પૃથ્વી:એક અધૂરી પ્રેમ કથા ભાગ-8 DrKaushal Nayak દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પૃથ્વી:એક અધૂરી પ્રેમ કથા ભાગ-8

વીરસિંઘ પૃથ્વી નો ઈશારો સમજી ગયા . તેઓ પોતાની પૂરી તાકાત લગાવી પોતાની જડપ થી ભાગવાની ક્ષમતા થી એક કુંડાળાં એટ્લે mini tornado જેવી રચના કરી.જેથી ધૂળ ની ડમરીઓ ઉડવા લાગી.એના કારણે અવિનાશ અંજાઈ ગયો અને એને કઈ સ્પષ્ટ દેખાતું નહતું . એટલામાં પૃથ્વી ના ઘા ભરાઈ ગયા એને સ્થિતિ નો લાભ ઉઠાવી અવિનાશ પર હુમલો કર્યો અને વીરસિંઘ અને પૃથ્વી એ અવિનાશ ને દબોચી લીધો .પૃથ્વી એ અવિનાશ ને પાછળ થી પકડ્યો અને એના તીક્ષ્ણ fangs (vampire teeth) વડે ગરદન પર બચકું ભર્યું અને એના શરીર માંથી લોહી ચૂસવા લાગ્યો અવિનાશ કમજોર થવા લાગ્યો એને પોતાને છોડવાનો પ્રયત્ન કર્યો પણ વીરસિંઘે પૂરી તાકાત થી એને પકડી રાખ્યો હતો. પણ છેવટે એને પોતાના જાદુ મંત્ર ની શક્તિ વડે એની પૂરી તાકાત લગાવી જેનાથી પૃથ્વી અને વીરસિંઘ ને જોરદાર ઝાટકો લાગ્યો અને પૃથ્વી ના સકંજા માંથી અવિનાશ છૂટી ગયો. પણ એ ખૂબ કમજોર થઈ ગયો હતો એટ્લે બહુ દૂર સુધી ભાગી શકતો નહતો . પૃથ્વી અને વીરસિંઘ ફરી થી સ્વસ્થ થયા અને અવિનાશ નો પીછો કરવા લાગ્યા . આ બાજુ અદિતિ પૃથ્વી ને શોધતી આવી રહી હતી .

પૃથ્વી અને વીરસિંઘ પવનવેગે અવિનાશ ની નજીક પહોચી ગયા પણ એ પેહલા અદિતિ અવિનાશ ને જોઈ ગઈ કે એ કોઈક થી ભાગી રહ્યો હતો અને લોહી લુહાણ હતો . પૃથ્વી અને વીરસિંઘ ની નજર અદિતિ પર પડતાં જ અદિતિ એમને જોવે એ પહેલા એ જંગલ ના અંધકાર માં અદ્રશ્ય થઈ ગયા.

અદિતિ ભાગીને અવિનાશ પાસે ગઈ અવિનાશ જમીન પર ઢળી પડ્યો.

અદિતિ : અવિનાશ ....શું થયું તને ? તું અહી શું કરે છે ? આ લોહી આટલું બધુ ?

અવિનાશ : કઈ નહીં એક જાનવરે હુમલો કરી દીધો જેમ તેમ કરી જાન બચાવી ભાગ્યો છું .

અદિતિ : તને તત્કાળ hospital લઈ જવો પડશે .

અદિતિ એ એક કપડું ફાડીને અવિનાશ ની ગરદન પર બાંધ્યું અને સહારો આપી એને કોલેજ ની હોસ્પિટલ માં લઈ ગઈ.

હોસ્પિટલ માં doctor એ અવિનાશ નો ઘા સાફ કર્યો ત્યારે અદિતિ ની નજર અવિનાશ ના ઘા પર પડી એ vampire bite ને ઓળખી ગઈ .

અદિતિ : અવિનાશ ....આ જાનવર કોણ હતું ....i mean ...કયું હતું ?

અવિનાશ : મને ખાસ ખ્યાલ નથી ...પણ મને પૃથ્વી એ કહ્યું કે જંગલ માં તમારું કઈક કામ છે ...હું એની સાથે સાથે ગયો અચાનક ખબર નહીં એ ક્યાં ગાયબ થઈ ગયો અને પાછળ થી કોઈક મોટા જાનવરે હુમલો કરી દીધો .

અદિતિ સમજી ગઈ કે આ પૃથ્વી નું કામ છે . એને ખૂબ જ ગુસ્સો આવ્યો .અવિનાશ સમજી ગયો કે ... એની ચાલ કામયાબ રહી .

અવિનાશ ( મનમાં ): પૃથ્વી તું તો ગયો..... મે તો હાર કર ભી જીત ગયા.

અને મનમાં હસવા લાગ્યો .

અદિતિ : તું આરામ કર હું આવું છું થોડી વાર માં

અદિતિ ત્યાંથી નીકળી ગઈ .

એ કોલેજ માં પૃથ્વી ને શોધવા લાગી .

એને યાદ આવ્યું કે પૃથ્વી સાથે telepathy થી જોડાયેલ છે.અદિતિ એ આંખો બંદ કરી અને મન માં પૃથ્વી ને બોલાવ્યો .

થોડી વાર થઈ પૃથ્વી કોલેજ માં પ્રવેશ્યો. એના પ્રવેશ કરતાં જ અદિતિ એ એનો હાથ પકડ્યો અને ખૂણા માં ખેંચી ગઈ.

અદિતિ : તને તારા પર જરા પણ control ના હોય તો તું લોકો ની વચ્ચે શું લેવા આવે છે ?

પૃથ્વી : તું કહવા શું માગે છે ?સ્પષ્ટ બોલ

અદિતિ : હું બધુ જાણું છું . So At list મારા સામે નાટક કરવાની કોઈ જરૂર નથી .

પૃથ્વી : જો તું બધુ જાણતી જ હોય તો બોલ ને

અદિતિ : તે અવિનાશ પર હુમલો કેમ કર્યો ?અને ખોટું ના બોલતો એની ગરદન પર vampire bite મે જોયા છે . અને તું નહીં તો તારા પિતા હશે .

પૃથ્વી : આખી દુનિયા માં અમે ફક્ત vampire નથી , બીજા vampire પણ હોય શકે.

અદિતિ : એમ ? તો તે અવિનાશ ને જંગલ માં મળવા કેમ બોલાવ્યો હતો ? એને ખુદ મને કીધું કે પૃથ્વી એ મને જંગલ માં બોલાવ્યો હતો .

પૃથ્વી સમજી ગયો કે અવિનાશ ષડયંત્ર કરી રહ્યો છે .

પૃથ્વી : અદિતિ જે કઈ પણ થઈ રહ્યું છે એ બધુ તારી સમજ ની બહાર છે . So please તું આમાં વચ્ચે ના પડીશ.

એટલું બોલીને ત્યાં થી જતો રહ્યો . પણ અદિતિ નો ગુસ્સો શાંત થયો નહતો .

કોલેજ માં રઘુવીર નો પ્રવેશ થયો.

રઘુવીર લોબી માં થી પસાર થઈ રહ્યા હતા અને સામે થી અવિનાશ આવ્યો.

અવિનાશ ની નજર રઘુવીર પર પડી . અને અચાનક ઊભો રહી ગયો .સામે રઘુવીર પણ ઊભા રહી ગયા. બંને ધીમે ધીમે એકબીજાની નજીક આવ્યા.

અવિનાશ : જો મારી નજર ચૂક નથી કરતી તો તમે રઘુવીર જ છો ?

રઘુવીર : હા.... પણ તમે કોણ ?

અવિનાશ : હું અવિનાશ ... તમે મને નહીં ઓળખો પણ હું તમને ઓળખું છું .

રઘુવીર : કઈ રીતે ?

અવિનાશ : બસ એમ સમજી લો કે આપણાં બંને ના લક્ષ્ય એક જ છે .

રઘુવીર : તમે કહવા શું માગો છો ?

અવિનાશ : તમે Hunter છો ને ? જુઓ મારા થી છુપાવવાની જરૂર નથી . હું પણ તમારા જેવો જ છું. હું પણ vampires અને werewolf થી એટલી જ નફરત કરું છું જેટલી તમે .

રઘુવીર : તમે પણ hunter છો ? પણ એ કઈ રીતે બની શકે .

અવિનાશ : હું Hunter તો નથી પણ કામ એ જ કરું છું.

રઘુવીર : તમે મને સ્પષ્ટ જણાવો કે તમે છો કોણ ?

અવિનાશ : હું તમને બધુ જ જણાવીશ પણ આ જગ્યા પર નહીં મારી સાથે ચાલો

બંને ત્યાથી જંગલ તરફ નીકળ્યા, પૃથ્વી બધુ સાંભળી રહ્યો હતો.એને ખ્યાલ આવી ગયો કે અવિનાશ હવે મોટી ચાલ રમી રહ્યો છે અને અમારા દુશ્મન સાથ લઈ રહ્યો છે .

પૃથ્વી એમનો પીછો કરવા જઇ રહ્યો હતો પણ પાછળ થી એક સ્ત્રી નો હાથ આવ્યો અને પૃથ્વી ને અંદર ખેચી ગયો .

પૃથ્વી એ જોયું તો એ સ્ત્રી સ્વરલેખા હતી .

પૃથ્વી : તમે અહીં શું કરો છો ?

સ્વરલેખા : પૃથ્વી તારા માટે ખતરા ની શરૂઆત થઈ ગઈ છે . તારા દુશ્મનો એક થઈ રહ્યા છે .

પૃથ્વી : હા હું જાણું છું . પણ તમને કઈ રીતે ખબર પડી?

સ્વરલેખા : હું કેટલાય સમય થી અવિનાશ ની ગતિ વિધિઓ પર નજર રાખતી હતી . મને શંકા હતી કે એ ખૂબ મોટું ષડયંત્ર રચી રહ્યો છે . તમારા બંને ની જંગલ માં લડાઈ પણ અવિનાશ એ પૂર્વ નિર્ધારિત રાખી હતી . એ જાણી જોઈને તમારા થી હારી ગયો જેથી કરીને તને અદિતિ ની નજર માં રાક્ષસ સાબિત કરી શકે .

પૃથ્વી : હા અને એમાં એ સફળ પણ થઈ રહ્યો છે .

પણ હજુ સુધી મારી સમજ માં એ નથી આવતું કે એની પાસે આટલી શક્તિઓ આવી ક્યાથી ?

અને તમે એના વિષે શું જાણો છો ? જ્યાં સુધી તમે મૌન રહેશો અને એના વિષે સંપૂર્ણ માહિતી નહીં આપો ત્યાં સુધી અમે એને નહીં હરાવી શકીએ .

સ્વરલેખા : હું આજે તને બધી સચ્ચાઈ બતાવીશ પણ અદિતિ મને જોવે એ પહેલા આપણે અહી થી નીકળવું જોઈએ .

સ્વરલેખા અને પૃથ્વી ,વીરસિંઘ પાસે એના ઘરે ગયા .

સ્વરલેખા એ શરૂઆત કરી .

સ્વરલેખા : તમને લોકો ને એ આશ્ચર્ય છે કે અવિનાશ કોણ છે એની પાસે આટલી અદ્ભુત શક્તિઓ ક્યાથી આવી . તમે લોકો એતો જાણો છો કે હું એક witch છું( witch means a woman who can practice a magic ,એવી સ્ત્રી જે જાદુ કરતાં જાણતી હોય.)vampires અને werewolf જેવા અનેક supernatural creatures ની દુનિયા વચ્ચે અને સામાન્ય માણસો વચ્ચે balance જાળવવા witches ની રચના થઈ. અમારી witch ની દુનિયા માં સ્ત્રીઓ માં જાદુમંત્ર ની પરંપરા વર્ષો થી ચાલતી આવી છે. પરંતુ જેમ દરેક જગ્યાએ અચ્છાઇ અને બુરાઈ હોય છે એમ અમારી દુનિયા માં પણ dark magic છે.વર્ષો પેહલા એક witch નો પતિ કે જે માણસ હતો એને witch નો દુરુપયોગ કરી dark magic ની મદદ થી witch ની તમામ શક્તિ ઓ હાંસલ કરી લીધી . ત્યાર થી અમારી દુનિયા માં પણ male witch ના વંશ ની શરૂઆત થઈ .આ male witch ને warlock કહેવાય છે.

પૃથ્વી : એનો મતલબ અવિનાશ એક warlock છે ?

સ્વરલેખા : હા ...અવિનાશ એક warlock છે .

પૃથ્વી : માફ કરજો.... પણ અવિનાશ ની શક્તિઓ તમારા થી ગણી અલગ અને શક્તિશાળી છે .

સ્વરલેખા : હા તું સાચો છે ... એ અમારા થી ખૂબ જ શક્તિશાળી છે .અમે જે magic નો ઉપયોગ કરીએ છીએ એ pure magic છે , અને એ જે શક્તિ નો ઉપયોગ કરે છે એ dark magic છે. Dark magic હમેશા ખૂબ શક્તિશાળી હોય છે . એના આ જ dark મેજિક ના ઉપયોગ ની મદદ થી એને એની પોતાની માતા ની હત્યા કરી હતી એની આ જ હરકત ના કારણે અમારી દુનિયા ની શક્તિશાળી witches એ એકઠા થઈ ને અખંડ મંત્રો નો ઉપયોગ કરીને એને સદાય માટે કેદ કર્યો હતો . પણ કેમ કરીને એ છૂટી ગયો એ કોઈ નથી જાણતું.

પૃથ્વી: તમે એના વિષે આટલું બધુ કઈ રીતે જાણો છો ? તમે એને પહલેથી જ ઓળખતા હતા ?

સ્વરલેખા : પૃથ્વી .......અવિનાશ જેની હત્યા કરી હતી એ મારી માં હતી .......અવિનાશ મારો ભાઈ છે .

ક્રમશ:.......