજ એની સાથે શું  કરશે? એ કંઈ પણ કરે શું  પોતે એનો સામનો કરી શકશે? એક સેકંડમાં તો કેટલાં બધાં વિચારો એનાં મગજમાંથી પસાર થઈ ગયાં 

ક્રમશ:











બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED