અ રેઇનબો ગર્લ - 9 Gopi Kukadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અ રેઇનબો ગર્લ - 9

અ રેઇનબો ગર્લ - 9
"જો હસ્તિ હું મજાકના મૂડમાં તો બિલકુલ નથી, તો તું મજાક કરતી હોય તો રહેવા દે" મને હસ્તિ પર સખત ગુસ્સો આવી રહ્યો હતો.
"હું બિલકુલ મજાક નથી કરતી, મેં સાચે જ રૂમ બુક નથી કરાવી અને એવું કરવાનું રિઝન પણ છે મારી પાસે" હું ગુસ્સામાં હતી છતાં હસ્તિ શાંતિથી ઉત્તર આપતી હતી, મારા ગુસ્સાની જાણે તેના પર કોઈ અસર નોહતી થઈ રહી.
"મને હેરાન કરવા સિવાયનું બીજું શું રિઝન હોઈ શકે?" મેં ફરી ગુસ્સો કર્યો.
"હસ્તિ યાર.. જે હોય તે કહેને, શુ કામ હાર્વિને પરેશાન કરે છે?" નમનને પણ રિઝન જાણવાની તાલાવેલી હતી.
"મેં એવું એટલા માટે કર્યું કે જેથી એ મારા ઘરે આવે" હસ્તિએ સ્માઈલ સાથે મારી સામે જોતા કહ્યું. "હવે આ વખતે તારી પાસે મને બતાવવા જેવું કોઈ બહાનું નથી એટલે તારે મારા ઘરે આવવું જ પડશે, એમ પણ તારે એક જ રાત તો રહેવું છે"
"ઓહ તો મને ઘરે લઈ જવા માટે તે આવું કર્યું?" મારા ચહેરા પરથી ગુસ્સો હવામાં ઓગળી ગયો હતો અને તેની જગ્યાએ સ્મિત આવી ગયું હતું.
બીજા કોઈને અમારી વાતોમાં ખાસ કંઈ સમજ નોહતી પડી આથી તેઓ વારાફરતી અમારી સામે જોઈ રહ્યા હતા, તેઓની મૂંઝવણ પારખી જઈને હસ્તીએ ચોખવટ કરી," આ હાર્વિ જ્યારે પણ સુરત આવે ત્યારે પહેલેથી બુકીંગ કરાવીને જ આવે જેથી તેને મારા ઘરે ના આવવું પડે, અને હું તેને ફોર્સ પણ ના કરી શકું, પણ આ વખતે મેં તેને એવો કોઈ મોકો જ ના આપ્યો"
"તને ખબર છે ને હું મારા ઘર સિવાય કોઈના ઘરે નથી રહેલી" મેં મારી જૂની દલીલ કરી.
"હા પણ ફ્રેન્ડ ના ઘરે તો રહેવાય, અને આજે તારે આવવું જ પડશે" હસ્તિએ મને હુકમ જ કર્યો જે માનવા સિવાય મારી પાસે બીજો કોઈ વિકલ્પ નૉહતો.
ક્રિશ પહેલા નિધિ અને કૃપાલીને મૂકીને પછી મને અને હસ્તિ ને હસ્તિના ઘરે મુકવા આવ્યો, હસ્તિના ઘર સામે ગાડી ઉભી રાખી અમે નીચે ઉતર્યા અને ડીકીમાંથી અમારા બેગ્સ બહાર કાઢવા હું પાછળ આવી, ક્રિશ પણ મને મદદ કરવાના બહાને પાછળ આવ્યો.
મારી બેગ્સ બહાર કાઢતા કાઢતા ક્રિશે મને પૂછ્યું," સો કાલે તું તારા ઘરે બોમ્બે જતી રહીશ?"
"હા, ત્યાં જ જવાની ને" મેં પણ સ્માઈલ સાથે કહ્યું.
"અહીં રોકાઈ જા ને થોડા દિવસ" ક્રિશે આજીજી ભર્યા સ્વરે કહ્યું.
"ના, હવે જવું જ પડશે હું ઘણા બધા દિવસથી બહાર છુ"
"ઓકે મેડમ, કેટલા વાગ્યાની ટ્રેન છે?"
"સવારે દસ વાગે"
"ભાઈ તારી વાતો પુરી થઈ હોય તો ચાલ હવે, મારે પણ ઘરે જવાનું છે હજુ" નમને ક્રિશને બોલાવતા કહ્યું.
"હા આવ્યો" કહીને ક્રિશે મને "બાય" કહ્યું.
"બાય, ગુડ નાઈટ"
હું અને હસ્તિ તેના રૂમમાં આવ્યા, તેનો રૂમ બહુ મોટો પણ નહીં અને નાનો પણ નહીં તેવો માપનો અને વ્યવસ્થિત સજાવેલો હતો, એક તરફ કબાટ અને ટેબલ હતું, બીજી તરફ અટેચડ વોશરૂમ હતું જયારે સામે બાલ્કની પડતી હતી, વચ્ચે એક બેડ હતો, બેડની સામેની દીવાલ પર હસ્તિનો મોટો વોલફોટો હતો.
હું બધું નિરીક્ષણ કરતી હતી એ દરમિયાન હસ્તિ ફ્રેશ થઈને આવી ગઈ અને મારી બાજુમાં આવીને કહ્યું," તારા બેડરૂમ જેટલો મોટો તો નથી મારો રૂમ પણ તને કેવો લાગ્યો?"
"અરે ના યાર ફાઇન છે"
"સારું તું પણ ફ્રેશ થઈ જા, તને અહીંયા મારી સાથે ફાવશે કે બીજા રૂમમાં તારી સુવાની વ્યવસ્થા કરું?"
"હું કોઈ મહેમાન નથી, હું અહીંયા તારી સાથે જ સુઈ જઈશ" મેં હસ્તિ પર બનાવટી ગુસ્સો કરતા કહ્યું અને ફ્રેશ થવા જતી રહી.
ફ્રેશ થઈને મેં મારો મોબાઈલ ચાર્જમાં મુક્યો અને બેડ પર આડી પડી, મેં અને હસ્તીએ લેટ નાઈટ સુધી સ્કુલ કોલેજની વાતો કરી અને વાતો કરતા કરતા અમે ક્યારે સુઈ ગયા તે ખબર જ ના રહી.
સવારે હસ્તિના મમ્મી અમને ઉઠાડવા આવ્યા ત્યારે અમે ઉઠ્યા, મેં ઘડિયાળમાં જોયું તો સાડા આઠ વાગી ગયા હતા, હું ફટાફટ રેડી થઈ અને મેં અને હસ્તિએ સાથે નાસ્તો કર્યો.
હસ્તિની મમ્મીએ થેપલા બનાવ્યા હતા, અમે નાસ્તો કરવા બેઠા એટલે તેઓએ અમને ગરમ ગરમ થેપલા બનાવી આપ્યા, તેમના હાથમાં જાદુ હતો, મેં આટલા સરસ સ્વાદિષ્ટ થેપલા ક્યારેય નોહતા ખાધા.
"આંટી, તમારી પાસે મારે આવા સ્વાદિષ્ટ થેપલા બનાવતા શીખવા આવવું પડશે" મેં તેમના વખાણ કરતા કહ્યું.
"ચોક્કસ, તારે જે શીખવું હશે તે બધું હું શીખવાડીશ"
"હસ્તિ, તને તો બધું આવડતું હશે ને" મેં હસ્તિને પૂછ્યું.
"અરે એને ને કિચનને છત્રીસનો આંકડો છે, કઇ શીખતી જ નથી, ભલે તમે ભણો પણ સાથે સાથે રસોઈ પણ શીખવી જોઈએને? નહિ તો સાસરે શુ કરશો, ત્યાં કઈ મમ્મી સાથે નથી આવવાના, સાચું કહેજે હાર્વિ, મેં કઈ ખોટું કીધું?" હસ્તિ કઈ બોલે તે પેલા જ તેના મમ્મી બોલી પડ્યા.
"એકદમ રાઈટ આંટી, તમે સાચું જ કહો છો" મેં હસતા હસતા કહ્યું.
"એ રાઈટ વાળી, પહેલા તું મને એ કહે તને કેટલું આવડે છે, તું શું શું શીખી ગઈ છે" હસ્તિએ મારા પર ગુસ્સો કરતા કહ્યું.
"ચા અને કોફી બનાવતા આવડે છે મને, અને બીજું તો હું આંટી પાસે શીખવા આવવાની જ છુ, તું પણ અમને જોઈન કરી શકે છે" મેં હસ્તિ સાથે મજાક કરતા કહ્યું.
"હા હા બહુ સારું, હવે મજાક બંધ કર અને ફટાફટ નાસ્તો પતાવ, તારી ટ્રેન નો ટાઈમ થઇ જશે હમણાં" મેં અને હસ્તિએ ફટાફટ નાસ્તો પતાવ્યો.
હું મારા બેગ્સ લઈને આવી અને મેં આંટીને બાય કહ્યું અને હું હસ્તિ સાથે બહાર આવી, બહાર આવી જોયું તો ક્રિશ બહાર જ ઉભો હતો.
"તું અહીંયા, બહાર કેમ ઉભો છે?" હસ્તિએ ક્રિશને જોઈને પૂછ્યું.
"અરે હું અંદર જ આવતો હતો ત્યાં મેં તમને બહાર આવતા જોયા એટલે અહીંયા જ ઉભો રહ્યો" ક્રિશે મારી સામે સ્માઈલ કરતા કહ્યું.
"Ok, કઈ કામ હતું?" હસ્તિને ખબર પડી જ ગઈ હતી કે ક્રિશ મને સ્ટેશન ડ્રોપ કરવા માટે જ આવ્યો છે એટલે તેની મસ્તી કરતા કહ્યું.
"નો, હું તો જસ્ટ એમ જ.."
"બસ બસ હવે નાટક નહિ કર મને ખબર છે તું શુકામ આવ્યો છે એ" ક્રિશ કઈ કહે એ પહેલાં જ હસ્તિએ કહ્યું.
હું એ બન્નેને જોઈને હસતી હતી, "ઉભી ઉભી હસે છે કેમ, ચાલ હવે લેટ થઈ જશે" હસ્તિએ કહ્યું.
ક્રિશે મારી બેગ્સ ગાડીમાં મૂકી અને અમે ગાડીમાં ગોઠવાયા, ગાડીમાં પણ હસ્તિ મારી અને ક્રિશની મસ્તી કરતી હતી, અમે સ્ટેશન પહોંચ્યા અને પ્લેટફોર્મ પર જઈ ઉભા રહ્યા, દસેક મિનિટમાં ટ્રેન આવી ગઈ, ક્રિશ મારી પહેલા ટ્રેનમાં ચડી ગયો અને મારી સીટ શોધીને તેણે મારા બેગ્સ ગોઠવી દીધા.
"થેંક્યું" મેં સ્માઈલ સાથે ક્રિશને કહ્યું.
ટ્રેન નીકળવાની વ્હીસલ વાગી, મેં હસ્તિને હગ કર્યું અને તેને બાય કહ્યું, ક્રિશ મારી સામે જ જોતો હતો, હું તેના મનની વાત જાણી ગઈ અને મેં તેને પણ હગ કર્યું, "બાય જાન, ટેક કેર, લવ યુ" ક્રિશ મારા કાનમાં ધીમેથી બોલ્યો મેં પણ તેને સામે "લવ યુ ટુ" કહી દીધું.
"પોહચી જાય એટલે એક કોલ કરી દેજે" હસ્તિએ મને કહ્યું.
"હા, મારી મા, હું હવે કઈ નાની છોકરી નથી"
"આઈ અગ્રી વિથ હર" ક્રિશે પણ કહ્યું.
"ઓકે, બાય" હું મારી સીટ પર આવીને બેસી ગઈ અને ટ્રેન ધીમા ઝટકા સાથે પાટા પર ચાલવા લાગી.
* * * * *
મીસ. હાર્વિ પર ધીમે ધીમે આલ્કોહોલનો નશો ચડી ગયો હતો, રાત પણ ખાસ્સી વીતી ચુકી હતી, હાર્વિ પોતાની વાત કહેતા કહેતા જાણે કે પોતે જ ભૂતકાળ માં પોહચી ગઈ હતી.
"મીસ. મહેરા, હવે આપણે વાતને અહીં જ અટકાવી દેવી જોઈએ, રાત ખાસ્સી વીતી ગઈ છે અને તમને પણ નશો ચડ્યો છે, હવે આપણે જવું જોઈએ, બાકીની વાતો કાલે કરશું" મેં હાર્વિને કહ્યું કારણકે હવે મને પણ થોડા નશાની અસર હેઠળ ઊંઘ આવવા લાગી હતી.
આમ જોવા જઈએ તો એક લેખકને જ્યારે પોતાની માટે એક સ્ટોરી મળતી હોય ત્યારે તેને ઊંઘ ના આવે પણ મારા જેવા નવોદિત લેખક માટે એ હજુ મુશ્કેલ હતું.
મારી વાત સાંભળીને હાર્વિ ઉભી થઇ અને ગાડીની કી અને પર્સ ઉઠાવ્યું, "હાર્વિ તમે અત્યારે ડ્રિન્ક કરેલું છે, યુ કાન્ટ ડ્રાઈવ વ્હેન યુ આર ડ્રન્ક" હાર્વિની લથડીયા ખાતી હાલતમાં તેને ડ્રાઈવ ના કરવા દેવું જ મને ઉચિત લાગ્યું.
"ઓહહ, ડોન્ટ વરી બોય.., મારી ગાડીમાં ઓટોમેટિક સિસ્ટમ છે અને આમ પણ અત્યારે અડધી રાત્રે રસ્તા પર કોણ હોવાનું?" હાર્વિ નશામાં જ બોલી, એ પણ મને આમ જ ટોકતો હતો, હાર્વિ નશામાં જ પોતાને જ સંભળાવતી હોય એમ બોલી.
હું હાર્વિ સાથે કારમાં બેઠો, હાર્વિની ગણતરી મુજબ જ રસ્તાઓ ખાલી હતા કોઈ એકલ દોકલ વાહન સિવાય, હાર્વિએ મને મારી હોટેલ પર ડ્રોપ કર્યો અને જતી રહી.
તેની સ્થિતિ જોઈ મેં મનોમન જ પ્રાર્થના કરી કે તે સહીસલામત ઘરે પોહચી જાય.
હું રૂમ પર આવી ફ્રેશ થયો અને પથારીમાં લંબાવ્યું, હાર્વિની આગળની સ્ટોરી શુ હશે એ વિચારોમાં મને ક્યારે ઊંઘ આવી ગઈ તે ખબર જ ના રહી...

(ક્રમશઃ)

After reading the story please give your valuable feedback....

I'm very sorry for late publishing...

Thank you.
-Gopi Kukadiya & Mer Mehul