અ રેઇનબો ગર્લ - 10 Gopi Kukadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અ રેઇનબો ગર્લ - 10

અ રેઇનબો ગર્લ - 10

સવારે હું મોડે સુધી સૂતો રહ્યો, રાતનો હેંગઓવર અને મોડીરાત સુધીના ઉજાગરાને કારણે વહેલા ઉઠવું અશક્ય હતું, આમ પણ સાંજે હાર્વિની સ્ટોરી સાંભળવા સિવાય મારી પાસે બીજું કોઈ કામ હતું નહીં.

હું જ્યારે શાવર લઈને બહાર આવ્યો ત્યારે ઘડિયાળમાં બારના ટકોરા પડી રહ્યા હતા, હું રેડી થઈને વિચારમાં પડ્યો કે હવે બ્રેકફાસ્ટ કરું કે લંચ? કારણકે બ્રેકફાસ્ટ માટે ઘણું મોડું થઈ ચૂક્યું હતું અને લંચ માટે મારા માટે થોડું વહેલું હતું.
આખરે મેં લંચ કરવાનું જ મન બનાવ્યું અને નીચે રેસ્ટોરન્ટમાં પોહચી ગયો, એક કોર્નરનું ટેબલ પસંદ કરીને હું ત્યાં ગોઠવાયો, એક વેઈટર આવીને મિનરલ વોટર બોટલ અને મેનુકાર્ડ મૂકી ગયો.

મેં સ્માઈલ સાથે તેને "થેન્ક્સ" કહ્યું અને મેનુ જોવા માટે મેનુકાર્ડ ઉઠાવ્યું, થોડીવાર મેનુ હાથમાં આમથી તેમ ફેરવ્યું અને પનીરટીકા મસાલા, પરાઠા, હૈદરાબાદી બિરિયાની અને કોલ્ડ મસાલા છાસ નો ઓર્ડર આપ્યો.

મારો ઓર્ડર સર્વ થતા મેં શાંતિથી બહારનો વ્યુ જોતા જોતા લંચ કર્યું, જમવાનું સ્વાદિષ્ટ હતું. જમી લીધા પછી મેં વેઈટર પાસે બિલ મંગાવ્યું, થોડીવારમાં હોટલનો મેનેજર મારી પાસે આવ્યો અને કહ્યું, " સર તમારું બિલ ઓલરેડી પે થઈ ગયું છે, આજ માટેનું જ નહીં પરંતુ તમે જ્યાં સુધી અહીંયા સ્ટે કરશો એ બધું બિલ પે થઈ ગયું છે"
આ કામ હાર્વિ સિવાય કોઈનું ના હોય એ હું સમજી ગયો હતો,'ઓહ ધેટ્સ લેડી, અમેઝિંગ' અનાયાસે જ મારા મુખમાંથી ઉદગાર સરી પડ્યા.

હું મેનેજરને થેંક્યું કહી ફરી પાછો રૂમ પર આવ્યો અને બાલ્કનીમાં જઈને ઉભો રહ્યો, મેં હાર્વિને "થેંક્યું" નો મેસેજ કર્યો, થોડીવાર બહાર ઉભા રહ્યા પછી હું રૂમમાં આવ્યો અને મોબાઈલમાં ગેમ રમવા લાગ્યો, થોડીવાર પછી ગેમ બંધ કરી, ટીવી શરૂ કરી બેડ પર ગોઠવાયો, થોડીવાર ચેનલો ફેરવ્યા પછી એક ચેનલ પર બોલીવુડ મુવી ચાલતું હતું એ જોવા લાગ્યો.

મુવી જોતા જોતા હું સુઈ ગયો, જ્યારે હું ઉઠ્યો ત્યારે સાંજના પાંચ વાગી ગયા હતા. હું ઉભો થયો અને ટીવી બંધ કર્યું, બેઝિન પાસે જઈને ઠંડા પાણીની છાલક મારી મોઢું ધોઈ હું બહાર આવ્યો, મેં બેડ પર મારો મોબાઈલ શોધ્યો અને હાથમાં લઈને જોયું તો તેમાં હાર્વિનો મેસેજ હતો, 'હું આજે કામમાં થોડી બીઝી છુ તો ડિનર પછી મળીએ'

હું કઈક વિચારી રૂમ લોક કરી બહાર આવ્યો, નીચે આવીને ટેક્ષી કરી અને નીકળી ગયો, મુંબઈના રસ્તાઓ ભરચક હતા, હું જુહુ બીચ આવ્યો અને ત્યાં લટાર મારવા લાગ્યો, મેં મન ભરીને મુંબઈની એ સાંજ માણી, ત્યાંના જ એક કાફેમાં મેં ડિનર કર્યું, નવ વાગે મિસ મહેરા મને ત્યાંથી પીકઅપ કરતા ગયા અને અમે આગલી રાત વળી જગ્યાએ આવીને બેઠા.
"આઈ એમ સોરી આજે મારે એક ડીલ ફાઇનલ કરવાની હતી સો મારે લેટ થયું" હાર્વિએ કહ્યું.

"ઓહ નો, નો નીડ ટુ સોરી, ઇટ્સ ઓકે, આઈ અંડરસ્ટેન્ડ" મેં સામે પ્રતિભાવ આપ્યો.
"થેંક્સ"
"ચાલો તો શરૂ કરીએ" મેં હાર્વિને તેની સ્ટોરી કહેવા માટે કહ્યું.
હાર્વિ એ એક ઊંડો શ્વાસ લીધો અને કહેવાનું શરૂ કર્યું, " હું મુંબઇ આવીને મારી લાઈફ માં બીઝી થઈ ગઈ બટ તેમાં હવે એક નવા વ્યક્તિની એન્ટ્રી થઈ હતી, ક્રિશ.

અમે ડેઈલી ફોન પર વાતો કરતા, એના ગુડ મોર્નિંગ ના મેસેજથી મારી સવાર થતી અને મારા ગુડ નાઈટના મેસેજથી એની રાત પડતી.

એક રાતે આમ જ અમે ફોન પર વાતો કરતા હતા અને મેં કહ્યું," આઇ મીસ યુ ક્રિશ, ક્યારે મળીશું આપણે?"
" હું જલ્દી જ તને મળવા આવાની કોશિશ કરીશ"
"હું એ દિવસનો વેઇટ કરીશ, બાય, ગુડનાઈટ"
"ગુડ નાઈટ જાન"
ક્રિશ સાથે વિતાવેલી સમયની યાદોમાં હું સુઈ ગઈ, હું અને ક્રિશ એકબીજા ને મળતાં રહેતા, ક્યારેક હું તેને મળવા જતી તો ક્યારેક એ આવતો, પણ છેલ્લા ઘણા વખતથી અમે મળ્યા નોહતા. બીજા દિવસે હું બ્રેકફાસ્ટ કરતી હતી ત્યારે જ મારા મોબાઈલમાં રિંગ વાગી, જોયું તો ક્રિશ હતો.

હું ફોન લઈ દૂર આવી ગઈ બિકોઝ ટેબલ પર મોમ ડેડ સામે વાત કરવું મને યોગ્ય ના લાગ્યું.
"હાઈ આજે સવાર સવાર માં યાદ આવી?" મેં ખુશ થતા પૂછ્યું.
"જેને મળવા માટે મુંબઈ સુધી આવ્યો છું તો એને જ યાદ કરીશ ને?" ક્રીશે કહ્યું.
"વોટ? તું મુંબઇ આવ્યો છે? ક્યારે? અને મને પહેલા કેમ કઈ ના કહ્યું તે?" મેં એકસાથે તેને ઘણાબધા સવાલો પૂછી લીધા.
"અરે શાંત શાંત, મારી વાત તો સાંભળ, હું સ્ટેશન પર ઉભો છું, અત્યારે જ આવ્યો છું, હવે તું મને લેવા આવીશ કે મારે એકલા જ જવું પડશે?"
"વેઇટ આવું છું." કહેતી હું ફટાફટ પર્સ અને ચાવી લઈને નીકળી ગઈ, સ્ટેશન પોહચી ક્રિશ વેઇટિંગ એરિયામાં બેઠો હતો મને જોઈને તે મારી પાસે આવ્યો, ખુશીમાં હું તેને સ્ટેશન પર જ વળગી ગઈ.
" અરે અરે બધા જુએ છે શું કરે છે તું?" ક્રિશ ધીમેથી કાનમાં બોલ્યો.
હું થોડી શરમાતી તેનાથી અલગ થઈ અને અમે સ્ટેશનથી બહાર આવ્યા.
"તો કેવું લાગ્યું મારુ સરપ્રાઇઝ?" ક્રીશે મારી સામે જોઇને પૂછ્યું.
"આઇ એમ વેરી વેરી હેપ્પી ટુડે" મેં પણ ખુશ થતા કહ્યું.
હું અને ક્રિશ આખો દિવસ સાથે ફર્યા, ખુબ મોજ મસ્તી કરી અને આખરે સાંજ થતા એના પાછા જવાનો ટાઇમ થઈ ગયો. અમે સ્ટેશન આવ્યા, "બાય સ્વીટહાર્ટ, જલ્દી મળીશું." ક્રિશે માથા પર કીસ કરતા કહ્યું.

"બાય ડિયર, હું રાહ જોઇશ" ક્રિશને વળાવી હું સ્ટેશન બહાર આવી ગાડી સ્ટાર્ટ કરવા જતી હતી ત્યાં જ મારા મોબાઈલમાં મોમ નો કોલ આવ્યો,
"હાર્વિ બેટા, ક્યાં છે તું? તારા ડેડને હોસ્પિટલમાં એડમિટ કર્યા છે, તું જલ્દી આવ" મોમએ રડતા રડતા કહ્યું.
"શું થયું ડેડને?"
"હાર્ટએટેક આવ્યો છે તું જલ્દી આવ"
"હા મોમ ડોન્ટ વરી, હું જલ્દી જ આવું છું" મેં કોલ કટ કર્યો અને જલ્દી ગાડી લઈને હોસ્પિટલ જવા નીકળી ગઈ.
હોસ્પિટલ પોહચીને હું જલ્દીથી મોમ હતા ત્યાં ગઇ, મોમ મને જોઈને રડવા લાગ્યા, ડેડની ટ્રીટમેન્ટ ચાલુ હતી.

થોડા સમય પછી ડોક્ટર બહાર આવ્યા, હું ફટાફટ પાસે ગઈ અને પુછયું," ડોક્ટર હવે કેમ છે ડેડને? ઠીક તો છે ને?
ડોક્ટરે વારાફરતી મારી અને મોમ સામે જોયું પછી ગંભીર ચહેરે કહ્યું," i am sorry, he is no more."

એમના આ શબ્દોથી મારા અને મોમના હોશ ઉડી ગયા એવું લાગ્યું જાણે આખી દુનિયા જ બદલાઈ ગઈ, મોમ તો જાણે કે એક પથ્થર નું પૂતળું જ બની ગયા, મોમની હાલત મારાથી જોવાતી નોહતી, મેં ડેડની બધી અંતિમક્રિયા પતાવી, બધા રિલેટિવ પણ સાંત્વના આપીને જતા રહ્યા, હું અને મોમ બે જ વધ્યા, મારે જ હવે મોમને સાચવવાના હતા.

મેં મોમને થોડા દિવસ માટે નાની પાસે મોકલી આપ્યા જેથી તે આ બધામાંથી બહાર આવી શકે, મોમ સામે તો હું હિમ્મત રાખી શકી પણ તેમના જતા જ હું ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી, મન ભરીને રડી લીધા પછી હું શાંત થઈ. મેં નક્કી કર્યું કે હવે ડેડની ઓફિસ હું સંભાળી લઈશ.

બીજા દિવસે વહેલા તૈયાર થઈને હું ઓફિસ પોહચી ગઈ, ઓફિસમાં હું સીધી ડેડની કેબીનમાં ગઈ, ત્યાં જઈને જોયું તો ડેડના પાર્ટનર ત્યાં બેઠા હતા.

"ગુડ મોર્નિંગ અંકલ, તમે અહીંયા?" અંકલનું ત્યાં હોવું મને અજીબ લાગ્યું કારણકે આ ઓફિસ તો મારા ડેડની હતી.
"હાર્વિ, ગુડ મોર્નિંગ બેટા, આવ આવ, બેસ" અંકલે મને ચેર પર બેસવા કહ્યું, "તારી મમ્મીને કેમ છે હવે? આજે સવાર સવારમાં તું અહીંયા? બધું ઠીક તો છે ને?"

"હા, મેં મોમને થોડા દિવસ નાની પાસે મોકલ્યા છે, હવે હું ડેડની આ ઓફિસ સંભાળવાનું વિચારું છું, ડેડ તો મને ઘણી વાર કહ્યું હતું પહેલા પણ મેં બહુ ધ્યાન નોતું આપ્યું પણ હવે તો મારે જ બધુ કરવું પડશે" મેં અંકલને મારા અહીંયા આવવાનું કારણ જણાવ્યું.

"તારો વિચાર સરસ છે પણ તું ખોટી જગ્યાએ આવી છે"

અંકલની વાતથી મને ઝટકો લાગ્યો, "ખોટી જગ્યા મતલબ? તમે શું કહો છો હું કઈ સમજી નહીં"

(ક્રમશઃ)

- Gopi kukadiya.