THE HAUNTED PAINTING 5 Disha દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

THE HAUNTED PAINTING 5

The haunted painting

ભાગ:-5

કમલેશ નો સ્ટ્રેસ દૂર કરવા મોહન રાત માટે એક છોકરીની વ્યવસ્થા કરી આપે છે.તમન્ના નામની એ યુવતી ને પોતાનાં બેડરૂમમાં લઈ જઈને કમલેશ મોહન ને કોલ કરે છે.. મોહન ને સોનિયા કોલ કરી જણાવે છે કે તમન્ના પોલીસ રેડ માં પકડાઈ ગઈ છે જે સાંભળી મોહન કમલેશ નાં ઘરે જવા નીકળે છે.. કમલેશનાં દેખતાં તમન્ના શંભુ નામનાં કમલેશનાં કોઈ મિત્ર નાં રૂપમાં પરિવર્તિત થાય છે અને કમલેશની કરપીણ હત્યા કરી દે છે.. મોહન ત્યાં પહોંચે ત્યાં સુધી આગમાં સળગી ને કમલેશ મરી ગયો હોવાનું એમને લાગે છે..શેખરે કમલેશ ને આપેલી પેઈન્ટીંગ શેખર ની સહમતિ થી પોતાની સાથે લઈને મોહન પોતાનાં ઘર તરફ આગળ વધે છે.હવે વાંચો આગળ

મોહન કમલેશનાં ઘરેથી પેલી પેઈન્ટીંગ લઈને પોતાની હોટલે પહોંચે છે..એ હોટલ નો ઉપરનાં માળે આવેલ પેન્ટહાઉસ જ એનું કાયમી નિવાસસ્થાન બની ગયું હતું..આખા દિવસનો થાક અને પોતાનાં જીગરી યાર ને ગુમાવવાનાં દુઃખ માં મોહન ને આજે રાતે દારૂ પીધાં વગર ઊંઘ નહોતી આવવાની એ નક્કી હતું.

હોટલ મેનેજર સાથે થોડી જરૂરી વાતચીત કરી મોહન પોતાનાં પેન્ટહાઉસ પહોંચી જાય છે..મોહન નું પેન્ટહાઉસ એને ખાસ પોતાનાં માટે ડિઝાઈન કર્યું હતું.આરામદાયક સોફા,વિશાળ LCD, કલાત્મક મૂર્તિઓ થી પેન્ટહાઉસ નો હોલ સુશોભિત હતો..આ પેન્ટહાઉસ ની ખાસિયત હતો એનો ટેરેસ ગાર્ડન..અવનવાં ફુલનાં છોડ થી સજ્જ આ ટેરેસ ગાર્ડનની મધ્યમાં એક હિંચકો હતો..જેની ઉપર બેસીને એ અને એનાં મિત્રો કમલેશ અને શેખર દર શનિવારે મોડે સુધી બેસીને દારૂની મહેફિલ કરતાં.પણ આજે એ હિંચકો જોતાં જ મોહન થોડો ઉદાસ થઈ ગયો.

પોતાની બેચેની અને ઉદાસી ની એક જ દવા હતી એ હતી દારૂ..આ વાતથી વાકેફ મોહન સારી રીતે જાણતો હતો કે દારૂના ચાર-પાંચ પેગ જ આજે રાત માટે ની ઊંઘ ની દવા છે..મોહન જઈને પોતાનાં ટેરેસ ગાર્ડનમાં બેઠો અને ઉપરાછપરી ચાર પૅગ રમ પી ગયો.

અચાનક મોહન ને યાદ આવ્યું કે પેલી પેઈન્ટીંગ તો એ ગાડીમાંજ ભૂલી ગયો છે..એટલે મોહને તાત્કાલિક પોતાનો મોબાઈલ કાઢી હોટલ મેનેજર ને કોલ કર્યો અને એને કાર ની ડેકીમાંથી પેઈન્ટીંગ નીકાળી એને સાચવીને હોટલમાં લાવીને સ્ટોર રૂમમાં મુકી દેવાનું જણાવ્યું.

કોલ કર્યા બાદ મોહન ટેરેસ પર આવતાં શીતળ પવન અને દારૂનાં નશાની અસર નીચે ત્યાંજ ટેરેસ પર જ હિંચકામાં જ સુઈ ગયો.

***

સવારે સૂરજ ની કિરણો પોતાનાં પર પડતાં મોહને આંખો ખોલી અને સ્નાન ઇત્યાદિ નિત્યક્રમ પતાવી હોટલનું કામકાજ જોવા માટે નીચે ગયો..મોહન ને જોઈને હોટલ મેનેજર એની તરફ આવ્યો અને મોહન ને કહ્યું.

"સર તમારાં કહ્યાં મુજબ પેલી પેઈન્ટીંગ મેં સ્ટોરરૂમ માં રાખવી દીધી હતી..એને ત્યાંજ રાખવાની છે કે પછી હોટલમાં ગોઠવવાની છે..?"

મેનેજર ની વાત સાંભળી મોહન ચમકીને બોલ્યો.

"અરે હા..હું તો એ પેઈન્ટીંગ વિશે ભૂલી જ ગયો હતો..સારું કર્યું તે યાદ કરાવ્યું.એ પેઈન્ટીંગ મારાં ખાસ યાર કમલી ની નિશાની છે..એ મારાં પેન્ટહાઉસ ની શોભા બનવી જોઈએ..એને મારાં પેન્ટહાઉસનાં હોલમાં ક્યાંક લગાવી દે.."મેનેજર ને આદેશ આપતાં મોહન બોલ્યો.

મોહનનો આદેશ સાંભળી મેનેજરે હોટલમાં કામ કરતાં બે વેઈટરો ને બોલાવી એમની મદદથી પેઈન્ટીંગ ને સ્ટોરરૂમમાંથી કાઢી અને મોહનનાં પેન્ટહાઉસ માં લઈ ગયાં.. પેન્ટહાઉસ નાં હોલ ની સોફા ની પાછળની વોલ પર મેનેજર નાં કહેવાથી બંને વેઈટરો એ કાળજીપૂર્વક એ પેઈન્ટીંગ ને લગાવી દીધી.

મોહન ની હોટલ સારી એવી ચાલતી હોવાથી દિવસભર ગ્રાહકો ની જમાવટ રહેતી..મોહન પણ ગ્રાઉન્ડ ફ્લોર પર બનાવેલી પોતાની કેબિનમાં બેસી હોટલ સ્ટાફ ની કામગીરી પર દેખરેખ રાખતો.

બપોર નો સમય વીત્યાં પછી ચાર વાગ્યાં ની આજુબાજુ હવે ગ્રાહકો આવતાં બંધ થઈ ગયાં હતાં એટલે મોહને મન ફ્રેશ કરવા સોનિયા ને કોલ લગાવીને ત્યાં આવવા જણાવ્યું..સોનિયા વિસ મિનિટમાં તો મોહન ની હોટલમાં આવી પહોંચી.

મેનેજર ને પોતે રાતે નીચે આવે કે ના પણ આવે એવું જણાવી મોહન સોનિયા નાં હાથમાં હાથ પરોવી લિફ્ટમાં પ્રવેશ્યો..એનાં ઉપર જતાં જ મેનેજર સમજી ગયો કે આજે તો સાહેબ નીચે નથી જ આવવાનાં.

સોનિયા ઉંમરમાં ભલે નાની હતી પણ એની બુદ્ધિશક્તિ કુશાગ્ર હતી..એની ઈચ્છાઓ ઘણી ઊંચી હતી જે એની જોડે સ્ટડી કરતો કોઈ એની ઉંમર નો છોકરો સંતોષી શકે એમ નહોતો એટલે સોનિયા એ મોહન પર પોતાની પસંદગી ઉતારી હતી. મોહન ની મહેરબાની થી જ મોંઘી મોંઘી જવેલરી, કપડાં, મોબાઈલ સોનિયા ને વાપરવા મળતાં..આ સિવાય જ્યારે પણ મોહન એને મળતો ત્યારે વિસ-પચ્ચીસ હજાર રૂપિયા એને પકડાવી દેતો.

આજે પણ પેન્ટહાઉસ માં પ્રવેશતાં ની સાથે જ ચંદન નાં વૃક્ષ ને કોઈ ભોરિંગ વીંટળાઈ જાય એમ સોનિયા મોહનને વીંટળાઈ ગઈ..સોનિયા મોહન ને પોતાનાં શરીરનો બંધાણી બનાવી મુકવા માંગતી હતી જેથી મોહન એની સિવાય બીજું કંઈપણ જોઈ જ ના શકી..મોહન પણ જ્યારે કામ થી કંટાળી જતો ત્યારે સોનિયા જોડે રંગીન સમય પસાર કરી પોતાનો બધો સ્ટ્રેસ ઉતારી લેતો હતો.

લગભગ બે કલાક સુધી મોહન અને સોનિયા એકબીજાની સાથે ક્વોલિટી સમય પસાર કરી રહ્યાં પછી બંને નાં દેહ પરસેવાથી રેબઝેબ થઈ ગયાં હતાં..ત્યારબાદ સોનિયા ઉભી થઈ અને પોતાનાં કપડાં ઉઠાવી બાથરૂમમાં ચાલી ગઈ..સોનિયા નાં જતાં જ મોહને એક સિગરેટ સળગાવી અને કંઈક ગહન વિચારોમાં ખોવાઈ ગયો.

વિચારતાં વિચારતાં મોહન ની નજર કમલેશ નાં ઘરેથી લાવેલી 'the burning man' ની પેઈન્ટીંગ પર પડી..એ પેઈન્ટીંગ ખરેખર અદ્ભૂત હતી..એની ઉપર કરવામાં આવેલ પીંછી ની કારીગરી ગજબની હતી એવું મોહન ને લાગ્યું..શા માટે એન.એફ. હુસૈન ને એટલાં મોટાં ચિત્રકાર કહેવાતાં એ આ પેઈન્ટીંગ જોતાં જ મોહન ને સમજાઈ ગયું હતું.

પેઈન્ટીંગ તરફ જોતાં મોહન મનોમન બોલી ઉઠ્યો..

"This is killer painting.. owcem"

સોનિયા જેવી ફ્રેશ થઈને આવી એવી એની નજર પણ એ પેઈન્ટીંગ પર પડી..સોનિયા આ પેઈન્ટીંગ વિશે જાણતી હોવાથી એ ખુશીનાં માર્યા બોલી ઉઠી..

"ઓહ માય ગોડ.. એન.એફ.હુસૈન ની 'the burning man'..શું હું આની જોડે એક સેલ્ફી લઈ શકું..?"

સોનિયા ની માસૂમિયત જોઈને મોહન નાં ચહેરા પર આછેરી મુસ્કાન છવાઈ ગઈ અને એને કંઈપણ બોલ્યાં વિના ગરદન ને હકારમાં હલાવી સોનિયા ને સેલ્ફી માટેની સહમતિ આપી દીધી.

એ બેનમુન પેઈન્ટીંગ સાથે છ-સાત સેલ્ફી લીધાં બાદ સોનિયા મોહન ની નજીક આવી અને એનો ચહેરો ચુમીને બોલી.

"સારું ડાર્લિંગ..હવે રાત થવા આવી છે તો હું નીકળું..મારે પછી લેઈટ થઈ જશે તો ઘરે મોમ ડેડ નકામા સવાલો કરશે.."

મોહને ઓશીકા નીચેથી 500 ની નોટ નું એક બંડલ કાઢી સોનિયા તરફ લંબાવ્યું.. પહેલાં તો મોહન ભેટ પેટે 20-30 હજાર રૂપિયા આપતો પણ આજે 50 હજાર રૂપિયા જોઈ સોનિયાની આંખો ચકળવકળ થઈ ગઈ..એ રૂપિયા લેવા માંગતી હતી પણ ફોર્મલિટી ખાતર એને મોહન ને કહ્યું.

"દર વખતે આ બધું સારું નથી..તમે પહેલાં જ મોટી રકમ આપી ચૂક્યાં છો.."

"અરે લઈજા.. આમ પણ મારી આગળ પાછળ કોઈ નથી. તું મને ખુશ રાખે છે તો તું પણ જલસા કર.."આટલું કહી મોહને સોનિયા નાં હાથમાં 500ની નોટો નું 50 હજારનું બંડલ પકડાવી દીધું.

"Thanks.. હવે હું નીકળું.."આટલું કહી મોહન ને એક ચુંબન આપી સોનિયા ત્યાંથી નીકળી ગઈ.

સોનિયા જેવી આજકાલની ઘણી બધી કોલેજ ગર્લ્સ પોતાનાં અંગત મોજશોખ ખાતર પોતાનાં દેહ સાથે મોહન જેવાં ખમતીધર શ્રીમંત લોકોને રમવાની સરળતાથી છૂટ આપી દેતી એ આજનાં સમયની કટુ વાસ્તવિકતા છે જે સ્વીકારવી જ રહી.

***

સોનિયા નાં જતાં જ મોહન પોતાની પથારીમાંથી ઉભો થયો અને જઈને સોફામાં બેસી ગયો..સોનિયા જતી રહી હતી પણ મોહન હજુપણ એનાં વિચારોમાં ખોવાયેલો હતો.

"ગજબ છે આ છોકરી..ખબર નહીં શું જાદુ કરી ગઈ છે મારી ઉપર..હવે ફરીવાર મળું ત્યારે લગ્ન નો પ્રસ્તાવ મૂકી દઉં..કંટાળી ગયો છું એકલતાથી."મોહન નાં વિચારોની ગતિ બુલેટ ટ્રેન ની માફક દોડી રહી હતી.

મોહને ઘડિયાળ તરફ નજર કરી તો આઠ વાગવા આવ્યાં હતાં..એને નીચે જવાની કોઈ ઈચ્છા નહોતી એટલે એને મેનેજર ને કોલ કરી પોતાનાં માટે ડિનર પેન્ટહાઉસમાં જ મોકલાવી દેવાનું કહી દીધું.

થોડીવારમાં વેઈટર મોહનની મનપસંદ દાલ-મખની, જીરા રાઇસ, ફ્રાય પાપડ અને ચપાતી લઈને આવી પહોંચ્યો..સોફા ની સામે રાખેલ કાચની ત્રિપાઈ પર એને જમવાનું મૂકી દીધું. મોહન નાં કહેવાથી વેઈટર સેલ્ફ ખોલી એક રમની બોટલ અને ફ્રીઝમાંથી આઈસ ક્યુબ તથા પાણીની બોટલ પણ ત્યાં મૂકી ગયો.

વેઈટર નાં જતાં જ મોહને ટેલિવિઝન ઓન કર્યું અને ભારત-ઓસ્ટ્રેલિયા ની એક જૂની મેચ જોતાં જોતાં દારૂ ની સાથે પોતાનું જમવાનું પૂરું કર્યું..જમવાનું પૂરું કરી મોહને ત્રિપાઈને દૂર ખસેડી દીધી અને એક હાથમાં દારૂનો ગ્લાસ પકડી સોફામાં ફેલાઈને બેઠો.

મોહન ને ક્રિકેટનો ગાંડો શોખ હતો એટલે એ જૂની નવી કોઈપણ ક્રિકેટ મેચ ચાલતી હોય ત્યારે એને સમય મળે અચૂક જોતો હતો..દારૂ નો ત્રીજો પેગ પૂરો કર્યા બાદ રોજની આદત મુજબ મોહને એક ગોલ્ડફલેક લાઈટ સિગરેટ કાઢી એને પેટાવી એનાં એક પછી એક કશ મારવાના શરૂ કર્યા.

મોહન અત્યારે બોક્સર માં અને પાતળી ટીશર્ટ માં બેઠો હતો..અચાનક મોહને મહેસુસ કર્યું કે રૂમમાં ગરમી નું પ્રમાણ વધી ગયું છે..મોહને ગરમી લાગતાં A.C ઓન કર્યું..થોડી વાર પછી પણ AC ની ઠંડક ની અસર ના થતાં મોહન અકળાઈ ઉઠ્યો અને AC કંપની ને મનોમન ગાળો ભાંડવા લાગ્યો..મોહને AC નું ટેમ્પરેચર ઘટાડીને 16 કરી દીધું..ટેમ્પરેચર ડાઉન કરતાં ની સાથે મોહને એની અસર અનુભવી.

"હાશ હવે થોડી ઠંડક થઈ.."આટલું કહી મોહને પોતાની સિગરેટ એશટ્રે માં દબાવી ઓલવી દીધી.

દસ મિનિટ પછી ફરીવાર એવું બન્યું કે રૂમ નું તાપમાન અચાનક વધી ગયું..ગરમી ની અસર હેઠળ મોહન નું આખું શરીર પરસેવે રેબઝેબ થવા લાગ્યું..પોતાની ટીશર્ટ ને પણ મોહન ઉતારી ચુક્યો હતો.આટલી બધી ગરમી લાગવાનું કારણ મોહન ને સમજાઈ નહોતું રહ્યું.

"લાગે છે આ દારૂમાં જ ભલીવાર નહોતો..કેમિકલ વાળો માલ આવી ગયો લાગે છે..કાલે આતીફ આવે એટલે એની વાત છે."પોતાને લાગી રહેલ ગરમીનું કારણ પોતે પીધેલો દારૂ હોવાનું સમજી મોહન બોલ્યો.

મોહને AC 16 ડિગ્રી પર હોવાં છતાંપણ રૂમનો પંખો ફુલસ્પીડ પર ચાલુ કરી દીધો.

"આટલી ગરમી તો ઉનાળામાં પણ નથી પડતી..એવું લાગે છે કે સૂરજ દાદા માથે બેસી ગયાં છે.."કપાળ લૂછતાં લૂછતાં મોહન બોલ્યો.

મોહન નું ગળું પણ સુકાઈ ગયું હતું એને જોરદાર તરસ લાગી હતી એટલે એ ઉભો થયો અને ત્રિપાઈ પર પડેલી પાણીની બોટલ આખી ગટગટાવી ગયો.મોહન પાણી પીને જેવો સોફામાં બેઠો એવો એને ઠંડીનો અહેસાસ થવા લાગ્યો.રણ પ્રદેશમાંથી કોઈ સીધો હિમાલય ની ચોટી પર લાવીને ઉભાં કરી દે એવી હાલત મોહન ની થઈ રહી હતી..મોહન ને સમજાતું નહોતું કે આવું થવાનું કારણ શું હતું..?

મોહને પાછું AC નું રિમોટ હાથમાં લીધું અને ટેમ્પરેચર વધારીને 28 કરી દીધું..હવે મોહન ને રૂમનું તાપમાન યોગ્ય લાગી રહ્યું હતું.આ બધું થયાં પછી મોહન લગભગ અડધો કલાક સુધી મેચ જોતો રહ્યો..મેચ જોતાં જોતાં જ એની આંખો ભારે થવા લાગી હતી અને એ ત્યાં સોફામાંજ સુઈ ગયો.

મોહન ઘસઘસાટ સુઈ રહ્યો હતો ત્યાં એની જાણ બહાર એક રહસ્યમયી આકૃતિ એની તરફ આગળ વધી રહી હતી..મોહન નાં નસકોરાં નાં અવાજમાં એ આકૃતિનો પગરવ સંભળાઈ નહોતો રહ્યો..એ આકૃતિ મોહન ની બિલકુલ પાછળ આવીને ઉભી રહી..એ આકૃતિ ની આંખો અંગારા ની માફક ધગી રહી હતી..એનો ચહેરો અત્યારે એનાં તન અને મન માં ચાલી રહેલ આવેશ ની ચાડી ખાઈ રહ્યો હતો.

મોહન નું કાસળ કાઢી નાંખશે એવી મુદ્રામાં એ આકૃતિ એ પોતાનાં હાથનાં પંજા ને મોહનનાં ગળા ની ફરતે વીંટાળવા માટે હાથ આગળ વધાર્યા..પણ હજુ એ આકૃતિનાં હાથ મોહન ની ગરદન ને સ્પર્શે એ પહેલાં જ ડોરબેલ વાગ્યો.

ડોરબેલ નો અવાજ સાંભળી મોહન ઝબકીને જાગી ગયો અને એની પાછળ મોજુદ આકૃતિ એજ ક્ષણે ગાયબ થઈ ગઈ.

"અત્યારે કોણ આવ્યું હશે..?"અર્ધખુલ્લી આંખે મોહન મનોમન બબડતો બબડતો ઉભો થયો અને દરવાજો ખોલવા માટે દરવાજાની તરફ આગળ વધ્યો.

મોહન ની પાછળ રહેલ આકૃતિ અત્યારે તો હવામાં ધુમમ્સ વિલીન થાય એમ વિલીન થઈ ગઈ હતી પણ એ આકૃતિ ની આંખો પોતે ગમે ત્યારે પાછી આવશે એની મુક બની આગાહી કરી રહી હતી...!!

વધુ આવતાં ભાગમાં..

કમલેશ, શેખર, મોહને ભૂતકાળમાં શું ગુનો કર્યો હતો..?? કોણ હતો શંભુ અને એનો એ લોકો સાથે શું સંબંધ હતો?? મોહન નાં રૂમમાં તાપમાન માં થઈ રહેલો વધારો ઘટાડો કોને આભારી હતો?? મોહન ને પણ શંભુ ની જેમ મારી નાંખવામાં આવશે કે પછી એ પોતાની બુદ્ધિથી બચી જશે..?? ..આ સવાલોના જવાબ આવતાં ભાગમાં.

આ સિવાય માતૃભારતી આપ મારી અન્ય નોવેલ દિલ કબૂતર, રૂહ સાથે ઈશ્ક અને ડણક પણ વાંચી શકો છો.

-દિશા. આર. પટેલ