લંગોટિયા 12 HardikV.Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • વરદાન કે અભિશાપ - ભાગ 40

    વરદાન કે અભિશાપ (ભાગ-૪૦)                 (રાતના અઢી વાગ્યે પ...

  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

શ્રેણી
શેયર કરો

લંગોટિયા 12

              વંદના બીજા દિવસે પણ જીગર પાસે આવી. જીગરની સ્થિતિ એ જ હતી. બબલી પણ ત્યાં હાજર હતો. વંદનાની આંખમાંથી આંસુ વહી રહ્યા હતા. એ જોઈ બબલી બોલ્યો, “વંદનાબેન તમે શા માટે રડો છો? જીગર જરૂર પાછો આવશે. મને વિશ્વાસ છે.” વંદના બોલી, “જીગર મારી સાથે ચિટિંગ કરી છે.” બબલી નવાઈ પામી બોલ્યો, “કઈ રીતે?” વંદના બોલી, “તેણે જ્યારે મારી સાથે છેલ્લે વાત કરી ત્યારે મેં તેને પ્રપોઝ કર્યો હતો. એ દિવસે તેણે મને જવાબ ન આપ્યો. પછી ક્યારેક આપશે એમ કહી અત્યારે પથારી પકડી લીધી. રડવુ કેમ ન આવે?” બબલી બોલ્યો, “એ તેની ભૂલ જરૂર સુધારશે.” 
              વંદના બોલી, “મારા મમ્મી પપ્પા આ બારમાં ધોરણ પછી મારા લગ્ન કરવા માંગે છે. પણ મારે જીગર સાથે પરણવુ છે.” બબલી બોલ્યો, “તમારી વાત સાચી પણ તમને નથી લાગતુ તમારી સરખામણીમાં જીગાની ઉંમર નાની છે. તમારી અને જીગરની ઉંમરમાં બે વર્ષનો તફાવત છે.” વંદના કહે, “એ જે હોય એ મને પરવાહ નથી. લોકો શુ વિચારે છે એનાથી મને કોઈ ફરક નથી પડતો. તને ખબર છે જીગર મને કેમ પસંદ છે? અત્યાર સુધી મને કોઈ એવો વ્યક્તિ નથી મળ્યો કે જેના પર હું આંખ બંદ કરીને વિશ્વાસ કરી શકું. ટ્રેનમાં પણ તેણે મને ખરાબ નજરથી ન જોઈ. અત્યારે લોકો છેડતી કરવા માટે જાણી જોઈને સામે બેસે છે અને નજર ટકાવી દે છે. પણ જીગરે એમ ન કર્યું. ઉપરાંત તે મને મારા ઘર સુધી મોડી રાત્રે મૂકી ગયો. તેણે અત્યાર સુધીમાં મારી કોઈપણ વાત ટાળી નથી. બસ એટલે જ મારે જીગરની પત્ની બનવું છે. પણ અત્યારે સંજોગો કઈક જુદા છે.”
               બબલી બોલ્યો, “તમે જીગર માટે કેટલો સમય રાહ જોઈ શકો?” વંદના કહે, “જ્યાં સુધી મારા માબાપ મને ફોર્સ ન કરે. કારણ કે હું તેમનું દિલ ન દુખાવી શકું.” બબલી બોલ્યો, “અને જો તે ફોર્સ ન કરે તો?” વંદના બોલી, “તો પછી રાહ ન જોવાનો પ્રશ્ન જ ઉભો નથી થતો.”
              બબલી બોલ્યો, “તો બસ તમે રાહ જુઓ. તમારા અભ્યાસ તો શું જ્યાં સુધી તમે ભણવા ઈચ્છો ત્યાં સુધી ભણો. તમારા માબાપ તમારા લગ્નની કોઈ વાત નહી કરે.” વંદના બોલી, “પણ એ કઈ રીતે. વળી જીગરના માબાપ મને કંઈ રીતે સ્વીકારશે?” બબલી બોલ્યો, “તમેં કનુકાકાની ચિંતા ન કરો. એ જરૂર માની જશે. રહી વાત તમારા પેરેન્ટ્સની તો એ મારા પર છોડી દો. બસ તમારા અભ્યાસ પર ફોકસ રાખો. કારણ કે જીગરને એ વધુ ગમશે. જીગરને પણ ભાનમાં લાવવા હું કોઈપણ પ્રયત્ન બાકી નહિ છોડુ. પણ એક શરત છે.”
           શરતનું નામ સાંભળતા વંદના બોલી, “પહેલી શરત તો એ કે તમે તમારી વાત પર કાયમ રહેજો અને બીજી એક વ્યક્તિને તમારે એક વાત માટે કન્વીન્સ કરી પડશે. પણ એ હું પછી કહીશ.” વંદના બોલી, “મને શરત મંજુર છે. પણ તુ પ્લીઝ મારી મદદ કરજે. કારણ કે મારે જીગર સિવાય કોઈની પત્ની નથી થવુ. મારા પપ્પા મને પરણાવવા ઉતાવળા છે.” બબલી બોલ્યો, “એ થઈ જશે. તમે ચિંતા ન કરો.”
 .......સાત વર્ષ પછી.
              એક દિવસ જીગર ભાનમાં આવ્યો. ડોકટર બધા ત્યાં તેની પાસે પહોંચી ગયા. જીગર કહેવા લાગ્યો, “હું ક્યાં છું? દીપક ક્યાં છે?” ડોક્ટરે કોઈને ફોન કરી કહ્યું, “અભિનંદન તમારો મિત્ર કોમામાંથી બહાર આવી ગયો છે. તમે જલ્દી અહીં આવી જાવ. નવાઈની વાત તો એ છે કે તેને થોડું ઘણું યાદ છે. જલ્દી આવી જાવ.”
              થોડીવાર થઈ અને એક યુગલ ત્યાં આવ્યું. તે યુગલ કોઈ નહિ પણ બબલી અને તેની પત્ની હતા. બબલી ડોક્ટરને ભેટી પડ્યો, “થેંક્યું ડોકટર તમારા લીધે જ મારો મિત્ર આજ સાત વર્ષ પછી ભાનમાં આવ્યો છે. તે કઈ પૂછતો હતો?” ડોક્ટર બોલ્યા, “હા વારંવાર કોઈક દીપકનું નામ લેતો હતો. આ દીપક છે કોણ?” બબલી બોલ્યો, “સર દીપક તેનો લંગોટિયા મિત્ર છે. તેની માટે જ જીગરે આ હાલત ભોગવી છે. હવે અમે તેને ઘરે લઈ જઈ શકીએ?” ડોક્ટર બોલ્યા, “હા જરૂર. પણ એટલુ ધ્યાન રાખજો કે મેડીસિન ટાઈમ પર આપતા રહેજો. જો તેને કોઈ બાબત યાદ ન હોય તો તેને યાદ કરાવવા ફોર્સ ન કરતા.” બબલી સહમત થઈ ગયો.
               બબલી બોલ્યો, “સાક્ષી આજ હું બહુ ખુશ છું. આજ તો કનુકાકાને અને જેન્તીકાકાને સરપ્રાઈઝ આપવી જ છે. ચાલ આપણે જીગાને લઈને ઘરે જઈએ. સારું આપણે કામના કારણે અમદાવાદ જ હતા.” સાક્ષી બોલી, “મેં તમને નહતું કહ્યું તમારો મિત્ર જલ્દી ઠીક થઈ જશે.” બંને જીગર પાસે ગયા. બબલી કહેવા લાગ્યો, “જીગા મને ઓળખે છે? હું બબલી.” જીગર કહે, “બબલી...હા..બબલી આ હોસ્પિટલ? કઈ સમજાતું નથી. દીપક ક્યાં છે? અને આ તારા ચહેરો બદલી કેમ ગયો છે?” બબલીએ કહ્યું, “તું પહેલા મારી સાથે ચાલ. હું તારા બધા સવાલના જવાબ આપીશ.” બબલીએ જીગરને પોતાની પાસે તેની કારમાં બેસાડ્યો. જીગર બોલ્યો, “આપણે ક્યાં છીએ? આટલું બધુ ટ્રાફિક બોટાદમાં નથી થતુ.” બબલી બોલ્યો, “આપણે અમદાવાદમાં છીએ અને બોટાદ જઇ રહ્યા છીએ.”
               જીગર બોલવા લાગ્યો, “કેટલુ બધુ ચેન્જ થઈ ગયુ છે. મારે તો દાઢી પણ આવી ગઈ છે. એક વાત તો કે આપણી સાથે ગાડીમાં કોણ બેઠું છે. મેં તો કદી જોઈ નથી.” બબલી બોલ્યો, “એ તારી ભાભી છે. સાક્ષી.” જીગર નવાઈ પામતા બોલ્યો, “ભાભી? તારા લગ્ન થઈ ગયા? કોડા માટી રાહ પણ ન જોઈ? મને આ બધુ સમજની બહાર છે. મને જણાવ મને શુ થયુ હતુ? હું હોસ્પિટલમાં કેમ હતો?” બબલી બોલ્યો, “તુ નહિ માને. ચાલ તને હકીકત કહી દઉં. તુ છેલ્લા સાત વર્ષથી કોમામાં હતો.” જીગર બોલ્યો, “કોમામાં? પણ કઈ રીતે?” બબલીએ કહ્યું, “તુ મારી મશ્કરી કરતો હતો એવામાં તારું ચપ્પલ તૂટી ગયુ અને તારું માથું પથ્થર પર પટકાયું એટલે?”
              બબલી જીગરને લઈને બોટાદમાં આવી ગયો હતો. તેણે કનુભાઈ અને જેન્તીભાઈને જીગરના સમાચાર આપી દીધા. થોડીવારમાં તે ઘરે આવી ગયા. જીગર જેવો ઘરમાં એન્ટર થયો કે તરત જ એક યુવતી આવી તેને ભેટી પડી. તે કહેવા લાગી, “પપ્પા જુઓ મારો જીગર આવી ગયો. જીગર તને પાછો મેળવવા મેં એક વ્રત પણ બાકી નથી રાખ્યું. આખરે ઈશ્વરે મારી સાંભળી.” જીગર તો વિચારમાં પડી ગયો. તે કનુભાઈ સામે જોઈ કહેવા લાગ્યો, “પપ્પા આ..” કનુભાઈ બોલ્યા, “એ વંદના છે. તારી ફ્રેન્ડ. અરે સોરી તારી થનારી પત્ની.” જીગર હસીને બોલ્યો, “સારું થયુ કોમામાં જવાનો કઈ તો ફાયદો થયો.” વંદના બોલી, “તુ હમેશા આવો જ રહેવાનો છે. ચાલ હવે થોડા સમયમાં આપણે લગ્ન કરી લઈએ.” જીગર બોલ્યો, “પણ તારા પપ્પા માની કેવી રીતે ગયા?”
              કનુભાઈએ જવાબ આપ્યો, “એ કામ બબલીનું છે. તેણે વંદનાના કાકાની છોકરી સાક્ષી સાથે લગ્ન કરી. વંદનાના પપ્પાને મનાવી લીધા. તેણે વંદનાના પપ્પાની બીમારી ઠીક કરવા સારામાં સારી હોસ્પિટલમાં રાખી ઠીક કર્યા છે પછી તો તે માનવાના જ હતા ને. જે બબલીને આપણે ભોળો સમજતા હતા. એ આજે એક કારખાનાનો માલિક છે.”
             બધાએ જીગર સાથે ખૂબ વાતો કરી. જીગરે બબલીને કહ્યું, “યાર હવે તો દીપકને મળવું છે. ક્યાં છે તે?” બબલીએ કહ્યું, “ચાલ મારી સાથે.” બબલી જીગરને તેની સ્કૂલે લઈ ગયો. જીગર કહેવા લાગ્યો, “તુ આપણી સ્કૂલે કેમ લઈ આવ્યો?” બબલી કહે, “અંદર આવી ને જો તો ખરી.” બંને અંદર ગયા. બબલીએ એક ક્લાસ પાસે જઈ કહ્યું, “અંદર નજર કર તો કોણ ભણાવે છે?” જીગરે અંદર નજર કરી તો શિક્ષક બાળકોને ભણાવી રહ્યા હતા. શિક્ષકની નજર જીગર પર પડતા તે ભણવતા અટકી ગયા. તેમની આંખમાં આંસુ આવી ગયા. શિક્ષકને રડતા જોઈ જીગર બોલ્યો, “દી.. દી.. દિપક.” દીપક સીધો જીગરને ભેટી પડ્યો. તે કહેવા લાગ્યો, “જીગા. ઈશ્વરે મારી સાંભળી લીધી. તુ આવી ગયો. યાર તારી વગર જરા પણ ન હતુ ગમતુ. આ સાત વર્ષ તારી વગર કેવી રીતે નીકળ્યા એ ફક્ત હુ જ જાણું છું. જો મેં તારુ સપનુ મેં પૂરું કરી બતાવ્યું. હું આપણી જ શાળામાં શિક્ષક છું.” જીગર પણ રડવા લાગ્યો. તેની આંખમાં હરખના આંસુ હતા.
               દીપક હસીને બોલ્યો, “હવે લગ્ન ક્યારે રાખ્યા છે?” જીગર બોલ્યો, “ગાંડા આપણે બંને એક જ મંડપમાં લગ્ન કરવાના છે તારી માટે કોઈ શોધીએ પછી કરી નાખસુ.” બબલી બોલ્યો, “શોધવાનુ શુ સેજલ છે ને?” દીપક કહે, “બબલી એ ક્યાં છે એ પણ હું નથી જાણતો તો પછી એ કેવી રીતે શક્ય છે?” બબલી બોલ્યો, “જીગા અમદાવાદમાં જે તારી સારવાર કરનારી નર્સ હતી એ બીજું કોઈ નહિ પણ સેજલ જ હતી. તમારા બંનેના માબાપની ઈચ્છા હતી ને એક સાથે લગ્ન કરાવવાની એ જરૂર પુરી થશે.” ત્રણેય મિત્રો એકબીજાને ભેટી પડ્યા.
The end.
મારા દરેક વાંચકમિત્રોના સહકાર બદલ હું આભારી છું.
- હાર્દિક વી.પટેલ