THE HAUNTED PAINTING 3 Disha દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 77

    " શું થયું મિત્ર...! તમારા ચહેરા પર આ ડર અને ચિંતા કેમ વર્તા...

  • પ્રિય સખી નો મિલાપ

    આખા ઘર માં આજે કઈક અલગ જ વાતાવરણ ઉભુ થયુ છે સામન્ય રીતે ઘરની...

  • ધ્યાન અને જ્ઞાન

        भज गोविन्दम् ॥  प्राणायामं प्रत्याहारं नित्यानित्य विवेक...

  • સંઘર્ષ - પ્રકરણ 11

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

શ્રેણી
શેયર કરો

THE HAUNTED PAINTING 3

The haunted painting

ભાગ:-3

શેખર પટેલ એક ઓક્શનમાંથી ખૂબ મોંઘી પેઈન્ટીંગ ખરીદે છે.. એ પેઈન્ટીંગ શેખર પોતાનાં મિત્ર કમલેશ ને બર્થડે ગિફ્ટ તરીકે આપે છે.. કમલેશ એ પેઈન્ટીંગ ને પોતાનાં રૂમમાં સજાવે છે.. રાતે કમલેશ સાથે ડરાવણી ઘટનાઓ બને છે જે વિશે એ શેખર અને મોહન ને જણાવે છે પણ એ બંને એ વાત ને મજાકમાં લે છે.કમલેશ નો સ્ટ્રેસ દૂર કરવા મોહન રાત માટે એક છોકરીની વ્યવસ્થા કરી આપે છે..ડોરબેલ વાગતાં જ કમલેશ તમન્ના આવી હશે એમ વિચારી બારણું ખોલવા આગળ વધે છે ..હવે વાંચો આગળ

કમલેશે જેવો દરવાજો ખોલ્યો એવુંજ એની સામે એક પચ્ચીસ વર્ષ ની ઉંમરની યુવતી રેડ ડ્રેસ માં સજીને બારણે ઉભી હતી..હાથમાં રેડ પર્સ, પગમાં બ્લેક સેન્ડલ,આંખો માં આઈલાઈનર અને હોઠ પર ઘાટી લાલ લિપસ્ટિક એ યુવતી ને ગજબનો નિખાર આપી રહ્યાં હતાં.એ યુવતી નો સપ્રમાણ દેહ અને ચહેરો કોઈને પણ પાગલ કરી મુકવા કાફી હતો..કમલેશ તો એ યુવતી ને પગ થી માથા સુધી ધારી-ધારીને જોઈ જ રહ્યો.

"શું જોવો છો..હું કોઈ ભુત નથી કે મારી સામે આમ તાકીતાકીને જોઈ રહ્યાં છો..ક્યારેક કોઈ છોકરી જોઈ નથી કે શું..?"બારણે ઉભેલી એ યુવતી કમલેશ ને ઉદ્દેશીને બોલી.

"ના એવું નથી..છોકરીઓ તો ઘણી જોઈ છે પણ તારાં જેવી નથી જોઈ.."કમલેશ પણ ઓછો બનેલો નહોતો.

"બધાં વખાણ બારણે ઉભાં રહીને જ કરવા છે કે પછી અંદર આવવાનું પણ કહેશો..?"મારકણી અદાથી એ યુવતી બોલી.

"Sorry.. આવ અંદર આવ.."કમલેશ એ યુવતી ને અંદર આવવાનું કહેતાં બોલ્યો.

કમલેશ નાં આટલું કહેતાં જ તમન્ના ઘરમાં આવી..કમલેશ પણ બારણું બંધ કરી એની જોડે આવ્યો.

"તમારું નામ કમલેશ છે..?"તમન્ના એ પૂછ્યું.

"હા હું જ કમલેશ.."હરખપદુડો થઈને કમલેશ બોલ્યો.

"જોવો મારું નામ તમન્ના છે..મારી એક રાત ની ફી પંદર હજાર રૂપિયા છે..અત્યારથી જ કહી દઉં એટલે પછી કોઈ બખારો ના થાય..મંજુર હોય તો ઠીક નહીં તો હું આ હાલી.."તમન્ના રુવાબભેર બોલી.

"પંદર નાં વિસ હજાર આપીશ..બસ આજની રાત મને ખુશ કરીદે એટલે ઘણું છે.."પોતાની લાગણીઓ કમલેશ નાં શબ્દો માં સાફ વર્તાઈ રહી હતી.

"સારું તો તો હું તમારી રાત ને એવી રંગીન કરીશ કે તમે આજની રાત લાઈફટાઈમ નહીં ભૂલો.."માદક સ્વરે તમન્ના બોલી.

"મારો બેડરૂમ ઉપરની તરફ છે..તમે ત્યાં જઈ થોડાં ફ્રેશ થઈ જાઓ પછી આપણે આગળ વધીએ.."કમલેશ બોલ્યો.

"સારું તો ચાલો.."તમન્ના બોલી.

તમન્ના નાં આટલું કહેતાં ની સાથે કમલેશ દાદરા તરફ આગળ વધ્યો અને હળવેકથી ડગ માંડતો માંડતો ઉપર ચડવા લાગ્યો.તમન્ના પણ એનાં પાછળ પાછળ દાદરો ચડી રહી હતી.ઉપર પહોંચી કમલેશે પોતાનાં બેડરૂમનો દરવાજો ખોલ્યો અને તમન્ના ને અંદર આવવા કહ્યું.

"આ તરફ વોશરૂમ છે..તમે ફ્રેશ થતાં આવો હું અહીં તમારી રાહ જોવું છું.."વૉશરૂમ ની તરફ ઈશારો કરી કમલેશે તમન્ના ને કહ્યું.

તમન્ના નાં વૉશરૂમમાં જતાં ની સાથે જ કમલેશે મોહન ને કોલ લગાવ્યો..મોહને કોલ ઉપાડતાં ની સાથે જ કમલેશ તમન્ના ને સંભળાય નહીં એવાં ધીરા અવાજે બોલ્યો.

"ભાઈ..શું ગજબની આઈટમ છે..તારો ખૂબ ખૂબ આભાર..હવે તો મહિને પાંચ-સાત વાર આને બોલાવવી જ રહી."

"હા હવે પછીની વાત પછી અત્યારે તું અત્યાર નું સંભાળ.. by.."આટલું કહી મોહને કોલ મુકી દીધો.

મોહન સાથે વાત કરી લીધાં બાદ કમલેશે પોતાનો ફોન સ્વીચ ઓફ કરી દીધો અને ગેલમાં આવીને બોલ્યો.

"હવે આજ ની રાત ફક્ત તમન્ના નો સાથ..મારી બધી તમન્ના પુરી કરશે આ તમન્ના."

***

તમન્ના થોડીવારમાં ફ્રેશ થઈને બહાર નીકળી..એને જોતાંજ કમલેશ હવે કાબુ બહાર થઈ ગયો અને દોડીને એની તરફ ગયો અને એને પોતાની બાહોમાં સમાવવા હાથ પહોળા કર્યાં.

"હજુ થોડી ધીરજ રાખો..હું ક્યાં નાસી જવાની છું મારાં રાજા.."કમલેશ ની હરકત ને પારખી જઈને તમન્ના એનાં ચહેરા પર હળવેકથી હાથનો સ્પર્શ કરીને બોલી.

"તું કહે તો આખી જીંદગી રાહ જોઈ લઉં.. પણ આજની રાત નહીં.."કમલેશ બોલ્યો.

"એ બધું પછી પહેલાં દારૂનો એક એક પેગ થઈ જાય.."કેફિયત ભર્યા સુરમાં તમન્ના બોલી.

"કેમ નહીં જાનેમન..હું હાલ ગયો ને હાલ આવ્યો.."આટલું કહી કમલેશ દોડતો દોડતો નીચેનાં હોલમાં જઈને એક વહીસ્કી ની બોટલ અને બે ગ્લાસ લેતો આવ્યો.

કમલેશ આવીને તમન્ના ની જોડે બેઠો..જોડે બેસીને એને પોતાનાં અને તમન્ના માટે એક એક પેગ બનાવ્યો..કમલેશને તો તમન્ના ને ભોગવવાની ઉતાવળ હતી એટલે એતો એક જ ઘૂંટમાં આખો પેગ પતાવી ગયો..કમલેશ નાં એવું કરતાં જ તમન્ના બોલી.

"વાહ મેરે રાજા..તું તો એક જ ઘૂંટ માં પેગ પતાવી ગયો..બીજો એક થઈ જાય.."કમલેશ ને તાન ચડાવતી હોય એમ તમન્ના બોલી.

"તું કહે તો બીજો પણ થઈ જાય.."આટલું કહીને કમલેશે બીજો ગ્લાસ ભર્યો અને એ પણ પતાવી ગયો.

"બે પેગ તો તે જાતે બનાવ્યાં મારા રાજા..હવે એક પેગ હું બનાવી આપું.."આટલું કહી તમન્ના એ એક પટિયાલા પેગ બનાવીને કમલેશ ને આપ્યો જે ચડસમાં આવી કમલેશ ગટગટાવી ગયો.

આમ ને આમ બીજાં બે લાર્જ પેગ પણ તમન્ના એ ધરાર કમલેશ ને પીવડાવી દીધાં.. ધીરે ધીરે વહીસ્કી નો નશો કમલેશ નાં દિલ અને દિમાગ પર હાવી થઈ રહ્યો હતો..કમલેશ ને એની આજુબાજુ બધું ભમતું હોય એવું લાગવા માંડ્યું..!!

***

કમલેશ નો કોલ આવ્યાં પછી મોહન પોતાની હોટલ નાં કાઉન્ટર પર ની કેશ નો હિસાબ કરી લગભગ અગિયાર વાગે હોટલ મેનેજર ને થોડાંક સૂચનો આપી પોતાનાં રૂમમાં જઈને ફ્રેશ થવા બાથરૂમમાં ઘૂસ્યો.

મોહન જ્યારે સ્નાન કરતો હતો ત્યારે એનાં ફોન ની રિંગ વાગી..આખા શરીરે સાબુ લગાવી લીધો હોવાથી મોહન બહાર નીકળી શકે એવી સ્થિતિમાં નહોતો એટલે એ મનોમન બબડયો.

"સાલુ લોકો ને પણ આવાં જ ટાઈમે કોલ કરવાનો સમય મળે છે..જે હશે એ કામ હશે તો કરશે ફરીવાર કોલ.."આટલું કહી મોહને પોતાનું સ્નાન ચાલુ રાખ્યું.

આ દરમિયાન મોહન નાં ફોન ની રિંગ બીજાં ત્રણ વખત વાગતાં એ અકળાઈ ઉઠ્યો..ગુસ્સામાં એ ફટાફટ નાહીને ફોન કરનારને ગાળો બોલતો બોલતો બાથરૂમમાંથી બહાર આવ્યો.

બહાર આવીને એને પલંગમાં પડેલો પોતાનો મોબાઈલ ફોન હાથમાં લઈને જોયું તો એમાં એની ગર્લફ્રેન્ડ સોનિયા નાં ચાર કોલ અને એક મેસેજ હતો..મોહને મેસેજ વાંચ્યો જેમાં લખ્યું હતું.

"Call me urgent"

"આને અડધી રાતે શું કામ પડ્યું હશે એમ વિચારીને મોહને સોનિયા ને કોલ લગાવ્યો.

"હમે તુમસે પ્યાર કિતના એ હમ નહીં જાનતે..મગર જી નહીં શકતે તુમ્હારે બીના.."

સોનિયા નાં ફોન ની કોલર ટ્યુન મોહન નાં કાને પડી..આ કોલર ટ્યુન સોનિયા એ મોહન નાં કહેવાથી જ રાખી હતી એટલે મોહન જ્યારે જ્યારે સોનિયા ને કોલ લગાવતો ત્યારે આ કોલર ટ્યુન સાંભળી ખુશ ખુશ થઈ ઉઠતો.

"બોલો સોનુ..શું કામ હતું..આટલી મોડી રાતે યાદ કરવાનું કારણ..?"સોનિયા દ્વારા કોલ રિસીવ થતાં ની સાથે મોહને સવાલ કર્યો.

"કામ માં તો એવું હતું કે તમન્ના આજે રાતે તારાં દોસ્ત કમલેશ નાં ઘરે નહીં આવી શકે..સાંજે સોનિયા એક કસ્ટમર જોડે ગ્રીન ગાર્ડન હોટલ માં હતી જ્યાં પોલીસ ની રેડ માં એ પકડાઈ ગઈ છે..તો આજ ની રાત એ નહીં આવી શકે એ જણાવવા જ તને કોલ કર્યો હતો.."સોનિયા એ કહ્યું.

"શું.. તમન્ના ને પોલીસ પકડીને લઈ ગઈ છે તો પછી ત્યાં કમલેશ ની જોડે કોણ છે..?"સોનિયા ની વાત સાંભળી આશ્ચર્ય સાથે મોહન ધીરેથી બબડયો.

"શું કહ્યું..?"સોનિયા એ સામો સવાલ કર્યો.

"કંઈ નહીં..હું તારી સાથે પછી વાત કરું.."આટલું કહી મોહને કોલ કટ કરી દીધો..સોનિયા સાથે નો કોલ ડિસ્કનેક્ટ કરતાં ની સાથે જ મોહને કમલેશ ને કોલ લગાવ્યો.

"The number you are dialing is currently switch off.."

ત્રણ-ચાર પ્રયત્નો છતાં કમલેશ નો ફોન બંધ આવતાં મોહન ને જરૂર કંઇક અગમ્ય ઘટના ઘટિત થવાનો અહેસાસ થતાં એ પોતાનાં રૂમમાંથી નીકળી સીધો હોટલ પાર્કિંગ માં ગયો જ્યાંથી પોતાની કાર મો બેસી એ નીકળી પડ્યો કમલેશ નાં ઘર ની તરફ..!!

***

આ તરફ વહીસ્કીનાં નશા માં ધૂત કમલેશ ક્યારેક પોતાનું માથું પકડતો તો ક્યારેક પોતાનો ચહેરો..એની આવી દશા જોઈ તમન્ના મનોમન હસી રહી હતી..એની સ્માઈલ આમતો હતી આકર્ષક પણ અત્યારે એનું હાસ્ય કંઈક અલગ જ ચિતાર રજૂ કરી રહ્યું હતું.

"વધારે થઈ ગયું હોય તો આજની રાત રહેવા દઈએ..?"તમન્ના કમલેશ નો હાથ પકડીને બોલી.

"ના ના મને કંઈ નથી થયું..હું ok છું.."કમલેશ બોલ્યો

"પણ તમારી હાલત અત્યારે ઠીક નથી લાગી રહી...લાગે છે તમને ચડી ગઈ છે.."તમન્ના એ કહ્યું.

"દારૂ મને ના ચડે..હું દારૂ ને ચડુ..કમલેશ રમણિકલાલ ગુજરાતી નામ છે મારું.."કમલેશ બડાઈ હાંકતા બોલ્યો.

"કમો કચરાવાળો છે તુ.."તમન્ના એકદમ ધીમા અવાજે બોલી.

"શું કહ્યું તે..કમો..કમો કચરાવાળો બોલી તું મને.."આવેશમાં આવી કમલેશ બોલ્યો.

"નારે..હું તમને એવું શું કામ બોલું..મને તો તમારું નામ કમલેશ છે એટલી જ ખબર છે..બાકી આજથી પંદર વર્ષ પહેલાં તમારું નામ કમો કચરાવાળો હતું એવું મને ક્યાંથી ખબર હોય.."તમન્ના બોલી.

"હા એ તો સાચી વાત..મને સાચેમાં ચડી ગઈ હોય એવું લાગે છે.."કમલેશ ને તમન્ના ની વાત નો અર્થ સમજાઈ નહોતો રહ્યો.

"આમ પણ દેશી પીનારા ને ઈંગ્લીશ ચડી જ જાય.."તમન્ના ફરીવાર બબડી.

"એ હરામખોર શું બોલી રહી છે તું..દેશી પીનારો કોને કહે છે..હું ફક્ત વિલાયતી દારૂ પીવું છું..અને એમાં પણ મોંઘી બ્રાન્ડ.."તમન્ના પર ચિલ્લાઈને કમલેશ બોલ્યો.

"અરે પણ મેં કંઈપણ નથી કહ્યું..તમે દેશી પીવો કે વિલાયતી મારે એનાંથી શું મતલબ..મારે તો મતલબ હતો મારાં પૈસાથી જે આજે શાયદ.."આટલું કહી તમન્ના અટકી ગઈ.

"શું શાયદ..તને તારાં પૈસા મળી જશે.."આટલું કહી કમલેશે પલંગ ની જોડે રહેલ ટેબલનું ડ્રોવર ખોલ્યું અને એમાંથી બે હજારનું બંડલ નીકાળી.. તમન્ના ને આપવા માટે દસ નોટો કાઢી.

હાથમાં બે હજાર ની નોટો ની થપ્પી લઈને કમલેશ તમન્ના ને આપવા માટે એની નજીક ગયો..તમન્ના ની તરફ જેવી એને નોટો ધરી એવો એને તમન્ના નો ચહેરો જોઈને પીછેહઠ કરી લીધી.

"શું થયું..કેમ આમ પાછાં પડ્યાં.."કમલેશ ની હરકત થી નવાઈ પામી હોય એમ તમન્ના બોલી.

કમલેશે પોતાની આંખો ચોળીને પાછું તમન્ના તરફ જોયું અને પાછો એ તમન્ના તરફ આગળ વધ્યો..

બીજી વખત પણ જેવી કમલેશ ની નજર તમન્ના પર પડી એ ડરીને પાછો પડ્યો..અને આ વખતે તો એ નીચે પડી ગયો..ફરીવાર કમલેશે આંખો ચોળીને તમન્ના તરફ નજર કરી તો એને જે કંઈપણ જોયું એ પોતાનો ભ્રમ હતો એવું વિચારી ત્રીજીવાર હિંમત કરી તમન્ના નાં હાથમાં જઈને એ બે હજાર ની નોટો રાખી દીધી.

કમલેશે જોયું કે જેવી એને બે હજાર ની નોટો તમન્ના નાં હાથમાં રાખી એવીજ એ બધી નોટો સળગી ઉઠી..એ નોટો સળગીને પળભરમાં તો રાખ થઈ ગઈ..પોતે જે જોઈ રહ્યો હતો એ સત્ય હતું એની ખાતરી થતાં ડરતાં ડરતાં કમલેશ તમન્ના ની તરફ જોઈને બોલ્યો.

"કોણ છે તું..બોલ કોણ છે તું.."

કમલેશ નાં સવાલ નાં જવાબમાં તમન્ના કંઈપણ બોલી નહીં પણ એ હસવા લાગી..અટ્ટહાસ્ય કરવા લાગી..એ અટ્ટહાસ્ય અત્યારે કોઈપણ વ્યક્તિની હાલત બગાડી મૂકે એવું હતું.

તમન્ના નું અટ્ટહાસ્ય સાંભળી કમલેશ નું ગળું સુકાઈ ગયું હતું..એનો બધો નશો એકસામટો ઉતરી ગયો.એને ગળામાંથી થૂંક મહાપરાણે હેઠે ઉતાર્યું અને ફરીવાર બોલ્યો.

"કોણ છે તું..?"

"જાણવું છે..હું કોણ છું..તો જોઈલે.."કોઈ પુરુષનો ઘેરો અવાજ કમલેશનાં કાને પડ્યો..આ અવાજ એને ક્યાંક તો સાંભળેલો હતો.

અચાનક તમન્ના ની મુખાકૃતિ અને શરીર નો આકાર બદલાઈ ગયાં.. એનો દેહ સ્ત્રીમાંથી એક પુરુષ નો થઈ ચૂક્યો હતો..એને જોતાંજ કમલેશ ડર અને આશ્ચર્યનાં બેવડા ભાવ સાથે ધ્રુજતા શરીરે બોલ્યો.

"શંભુ..?"

વધુ આવતાં ભાગમાં..

કમલેશ, શેખર, મોહને ભૂતકાળમાં શું ગુનો કર્યો હતો..?? કોણ હતો શંભુ અને એનો કમલેશ ની સાથે શું સંબંધ હતો?? મોહન ઉચિત સમયે પહોંચીને કમલેશ ને બચાવી શકશે કે નહીં..??..આ સવાલોના જવાબ આવતાં ભાગમાં.

આ સિવાય માતૃભારતી આપ મારી અન્ય નોવેલ દિલ કબૂતર, રૂહ સાથે ઈશ્ક અને ડણક પણ વાંચી શકો છો.

-દિશા. આર. પટેલ