પૃથ્વી:એક અધૂરી પ્રેમ કથા ભાગ-9 DrKaushal Nayak દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પૃથ્વી:એક અધૂરી પ્રેમ કથા ભાગ-9

પૃથ્વી : અવિનાશ તમારો ભાઈ છે ?તો તમે આ વાત અમારા થી અજાણ કેમ રાખી ?

સ્વરલેખા : કારણ કે હું એને ભાઈ માનતી નથી મારા માટે એ મરી ચૂક્યો છે .એણે મારી માતા ની હત્યા કરી .અને એ તો કેદ માં હતો અને એ કેદ કોઈ તોડવા સમર્થ નથી એટ્લે જ્યારે તે મને વાત કરી ત્યારે મને અચરજ થયું કે આ કઈ રીતે હોય શકે એટ્લે મે પૂર્ણ તપાસ કર્યા બાદ જ તને જણાવવા નું ઉચિત સમજયું.

પૃથ્વી : તમે કહો છો કે એ કેદ માં હતો પણ એ છૂટી ગયો .મતલબ....

વીરસિંઘ : મતલબ ચોક્કસ કોઈક એ એની મદદ કરી છે .

પૃથ્વી : પણ એ કોણ હોય શકે ?

સ્વરલેખા : એજ તો રહસ્ય છે કે એની મદદ કોણે કરી ?એનું શુભ ચિંતક કોણ હોય શકે ?

વીરસિંઘ : તમે યાદ કરો .કોઈક એવું કે જે એનું પેહલા મિત્ર હોય

સ્વરલેખા : મને યાદ છે ત્યાં સુધી એણે એકલું રહવું ગમતું હતું એનો કોઈ મિત્ર નહતું .પરંતુ મારે એ જાણ કરવી પડશે કે એની મદદ કોણ કરી રહ્યું છે ? અને એ લોકો જ જણાવી શકે જેમણે એણે કેદ કર્યો હતો .

પૃથ્વી :તો તમારે તુરંત જવું જોઈએ

સ્વરલેખા :હા પણ પૃથ્વી.બીજું પણ એક સત્ય છે જે મે તારા થી છુપાવ્યું છે અને જે તારે જાણવું ખુબજ જરૂરી છે.

પૃથ્વી : શેની વાત કરો છો ?

સ્વરલેખા : અવિનાશ vampire ને નફરત અવશ્ય કરે છે પણ એ આ વખતે તારા માટે નથી આવ્યો .

પૃથ્વી : તો ?

સ્વરલેખા : એ નંદિની માટે આવ્યો છે .

પૃથ્વી : નંદિની ? એ આમાં વચ્ચે ક્યાથી આવી ?

સ્વરલેખા : પૃથ્વી ..... તું નંદિની નું રહસ્ય સારી રીતે જાણે છે.નંદિની કોઈ સાધારણ માનવ નથી.

એ એક ....

પૃથ્વી એ સ્વરલેખા ને અટ્કાવ્યા “હા હું એ જાણું છું ?તો શું અવિનાશ પણ werewolf ની જેમ નંદિની ના રક્ત માટે આવ્યો છે” .

સ્વરલેખા : ના.... એવું નથી જો એણે નંદિની નું રક્ત જ જોઈતું હોત તો એની પાસે ઘણા મોકા હતા પણ એ નંદિની ને કોઈ દિવસ નુકશાન નહીં પહોચાડે. કારણ કે સત્ય હકીકત તો એ છે કે .....

કે.... અવિનાશ પણ નંદિની ને એટલો જ પ્રેમ કરે છે જેટલો તું કરે છે

પૃથ્વી અસમંજસ માં મુકાઇ ગયો શું બોલવું એના સમજ માં આવતું નહતું .

પૃથ્વી : એ કઈ રીતે બની શકે ? મને એમ કે એ મારા માટે આવ્યો છે

સ્વરલેખા : અવિનાશ એ નંદિની ને ખૂબ ચાહે છે .એમ કહી શકાય કે એ આખી દુનિયા માં એને જ ચાહે છે.એ નંદિની માટે કેદ માં થી આઝાદ થયો છે અને ફક્ત તું જ એના અને નંદિની ના વચ્ચે નો કાંટો છે એટ્લે સૌ પ્રથમ એ તને જ target કરશે.

પૃથ્વી હજુ પણ મુંજવણ માં હતો.

પૃથ્વી: એ નંદની ને કઈ રીતે ઓળખે ?

સ્વરલેખા : અવિનાશ પહલે થી જ ક્રૂર અને ઘાતકી છે .એના માં કોઈના પ્રત્યે પ્રેમ લાગણી કે દયા હતી જ નહીં.એની શક્તિઓ એને મળતા જ એ vampires નો દુશ્મન થઈ ગયો હતો.

(Flashback)

70 વર્ષ પેહલા

,એક દિવસ ની વાત છે એ એક vampire નો પીછો કરતાં કરતાં અમારા આવાસ થી ખૂબ જ દૂર એક જંગલ માં પહોચી ગયો અને vampires એ જાળ બિછાવી ને એને ઘેરી લીધો એ દિવસ એનો અંત નિશ્ચિત હતો પણ એ દિવસે એક છોકરીએ એનો જીવ બચાવ્યો અને એ છોકરી નંદિની હતી ,નંદિની એ વાત થી અજાણ હતી કે અવિનાશ કોણ છે અને ત્યાં શું કરવા આવ્યો છે પણ કોઈ પણ જાત ના સંબંધ વગર એને અવિનાશ નો જીવ બચાવ્યો , એ ઘટના એ અવિનાશ ના માનસ પર એક ગેહરી છાપ છોડી. અને ત્યાર થી એ લાગણી હિન અવિનાશ ને નંદિની પ્રત્યે લાગણી જાગી.એના માં પરીવર્તન આવવા લાગ્યું અને રોજ એ એજ જંગલ માં એની તલાશ માં જતો હતો અને એક વાર એની ફરીથી નંદિની સાથે મુલાકાત પણ થઈ .એના વર્તન માં પરીવર્તન જોઈને મને આનંદ થતો મે એને એક વાર પૂછ્યું, એને મને જણાવ્યુ કે એ કોઈ નંદિની નામ ની છોકરી ને પ્રેમ કરવા લાગ્યો છે અને ફક્ત નંદિની ખાતર એ પોતાની જાત ને સંપૂર્ણ સુધારવા તૈયાર છે. અમે ખૂબ ખુશ હતા. પણ અચાનક એકાદ મહિના પછી એને સમાચાર મળ્યા કે નંદની તો કોઈ પૃથ્વી નામના છોકરા ને પ્રેમ કરે છે. એ દિવસ એના ગુસ્સા નો પાર ના રહ્યો અને એ અંદર થી ખૂબ તૂટી ગયો . એને પ્રેમ પર થી ભરોસો ઉઠી ગયો અને એ પેહલા થી પણ વધારે ક્રૂર અને શૈતાન થઈ ગયો . પણ એનો નંદિની પ્રત્યે નો પ્રેમ સાચો હતો એને ગુસ્સા માં અમારા આખા નગર ને સમાપ્ત કરવાની ઘોષણા કરી , મારી માતા એ નગરવાસીઓ ને બચાવવા માટે અવિનાશ નો સામનો કર્યો પણ અવિનાશ એ મારી માતા ની હત્યા કરી નાખી. એણે નગર માં હાહાકાર મચાવી દીધો. અંતે અમારા પીઢ witches ભેગા થયા અને એમાં થી એકે અવિનાશ ને છેતરવા માટે નંદિની નું રૂપ લીધું અને અવિનાશ ફસાઈ પણ ગયો , અવિનાશ ઢીલો પડતાં સર્વ witches એ ભેગા થઈ એને બંદી બનાવી લીધો.

પણ હવે એ પાછો આવ્યો છે ફક્ત નંદિની માટે અને એને હરાવવો ખૂબ મુશ્કેલ છે ,એને ફક્ત નંદિની જ કાબૂ કરી શકે છે.અને એ કહવું પણ અતિશયોક્તિ નહીં હોય કે આજે પણ અવિનાશ નંદિની ને એટલો જ પ્રેમ કરે છે.એક બાજુ જોઈએ તો તમારા બંને નો પ્રેમ એક સમાન છે બસ મોટું અંતર છે તો એ કે તું નંદિની માટે પોતાનો જીવ પણ ત્યાગી શકે છે અને અવિનાશ બધા નો જીવ લઈ શકે છે ,અવિનાશ નો પ્રેમ સ્વાર્થી છે તારો નહીં ,અને સૌથી મુખ્ય વાત એ કે નંદિની તને પ્રેમ કરે છે એને નહીં .અને એ વાત અવિનાશ સારી રીતે જાણે છે એટ્લે નંદિની ને હાંસલ કરવા એ કોઈ પણ હદ સુધી જઇ શકે એમ છે.

વીરસિંઘ : મતલબ અમારે કોઈ પણ પરિસ્થિતી માટે તૈયાર રહવું પડશે , અને હવે તો અવિનાશ રઘુવીર સાથે પણ મળી ગયો છે ,રઘુવીર તો પહલે થી જ અમારો દુશ્મન છે એ બંને ની શક્તિ નો સામનો કરવો થોડો મુશ્કેલ બનશે.

પૃથ્વી : હા..હવે એમની શક્તિ આપણાં કરતાં બમણી છે.

સ્વરલેખા : હું હમેશા તમારા લોકો ના સાથે છું . પણ અવિનાશ ખૂબ શક્તિશાળી છે એની શક્તિઓ નો સામનો કરવા હું સક્ષમ નથી.હવે સમય આવી ગયો છે પૃથ્વી....... , ધરતી ના ગર્ભ માં રહેલી એ શક્તિ ને જગાડવાનો.

પૃથ્વી : કોણ ?.......નહીં બિલકુલ નહીં એને જગાડવાનો મતલબ છે તબાહી..... .ફરીથી નરસંહાર શરૂ નથી કરવો હવે. મહા મેહનતે એને ભૂગર્ભ માં hibernation માં મોકલી છે . જો એ પુનઃ બહાર આવી ગઈ તો બધુ જ ખતમ થઈ જશે.

સ્વરલેખા : હું જાણું છું વિશ્વા ને પુનઃ બહાર લાવવી એ safe નથી ,પણ તમારી પાસે કોઈ option નથી. ફક્ત એ એક જ એવી vampire છે જે અવિનાશ ની તાકાત નો સામનો કરી શકશે.

પૃથ્વી : પણ તમે જાણો છો કે મનુષ્યો નું જ રક્ત પીવે છે , આટલા વર્ષ ની તરસ છિપાવવા માટે કેટલાય લોકો ની હત્યા કરશે એ.

સ્વરલેખા : હા હું જાણું છું . પણ કઈ પણ હોય એ છેવટે તારી બહેન છે અને તું એને બધુ સમજાવીશ તો કદાચ એ તારી મદદ કરશે.

પૃથ્વી : એ કોઈ સંજોગો માં મારી મદદ નહીં કરે કારણ કે મે જ એને 70 વર્ષ પેહલા hibernation માં મોકલી છે.

વીરસિંઘ : પૃથ્વી , સ્વરલેખા સાચું કહે છે, આપણે હવે ચારેય બાજુ દુશ્મનો થી ઘેરાઈ ચૂક્યા છીએ.આપણી સમક્ષ કોઈ option નથી.

અંતે પૃથ્વી સ્વરલેખા ની વાત થી સહમત થયો.અને એ ત્રણેય લોકો જંગલ ના છેડા પર આવેલી નદી પાસે ગયા.

{Hibernation (સુષુપ્તાવસ્થા) એ એક એવી situation છે જેમાં અમુક પ્રાણીઓ પોતાની જાત ને અમુક લાંબા સમય ગાળા માટે ધરતી ની અંદર છુપાવી દે છે જેમાં એ જીવિત તો રહે છે પણ શારીરિક ક્રિયાઓ થંભી જાય છે,જેમ કે દેડકા જેવા જીવ ઉનાળા અને શિયાળા ની રૂતુ દરમિયાન hibernation માં રહે છે અને ચોમાસા દરમિયાન ધરતી માં થી બહાર આવે છે}

અહી 70 વર્ષ પેહલા પૃથ્વી એ નરભક્ષી વિશ્વા ને સ્વરલેખા અને વીરસિંઘ ની મદદ થી જબરદસ્તી hibernation માં મોકલી હતી.

બીજી બાજુ .......

રઘુવીર અવિનાશ ને પોતાના ઘરે લઈ ગયો .

ઘર માં પ્રવેશતા અવિનાશે રઘુવીર ના હથિયાર જોયા.

અવિનાશ : તમારા હથિયાર થોડા old fashioned છે , આમાં થોડી modern technology નો ઉપયોગ કરવો જોઈએ.

રઘુવીર : હથિયાર ભલે જૂના હોય પણ આધુનિક કરતાં અત્યંત શક્તિશાળી છે તું કહે તો તારા પર એકાદ નો ઉપયોગ કરી બતાવું .

અવિનાશ : ના ના યાર તમે તો ગુસ્સે થઈ ગયા , હું તો ખાલી મજાક કરતો હતો મને તમારી લાયકાત પર કોઈ શક નથી.

રઘુવીર : મજાક જવા દે ... અને કામ ની વાત કર. તું શું કહવા માગે છે ? અને તું મારી કઈ રીતે મદદ કરી શકે છે ?

અવિનાશ : તમે અત્યાર સુધી માં કેટલા vampires ને ખતમ કરી ચૂક્યા છો ?

રઘુવીર : યાદ તો નથી પણ કદાચ પચાસેક હશે .

અવિનાશ : મે એક દિવસ માં 21 vampires ને નામ શેષ કર્યા હતા.

રઘુવીર : મે કહ્યું ને મજાક ના કરીશ.

અવિનાશ : હું મજાક નથી કરતો ,તમે તો હંટર છો આજ થી 70 વર્ષ પેહલા એક warlock જેને witches અને vampires ની દુનિયા માં આતંક મચાવ્યો હતો એનો કિસ્સો તો ચોક્કસ સાંભળ્યો હશે.

રઘુવીર : હા સાંભળ્યો તો હતો .. એ પણ સાંભળ્યુ હતું કે એ એટલો ક્રૂર હતો કે એણે તો એની માતા ની પણ હત્યા કરી હતી.

અવિનાશ : એ warlock હું જ છું .

રઘુવીર હસવા લાગ્યા .

રઘુવીર : તારો આ મજાક મને ગમ્યો.

અવિનાશ ને ગુસ્સો આવ્યો , એણે આંખ બંદ કરી અને મંત્ર બોલ્યો અને રઘુવીર નું આખું ઘર ભૂકંપ ની જેમ હલવા લાગ્યું રઘુવીર ના હથિયાર ચારે દિશા માં ઉડવા લાગ્યા અને ઘર તૂટવા લાગ્યું. રઘુવીર અવિનાશ ની શક્તિઓ જાણી ગયા.

રઘુવીર ઘભરાઈ ને બોલ્યા “ રોકો.... આ બધુ રોકો ...”

અવિનાશ શાંત થયો અને આખું ઘર પણ શાંત થયું .

રઘુવીર : મે તને ઓળખવામાં ભૂલ કરી , પણ એમાં મારો કોઈ વાંક નથી તને જોઈને તારી આયુ નો ખ્યાલ નથી આવતો .

અવિનાશ : હું અજેય છું ,અવિનાશ છું મને કોઈ હરાવી શકે એમ નથી મોત પણ નહીં અને આયુ પણ નહીં . અને એમ પણ warlock ઘણા વર્ષો સુધે જીવે છે .

રઘુવીર : એક કામ કરીશ ? આ ઘર જેવુ હતું એવું કર.

અવિનાશ એ પોતાની શક્તિ ની મદદ થી ઘર પુનઃ સરખું કર્યું .

રઘુવીર : તું એ warlock છે અત્યંત શક્તિશાળી હતો અને જેને એની માતાની હત્યા કરી તો અત્યારે આવી રીતે કેમ ભટકે છે અને એ વખતે તો એમ જાણવા મળ્યું હતું કે કેટલાક લોકો એ મળીને તારી હત્યા કરી દીધી છે.

અવિનાશ : એ બધુ અસત્ય છે , હું કોઈ દિવસ મારી માતા ની હત્યા કરવા માગતો નહતો . એતો એ દિવસે એ વચ્ચે આવી ગયા અને પછી .....

બીજું કે મારૂ મૃત્યુ થયું જ નહતું બસ મને કેદ કર્યો હતો .

રઘુવીર : તો તું કેદ કઈ રીતે થયો ?

અવિનાશ એ આખી વાત જણાવી કે કઈ રીતે એ નંદિની એ મળ્યો અને કઈ રીતે કેદ થયો.

રઘુવીર : એ બધુ તો ઠીક છે પણ , તને કેદ માં થી આઝાદ કોને કર્યો ?

ક્રમશ ........

કોણ છે જેણે અવિનાશ ને આઝાદ કર્યો ?

શું છે વિશ્વા નું સંપૂર્ણ રહસ્ય ?

જાણવા જોડાયેલા રહો. .......