a rainbow girl - 4 books and stories free download online pdf in Gujarati

અ રેઇનબો ગર્લ - 4

                     અ રેઇનબો ગર્લ - 4
                  કારમાં ધમાલ મસ્તી કરતા અમે આગળ વધતા હતા, ક્રિશ એકદમ સરસ રીતે ગાડી ડ્રાઈવ કરતો હતો, ક્રિશને આરામ આપવા નમને ડ્રાઈવર સીટ પર બેઠક જમાવી અને ક્રિશ પાછળ આરામ કરવા આવી ગયો, ગાડીમાં ફૂલ વોલ્યુમ પર સોંગ્સ ચાલતા હતા, ક્રિશ આંખ બંધ કરીને સૂતો હતો, મેં નિધીને વોલ્યુમ થોડું ધીમું કરવા કહ્યું, જેથી ક્રિશ આરામથી સુઈ શકે, હું શુ કામ તેના માટે આટલું બધું વિચારતી હતી?
           વચ્ચે અમુક અમુક જગ્યાએ સ્ટોપ લેતા લેતા અમે રાતે નવ વાગે જયપુર પોહચી ગયા, ક્રિશે પહેલેથી હોટેલ સિલ્વર પ્રાઇડમાં બુકિંગ કરાવી દીધું હતું, તેણે ત્રણ રૂમ બુક કરાવ્યા હતા, એક રૂમમાં ક્રિશ,નમન રહેવાના હતા, બીજી બે રૂમ અમારા ગર્લ્સ માટે હતી, તો એકમાં હું અને હસ્તિ અને બીજી રૂમમાં નિધિ અને કૃપાલી રહ્યા.
           રિસેપ્શન પરથી ચાવીઓ લઈ અમે બધા લિફ્ટ તરફ આવ્યા અમારા રૂમ સેકન્ડ ફ્લોર પર હતા, ત્રણેય રૂમ બાજુબાજુમાં જ હતા, અમે રૂમમાં જઈ ફ્રેશ થઈને ડિનર માટે મળવાનું નક્કી કર્યું, અડધી કલાકમાં ફ્રેશ થઈને બધા નીચે જમવા માટે આવી ગયા, અમે એક ફેમિલી ટેબલ પર બધા ગોઠવાયા, ફ્રેશ ઓરેન્જ જ્યુસ વડે અમારું વેલકમ કરવામાં આવ્યું, મને ખુબ ભૂખ લાગી હતી કારણકે બપોરે મેં થોડુંક જ ખાધું હતું, મેં ક્રિશ માટે થઈને ગુજરાતી થાળી ઓર્ડર તો કરી હતી પણ મને તેની ટેસ્ટ બિલકુલ સારો નૉહતો લાગ્યો, આથી મેં મેનુ કાર્ડ હાથમાં લીધું અને જોવા લાગી કે અહીં શુ શુ વેરાઈટી મળે છે.
           દસ મિનિટ મેનુ જોયા બાદ છેલ્લે મેં મારી ચોઇસ મારા ઓલટાઇમ ફેવરિટ ચાઈનીઝ પર ઉતારી, બાકી બધાએ પણ તેમની પસંદ મુજબ ઓર્ડર કર્યું અને ઓર્ડર સર્વ થતા બધા તેના પર તૂટી પડ્યા મતલબ કે ખાવા લાગ્યા. જમીને બધા થાકી ગયા હોવાથી પોત પોતાની રૂમમાં જઈને સુઈ ગયા.
             હું અને હસ્તિ રૂમમાં આવ્યા અને અમારા બેગ્સ વ્યવસ્થિત મૂકી બેડ પર સુઈ ગયા, વાતો કરતા કરતા ક્યારે અમને ઊંઘ આવી ગઈ તે ખબર ના રહી.
             સવારે હું વહેલા છ વાગે ઉઠી ગઈ ત્યારે હસ્તિ હજુ ઊંઘતી હતી, હું ઉભી થઈને બાલ્કનીમાં આવી અને અંગડાઈ લેતા ઉભી રહી, સામે હોટલનું ગાર્ડન દેખાતું હતું, ત્યાંથી મસ્ત ખુશનુમા સવારનું આકાશ એક્દમ સ્વચ્છ દેખાતું હતું,અમુક ટુરિસ્ટો ત્યાં ગાર્ડનમાં યોગા કરી રહ્યા હતા, મને પણ ત્યાં જવાનું મન થયું, હું અંદર આવી હસ્તિ હજુ સૂતી હતી, મેં તેને એમ જ સૂતી રહેવા દીધી અને હું ગાર્ડન તરફ ગઈ.
             મેં પણ ત્યાં થોડા યોગા કર્યા અને ગાર્ડનમાં થોડા ચક્કર લગાવવા હું ઉભી થઇ, હું લૉન પર ચાલતી હતી ત્યારે મને મારા નામની બુમ સંભળાઈ, મેં પાછળ ફરીને જોયું તો ક્રિશ હતો, હું ઉભી રહી અને તે મારી પાસે આવ્યો,
"હાઈ, હાર્વિ."
"હાઈ ક્રિશ, તું અહીંયા?"
"હા ચાલવાનું મન થયું તો આવી ગયો, નમન અને બીજી ગર્લ્સ તો હજુ સૂતી છે."
"હસ્તિ પણ સૂતી છે."
"ચાલો તો આપણે આ ખુશનુમા સવારની મજા લઈએ."
હું અને ક્રિશ ત્યાં લૉન પર સાથે સાથે ચાલવા લાગ્યા, મને ખુબ સારું લાગી રહ્યું હતું, મને થતું હતું કે બસ આમ જ અમે હમેશાં સાથે ચાલતા રહીએ, થોડીવાર વૉકિંગ કરી લીધા પછી મેં અને ક્રિશે સાથે ગરમાગરમ ચા પીધી, અહીંથી અમારી દોસ્તીની એક નવી શરૂઆત થઈ, ત્યારબાદ અમે ફ્રેશ થવા રૂમમાં આવી ગયા.
હું આવી ત્યારે હસ્તિ જાગી ગઈ હતી અને તે રેડી થવા ગઈ હતી, તે રેડી થઈને આવી એટલે હું પણ ફ્રેશ થઈને રેડી થઈ ગઈ, મેં બ્લુ કલરના ડેનિમ પર યેલો ટોપ પહેર્યું અને હાથમાં વોચ પહેરી હેર ઓપન રાખ્યા અને તેના પર ગોગલ્સ ચડાવ્યા, હું અને હસ્તિ નીચે ગયા ત્યારે બધા આવી ગયા હતા, અમે બ્રેકફાસ્ટ કર્યો અને પછી જયપુર સિટી જોવા નીકળી ગયા.
        અમે એક ગાઈડને પણ સાથે લીધો હતો, તેણે અમને રસ્તામાં જયપુર વિશે અમુક રસપ્રદ વાતો કીધી," જયપુર રાજસ્થાનની રાજધાની છે, જેની સ્થાપના 1727માં રાજા જય સિંઘે કરી હતી, રાજા જય સિંઘ એક મહાન યોદ્ધા હતા અને તેમણે ઘણા બધા યુદ્ધો જીત્યા હતા. જયપુરમાં ઘણા બધા જોવા લાયક સ્થળો છે જેની દુનિયાભરમાંથી લોકો આવે છે અને મુલાકાત લે છે, જયપુરમાં આમેર ફોર્ટ, જયગ્રહ ફોર્ટ, નાહરગ્રહ ફોર્ટ, જળ મહલ પેલેસ, સિટી પેલેસ, હવા મહેલ, અલબર્ટ હોલ મ્યુઝિયમ, બિરલા ટેમ્પલ જેવા ફેમસ સ્થળ આવેલા છે,  અત્યારે પહેલા આપણે સિટી પેલેસ જઈ રહ્યા છીએ."
               સિટી પેલેસ પોહચી અમે ત્યાં એન્ટ્રી ટિકિટ લીધી અને અંદર એન્ટર થયા, સિટી પેલેસ એ રાજા મહારાજાઓનું નિવાસ સ્થાન ગણાય છે, તેમાં ચંદ્ર મહેલ અને મુબારક મહેલ આવેલા છે, સિટી પેલેસના એક ભાગને મ્યુઝિયમમાં ફેરવવામાં આવ્યું છે જેમાં રોયલ ફેમિલીની વસ્તુને પ્રદર્શન માટે મુકવામાં આવી છે, અમે પહેલા એ મ્યુઝિયમ જોવા ગયા, મ્યુઝિયમમાં રાજા જેના પર સવારી કરતા એવી અલગ અલગ પ્રકારની ગાડી અને બગીઓ હતી, ગાઈડ અમને બધી માહિતી આપતા જતા હતા અને બધું બતાવતા હતા. હું દરેક વસ્તુના પીક પણ પાડતી હતી, મ્યુઝિયમમાં એક સિલ્વરનો મોટો જાર હતો જેનું વજન 300 કિલોગ્રામ હતું, ગાઈડે અમને જણાવ્યું કે જ્યારે રાજા ભારતની બહાર ગયા હતા ત્યારે તેમાં 4500 લીટર પાણી ભરીને લઇ ગયા હતા, અમે બધાએ એ જાર પાસે ઉભા રહીને ગ્રુપ સેલ્ફી પાડી.
         ત્યારબાદ અમે મુબારક મહેલમાં પપેટ શો જોવા ગયા જે ત્યાં ખૂબ જ ફેમસ છે, હું પહેલા આગળ જઈને બેસી ગઈ, બીજા બધા ધીમે ધીમે આવ્યા અને એક એક સીટ પર બેસી ગયા, ક્રિશ અને નમન લાસ્ટમાં આવ્યા ત્યારે બે જ સીટ ખાલી હતી, મેં મનોમન ભગવાનને પ્રાર્થના કરી કે ક્રિશ મારી બાજુમાં આવે અને ભગવાને મારી પ્રાર્થના સાંભળી હોય તેમ ક્રિશ મારી બાજુની સીટ પર ગોઠવાયો અને નમન નિધીની બાજુની સીટમાં બેસી ગયો, અમે બન્નેએ એકબીજાને સ્માઈલ આપી.
           પપેટ શો ચાલુ થયો એટલે અમે પપેટ શો જોવા લાગ્યા, લાસ્ટમાં જ્યારે રાજકુમારીને એનો રાજકુમાર મળી ગયો એટલે શો પુરો થયો, મેં પણ ક્રિશ સામે જોયું અને તેને સ્માઈલ આપી, જાણે એવું લાગતું હતું કે મને પણ મારો રાજકુમાર મળી ગયો.
"મજા આવી શો જોવાની?" ક્રિશે મને પૂછ્યું.
"હા, મને તો ખૂબ જ મજા આવી, તને?" મેં પણ તેને સામે સવાલ કર્યો.
"મને પણ"
        અમે બહાર નીકળ્યા એટલે ગાઈડે અમને કહ્યું કે હવે આપણે હવા મહેલ જોવા જઈશું, પણ નિધીએ ના પાડી.
"યાર ગાઇસ, તમને લોકોને ભૂખ નથી લાગી, આ બધું જોવામાં એક વાગી ગયો છે તો પહેલા કઈ જમીએ પછી બીજે જઈએ."
"ઓકે તો પહેલા આપણે જમી લઈએ." નમને બધાને કહ્યું.
          ગાઈડ અમને એક હોટેલ પર લઈ આવ્યો જ્યાં રાજસ્થાની ડીશ મળતી હતી, અમે બધાએ ભરપેટ જમી લીધું, ત્યાંનું ખાવાનું એકદમ સ્વાદિષ્ટ હતું, જમી લીધા પછી અમે હવા મહેલ જોવા ગયા.
           હવા મહેલને 'ધ પેલેસ ઓફ વિન્ડ' પણ કહેવાય છે, કારણકે ત્યાંની રચના એ રીતની છે કે ચારે તરફથી ત્યાં પવન ફૂંકાય છે, અમે હવા મહેલમાં અંદર એન્ટર થયા, ત્યાંના જરૂખામાંથી આખું જયપુર નયનરમ્ય દેખાતું હતું, હું ત્યાં સેલ્ફી પાડવા ઉભી રહી પણ ત્યાં પવન જ એટલો હતો કે મારા વાળ ઉડીને મારા ફેસ પર આવી જતા હતા, મેં રીબીન વડે વાળને બાંધવાનો પ્રયત્ન કર્યો પણ પવન જ એટલો હતો કે મારાથી રીબીન નોહતી બંધાઈ રહી, મેં હસ્તિને હેલ્પ માટે બોલાવી પણ તેનું ધ્યાન નોહતું, ક્રિશે દૂરથી તે જોયું, ક્રિશ મારી પાસે આવ્યો અને મારા વાળને સેટ કરી આપ્યા, મેં તેને થેંક્યું કહ્યું પછી મેં અને ક્રિશે સાથે સેલ્ફી લીધી. 
             હવા મહેલ ફર્યા પછી અમે આમેર ફોર્ટ જોવા ગયા, ગાઈડ અમને આમેર ફોર્ટની માહિતી આપતો હતો, આમેર ફોર્ટ એક હિલ સ્ટેશન પર બનેલો છે, આમેર ફોર્ટની ખાસિયત એ છે કે તે રેડ સ્ટોન અને વાઇટ માર્બલથી બનેલો છે, આમેર ફોર્ટમાં દીવાન-એ-આમ અને દીવાન-એ-ખાસ આવેલા છે, તથા શીશ મહેલ આવેલો છે.
           ઉપર ફોર્ટ સુધી પોહચવા અમે ત્યાં ઇલેક્ટ્રિક કાર કરી, હું અને ક્રિશ બાજુ બાજુમાં બેઠા હતા, રસ્તામાં કાર થોડી રિવર્સ થતા અનાયાસે જ મારાથી ક્રિશનો હાથ પકડાઈ ગયો, ક્રિશે મારી સામે જોયું, મને ભાન થયુ કે મેં ક્રિશનો હાથ પકડેલો છે, હું તે હાથ છોડતી હતી ત્યારે જ ક્રિશે મારો હાથ પકડીને કહ્યું,"ઇટ્સ ઓકે, યુ કેન હોલ્ડ માય હેન્ડ." મેં પણ ક્રિશનો હાથ મજબૂતીથી પકડી લીધો.
         આમેર ફોર્ટ પોહચીને અમે ત્યાં દીવાન-એ-આમ અને દીવાન-એ-ખાસ જોયા, ત્યાં સુંદર શીશ મહેલ છે જે રાજાએ તેમની રાણી માટે બંધાવ્યો હતો, અમે ત્યાં ફોટોગ્રાફી કરી, અમે ગર્લ્સ જ્યારે સેલ્ફી લેવા માટે અલગ અલગ પોઝ આપતા ત્યારે નમન અને ક્રિશ અમારી મજાક ઉડાવતા, અમે જબરદસ્તી એ બન્ને પાસે પણ ગર્લ્સના પોઝમાં પીક પડાવ્યા અને તેમની મજાક ઉડાવી, ત્યારબાદ અમે આમેર ફોર્ટમાંથી જ બાજુમાં આવેલો કેસરબાગ પણ જોયો, આ બધું જોતા જોતા અમને સાંજ થઈ ગઈ આથી અમે હોટેલ રિટર્ન આવવા નીકળી ગયા, રિટર્નમાં અમે બધાના મોબાઈલમાં પીક જોયા અને ખૂબ હસ્યાં.
           હોટેલ આવી અમે પહેલા ફ્રેશ થઈ ગયા પછી ડિનર માટે ભેગા થયા, ડિનર કરીને અમે બધા એક રૂમમાં ભેગા થયા અને પાર્ટી સ્ટાર્ટ કરી, નમન અને ક્રિશે ડ્રિન્કની વ્યવસ્થા કરેલી હતી, બધા માટે તેમણે એક એક પેગ રેડી કર્યો, બધાએ ચિયર્સ કર્યું અને ડ્રીંક સ્ટાર્ટ કર્યું, ડ્રિન્કની સાથે સાથે હસ્તિએ ટ્રુથ એન્ડ ડેર ગેમ રમવાનું સજેસ્ટ કર્યું...
(ક્રમશઃ)
Thank you.
                   - Gopi Kukadiya & Mer Mehul.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED