ગઝલ સંગ્રહ ભાગ-૨ Pratik Dangodara દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગઝલ સંગ્રહ ભાગ-૨

                             કોશિશ કર્યા કરું છું


નિ:શબ્દ થય ગયો છું,શબ્દોને શોધવાની કોશિશ કર્યા કરું છું,
કોઈને પણ જાણતો નથી,ખુદને જાણવાની કોશિશ કર્યા કરું છું

સુખ-દુઃખ કોને કહેવાય તે હું કશુંય જાણતો જ નથી,
હું સદાય તેને પરખવાની કોશિશ કર્યા કરું છું.

અસફળતા મને મળી છે ઘણી વાર છતાં હું હાર્યો નથી,
હું સફળતાને મેળવવાની કોશિશ કર્યા કરું છું.

કોઈ કાઈ પણ કહે સહન કરું છું,અને ભૂલી પણ જાવ છું,
આવી રીતે સંબંધો સાચવવાની કોશિશ કર્યા કરું છું.

હૃદયની ભાવનાને વ્યક્ત કરું છું,કોઈની નકલ હું કરતો નથી,
હું પોતાની રીતે આવું કંઈક લખવાની કોશિશ કર્યા કરું છું.


                               વિચારું છું


વિચારોને મારા કોઈ ચોરી ગયું છે,નવું બીજ રોપવાનું વિચારું છું,
પણ મોટા થતા બહુ સમય જોશે,વિચારોને જાતે બનાવવાનું વિચારું છું.

આભ ને અડકી શકાય તેમ નથી,તે અશક્ય વાત છે,
આ વાત ને શક્ય બનાવી આભ ને અડકવાનું વિચારું છું.

જીવનનું ગણિત મેં બહુ ગણ્યું પણ સમજાતું જ નથી,
નવેસરથી આ ગણિત ને હું ગણવાનું વિચારું છું.

ચાલી-ચાલીને પગ પણ મારા થાક્યા છે,મને દર્દ પણ કરે છે,
કોઈક ને ત્યાં હું વિસામો કરવાનું વિચારું છું.

કરવું છે કાંઈક એવું કે દુનિયા સદાય મને યાદ રાખે,
બધાયથી હું કંઈક અલગ કરવાનું વિચારું છું.


                       ઉદાહરણ બની જવું છે


હદયના મારા વિચારોને બધાના દિલમાં મૂકી જવું છે
પ્રેરણાનો સ્ત્રોત બનીને મારે ઉદાહરણ બની જવું છે.

ગીતામાંથી બે શબ્દોને મારે ઉઠાવવા છે,સત્ય અને અહિંસા
આ બન્ને શબ્દોને અનુસરીને મહાન વ્યક્તિ બની જવું છે.

થોડાકમાં પણ સૌને ઝાઝું સમજાય તેવો પ્રયાસ કરવો છે
કવિતાનો એક મારે નાનકડો મીઠો સાર બની જવું છે.

સંભારી રાખે સદાય મને તેવું મારે કંઈક કામ કરવું છે
બધાયથી કંઇક અલગ કરી મારે એક યાદ બની જવું છે.

ખુશ કરી જાય સૌને તેવી ગઝલ અને કવિતા લખવી છે
શબ્દોને સુમેળ ગોઠવીને એક સારો કવિ બની જવું છે.


                                 જડતું નથી


વાતો મને તારી જ કરવાનું અને કહેવાનું મન થાય સે,
કારણ કે,દોસ્ત તારા વિના બીજું ઉદાહરણ મને જડતું નથી.

મન મારુ સતત ભટકયાં કરે છે તારા જ વિચારમાં,
તું દિલદાર જ એવો છે,કે ઈશ્વર તારા વિના બીજું જડતું નથી.

એવો તે ફસાયો છું આમાં કે મને કંઈ પણ વસ્તુ નથી સૂઝતી
આ ભુલભુલયા જ એવા છે,કે તેમાંથી બહાર જવાનું જડતું નથી.

યાદ મને સતત તારી જ આવ્યા કરે અને સતાવ્યા કરે મનમાં ,
કારણ કે,હે વતન આખાય જગમાં તારા જેવું સ્થાન મને જડતું નથી.


                                    મૌન


મૌન સદા ધારણ કરીને હું ફરું છું,મારે કઇ પણ બોલવાની જરૂર જ નથી
ખુમારી જ એટલી મારામાં છે,કે મૌન છતાં બધાના દિલમાં રાજ કરું છું

કોઈ ન કરે તેવું જ હું સદા કરતો,અને પોતાનું માન પોતાની રીતે બનાવું છું
સદાય મૌન હું રહીને પોતાનું સ્વાભિમાન હું પોતાની જાતે બનાવું છું

ઘણાય લોકો વાતો કરે છે મારી કે,નથી આવડતુ બોલતા એને કાઈ પણ
ખબર એને એ નથી કે,કોઈ વાત પણ હું પોતાના મૌન દ્વારા જ કરું છું

મને ખુબ જ મદદ કરી મંઝીલે પહોંચાડવા,એટલે જ વખાણ હું તેના કરું છું
તેને તો આ ગાળ લાગે છે,કારણ કે હું વ્યક્ત જ મારા મૌન દ્વારા કરું છું

કોઈ કાઈ પણ કહે મને,કોઈ ઝઘડે પણ મારી સાથે,તો પણ મારે શું કરવું
સ્વભાવ જ એવો છે કે મારે શાંતિ જોઈએ છે એટલે જ સદાય હું મૌન રહું છું


                                                                                                       મોજ તરવડા ગુરુકુલ ની


5 વાગ્યે ઘંટ વાગે ને 5:30 વાગ્યે માંડ માંડ ઉઠતા ને ડંડો સાહેબનો ખાતા ભાઈ
મન પડે તો પૂજામાં જતા,નહિ તો સેટી નીચે સુઈ જતા મોજ તરવડા ગુરુકુલની

6:30 ક્યારે વાગે ને ક્યારે જમવાનો બેલ પડે વાટ તે બહુ જોઇ, હવે ક્યાં જોવાના
મમરા માટેજ જાણે હમે સૌ જતા અને પાછા આવતા મોજ તરવડા ગુરુકુલની

7:15 વાગે ને ભણવાનું થતું,મન પડે તો જતા,નહિ તો ત્યારે પણ રૂમમાં સુઈ જતા
કોઈ સુતા પકડે તો હમે બાહનું સૌ કાઢતા બીમારીનું મોજ તરવડા ગુરુકુલની

11:30 વાગ્યાની રાહ હમે સૌ જોતા,ત્યાંતો હમે ઘણી પરિસ્થિતિમાંથી પસાર થતા
પસાર થતા ફિઝિક્સ,કેમેસ્ટ્રી,મેથ્સ અને બાયોલોજી માથી મોજ તરવડા ગુરુકુલની

1:30 વાગ્યા સુધી અમે નિરાંતે સુતા,અને મજાક મસ્તી તો બહુજ કરતા ભાઈ
અને BLACK જવાની તો ન જ પૂછો વાતો ભાઈ, આ મોજ તરવડા ગુરુકુલની

2 જ્યાં જેવા વાગે ત્યાં ફરીથી અમે ઉઠતા,અને માંડ માંડ તો 5 વગાડતા ભાઈ
હિંમત કરીને 5 વાગે રમવા અમે સૌ જતા ભાઈ,આ મોજ તરવડા ગુરુકુલની

6 જેવા વાગે તો પણ અમે રમતા,પછી ઘંટ ભલેને વાગે સાંજે જમવાનો ભાઈ
ત્યાંનું ટાઈમ ટેબલ જાણે અમેજ વિખરાવતા ભાઈ,આ મોજ તરવડા ગુરુકુલની

7:15 નો ઘંટ વાગે ને ઘણા તેની જ રાહ જોતા હોય,ઘણા તેનાથી કંટાળે પણ
જવા વાળા સભામાં જતા બાકી અમે તો છટકતા,આ મોજ તરવડા ગુરુકુલની

8 જ્યાં જેવા વાગે ત્યાં તો અમને ઊંઘ જ આવતી,પણ તો પણ રીડીંગ તો કરતા
અમે જાણે માંડ માંડ 11 વગાડતા, તે તો અમારું મન જાણે મોજ તરવડા ગુરુકુલની

ઊંઘ ભલે આવતી 11 વાગ્યા સુધી,પણ જગતા તો અમે 12-1 વાગ્યા સુધી ભાઈ
ભેળ ખાતા ને ખવરાવતા જાણે અમેજ ત્યાંના રાજા મોજ તરવડા ગુરુકુલની

ભેળ ખાઈને નિરાંતે અમે સુતા,બીજા દિવસે બજ આવીજ પ્રક્રિયા કરતા ભાઈ
શરારત આવી અમે ઘણી કરતા,પણ કોઈને નડતા નઈ મોજ તરવડા ગુરુકુલની

સેવાનું નામ પડે એટલે અમે સૌ દોડતાં, જાણે એજ અહીંયા કરવા અમે આવ્યા
માર તો અમે ઘણો ખાધા,તો પણ તે ભુલાવી અમે દેતા મોજ તરવડા ગુરુકુલની


                                                      પ્રતીક ડાંગોદરા