પ્રેમની ગઝલ-ગાથા BINAL PATEL દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમની ગઝલ-ગાથા

*******પ્રેમની ગઝલ-ગાથા*******

કવિ આજે ગઝલના મૂડમાં છે અને એ જ ગઝલના ભાગ રૂપે આ પ્રેમની વાતો કરે છે તો એવો કવિ સાથે આપણે પણ પ્રેમની ગઝલ ગાથામાં થોડી દુપકી લગાવીએ

*** સૌ પ્રથમ કવિ કહે છે કે પ્રેમમાં શું ચાલી રહ્યું છે!!

'પ્રેમ પ્રેમ કરીને તો દુનિયા આખી ગોટાળે ચડી છે,
પ્રેમની તો ખૂબ મઝાની છે સીડી સાહેબ,
પરંતુ શું કરાય??
આ દુનિયા તો લિફ્ટમાં ચડી છે.'

*********************************************
* પ્રેમ કયારે અને કેવી રીતે થાય અને પ્રેમ થાય તો શું અનુભવાય એ કવિ ના શબ્દોમાં!!

'આંખમાં આંખ મળે તો પ્રેમ થઇ જાય
પ્રેમમાં જરાક અમથો વાંધો પડે તો એ વહેમ થઇ જાય
વહેમ જો વિકરાળ બને તો એ ઉધઈ બની જાય
ઉધઈની જો દાવો ન થાય તો એ સંબંધને કોરી ખાય
એટલે જ દોસ્ત,
પ્રેમ ત્યારે જ કરો જયારે,
આંખ નહિ, 'મન' મળે,
મનની આંખે પ્રેમ કરીએ તો જીવન આખું સોનાની સુગંધ બની જાય
સુગંધથી આખું મધુવન મહેકી જાય,
એ મહેક ખુશીઓનું ઉપવન ખીલાવી જાય,
સપનાના મેઘધનુષ્ય પથરાઈ જાય,
સાથ જોઈએ તો બસ એક કોહિનૂર સમા સાથીનો,
દોસ્ત,
પછી સુખ-દુઃખના સોગઠામાં સંધુય જીતી જવાય.'

**********************************************

મને પ્રેમમાં પારેવું ઉડતું દેખાય,
સંદેશો કોઈ પ્રેમનો લઇ જતું દેખાય,

પતંગિયાની પ્રેમાળ પાંખ મને રંગીન દેખાય,
રંગીન પાંખમાં મને સપના સોનેરી દેખાય,

શાંત ચિતે સરોવર સૂતું દેખાય,
સુતેલા સરોવરમાં કમળ ખીલેલું દેખાય,
કમળની વચ્ચે નાનું ઘર બનતું દેખાય,

ઉછળતા મોજા સંગ આવતી લહેર મને દેખાય,
એ લહેર કાનમાં કાંઈક કહેતી દેખાય,

ઋતુના ચક્ર મને ઝડપથી ભાગતા દેખાય,
ખરતા પાનમાં મને મનનો ખળભળાટ દેખાય,
ખીલેલી વસંતમાં મન મલકાતું દેખાય,
વરસાદી બુંદમાં મન સૂર બની રેલાતું દેખાય,

પ્રેમની આવી પરિભાષા મારુ મન શોધતું દેખાય,
ક્યાં ખોવાઈ ગઈ એ કવિઓની ગઝલ?
એમાં પ્રેમનું વર્ણન ને આનંદની અનુભૂતિ,
બસ સાચા પ્રેમની સાચી પરિભાષા મારુ મન શોધતું દેખાય.

* કળિયુગમાં પ્રેમનું શું થાય છે એ કવિ આવી રીતે આપણી સમક્ષ મૂકે છે!!!!!!!

પ્રેમની પરિભાષાનો આ બદલાયેલો રંગ છે,
મનની આંખે કોણ જોવે છે અહીંયા સાહેબ?
દુનિયાને તો શરીરની સોડમનું વળગણ છે..

***************************
*કવિ મનનો વિચાર પ્રગટ કરે છે!!!!!!!!!

હું ક્યાં કહું છું કે પ્રેમ બદલાયો છે!
રામનું વચન ને સીતાનું સત,
કૃષ્ણની લીલા ને રાધાનો પ્રેમ,
બધું જ અહીં ધૂંધળું પડ્યું છે,
એટલે જ કહેવાય કે,
સતયુગ હાલ્યો ને કલયુગ પધાર્યો છે!

***********************************
* કળિયુગમાં પ્રેમનું શું થયું એ કવિ સમજાવે છે!

પ્રેમ મને પોઢેલો પકડાયો,
અંધારી ઓરડીમાં ડોકાતો દેખાયો,
સપના સોનેરી સેવતો દેખાયો,
ઉંહકારો કરીને કાંઈક કહેતો સંભળાયો,
કોઈએ ના કરી કદર એની,
એટલે જ
સાચા-ખોટાની જગમાં અટવાયો,
પ્રેમ આજે વાદ-વિવાદમાં સપડાયો,
અને પછી થયું એવું કે,
જાણે પ્રેમ,
મોંઘેરો અનમોલ ખજાનો સસ્તામાં વેચાયો......

'મને પ્રેમ થઇ ગયો' બોલી દુનિયા ગરબે ઘૂમે,
એ ગરબા માં રસ એ સહુ જોડે રમે...

**********************************************

કવિ છેલ્લે કહે છે,

પ્રેમની પરિભાષાને મેં વર્ણવી વાણીથી,
કાગળ-કલમે એને મઠારી શબ્દથી,
વિચારોની વરમાળા મેં પહેરાવી વટથી,
નિરીક્ષણની નિસરણી પર અનુભવના લિસોટા,
એમાં સમયે પીંછી ચલાવી સમજણથી,
સત્યુગનો એ પ્રેમ બદલાયો કપટથી,
કળિયુગનું કામણ લાગ્યું ઝડપથી.

કવિએ કોશિષ કરી કે પ્રેમને સોનેરી પાંદડે લખી, સુંદર વાત સાથે રજુ કરે. પ્રયત્ન કર્યો એ વાત કહેવાનો જે કદાચ આપણે સહુ બહુ જ સારી રીતે જાણીએ છે છતાં આપણે પ્રેમની બદલાયેલી પરિભાષાને સમજવા તૈયાર નથી અને એટલે જ આજે પ્રેમ પાંગળો લાગે છે. સત્યુગમાં થતો પ્રેમ મુત્યુથી પણ પ્રેમને પાછો લાવી શકે એવી તાકાત ધરાવતો હતો જયારે કાળા ઘોર કળિયુગમાં પ્રેમ જ પ્રેમીને મૃત્યુ સુધી
લઇ જાય છે?????????? આવું તો કેવી પરિવર્તન????????? આવા તો કેવા સમયના ચક્ર બદલાય કે આખે-આખો પ્રેમનો અર્થ જ બદલાઈ ગયો?????????????

કવિનો કહેવાનો મતલબ અહીંયા જરાય એવો નથી કે "સાચો પ્રેમ છે જ નહિ".

પ્રેમ તો છે દોસ્ત, પરંતુ એ પ્રેમની બદલાયેલી પરિભાષા સાથે થોડો બદલાયો છે એટલે કદાચ આપણે પણ બદલાય છે, સમયનું ચક્ર પણ બદલાયું છે.

બસ આ પ્રેમની ગઝલ ગાથાને મળ્યા પછી શું વિચારો આવે છે???? અભિપ્રાય તો આપવો જ રહ્યો ને!!!!


આપણા સહકાર સહ..


-બિનલ પટેલ