Check and Mate - 16 books and stories free download online pdf in Gujarati

ચેક એન્ડ મેટ 16

ચેક એન્ડ મેટ - ચાલ જીંદગી ની

Part:-16

યોગેન્દ્ર ગુરુ ની પેકેટ વાળી વાત ગોવિંદ ડેવિડ ને જણાવે છે.. cctv કેમેરા ની પ્રોબ્લેમ માટે ડેવિડ એક બીજો પ્લાન ઘડે છે અને ગોવિંદ ને અમુક કામ બતાવે છે.. નફીસા આકાશ સાથે રાત ગુજારવાનું બહાનું કરી એનાં ફાર્મહાઉસ પર આવે છે.. ઓમ જંગલમાં જાય છે.. ત્યાં એ અને આકાશ હશીશ નામનાં ડ્રગ્સ નું ઈન્જેક્શન લે છે.. આકાશ નફીસા જોડે સંબંધ બાંધવા તૈયારી કરી રહ્યો હોય છે.. હવે વાંચો આગળ.. .!!

***

"અરે આ હજુ બેભાન કેમ ના થયો.. "આકાશ નો ચહેરો હવે પોતાનાંથી બિલકુલ સમીપ આવી જતાં નફીસા મનોમન બોલી.. હકીકતમાં નફીસા એ ડેવિડનાં કહ્યા મુજબ એક કાવતરું ઘડ્યું હતું આકાશ ની વિરુદ્ધ.. એ ઓમ જોડેથી જે હશીશ લાવી હતી એમાં ડ્રાય ક્લોરોફોર્મ હતો.. ઉધરસ નાં બહાને જ્યારે નફીસા એ આકાશ જોડે પાણી મંગાવ્યું ત્યારે એને તક નો લાભ લઈ પોતાનાં હશીશ ભરેલાં ઈન્જેક્શનની જગ્યાએ બેગમાંથી એવું જ ગ્લુકોઝ ભરેલું ઈન્જેક્શન રાખી દીધું.

આનો સીધો મતલબ એ હતો એ નફીસા એ પોતાની બોડીમાં જે ઈન્જેક્શન ઈન્જેકટ કર્યું હતું એમાં ગ્લુકોઝ હતો જ્યારે આકાશે હશીશ વાળું જે ઈન્જેક્શન લીધું એમાં હશીશની સાથે ક્લોરોફોર્મ હતું.. .પણ નફીસાનાં આશ્ચર્ય વચ્ચે આકાશ હજુપણ ભાનમાં હતો અને પોતાની સાથે શારીરિક સુખ માણવા આતુરતાથી આગળ વધી રહ્યો હતો.

આકાશે પોતાનાં હોઠ ને નફીસાનાં ગાલ પર રાખી જ દીધાં હતાં.. નફીસા જોડે આવું કંઈ બને તો શું કરવું એ વિશેની કોઈ તૈયારી હતી નહીં.. નફીસા હજુ વિચારી જ રહી હતી ત્યાં આકાશનાં અધરોનો સ્પર્શ એને પોતાનાં નાજુક ગાલ પર મહેસુસ કર્યો.. એ ગુસ્સે ભરાઈ અને એને આકાશને પોતાનાં પરથી દૂર કર્યો.. અને કહ્યું.

"Sorry.. યાર.. પણ હું આ બધું કરી શકવા તૈયાર નથી.. "

નફીસા જોડે બીજું કોઈ બહાનું હતું નહીં એટલે આજ વાતનું રટણ ચાલુ રાખવું ઉચિત સમજ્યું.. આટલું કહી એને આકાશનો કેવો પ્રતિભાવ હશે એ જોવા આકાશ ભણી નજર કરી.. પણ આકાશ એની તરફ જોવાનાં બદલે આંખો બંધ કરી ઊંધા મોંઢે બેડ પર પડ્યો હતો.. પલંગ પર પાથરેલી ગુલાબની પંખડીઓ એનાં ચહેરા પર ચોંટી ગઈ હતી.. આકાશ પર ક્લોરોફોર્મની અસર થતાં એ બેભાન થઈ ગયો હતો એ નફીસા સમજી ગઈ.

"ઓહ માય ગોડ.. સારું થયું આ ખરા ટાઈમે બેભાન થઈ ગયો.. "નફીસા બબડી.

આકાશનાં દેહ ને થોડો હલાવી ડુલાવી નફીસા એ સંપૂર્ણ ખાતરી કરી કે આકાશ અત્યારે પૂર્ણપણે બેહોશ થઈ ગયો છે.. ત્યારબાદ નફીસા બેડ પરથી ઉતરી નીચે આવી અને દરવાજો ખોલી બહાર નીકળી અને જોર થી ચિલ્લાઈ..

"કોઈ છે.. કોઈ છે.. ?"

નફીસાનો અવાજ સાંભળી બિરજુ અને ગોવિંદ આકાશનાં રૂમ સુધી દોડીને આવ્યાં.

"શું થયું મેડમ.. કેમ તમે આમ બુમો પાડો છો.. ?"બિરજુ એ પૂછ્યું.

"તમારાં બોસ.. આકાશ ડ્રગ્સના ઓવરડોઝના લીધે બેહોશ થઈ ગયાં.. મેં ઘણીવાર આટલું બધું ડ્રગ્સ લેવાની ના પાડી પણ માને તો ને.. પ્લીઝ કોલ ધ ડોકટર.. "નફીસા એ આકાશનાં બેભાન થવાનું કારણ આપતાં કહ્યું.. એનો બોલવાનો ટોન એવો હતો કે જાણે એને ખરેખર આકાશની ચિંતા થઈ રહી હોય.

"હું પહેલાં ગુરુજી ને કોલ કરું.. "બિરજુ પોતાનો મોબાઈલ કાઢી યોગેન્દ્ર ગુરુ ને કોલ કરવા લાગ્યો.. જે જોઈ નફીસા એ ગોવિંદને આંખોથી કંઈક ઈશારો કર્યો.

"એ તું ગાંડો થઈ ગયો છે કે શું.. આકાશ સર કેમ બેભાન થઈ ગયાં એ સાંભળ્યું નથી લાગતું તે.. ડ્રગ્સ ખબર પડે છે ને.. યોગેન્દ્ર ગુરુ સાંભળશે તો એમની દીકરીનાં લગ્ન કરાવશે આકાશ જોડે.. "બિરજુ ને થોડે દુર લઈ જઈ ગોવિંદે એનાં કાનમાં હળવેકથી કહ્યું.

"હા એતો હું ભૂલી જ ગયો.. તો શું કરું.. કોઈ ઉપાય.. ?"બિરજુ ગોવિંદની વાતમાં આવી ગયો હતો.

"આ વાત ની બહુ ઉહાપોહ કર્યાં વીના ડોકટર ને કોલ કરીને અહીં જ બોલાવી લઈએ.. મારી જોડે અહીં નજીકમાં આવેલી પ્રાઈવેટ હોસ્પિટલ નાં ડોકટર દાંડેકર નો નંબર છે.. "ગોવિંદે કહ્યું.

"હા જલ્દી કરો.. "બિરજુ નું આટલું કહેતાં જ ગોવિંદે ડેવિડ ને કોલ લગાવી દીધો. ડેવિડ અત્યારે આકાશનાં ફાર્મહાઉસ થી થોડે દુર એક એમ્બ્યુલન્સ માં સુમિત, સોનુ અને સોનાલી સાથે હાજર હતો.. આ એમ્બ્યુલન્સ ડેવિડે વસીમ જોડે સ્પેશિયલ આ રોબરીમાં ઉપયોગ કરવા માટે બનાવડાઈ હતી.. અત્યારે ડેવિડ એમ્બ્યુલન્સ ડ્રાઈવર નાં વેશમાં અને સુમિત ડોકટર નાં તથા સોનાલી અને સોનુ આસિસ્ટન્ટ ડોકટરના વેશમાં સજ્જ હતાં.

ગોવિંદ નો કોલ આવતાં ની સાથે જ ડેવિડે એમ્બ્યુલન્સ સ્ટાર્ટ કરી અને પુરપાટ વેગે ભગાવી મૂકી આકાશ સહાનીનાં ફાર્મહાઉસ તરફ.. અત્યારે દરેક ની ધડકનો એમ્બ્યુલન્સની ગતિ કરતાં પણ દસ ગણી વધુ ઝડપે ચાલી રહી હતી.. અને હોય પણ કેમ નહીં.. ?? આખરે એ ઘડી આવી ગઈ હતી જેનો એ દરેક ને ઘણાં સમય થી ઇંતજાર હતો.. બસ થોડાંક કલાકો ની વાત હતી પછી એ દરેક ની જાણે લોટરી લાગી જવાની હતી.

બિરજુ પહેલેથી જ ગેટકીપર ને એમ્બ્યુલન્સ આવે તો જલ્દી અંદર આવવા માટેનું કહી આવે છે.. એટલે એમ્બ્યુલન્સનાં આવતાં જ ગેટકીપર કોઈ રોકટોક વગર એને અંદર જવા દે છે.. ડેવિડ નો અત્યારનો દેખાવ પ્લમ્બર વાળા લૂક થી સાવ અલગ હતો એટલે એને સરળતાથી ઓળખવો અઘરો હતો.

ફાર્મહાઉસ નાં બંગલોનાં મુખ્ય દરવાજો ઊભેલા ગોવિંદ અને બિરજુ એમ્બ્યુલન્સ અને ડોકટરના આવવાની વાટ જોઈને ઉભાં હતાં.. જેવાં અંદર થી ડોકટર દાંડેકર નાં વેશમાં સુમિત અને એનાં આસિસ્ટન્ટનાં રૂપમાં સોનાલી તથા સુમિત ઉતર્યાં એવાં જ એ બંને એમની તરફ આગળ વધ્યા અને બોલ્યાં.સુમિત ખાલી હાથે હતો જ્યારે સોનુ નાં હાથમાં એક ડોકટર પેટી અને એક ઈકવુપમેન્ટ બેગ હતી જ્યારે સોનાલીનાં હાથમાં પણ એક ડોકટર બેગ હતી.. જે હકીકતમાં ખાલી હતી.

"સાહેબ મેં જ તમને કોલ કર્યો હતો.. આ તરફ આવો.. અમારાં શેઠ અને આ ફાર્મહાઉસનાં માલિક આકાશ સહાની કોઈ કારણોસર બેહોશ થઈ ગયાં છે.. "ગોવિંદે સાચું કારણ છુપાવતાં કહ્યું હોય એમ બિરજુ ને લાગ્યું.

એમ્બ્યુલન્સ ને જોઈ બીજાં નોકર પણ ત્યાં આવ્યાં હતાં પણ બિરજુ એ એમને પોતપોતાની રૂમમાં જઈને સુઈ જવા માટે કહ્યું એટલે એ લોકો ત્યાંથી પોતાની રૂમમાં જતાં રહ્યાં.. ત્યારબાદ બિરજુ સુમિત, સોનુ અને સોનાલી ને દોરીને આકાશનાં રૂમ જોડે લાવ્યો.

ગોવિંદ અત્યારે સોનાલી ની તરફ એકીટશે જોઈ રહ્યો હતો કેમકે ઘણાં સમય પછી એનો ચહેરો જોવા મળ્યો હતો.. સામે સોનાલી અત્યારે ગોવિંદ ની સામે પણ નહોતી જોઈ રહી કારણકે એ અત્યારે પોતાનું કામ યોગ્ય રીતે પૂરું કરવું પોતાની પહેલી જવાબદારી હોવાનું એ સમજી રહી હતી.

"આ રહ્યાં અમારાં સર.. અને આ મોહતરમા એમનાં મિત્ર છે.. "બિરજુ એ પથારીમાં પડેલાં આકાશ અને એની જોડે બેસેલી નફીસા તરફ આંગળી કરીને કહ્યું.

સુમિત ડોકટરનાં વેશ માં આકાશ ની જોડે ગયો અને ખાલી ખાલી ડોકટર કરે એમ આકાશનો ચેકઅપ કરવા લાગે છે.. સોનુ અને સોનાલી પણ આસિસ્ટન્ટ તરીકે પરફેક્ટ કામ કરી રહ્યાં હતાં.. ખાલી ખાલી બધું ચેક કર્યાં બાદ સુમિતે બિરજુ ની સામે જોઈ કહ્યું.

"તમારાં શેઠ ડ્રગ્સનાં ઓવરડોઝનો ભોગ બન્યાં છે.. માટે હું કંઈ કરી શકું એમ નથી.. સાચું કહું તો હું આવાં રઈશઝાદા ની કોઈ સેવા કરવા માંગતો નથી"સુમિત બોલ્યો.

"અરે સાહેબ કંઈક કરો.. તમારે જોઈએ એટલી ફી મળી જશે.. પણ તમે અમારાં શેઠ ની આ બેહોશીને દૂર કરો."બિરજુ એ હાથ જોડીને કહ્યું.

"એનાં માટે તમારે લોકોએ બહાર નીકળી જવું પડશે.. અમારે થોડાં પર્સનલ ચેકીંગ કરવા છે તો.. હા એમનાં ફ્રેન્ડ ને રહેવું હોય તો જોડે રહી શકે છે.. "નફીસા ની તરફ જોઈ સુમિત બોલ્યો.

"સાહેબ તમતમારે જે કરવું હોય એ કરો.. અમે બંને બહાર ઉભા છીએ.કંઈ કામ હોય તો જાણ કરજો.. "આટલું કહી ગોવિંદ અને બિરજુ બહાર નીકળી ગયાં અને દરવાજો બંધ કરી દીધો.

***

"નફીસા એને તને કંઈપણ કર્યું તો નથી ને.. ?"સોનુ એ નફીસા ને ગળે લગાવીને કહ્યું.

"ના.. પણ બીજી પાંચેક મિનિટ થઈ હોત તો એતો મને ચૂંથી જ નાંખત.. "નફીસા એ હસીને કહ્યું.

"ચાલો હવે આપણું કામ ફટાફટ શરૂ કરીએ.. "સુમિતે કહ્યું.

સુમિતનાં આટલું બોલતાં જ નર્સનાં ડ્રેસ માં સજ્જ સોનાલી બહાર ગઈ અને બિરજુ ને ગરમ પાણી લઈ આવવા કહ્યું.. સોનાલી ની વાત સાંભળી બિરજુ ફટાફટ રસોડા તરફ આગળ વધ્યો.. બિરજુનાં જતાં જ ગોવિંદ રૂમમાં આવ્યો.

"સુમિત આ અલમારી ની અંદર લોકર છે.. "આટલું કહી ગોવિંદે અલમારી ખોલી અને એમાં ટીંગાયેલા કપડાં દૂર કરી અંદર બનાવેલો ખુફિયા દરવાજો બધાં ને બતાવ્યો.

"સારું હવે ગોવિંદ તું બહાર જઈને ઉભો રહે બિરજુ હમણાં આવતો જ હશે.. "નફીસા એ કહ્યું.. નફીસા ની વાત સાંભળતાં જ ગોવિંદ બહાર નીકળી ગયો.

"સોનાલી તું દરવાજે જ ઉભી રહેજે.. કોઈને અંદર ના આવવા દેતી.. બાકી હું જોઈ લઈશ.. "સુમિતે કહ્યું.. સુમિત ની વાત સાંભળતાં જ સોનાલી દરવાજા ની બહાર ગોવિંદ જોડે જઈને ઉભી રહી.. બહાર ગોવિંદ જોડે ઉભી હોવા છતાં એ એની જોડે વાત નહોતી કરી રહી.. આ વાત પરથી ગોવિંદ સમજતો હતો કે દરેક પ્લાન ને સફળ બનાવવા કેટલું ધ્યાન રાખી રહ્યું હતું.

સુમિતે અલમારી ની અંદર આવેલો દરવાજો એક તરફ ખેંચ્યો એટલે એ ખુલી ગયો.. સુમિત અને સોનુ દરવાજાની અંદર પ્રવેશ્યાં.. દરવાજા માં પ્રવેશતાં જ ત્રણ પગથિયાં હતાં જે ઉતરી તેઓ અંદર બનાવેલી એક કેબિન જેવડી રૂમ માં પ્રવેશ્યાં.. અને દીવાલ પર રહેલી સ્વીચ પાડી અંદર લાઈટ ચાલુ કરી.જેવાં એ રૂમ માં પ્રવેશ્યાં એવી જ સોનાલી અંદર આવી.. સોનાલીનાં અંદર આવતાં ની સાથે જ નફીસા પણ સોનુ અને સુમિત ની પાછળ પાછળ એ ખુફિયા કેબિનમાં પ્રવેશી.

કેબિન ની અંદર મધ્યમાં એક વોલ્ટ હતું.. આ વોલ્ટ ખૂબ જ મજબૂત હતું એટલે એને કાપવું તો શક્ય તો નહોતું જ.. આ લોકર એક પાસવર્ડ વડે ખુલતું અને એ પાસવર્ડ કયો હતો એ જાણ્યાં વગર એને ખોલવું અશક્ય હતું.. પણ ડેવિડે આનાં માટે પણ એક તકનીક શોધી હતી.

સુમિતે પોતાની જોડે લાવેલો રેડિયમ પાવડર લોકર ની ઉપર રહેલાં નંબર બોર્ડ પર નાંખ્યો.. આ એક સ્પેશિયલ જર્મન બનાવટનો પાવડર હતો.જે ફિંગર પ્રિન્ટ નાં નિશાન અંધારામાં સ્પષ્ટ બતાવતો હતો.. પાવડર નાંખ્યા બાદ સુમિતે સોનુ ની તરફ જોયું એટલે સોનુ એ કેબિન ની લાઈટ બંધ કરી દીધી.. જેવી લાઈટ બંધ થઈ એટલે નંબર બોર્ડ પર ચાર નંબર 2, 5, 8, 9 પર આંગળીઓ નાં ચિહ્નો દેખાયાં.

તરત જ સોનુ એ પોતાની જોડે રહેલું એક મશીન કાઢ્યું અને એ ચાર નંબર નાંખ્યા.. આ મશીનમાં એ ચાર નંબરની અલગ અલગ ગોઠવણ થી બનતાં નંબર શો થયાં.. નફીસા એ એક પછી એક નંબર નાંખવાના ચાલુ કર્યાં.. પોતાની ફિંગરપ્રિન્ટ ક્યાંય ના આવે એટલે એ લોકો એ હાથ પર ગ્લોવસ પહેરેલાં હતાં.પાંચમા પ્રયાસે 5-2-8-9 નંબર નાંખતા જ વોલ્ટ ખુલી ગઈ.. આ આકાશ સહાની ની બર્થ ડેટ હતી.. 5/2/89..

વોલ્ટ ખુલતાં જ અંદર નું દ્રશ્ય જોઈ નફીસા, સોનુ અને સુમિત ની આંખો ફાટી ને ફાટી રહી ગઈ.. અંદર ઘણાં કવર હતાં.. આ કવર પર હાથ લગાવી એ બધાં એ જોયું તો સમજાયું કે અંદર કેશનાં બંડલ હતાં.

"સુમિત આને જલ્દીથી તમારી ડોકટર બેગમાં ભરી દો.. વધારે સમય બગાડવામાં મજા નથી.. "નફીસા બોલી.

નફીસા ની વાત સાંભળી સુમિતે પોતાની જોડે લાવેલી બે ડોકટર પેટીમાં બધી કેશનાં બંડલ મુકવાના શરૂ કર્યા.. બંને પેટી ભરાઈ ગઈ પણ વોલ્ટ ખાલી ના થઈ એટલે સોનુ બહાર ગઈ અને એક બીજી બેગ લેતી આવી.. જેની ઉપર ક્રોસ હતો અને આવી બેગો હોસ્પિટલ ઈકવુપમેન્ટ મુકવા માટે વપરાતી.. સોનુ એ એકપછી એક કવર મુકવા લાગી.. પણ છેલ્લે દસેક કવર રહી ગયા.

"વાંધો નહીં હું આને મારી પર્સનલ બેગમાં રાખી દઉં છું.. "આટલું કહી નફીસા એ વધેલાં છેલ્લાં કવર પોતાની બેગમાં મૂકી દીધાં.. આખું વોલ્ટ ખાલી થઈ ગયું હતું.. સુમિત, સોનુ અને નફીસા એ એકબીજા ની તરફ ખુશી થી જોયું.. એમનાં ચહેરા પરની ખુશી જોઈ એ સ્પષ્ટ સમજી શકાતું હતું કે એ લોકોનું સપનું સાકાર થઈ ગયું છે.

"ચાલો તો હવે નીકળીએ.. નકામો સમય બગાડવો યોગ્ય નથી.. "નફીસા એ કહ્યું.. નફીસા ની વાત સાંભળી સુમિતે વોલ્ટ નો દરવાજો બંધ કર્યો.. અને પછી એ ત્રણેય બહાર નીકળીને આકાશ ની રૂમમાં આવ્યાં મ.જ્યાં સોનાલી હાજર હતી.. સોનાલી એ ત્રણેય નો ચહેરો જોઈ સમજી ગઈ હતી કે એ લોકો સફળ થઈ ગયાં છે.

"ચાલો તો હવે નીકળીએ.. "સોનાલીએ કહ્યું.

"તમે નીકળો.. હું પણ તમારાં લોકોનાં જતાં ની સાથે જ ગોવિંદ ને કહી એની સાથે તમારી પાછળ પાછળ આપણી નક્કી કરેલી જગ્યાએ આવી જઈશ.. "નફીસા એ કહ્યું.

"સારું.. સાચવીને તું પણ નીકળી જજે મારી બેન.. "સોનુ એ નફીસા ને ગળે લગાવીને કહ્યું.. .સોનુ જાણતી હતી કે આ પ્લાન જો કોઈનાં લીધે આટલો સરળતાથી પૂરો થયો છે તો એ છે નફીસા.

સુમિત, સોનુ અને સોનાલી જેવાં બહાર નીકળ્યા એવું જ બહાર ઊભેલાં બિરજુ એ પૂછ્યું..

"કેમ છે હવે આકાશ ભાઈને.. ?"

"અત્યારે એમની હાલત સ્થિર છે.. મેં એમને એન્ટી ડ્રગ્સ નો ડોઝ આપી દીધો છે.. ત્રણેક કલાકમાં એ ભાનમાં પણ આવી જશે એટલે ચિંતા કરવા જેવી કોઈ વાત નથી.. "સુમિતે બિરજુનાં સવાલનો જવાબ આપતાં કહ્યું.

"આભાર ડોકટર સાહેબ.. તમારી ફી કેટલી થઈ.. ?" બિરજુ એ પૂછ્યું.

"એતો હું કાલે મારા માણસ જોડે બિલ મોકલાવી દઈશ.. એટલે તમે પેયમેન્ટ કરી દેજો.. "સુમિતે કહ્યું.

"તમારો ખૂબ ખૂબ આભાર કે તમે આટલી તકલીફ લીધી.. "બિરજુ એ કહ્યું.

"આતો એક ડોકટર તરીકે મારી ફરજ હતી.. "સુમિત અદ્દલ ડોકટરની અદાથી બોલ્યો અને પછી ત્યાંથી નીકળી એમ્બ્યુલન્સ તરફ આગળ વધ્યો.

એમનાં ચહેરા જોઈ ગોવિંદ પણ જાણી ગયો હતો કે એમનો પ્લાન સફળ થઈ ગયો.. હવે આગળ શું કરવાનું હતું એની ગોવિંદને ખબર હતી.

સુમિત, સોનુ અને સોનાલીનાં એમ્બ્યુલન્સમાં બેસતાં ની સાથે ડેવિડે એમ્બ્યુલન્સ ભગાવી મૂકી એમને નક્કી કરેલી જગ્યાએ જ્યાંથી ઓમ એમને બીજી કારમાં લઈને દૂર નીકળી જવાનો હતો.. અત્યારે એમની જોડે હતાં 450 જેટલાં કવર.. અને દરેક કવરમાં હતાં પચાસ લાખ રૂપિયા.. લગભગ 220 કરોડ રૂપિયા.. આટલી રકમ પૂરતી હતી એ દરેક ની લાઈફ ની તકલીફો ને દૂર કરવામાં.. એમની જીંદગીની ચાલ એવો દાવ ચાલી હતી કે એમની બધી પ્રૉબ્લેમ ચેક એન્ડ મેટ થઈ જવાની હતી.

એ લોકોનાં નીકળવાની દસેક મિનિટ પછી નફીસા એ ગોવિંદ ને કહ્યું.

"તમે આકાશનાં ડ્રાઈવર છો.. ?"

"હા મેડમ.. બોલો કંઈ કામ હતું.. ?"ગોવિંદ પણ અત્યારે પ્લાન મુજબ કામ કરી રહ્યો હતો.

"હા તો પ્લીઝ મને એરપોર્ટ સુધી ડ્રોપ કરી જશો.. મારે બે કલાક પછી USA ની ફ્લાઈટ છે.. તો હું લેટ થવા નથી માંગતી.. "નફીસા એ કહ્યું.

"તો બિરજુ તો સાહેબ જોડે બેસજે.. હું મેડમ ને એરપોર્ટ સુધી મૂકી આવું.. આમ પણ બિચારાં નાહકમાં બહુ હેરાન થઈ ચૂક્યા છે.. "બિરજુ તરફ જોઈ ગોવિંદ બોલ્યો.

"હા ભાઈ સત્યધર તું મેડમ ને મુકતો આવ.. હું અહી જ છું આકાશ ભાઈ જોડે.. "બિરજુ એ સહમતિ આપતાં કહ્યું.. બિરજુ માટે તો ગોવિંદ નું નામ સત્યધર જ હતું.

બિરજુ ની સહમતિ મળતાં જ ગોવિંદ નફીસા ને કારમાં બેસાડી ને નીકળી પડ્યો ઓમ જ્યાં ઉભો હતો એ લોનાવાલાનાં જંગલ તરફ.. ફાર્મહાઉસમાંથી બહાર નીકળતાં જ ગોવિંદે નફીસા ને કહ્યું.

"નફીસા બેન આપણો પ્લાન સફળ થઈ ગયો.. આ પ્લાન ની ખરી સફળતા નો શ્રેય તમને જાય છે.. તમને ઘણી ઘણી મુબારક વાત.. "

"અરે આ પ્લાન માં જેટલી મારી મહેનત હતી એટલી તમારી પણ મહેનત હતી.. તમે આટલાં દિવસથી આકાશ સહાની નાં ઘરમાં રોકાઈને જે માહિતી એકઠી કરી છે.. એ બદલ તમે પણ શાબાશીને પાત્ર છો.. "નફીસા એ કહ્યું.

"આભાર.. "ગોવિંદ બોલ્યો.

"પણ CCTV કેમેરામાં આપણે બધાં આવી ગયાં હોઈશું ને.. એનું શું.. ?" નફીસા ને અચાનક CCTV વિશે યાદ આવતાં ચમકીને પૂછ્યું.

"એની ચિંતા ના કરશો.. ડેવિડ ભાઈ ગઈકાલે જ એનો કોઈ તોડ કાઢી ગયાં છે.. "આટલું કહી પ્લમ્બર બનીને આવેલાં ડેવિડ વિશેની બધી વાત ગોવિંદે નફીસા ને કહી.

"ડેવિડે કંઈક તો કર્યું જ હશે એટલે ચિંતા કરવાની જરૂર નથી લાગતી.. "નફીસા એ કહ્યું.

હજુ એ લોકો આકાશ સહાનીનાં ફાર્મહાઉસ થી હાઇવે પર ચડ્યાં જ હતાં એટલામાં ગોવિંદે સાઈડ ગ્લાસમાં પોતાની કારની પાછળ આવી રહેલી પોલીસ ની જીપ ને જોઈ.

"નફીસા બેન આપણી પાછળ પોલીસ છે.. ?" ગોવિંદે પાછળ બેસેલી નફીસાને ઉદ્દેશીને કહ્યું.

"WHAT THE HELL.. "આટલું કહી નફીસા એ પાછળ ફરીને જોયું તો એક પોલીસ ની જીપ બિલકુલ એમની કારની પાછળ જ હતી.

"લાગે છે પોલીસ ને ખબર પડી ગઈ લાગે છે આકાશનાં ઘરે થયેલી રોબરી વિશે.. "ગોવિંદનાં અવાજમાં ડર સાફ સાફ વર્તાતો હતો.

"પણ કઈ રીતે.. ?"નફીસા એ આશ્ચર્ય સાથે પૂછ્યું.

"એતો ખબર નહીં.. પણ હવે આપણું એમને થાપ આપી ભાગવું સૌથી વધુ જરૂરી છે.. જો પકડાઈ ગયાં તો જોયેલાં બધાં સપનાં તો રાખ થઈ જ જશે.. પણ સાથે સાથે લાંબી જેલ થશે એ નક્કી છે.. "હતાશ સ્વરે ગોવિંદ બોલ્યો.. નફીસા જોડે પણ એની વાત સાંભળી શું કહેવું એ સમજાઈ નહોતું રહ્યું.!!

"જય માં ભવાની.. "આટલું કહી ગોવિંદે એક્સીલેટર પર પગ રાખ્યો અને કારને પુરપાટ વેગે ભગાવી મુકી.

શતરંજ ની ચાલ પર આખી રમત જ્યારે હાથમાં લાગતી હતી ત્યારે ઘોડા ની જેમ અઢી ચાલ ચાલી પોલીસ એમની પાછળ પડી ગઈ હતી અને પ્રોબ્લેમ ચેક મેટ થવાની જગ્યાએ અત્યારે એ લોકો ચેક એન્ડ મેટ થઈ ગયાં હતાં.

વધુ આવતાં ભાગમાં..

ડેવિડ નો ફુલપ્રુફ પ્લાન કઈ રીતે પોલીસની જાણમાં આવી ગયો હતો.. ?? ગોવિંદ પોલીસ ને ચકમો આપી બચી જશે.. ?? શું ડેવિડ ની એમ્બ્યુલન્સ પાછળ પણ પોલીસ લાગી હશે.. ?? આ બધાં સવાલોનાં જવાબ ચેક એન્ડ મેટના નવા ભાગમાં.

આ નોવેલ અંગે આપનો કોઈપણ અભિપ્રાય મારાં whatsup નંબર 8733097096 પર આપી શકો છો.. મારી અન્ય નોવેલ બેકફૂટ પંચ અને ડેવિલ એક શૈતાન પણ આપ માતૃભારતી પર વાંચી શકો છો.. આભાર.. !!

-જતીન. આર. પટેલ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED