Featured Books
શ્રેણી
શેયર કરો

અતુલના સંસ્મરણો ભાગઃ ૧ - પ્રકરણ ૧૧

પ્રકરણ ૧૧ શ્રી એસ. પી. પરાંજપે.

"मलाई जामत नाहि”

અમદાવાદના મારા એક મહારાષ્ટ્રીયન મિત્ર શ્રી સુરેશ પરાંજપે. આપણા ગુજરાતી જેવો આરામપ્રિય નહિ. હંમેશાં કાંઇને કાંઈ ઍક્ટિવિટિ જોઈએ. સાંજ પડે ડ્યુટી ઉપરથી આવે એટલે અર્ધો કલાલ ન્હાવા જોઈએ, ન્હાઈને પછી ફરવા નીકળી પડે. તે છેક સાંજે ૦૭-૩૦ વાગે જમવાના ટાઈમે આવે.બીજા લોકો વૉલીબૉલ રમવા નીકળી જાય. મારી નાજુક શારીરીક પ્રકૃતિને લીધે હું જરા આરામપ્રિય અને આળસુ. તેથી સાંજે ડ્યુટી ઉપરથી આવ્યા બાદ પેપર લઈને આરામખુરશીમાં પડ્યો પડ્યો વાંચ્યા કરૂં.બધા લોકો 'વૉલીબૉલ' 'રમવા જાય અને પરાંજપે 'ઈવનીંગ વૉક"માં ફરવા નીકળી જાય.

અમે બધા એક જ દૂધવાળા પાસેથી દૂધ લેતા હતા. તેથી બધા તેમના દૂધની તપેલીઓ મારા રૂમની પાટ ઉપર લાઈન બંધ મુકી મુકી રમવા કે ફરવા માટે બહાર નીકળી જાય. સાંજના બધી જ રૂમ ખાલી કારણ કે બધા જ બહાર હોય. સાંજના દૂધવાળો આવે તે દરેક તપેલીમાં તેના રોજના વારા પ્રમાણે દૂધ આપી જાય.

મી. પરાંજપે રોજ સાંજે ફરવા જાય એટલે મને કહેતા જાય," મહેતા, આજે મારૂં અર્ધો શેર કે પોણો શેર દૂધ લેજો. આ भांडी (તપેલી) અહિં મુકી જાઉં છું" એમ કહી મારા રૂમ ઉપર તેમની તપેલી મુકતા જાય.

હું તો છાપું વાંચું અને દુધવાળો તે બધાની તપેલીમા દુધ મુકી ઢાંકીને ચાલી જાય.આ બાબતમાં મને કોઈ વાંધો કે વિરોધ નહોતો. મારા રૂમ પાર્ટનર મી સેબાસ્ટિયનને આ ના ગમે. તેમને આ બાબતની બહુ ચીડ. તે કહે કે એક બે દિવસ તે કામ પ્રસંગે બહાર જાય અને તેનું દૂધ આપણે લઈએ તે બરોબર છે.પણ આતો રોજનું થયું. તે બરોબર નથી. સેબાસ્ટિયનનો અને અમારો એક મિત્ર, એ પણ મહારાષ્ટ્રીયન મી.વી.બી.મજમુદાર. તે જરા ટીખળી સ્વભાવનો. તે અમારી રૂમ ઉપર અમારી સાથે ગપ્પા મારવા આવે.. દરેક તપેલી કોઈ પીત્તળની તો કોઈ, સ્ટેનલેસસ્ટીલની, કોઈ એલ્યુમિનિયમની હારબંધ પડી હોય તેના ઉપર હાથમાં પેન લઈ એક પછી એક ટકોરા મારે જાણે જલતરંગની મધુર સુરાવલીથી પોતાની હાજરીની નોંધ કરે.

હું અને સેબાસ્ટિયન આ અંગે વાતચીત કરતા હતા ત્યાં તે આવ્યો.

કહે "કે શું વાત છે ? ઈઝ થેર એની સીરીયસ ?"

સેબાસ્ટીયને બધી વાત કરી કે તેને આ ન્યુસન્સ ગમતું નથી.

" અરે ! તેમાં શું મોટી વાત છે ? એમાં ગભરાવાની કંઇ જરૂર નથી. ઇટ ઇઝ નથીંગ સીરીયસ."

આમ કહી પરાંજપેની તપેલીમાંથી અર્ધું દૂધ પી ગયો. અમે બંન્ને તેને જોતા જ રહ્યા.

અમે કહ્યું કે "આ સારું ના કહેવાય તે પૂછે કે આજે દૂધ ઓછું કેમ છે? દૂધવાળો આજે દૂધ ઓછું દૂધ આપી ગયો? તો શું જવાબ આપીશું?"

તેણે કયું કે "ડૉન્ટ વરી, તે રોજ કેટલું દૂધ લે છે ? "

મેં કહ્યું કે "આજે પોણો શેર આપી ગયો છે."

તેણે બાજુની માટલીમાંથી પ્યાલામાં પાણી લઈ તેની તપેલીમાં રેડ્યું."

અમને કહે "હવે બરોબર !"

અમે જોતા જ રહ્યા. આ પ્રમાણે તેણે સતત એક અઠવાડિયા સુધી કર્યું.

એક સાંજે અમે બધા 'મેસ 'માં જમીને મારી રૂમ પર બેઠા હતા, ત્યારે મી પરાંજપે પણ હતા. બધા એક જ દૂધવાળા પાસેથી બધા દૂધ લેતા હતા તેથી તેમણે બધાને પૂછ્યું કે " હમણાંથી દૂધ બરોબર આવતું નથી. સાવ પાણી જેવું આવે છે. और मलाई तो बीलकुल जामत ज नाहि!"

મી. મજુમદારે ધીરેથી અને ઠાવકાઈથી કહ્યું "मांजार (બીલાડી ) આવે છે તે દુધ પી જાય છે."

બધા ખડખડાટ હસી પડ્યા. તેઓ ભોંઠા પડ્યા અને મોંઢું વકાસી બધાની સામે જોઈ રહ્યા કે બધા કેમ હસે છે?

સેબાસ્ટિયને જણાવ્યું કે તેને આ ન્યુસન્સ ગમતું નથી. ત્યારબાદ દરેકે પોતપોતાની દૂધ લેવાની વ્યવસ્થા કરી લીધી.

???????