THE HAUNTED PAINTING 6 Disha દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 77

    " શું થયું મિત્ર...! તમારા ચહેરા પર આ ડર અને ચિંતા કેમ વર્તા...

  • પ્રિય સખી નો મિલાપ

    આખા ઘર માં આજે કઈક અલગ જ વાતાવરણ ઉભુ થયુ છે સામન્ય રીતે ઘરની...

  • ધ્યાન અને જ્ઞાન

        भज गोविन्दम् ॥  प्राणायामं प्रत्याहारं नित्यानित्य विवेक...

  • સંઘર્ષ - પ્રકરણ 11

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

શ્રેણી
શેયર કરો

THE HAUNTED PAINTING 6

The haunted painting

ભાગ:-6

કમલેશ નાં અગમ્ય કારણોસર થયેલ મોત પછી શેખર દ્વારા એને આપવામાં આવેલ પેઈન્ટીંગ ને મોહન શેખર ની સહમતિ મળતાં પોતાની સાથે લઈ જાય છે..ઘરે પહોંચી ને મોહન બીજાં દિવસ ની સાંજ પોતાની ગર્લફ્રેન્ડ સોનિયા સાથે પસાર કરે છે. સોનિયા નાં જતાં જ મોહનનાં ઘરની અંદર તાપમાન માં અચાનક વધારો અને ઘટાડો થાય છે.. આ દરમિયાન એક આકૃતિ ખુન્નસ સાથે મોહન તરફ આગળ વધે છે એટલામાં ડોરબેલ વાગતાં મોહન દરવાજા તરફ આગળ વધે છે અને એ આકૃતિ હવામાં વિલીન થઈ જાય છે..હવે વાંચો આગળ

મોહન જેવો દરવાજો ખોલે છે ત્યાં સામે પોતાની હોટલ નો વેઈટર જગ્ગુ ઉભો હોય છે..એને જોઈ મોહન આંખો ને નાની મોટી કરી જગ્ગુ ની સામે જોતાં તોછડાઈ સાથે બોલ્યો.

"કેમ લ્યા કેમ આવ્યો છે તું..?"

"સાહેબ રામજી ભરવાડ આવ્યાં છે..તમે એમને કોઈ પ્રોપર્ટી જોવા નવસારી જવા માટે કહ્યું હતું એવું કહે છે.."જગ્ગુ બોલ્યો.

"હા લ્યા..હું તો એ વાત સાવ ભૂલી જ ગયો..સારું હું પાંચ મિનિટમાં તૈયાર થઈને નીકળું..તું આ ડિનર ની ડીશો ને નીચે લઈજા.."જગ્ગુનાં મોંઢે રામજી ભરવાડ નું નામ સાંભળી ઝબકારો થતાં મોહન બોલ્યો.

પાંચ મિનિટમાં તો મોહન રામજી ભરવાડ ને મળવા નીચે ઉતરી ગયો..મોહન નાં જતાં જ જગ્ગુ પણ ડિનર ની ડિશો લઈને એની પાછળ પાછળ બહાર નીકળ્યો..જગ્ગુ નાં જતાં જ બે ભયાનક ચમકતી આંખો વ્યગ્ર બની પાછી બરફ ની જેમ શાંત થઈ ગઈ.

"બોલો બોલો રામજીભાઈ.."નીચે પોતાની કેબિનમાં બેઠેલાં રામજીભાઈ ને જોતાં જ મોહન બોલી ઉઠ્યો.

જમીનો ની દલાલી કરવી અને ખરીદ વેચાણ કરવો એ મોહન નો સાઈડ બિઝનેસ હતો..જેમાં રામજીભાઈ એનાં કૃષ્ણ હતાં અને એ એમનો સારથી એવું મોહન કહેતો રહેતો..દસેક દિવસ પહેલાં જ નવસારીની નજીક એક ગામમાં આવેલી બસો એકર જમીન નાં સોદા માટે આજની તારીખે રાતે નીકળવાનું નક્કી થયું હતું પણ કમલેશ ની અપમૃત્યુ નાં લીધે મોહન આખી વાત ભૂલી જ ગયો હતો.

"મોહન તું તો બહુ મોટો માણસ બની ગયો..હું ક્યારનોય ફોન લગાવું પણ તું ઉપડતો જ નથી.."રામજીભાઈ બોલ્યાં.

એમની વાત સાંભળી મોહને વિસ્મયપૂર્વક પોતાનો મોબાઈલ બહાર કાઢીને જોયું તો રામજીભાઈ નાં પાંચ મિસકોલ હતાં..પોતાનો ફોન સાઈલેન્ટ હોવાનું ધ્યાન જતાં મોહન રામજીભાઈ ને ઉદ્દેશીને બોલ્યો.

"મોટાભાઈ ફોન સાયલન્ટ થઈ ગયો હતો..બાકી તમારો ફોન ના ઉપાડું એવું બને ખરું..?"

"હારુ હેડ..વાંધો નહીં બોલ હવે ક્યારે નીકળવું છે..સાડા અગિયાર તો થયાં.."રામજીભાઈ પોતાનાં આગવા ઢબે બોલ્યાં.

"બાપુ બેસો ને..હું મસાલેદાર ચા મંગાવુ..એ પીને નીકળીએ.."મોહન બોલ્યો.

"હવે ચા નું નામ દીધું તો પીને જ જવું પડશે..સારાં કામ માટે જઈએ એટલે અપશુકન નથી કરવા..મંગાવ ચા પણ કહેજે કે થોડી ખાંડ ઓછી નાંખે.."રામજીભાઈ બોલ્યાં.

રામજીભાઈ નાં કહ્યા મુજબ મોહને ચા મંગાવી..જે પીધાં બાદ મોહન રામજીભાઈ ની ગાડીમાં બેસી નવસારી જવા માટે રવાના થઈ ગયો.ત્યાં સોદો પતાવીને જ આવવાનું એમને નક્કી કરી લીધું હતું.

***

બીજાં દિવસે નવસારી જમીન નો સોદો પૂરો પાડી રામજીભાઈ મોહન ને એની હોટલ ઉતારી ગયાં.. આ સોદામાંથી મોહન ને પાંચ કરોડ જેટલી માતબર રકમ હાથ લાગવાની હોવાથી એ ખૂબ ખુશ જણાતો હતો.

એ લોકો જ્યારે નવસારી થી પાછાં આવ્યાં ત્યારે સાંજ નાં સાત વાગી ગયાં હતાં..મોહન જ્યારે આવ્યો ત્યારે હોટલમાં ઘરાકી નો સમય થઈ ગયો હોવાથી હોટલ નાં રેસ્ટોરેન્ટમાં ઘણી પબ્લિક નજરે પડતી હતી..મોહને મેનેજર જોડે થોડી ઘણી વાત કરી પછી ત્યાંથી નીકળી હોટલનાં કિચન માં પ્રવેશ્યો.હોટલ નાં શેફ દ્વારા બનતાં જમવાની વ્યવસ્થા ચેક કર્યા બાદ મોહન પાછો પોતાની કેબિનમાં આવીને બેસી ગયો.

રાતે અગિયાર વાગ્યાં સુધી મોહન ત્યાં જ બેસી રહ્યો..કેબિન માં બેસીને જ આજે એને ડિનર લીધું હતું.ત્યારબાદ પોતે પેન્ટહાઉસમાં સુવા માટે જાય છે એવું હોટલ મેનેજર ને જણાવ્યું.

મોહન નો ખુશખુશાલ ચહેરો જોઈ હોટલ મેનેજરે પૂછ્યું.

"સાહેબ,શું વાત છે..આજે બહુ ખુશ દેખાવ છો..?"

"હા..આજે પેલી નવસારી વાળી જમીન નો સોદો પૂરો થઈ ગયો..એનાં બદલામાં મને મોટી રકમ મળશે.."મેનેજર નાં સવાલનાં જવાબમાં મોહન બોલ્યો.

"તો તો સાહેબ પાર્ટી થઈ જાય.."મેનેજર બોલ્યો.

"ભાઈ મારે તો આજે ઈચ્છા નથી પીવાની..તમે બધાં આજે મારાં તરફથી જે ખાવું હોય જે પીવું હોય એ કરી શકો છો.."મોહન આનંદ નાં અતિરેકમાં બોલ્યો.

"Thankyou and good night sir.."હોટલ મેનેજરે કહ્યું.

"Good night.."આટલું કહી મોહન પોતાનાં પેન્ટહાઉસ તરફ આગળ વધ્યો.

આજે મોહન ની જીંદગી નો અત્યાર સુધીનો સૌથી મોટો સોદો પૂરો પડ્યો હોવાથી એ ખૂબ ખુશ જણાતો હતો..હોટલ ની આવકમાંથી તો વર્ષે માંડ કરોડ રૂપિયા ભેગાં થતાં પણ આવાં જમીન દલાલી નાં સોદા જ એની સંપત્તિમાં વધારો કરતાં એ વાત મોહન ને ખબર હતી.

મોહન પોતાનાં પેન્ટહાઉસ માં આવ્યો અને ફ્રેશ થવા માટે પોતાનાં બાથરૂમમાં પ્રવેશ્યો..બાથટબમાં પાણી ભર્યા બાદ એમાં સોપ ફોમ ઉમેર્યા બાદ એ બાથટબમાં ઉતર્યો..મોહન આંખો બંધ કરીને પાણી ની તાજગી પોતાનાં શરીર પર અનુભવી રહ્યો હતો.આજે પોતે દારૂ નથી પીવાનો એ વાત મોહને મનમાં નક્કી કરી લીધી હતી.

"આ નવસારીની જમીનનો સોદો પતે એટલે સોનિયા જોડે ધામધૂમથી લગ્ન કરી હું એને અહીં મારી જોડે જ લેતો આવીશ..મારે પણ એક એવી પત્ની ની જરૂર છે જે મારો ખ્યાલ રાખે મને સાચવે."બાથટબમાં પડ્યો પડ્યો મોહન ભવિષ્યની સુંદર કલ્પનામાં રાચતો હતો.

એકાએક મોહને અનુભવ્યું કે પાણી નું તાપમાન વધી રહ્યું હતું..ધીરે ધીરે પાણી નું તાપમાન એ હદે વધી ગયું કે અંદર પરપોટા થવા લાગ્યાં અને અંદરથી ભાપ ઉડવા લાગી..પાણી નું તાપમાન અચાનક અનહદ વધી જતાં મોહન કૂદીને બાથટબની બહાર આવી ગયો..એ અત્યારે સંપૂર્ણ નિઃવસ્ત્ર હતો..મોહને ફટાફટ આંતરવસ્ત્રો પહેર્યા અને ટોવલ વીંટી લીધો.

બાથરૂમમાં ગોઠવેલા મીરરમાં મોહને પોતાની જાત ને નિહાળી તો એને જોયું તો ગરમ પાણીનાં સ્પર્શને લીધે એનાં સમગ્ર શરીરની ચામડી લાલ થઈ ગઈ હતી..મોહન હળવે હળવે પોતાની ચામડી ને સ્પર્શી રહ્યો હતો ત્યાં મોહન ની પાછળ એક ભયાનક બિહામણી આકૃતિ હોવાનું એને મીરરમાં નજરે પડ્યું..આ દ્રશ્ય જોતાં જ મોહન ડરી ગયો..મોહને ડરીને પાછળ ફરીને જોયું તો એને કોઈ દેખાયું નહીં.

"આજે તો મેં દારૂ પણ નથી પીધો..છતાં મને ન જાણે કેમ આવાં અહેસાસ થઈ રહ્યાં છે.."

પોતાની આંખો પર પાણી ની છાલક મારીને આંખો ધોઈ જોઈ..પોતાની પાછળ કોઈ હકીકતમાં હાજર જ નહોતું એ જોઈને મોહને પોતે જે કંઈપણ મિરર માં જોયું એ પોતાનો ભ્રમ હતો એ વાત માની લીધી.

***

ટુવાલ વીંટીને જ મોહન બાથરૂમમાંથી બહાર નીકળી પેન્ટહાઉસનાં હોલ માં આવ્યો..ત્યાં આવીને એ સુવા માટે પોતાનાં બેડરૂમ તરફ આગળ વધી રહ્યો હતો ત્યાં એને યાદ આવ્યું કે બેડરૂમમાં પીવાનું પાણી તો છે જ નહીં..એટલે એ પાણીની બોટલ લેવા માટે કિચનમાં ગયો..બોટલ લેવા મોહને જેવો પોતાનો હાથ ફ્રીઝમાં નાંખ્યો એવો જ કોઈએ એનો હાથ ખેંચ્યો હોવાનું એને અનુભવ્યું.

આવું થતાં જ મોહન ચમકી ઉઠ્યો અને બોટલ લઈને ફટાફટ કિચનમાંથી બહાર નીકળી ગયો..આવો જ અનુભવ કમલેશ ને પણ થયો હતો એ વાત યાદ આવતાં મોહન ને પણ હવે થોડો થોડો ડર જરૂર લાગી રહ્યો હતો..આજુબાજુ નજર કરતો કરતો મોહન ધીરે ધીરે પોતાનાં બેડરૂમ તરફ આગળ વધી રહ્યો હતો ત્યાં એની નજર હોલમાં રાખેલી પેલી પેઈન્ટીંગ પર પડી.

પેઈન્ટીંગ જોતાં જ મોહન ની આંખો ફાટી ને ફાટી રહી ગઈ..અત્યારે એ પેઈન્ટીંગ માં જે burning man ની આકૃતિ હતી એ ગાયબ હતી..મોહને પોતાની આંખો ચોળીને પોતે જે જોઈ રહ્યો હતો એ સત્ય છે કે બસ એની કલ્પના એની ચકાસણી કરી લીધી.

પેઈન્ટીંગ ને નિહાળીને જોતાં જ મોહન મનોમન બોલ્યો.

"મને લાગે છે આ પેઈન્ટીંગ જ આ બધી મારી જોડે બનતી ઘટનાઓ અને કમલેશ ની મોત જોડે સંબંધ ધરાવે છે..અત્યાર સુધી બધું યોગ્ય ચાલતું હતું પણ આ પેઈન્ટીંગ લાવ્યાં બાદ જ એકપછી એક અનહોની ઘટનાઓ બનવાની શરૂવાત થઈ છે."

"શું થયું મોહન ભાવસાર..ઉર્ફ મોહન મંગુસ.મોટામાં મોટા તાળા પળભરમાં ખોલી નાંખતા મોહન મંગુસ માટે આ તસવીર નો ભેદ ખોલવો અશક્ય બની રહ્યો છે.."અચાનક એક ગેબી અવાજ મોહન નાં કાને અથડાયો.

"કોણ..કોણ છે તું..જે હોય એ સામે આવે..નહીં તો.."મોહન ધ્રુજતાં ધ્રુજતાં બોલી રહ્યો હતો.

"નહીં તો શું કરીશ મોહન..મને મારી નાંખીશ.. લે મારી નાંખ.."અચાનક એક માનવ પ્રતિકૃતિ મોહન ની સામે પ્રગટ થઈ ગઈ.

મોહન ની સામે જે માણસ ઉભો હતો અને જોઈને મોહન ની હાલત ખરાબ થઈ ગઈ..મોહન નાં મોંઢે પણ કમલેશ ની જેમ એક શબ્દ નીકળ્યો.

"શંભુ."

"તેર વર્ષ વીતી ગયાં છતાં પણ તને મારો ચહેરો યાદ છે મોહન..?તારી યાદશક્તિ ને તો દાદ આપવી જોઈએ.આટલું કહી શંભુ એ પોતાની બાહો ફેલાવી લીધી જે મોહન ને ઈશારો કરી રહી હતી કે શંભુ એને ગળે લગાડવા માંગે છે.

શંભુ ની વાત સાંભળી મોહન ફટાફટ પોતાનો ડ્રોવર ખોલીને એની અંદર રહેલી રિવોલ્વર કાઢીને એની અંદરથી ત્રણ ગોળીઓ ઉપરાઉપરી મોહન પર ચલાવી દે છે..રિવોલ્વર ની ઉપર સાયલેન્સર લાગ્યું હોવાથી ગોળી છૂટવાનો ધડાકો નથી સંભળાતો પણ રિવોલ્વરમાંથી છુટેલી ગોળીઓ સીધી શંભુ ની તરફ આગળ વધી રહી હતી.

મોહન એ જોતાં જ અંદર સુધી હલી ગયો કે એને છોડલી ત્રણેય બુલેટ શંભુ ને અડતાં જ ઓળગી ગઈ..મોહન ને ખબર પડી ગઈ હતી કે સામે શંભુ નહીં પણ એનાં રૂપે સાક્ષાત યમરાજ ઉભાં હતાં.

"શંભુ..હું તારો ગુનેગાર છું..તું કહેતો હોય તો હું પોલીસ જોડે સરેન્ડર કરી લઉં પણ તું મને કંઈ ના કરતો..આખરે તું ક્યારેક મારો મિત્ર હતો.."શંભુ ની આગળ પગે પડીને મોહન બોલ્યો.

"મિત્ર,દોસ્ત,યાર આ બધાં શબ્દો ની તમે એ રાતે જ હોળી કરી દીધી હતી જ્યારે મને ત્યાં તડપતો મરવા માટે મૂકી દીધો હતો.તારી લાલચ જ મારી મોત માટે નિમિત્ત બની હતી.માટે તમારાં મોંઢે આ શબ્દો સારાં ના લાગે.."આવેશમાં આવી શંભુ બોલ્યો અને એને મોહન ને એક હાથ વડે ઊંચકીને સીધો બહાર ટેરેસ ગાર્ડનમાં ફેંકી દીધો.

જોરથી નીચે પડવાનાં લીધે મોહન રીતસરનો કણસી રહ્યો હતો..એનાં બે-ત્રણ હાડકાં ભાંગી ગયાનો અહેસાસ પણ મોહનને થયો..પણ સામે જ્યારે મોત હોય ત્યારે કોઈપણ દુઃખ એની આગળ નાનું લાગે એ મુજબ મોહન ને હાડકાં ભાંગવાની પીડા નહોતી થઈ રહી અથવા તો થઈ રહી હોવા છતાં એ ગણકારી નહોતો રહ્યો.

મોહને નજર ઉંચી કરી તો શંભુ એની જોડે જ ઉભો હતો..એનું આખું શરીર હવે આગ ની જ્વાળાઓમાં બદલાઈ ચૂક્યું હતું..એ જોઈ બચાવ માટે માફી માંગવી એજ છેલ્લો ઉપાય છે એમ વિચારી મોહન ફરીથી શંભુ આગળ કરગરી પડ્યો.

"પણ એ રાતે મારાં એકલાનો વાંક નહોતો..કમલેશ અને શેખર પણ તારી મોત માટે એટલાં જ જવાબદાર છે"

"સારું..હું એ બધું ભૂલી જવા માંગુ છું..કમલેશ ને મોત ને ઘાટ ઉતારી મારો ગુસ્સો શાંત થઈ ગયો છે..જા તને માફ કર્યો.."શંભુ એ શાંતિથી કહ્યું.

"સાચેજ શંભુ..તે મને માફ કરી દીધો..તું હજુપણ યારો નો યાર છે મારાં દોસ્ત.."આટલું કહી મોહન ઉભો થઈ ગયો.

"આટલાં વર્ષે મળ્યાં છીએ તો તું તારાં મિત્ર ને ગળે નહીં લાગે.."હાથ ને ફેલાવી શંભુ બોલ્યો.

શંભુની વાત સાંભળી મોહન એને જઈને ગળે વળગી ગયો..થોડીવારમાં તો મોહન સમજી ચુક્યો હતો કે એ શંભુ ની બહોમાં નહીં પણ મોતનાં મુખ માં આવી પહોંચ્યો હતો.

જે રીતે કમલેશ નો દેશ દાઝી ગયો હતો એમ મોહન નો દેહ પણ દાઝી ગયો..એનું આખું શરીર કોયલા ની માફક સળગી ઉઠ્યું..લોખંડ ની મોટી ભઠ્ઠીમાં કોઈને જ્યારે ફેંકી દેવામાં આવે ત્યારે એની જે દશા થાય એવી દશા મોહન ની અત્યારે થઈ રહી હતી.

મોહન ની ચીસો પણ થોડો સમય સુધી એમજ ચાલતી રહી..પણ આ પેન્ટહાઉસ નું ટેરેસ ગાર્ડન જે રીતે બનાવાયું હતું ત્યાંથી કોઈનો અવાજ બીજે સરળતાથી પહોંચે એમ નહોતો.. ઉપરથી રાત નો પહોર હોવાથી લહેરાતો પવન..મોહન ની ચીસો એ પવનની સાથે હવામાં જ ઓગળી ગઈ અને શરીરનું બધું પાણી ઉડી જવાનાં લીધે મોહનનું પણ ડી-હાઈડ્રેશન થી મોત થઈ ગયું..શંભુ નાં લીધે એનું પણ કાસળ નીકળી ગયું.

મોહન ને પકડીને શંભુ ની એ આત્મા એ પાણી ભરેલ બાથટબમાં લાવીને નાંખી દીધો..ત્યારબાદ ઇલેક્ટ્રીક હિટર નાં બે છેડા તોડીને પાણીમાં નાંખી દીધાં અને પોતે પછી આવીને પેલી 'the burning man'ની પેઈન્ટીંગ ની અંદર સમાઈ ગયો અને પેઈન્ટીંગ હતી એવીને એવી બની ગઈ.!!

વધુ આવતાં ભાગમાં..

કમલેશ, શેખર, મોહને ભૂતકાળમાં શું ગુનો કર્યો હતો..?? કોણ હતો શંભુ અને એનો એ લોકો સાથે શું સંબંધ હતો?? શંભુ ની મોત કેવાં સંજોગોમાં થઈ હતી..?? શું શેખર પોતાની જાતને બચાવી શકશે??.. આ સવાલોના જવાબ આવતાં ભાગમાં.

આ સિવાય માતૃભારતી આપ મારી અન્ય નોવેલ દિલ કબૂતર, રૂહ સાથે ઈશ્ક અને ડણક પણ વાંચી શકો છો.

-દિશા. આર. પટેલ