વિકૃતિ - વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-13 Mehul Mer દ્વારા પુષ્તક અને વાર્તા PDF

વિકૃતિ - વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-13

વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરી
ભાગ-13
હું વિહાનની નજીક જઇ બેસી ગઈ.મારી આંખોમાં આંસુ આવી ગયા હતા.રડવું નોહતું પણ વિહાન સામે રડાય ગયું.
“મેં કોઈ ભૂલ કરી વિહાન?”રડમસ અવાજે મેં કહ્યું.આજે તેણે મને એકવાર પણ જોઈ નોહતી.અત્યારે પણ તેનું ધ્યાન સાબરમતીના તરતા પાણી પર હતું.મેં તેને હડપચીએથી ઝકડ્યો અને તેનો ચહેરો મારા તરફ ઘુમાવ્યો.તેની આંખો પણ ભીંની હતી.હું કંઈ વિચાર્યા વિના તેને વળગી ગઈ.
      વિહાન મારા પર ઢળી પડ્યો.કોઈ નાનું બાળક જેમ તેની માં ને વળગે છે તેમ વિહાન મારા આંચલમાં છુપાઈ રહ્યો હતો.મેં તેના વાળમાં હાથ ફેરવી સાંત્વન આપી.કદાચ તેને અત્યારે હુંફની જરૂર હશે.હું પણ તેને સમજીને પગલું ભરતી હતી.
“વિક્કી”મેં ધીમેથી કહ્યું.હથેળી વચ્ચે તેનો ચહેરો ચહેરો લઈ મેં આંખો મેળવી.અપલક નજરે એ મને જોતો રહ્યો.એ મારી નજીક આવતો જતો હતો.નજર ચુરાવવાના મારા બધા જ પ્રયાસો વ્યર્થ જતા હતા.હું કોઈ નિર્ણય લઉં એ પહેલાં તેણે મારા અધર પર અધર ચાંપી દીધા અને બચકું ભરી ગયો.મેં તેને દૂર ધકેલ્યો.
“શું કરે છે વિહાન?”ગુસ્સામાં વિહાનને તમાચો ચૉડી દીધો..એ ચૂપ રહ્યો.
“તને શરમ ના આવી?,આવી બાલિશ હરકત કરતા.હું તને એક સારો ફ્રેન્ડ સમજુ છું અને તું?”શબ્દો પર મારો ખુદનો કંટ્રોલ નોહતો.હું મન-ફાવે તેમ બોલતી હતી.એ અચાનક ઉભો થયો અને ચાલવા લાગ્યો.આ છોકરાએ આજે શું ધારી હતી?
“વિહાન..”મેં બૂમ પાડી, “ક્યાં જાય છે?’એ ઉભો રહ્યો.
“મારે ઘરે જવું છે”
“ચાલ તને ડ્રોપ કરી જાવ”મેં શાંત થતા કહ્યું.
      એ ચાલવા લાગ્યો.તેની ચૂપકીદીથી હું સમજી ગઈ હતી.તેને રોકવાની કોશિશ કરવી મુર્ખતા કહેવાય.એ ચાલ્યો ગયો.હું ત્યાં જ બેસી રહી.એકલી.
      મનમાં લાખો સવાલ ઘૂમી રહ્યા હતા, ‘વિહાને આવું શા માટે કર્યું?,પહેલા પ્રોપોઝ પણ કરી શકેત.આમ કોઈની પરમિશન વિના કિસ કરવી ખરાબ વાત કહેવાય.માન્યું કે હું પણ તેને પસંદ કરું છું પણ તેનો મતલબ એમ તો નહીં ને કે એ મન ફાવે એમ કરે.’
      રિવરફ્રન્ટથી સીધી ઘરે પહોંચી બેડમાં આડી પડી.મારી પાસે બીજો કોઇ વિકલ્પ હતો જ નહીં.આડી પડી ત્યારે ઇશાનો કૉલ આવ્યો પણ ગુસ્સામાં કૉલ કટ કરી,સ્વીચ ઑફ કરી દીધો.
‘વિહાન યુ હર્ટ મી’રડતા રડતા એક જ વાક્ય રટતી હતી.
***
       આકૃતિ જ્યારે વિહાનને વીંટળાઈ ત્યારે વિહાન સુધ ખોઈ બેઠો.તેના અંગોમાં સણસણાટી પેસી ગઈ.બીજી રીતે કહીએ તો વિહાન આકૃતિને માણવા લાગ્યો.વિજાતીય આકર્ષણને કારણે વિહાન શું કરતો હતો એ તેને ખુદને ખ્યાલ નોહતો.પહેલીવાર કોઈ છોકરીએ તેને આવી રીતે સ્પર્શ કર્યો હતો.
      છતાં વિહાને સંયમ જાળવ્યો હતો.આકૃતિથી નજર છુપાવી પોતાના આવેગોને બીજી દિશામાં વાળવાના એ પ્રયત્નો કરતો હતો.એટલામાં જ્યારે આકૃતિએ તેના ગાલો પર હાથ રાખી આંખો મેળવી ત્યારે તેના આવેગોનો બંધ છૂટી ગયો અને એક આદમ જાનવર માફક આકૃતિ પર ત્રાટક્યો.આકૃતિએ જ્યારે તેને દૂર ધકેલ્યો ત્યારે તેને ભાન થયું હતું કે એ શું ભૂલ કરી બેઠો છે.
       એ સ્વસ્થ થાય એ પહેલાં આકૃતિએ તેને એક તમાચો માર્યો.આકૃતિના રોકવા છતાં એ નીકળી ગયો.થોડે દુર ચાલ્યો ત્યાં પાછળથી ઈશા પ્લેઝર તેની આગળ ખડું કરી દીધું. વિહાને આંસુ લૂછી વાત છુપાવવાની કોશિશ કરી.ઇશા તેને પ્લેઝરમાં બેસારી પોતાના ઘર તરફ નીકળી ગઈ.
     ઇશાના ઘરે કોઈ નોહતું.
“અંદર આવ”ઇશા વિહાનનો હાથ ખેંચતા અંદર ખેંચી જતી હતી. વિહાન વારંવાર ઘરે જવાની રટ લઈને બેઠો હતો.ઇશાએ તેની એકવાત ના સાંભળી અને તેના રૂમમાં ખેંચી ગઈ.
“શું છે ઈશા?”વિહાને કંટાળીને કહ્યું.ઈશા તેની બાજુમાં આવી બેસી.વિહાનના હાથ પર હાથ રાખી શાંતિથી કહ્યું, “મેં તારાથી એક વાત છુપાવી છે વિહાન”
“શું?”વિહાન ઇશાને ઇગ્નોર કરવાની કોશિશ કરતો હતો.ઇશાએ વિહાનને પોતાના તરફ ઘુમાવ્યો.બંને હાથમાં હાથ આંગળીઓ પરોવી પોતાના તરફ ખેંચ્યો અને વિહાનને હગ કરી ગઈ.
“આઈ લવ યુ વિહાન”ઇશાએ વિહાનના કાન પાસે ધીમેથી કહ્યું.વિહાને તેને દૂર ધકેલી.
“શું વાત કરે છે યાર?”
“હા કેટલા સમયથી કહેવું હતું પણ આજે આકૃતિ સાથે તને એકલો છોડ્યો એટલે મારાથી ના રહેવાયું”ઇશાએ ખુલાસો કરતા કહ્યું.વિહાન ઇશાને એકીટશે જોતો રહ્યો.
***
      મેં બાર કલાકની ઊંઘ લીધી હતી.આંખ ખુલી ત્યારે ખ્યાલ આવ્યો કે સવારના સાત વાગી ગયા છે.મારુ માથું હજી ભમતું હતું.મને સખત ભૂખ લાગી હતી.ફ્રેશ થઈ મેં નાસ્તો તૈયાર કર્યો. ‘તેની શું હાલત થઈ હશે?’એકાએક મને વિહાનની ચિંતા થઈ.કૉલ કરવાનું મન થયું પણ મેં ના કર્યો.મારો મોબાઈલ હજી સ્વીચઑફ હતો.તેનો કૉલ આવ્યો કે નહીં એ ચૅક કરવા મેં મોબાઈલ હાથમાં લીધો,મોબાઈલ સ્વિચ ઑન કર્યો તો વિહાનના કૉલના કોઈ મેસજ નોહતા.ઇશાના આઠથી દસ કૉલ આવી ગયા હતા.મેં ડેટા ઑન કર્યા.
‘મેં આજે વિહાનને પ્રપોઝ કર્યું આકૃતિ’
‘કેટલા દિવસથી હું તને કહેવા ઇચ્છતી હતી પણ કહી શકતી નોહતી’
‘આઈથિંક એ પણ મને લાઈક કરે છે,કાલે એ જવાબ આપવાનો છે’
‘મને ડર લાગે છે યાર’
‘ઓય આકૃતિ,ઓનલાઈન થા યાર,મારે તારી પાસેથી વિહાન વિશે વાતો જાણવી છે’
‘ઑય.ઑય’
      ઇશાના એકસાથે ઘણાબધા મૅસેજ હતા.મને વિહાન પર ગુસ્સો આવ્યો.
‘કેવો માણસ છે?,હું ના મળી તો મારી સહેલીને ફસાવી.મારી ફીલિંગ્સ જાણવાની પણ રાહ ના જોઈ.તેના માટે શું નોહતું કર્યું?નવા કપડાં લઈ આપ્યા,ઇશાથી બચાવી,એક દેહાતી ગવારમાંથી સિટીમાં રહેતા શીખવ્યું પણ સમજે કોણ?આવી ગયો અસલી રંગમાં.’
     ગુસ્સામાં મેં નાસ્તાની પ્લેટ ફેંકી દીધી.મોબાઈલ પણ ફેંક્યો.રૂમમાં આવી બેડ પર પડી.ઓશિકામાં ચહેરો છુપાવી રડવા લાગી.મને સંભાળવાવાળું કોઈ નોહતું અત્યારે.જેના પર થોડો વિશ્વાસ રાખ્યો હતો તેણે જ હર્ટ કરી.કહેવું તો કોને કહેવું?
‘કોણ લાગે છે એ મારો?તેના માટે હું શું કામ રડું છું?એક મહિનો જ થયો એ મને મળ્યો તેને.લોકો તો લાઈફમાં આવતા જતા રહે.’મેં મારી જાતને જ સ્વસ્થ કરી.આંખોમાં પાણી છાંટી આંસુ લૂછી નાખ્યા.નીચે આવી નાસ્તાની પ્લેટ ઉઠાવી અને મોબાઈલ હાથમાં લીધો અને નાસ્તો કરવા બેસી ગઈ.દરવાજા પર નજર કરી તો કોઈ બેલ મારી રહ્યું હતું.
‘વિહાન હશે કે પછી ઈશા? વિહાને ખુશીને પણ કહી દીધું હશે?’મારા મગજમાં ચિત્કાર ઉઠ્યો.
     દરવાજા પાસે પહોંચી મેં હૉલમાંથી નજર કરી.મમ્મી-પપ્પા હાથમાં બૅગ લઈ ઉભા હતા.
‘ઓહ શીટ’મારી હાલતનું મેં નિરીક્ષણ કર્યું.આવી રીતે મમ્મી સામે જઈશ તો પકડી પાડશે.મેં વાળમાં હાથ ફેરવી વાળ અસ્તવ્યસ્ત કરી દીધા.આંખોને કસીને ચોળી લીધી.નાસ્તાની પ્લેટમાંથી થોડો નાસ્તો ટેબલ પર ઢોળી ટેબલ બગાડ્યું.ધીમેથી મેં દરવાજો ખોલ્યો અને મમ્મી-પપ્પા સામે આળસ મરડી.મેં વિચાર્યું હતું,હું હજી સૂતી એટલે મમ્મી ખિજાશે પણ મમ્મી આવીને મને હગ કરી ગઈ.હું પણ મમ્મીને હગ કરી ગઈ.
“આકૃતિ હું સિલેક્ટ થઈ ગઈ”મમ્મીએ ખુશ થતા કહ્યું.
“કોંગ્રેચ્યુલેશન મમ્મી”ખુશ થવાનો ડોળ કરતા મેં કહ્યું.મમ્મી-પપ્પા અંદર આવ્યા.મમ્મીએ બેઠકરૂમનું નિરીક્ષણ કર્યું.
“આકૃતિ તું ક્યારે મોટી થઈશ?”મમ્મી ખીજાણી. મારે એ જ જોતું હતું.આ પગલું મને વિહાનના વિચારોથી દૂર રાખતું હતું.મને સંભાળવાવાળું આવી ગયું હતું હવે.
“મમ્મી હું કૉલેજ જવ છું”સાડા સાત થયા ત્યાં હું મમ્મીને કહી નીકળી ગઈ.
“આજે તો મેડમ વહેલા આવી ગયા,વિહાને શું જાદુ ચલાવ્યો છે?”ફીરકી લેવાના મૂડમાં ખુશીએ કહ્યું.મને ગુસ્સો આવતો હતો.“ખુશી તું પ્લીઝ ચૂપ મર”
        ક્લાસમાં પહોંચી તો ઈશા કે વિહાન કોઈ નોહતું.ઈશા તો લેટ આવે જ છે પણ વિહાન કેમ નથી આવ્યો? 
‘ભાડમાં જાય બંને’મનમાં જ તેઓને ગાળો આપી હું બેન્ચ પર બેસી ગઈ.પહેલો લેક્ચર શરૂ થયો તો પણ કોઈ ના આવ્યું.બીજો લેક્ચર પૂરો થવા આવ્યો ત્યારર વિરાજ આવ્યો અને ખુશી પાસે બેસી ગયો.હું ઉભી થઇ તેને ઈશા વિશે પૂછવા ઇચ્છતી હતી પણ પ્રોફેસર હતા એટલે હું બેસી રહી.મને ક્યાંક ચૅન નોહતું પડતું.એ બંને શું ખીચડી પકાવી રહ્યા હશે એકલા?
 ‘વિહાન તું આવું કેવી રીતે કરી શકે યાર?મને ખબર છે તું અને ઈશા બંને મળી મજાક કરી રહ્યા છો.ઈશા મારી ફ્રેન્ડ છે એ એવું ના કરે.તું પણ સમજદાર જ છે.કાલે રીવરફ્રન્ટ પર કદાચ તારી ભૂલ થઈ ગઈ હશે પણ ઈશા સાથે…ના બિલકુલ નહિ’મારા સકારાત્મક વિચારો મને આવું કહી રહ્યા હતા.
‘કેમ ના કરી શકે?એક વર્ષથી એ કૃપાલી સાથે વાત નોહતી કરતી.વિહાને જ તેની સાથે વાત કરાવી.મેં જ મારા પગ પર કુલ્હાડી મારી છે.એ ગવારને સજાવીને.જો એ ચંપુ જેવો લાગતો હોત તો કોઈ તેને પસંદ ના કરેત.મેં તેને તમાચો માર્યો એટલે એ સમજી ગયો હશે કે અહીંયા દાળ ગલવાની નથી એટલે રાહ જોયા વિના ઈશા પર ચાન્સ માર્યો હશે.આમપણ એ ઈશા સાથે મીઠી મીઠી વાતો કરતો જ ને.’નકારાત્મક પાસું વધુ મજબૂત હતું.બે લેક્ચર આવા જ વિચારોમાં પરાણે પસાર કર્યા.બ્રેક પડ્યો એટલે તરત વિરાજ પાસે પહોંચી ગઈ.
“વિરાજ ઈશા ક્યાં છે?”મેં ઉતાવળથી પૂછ્યું.
“એ તો લાઈબ્રેરીમાં ગઈ છે,કંઈક કામ હતું એમ કહેતી હતી”વિરાજે કહ્યું.
      હું દોડતી લાઈબ્રેરીએ પહોંચી.ત્યાં વિહાન પણ નોહતો અને ઈશા પણ નોહતી.
‘એકવાર કૉલ કરી લઉં?’મને વિચાર આવ્યો.મોબાઈલ બેગમાં હતો.
     હું મારા ક્લાસમાં આવી.ક્લાસમાં પ્રવેશતા જ વિરાજે પૂછ્યું,”મળી એ?”
“ના લાઈબ્રેરીમાં નથી,હું તેને કૉલ કરી પૂછી લઉં છું”મેં કહ્યું.
“જૂની લાઈબ્રેરી હો”વિરાજે કહ્યું.હું કેવી રીતે ભૂલી ગઈ.વિહાન અને ઈશા ત્યાં જ મળ્યા હતા જ્યારે તેની દોસ્તી થઈ હતી.મોબાઈલ લીધા વિના જ હું જૂની લાઈબ્રેરી તરફ ચાલી.
     લાઈબ્રેરીનું બારણું અડધું વાસેલું અને અડધું ખુલ્લું હતું.હું બારણાં પાસે ઉભી રહી.અંદરથી ઈશા અને વિહાનના ધીમા અવાજ સંભળાતા હતા.
“વિહાન મેં કોઈ દિવસ બોયફ્રેન્ડ બનાવવા વિશે વિચારેલું નહિ પણ જે દિવસથી તારી સાથે દોસ્તી થઈ છે હું બદલાઈ ગઈ છું.તારી સાથે વાતો કરી મને કંઈક જુદું જ ફિલ થાય છે. કાલે જ્યારે આકૃતિ તને બોલાવવા આવી અને તે ના પાડી ત્યારે હું પણ સમજી ગઈ કે તું મારા માટે ફિલ કરે છે”ઈશાનો અવાજ ખીલેલો જણાતો હતો.
“હા હું પણ તારા માટે એવું જ ફિલ કરું છું.તારી સાથે ઝગડો કરતા કરતા તું મને ક્યારે પસંદ આવી ગઈ મને જ ખબર નથી”વિહાન પણ ખુશી ખુશીએ ઇશાને સ્વીકારી રહ્યો હતો.
“મને લાગ્યું તું આકૃતિને પસંદ કરે છે પણ તે આજે કહ્યું ત્યારે ખબર પડી કે તમે સારા દોસ્ત છો બીજું કંઈ નહીં”ઇશાના અવાજમાં માદકતા આવવા લાગી.એ વધુ ખુશ થતી હતી પણ તેને ખબર નથી કે તેણે જેને પસંદ કર્યો છે તેણે કાલે જ બીજે મોઢું મારેલું છે.
“ના હું…”વિહાન આગળ બોલે એ પહેલાં ઇશાએ ‘શશશશ’નો અવાજ કર્યો.કદાચ ઇશાએ વિહાનને ચૂપ રહેવા કહ્યું હશે.વાતાવરણ શાંત થઈ ગયું.હું મૂંઝાઈ.
‘મારે ઇશાને કાલની હકીકત જણાવવી જોઈએ’એમ વિચારી મેં દરવાજો ખોલ્યો.
“વૉટ ધ….”ઈશા ખૂણામાં શૅલ્ફને ટેકો આપી ઉભી હતી અને વિહાન ઇશાની નજીક ઉભો હતો.તેનો હાથ ઇશાની કમરે વીંટળાયેલો હતો.ઇશાએ વિહાનનો ચહેરો હાથમાં પકડ્યો હતો અને કિસ કરવાની કોશિશ કરતી હતી.
“ઈશા…”મેં જોરથી બૂમ પાડી.
(ક્રમશઃ)
Megha Gokani & Mer Mehul
મારી અન્ય નૉવેલ,
-ભીંજાયેલો પ્રેમ (લવ સ્ટૉરી)
-સફરમાં મળેલ હમસફર ભાગ-1 & 2 (સસ્પેન્સ લવ સ્ટૉરી)
-સ્માઇલવાળી છોકરીની શોધમાં(હાસ્ય લઘુકથા)
-તું મુસ્કુરાયે વજાહ મેં બનું (ટૂંકીવાર્તા)
      સાથે આ નોવેલને મંતવ્ય આપવાનું ચૂકતા નહિ.
Contact info :
Mehul – 9624755226
Megha – megha.g (instagram)

રેટ કરો અને રિવ્યુ આપો

yogesh dubal

yogesh dubal 6 માસ પહેલા

Gordhan Ghoniya

Gordhan Ghoniya 1 વર્ષ પહેલા

Fallu Thakor

Fallu Thakor 1 વર્ષ પહેલા

Usha

Usha 2 વર્ષ પહેલા

Parul

Parul 2 વર્ષ પહેલા

શેયર કરો