ચેક એન્ડ મેટ 3 Jatin.R.patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચેક એન્ડ મેટ 3

ચેક એન્ડ મેટ - ચાલ જીંદગી ની

ભાગ ૩

પોલીસ ની રેડ માં પકડાયેલા અલગ અલગ છ વ્યક્તિ ઓ માં થી એક સુમિત ની દુઃખભરી દાસ્તાન સાંભળ્યા પછી એક ગે ટાઈપ ની વ્યક્તિ સોનુ યાદવ પોતાનો ભુતકાળ જણાવવાનું શરૂ કરે છે.ગોરખપુર થી આવ્યા પછી સોનુ ની જીંદગી માં કેવા વળાંકો આવે છે..વાંચો આ ભાગ માં...!!

***

"ચાર ચાર મહિના સૂરજ નો આકરો તાપ સહન કર્યા પછી જેમ ધરા તરસી હોય..અને વરસાદ ના પ્રથમ છાંટણા એને જે શીતળતા બક્ષે એવી જ શીતળતા મળે રાઘવ સાથે ની મુલાકાત બાદ થઈ હતી..!!આકર્ષક દેખાવ,સુંદર શરીર અને માચોમેન ફિજીક ધરાવતો રાઘવ કાસાનોવા થી કમ નહોતો..એની નિલી આંખો મને એની પ્રત્યે મોહિત કરી રહી હતી..!!"

"રાઘવ એ સમયે મોડલ બનવાનો પ્રયત્ન કરવા અહીં તહીં ભટકતો હતો..એ સમયે કોકો કોલા કંપની ની એક એડ માં એક્સ્ટ્રા તરીકે ની ભીડ માં એ મારી નજરે ચડ્યો..એડ તો પૂર્ણ થઈ ચૂકી અને બધા એક્સ્ટ્રા ને મહેનતાણું પણ ચૂકવાઈ ગયું એટલે એ લોકો સેટ પર થી ઘરે જવા માટે નીકળી ગયાં."

"પણ મારે તો રાઘવ ને મળવું હતું..હું એની પાછળ પાછળ ગઈ.ટેક્ષી ની રાહ જોતાં રાઘવ ને મળી ને મેં કોફી પીવા માટે નો પ્રસ્તાવ મુક્યો જે એને તુરંત સ્વીકારી લીધો..એક કોફી શોપ માં થયેલી ટૂંકી મુલાકાત માં એને મને પોતાની બધી સમસ્યા જણાવી..જેમાં પોતે હજુ કારકિર્દી ઘડી રહ્યો હોવાની અને માથે છત ન હોવાની વાત જણાવી એટલે મેં એને મારી સાથે રહેવા માટે ની વાત કરી જે એને બેજીજક સ્વીકારી લીધી."

"મારા પ્રયત્ન થી એને સ્ટાર પલ્સ પર ચાલતી ધારાવાહિક "જબ વી મેટ" માં એક સારો એવો રોલ પણ મળી ગયો..બસ પછી ધીરે ધીરે રાઘવ ની જીંદગી સેટ થઈ રહી હતી.રાઘવ ને ખુશ જોઈને હું પણ ખુશ થઈ જતી."

"એકસાથે રૂમ માં રહેતાં હોવાથી ઘણી વાર અમે સાથે જ સૂતાં.. રાઘવ નો એક નાનકડો સ્પર્શ પણ મારા અંગે અંગ ને દઝાડી જતો હતો..ઘણી વખત કોઈ કારણે એ ખુશ થઈને મને ગળે વળગી જતો ત્યારે તો હું મહાપરાણે મારી જાત ને સંભાળી શકતી.કંઈક તો હતું રાઘવ ના માં જે મને એની વધુ ને વધુ નજીક લાવી રહ્યું હતું..મારા ઉપકાર ના ભાવ નીચે રાઘવ ક્યારેય શરમ ના અનુભવે એનું હું ખાસ ધ્યાન રાખતી."

"એક દિવસ ની વાત છે..ક્રિસમસ નો દિવસ હતો..હું અને રાઘવ એક પાર્ટી માં ચિક્કાર દારૂ પીને આવ્યાં હતાં.નશા નો ખુમાર અમારાં બંને પર ચડી રહ્યો હતો..એકબીજા ને ટેકો આપતાં આપતાં અમે અમારા ફ્લેટ સુધી પહોંચ્યા..રાઘવ અને મારા કપડાં બગડી ગયાં હતાં એટલે અમે સાથે જ બાથરૂમ માં પેઠા..શાવર ની નીચે બાથ લેતાં લેતાં રાઘવ નું ભીંજાયેલું બદન મને પોતાની તરફ આકર્ષી રહ્યું હતું."

"બસ પછી મારા પર રાખેલાં સંયમ નો બાંધ મેં તોડી નાંખ્યો અને રાઘવ ને લપાઈ ગઈ..નશા નો ખુમાર અને ઉપર થી પડતી શાવર ની બુંદો એ અમારા બંને ના શરીર માં આગ લગાવી મૂકી હતી..વધુ વિચારવાનો સમય કોઈ જોડે રહ્યો નહોતો અથવા કોઈ વિચારવા માંગતું નહોતું..રાઘવ ના માંસલ દેહ ની પકડ મને પોતાની આગોશ માં સમાવી રહી હતી..આંખો એકબીજા ને નિમંત્રણ આપી રહી હતી આગળ વધવા માટેનું..મેં મારા અધર ને રાઘવ ના અધરો પર રાખી દીધાં. એક પાગલ કરી મુકતા દીર્ઘ ચુંબન પછી અમે બાથરૂમ માં થી નીકળી બેડ પર આવી ગયાં."

"એ રાત અમે જ્યાં સુધી તાકાત હતી ત્યાં સુધી એકબીજા ને હંફાવવાની કોશિશ માં જ લાગી રહ્યા. સમલૈંગિક સેક્સ નો પ્રથમ અનુભવ મને પીડા ની સાથે અપ્રિતમ આનંદ ની અનુભવી થઈ રહી હતી. મારા માં રહેલી સ્ત્રી આજે પરિપૂર્ણ બનવાનો અહેસાસ મને થઈ રહ્યો હતો.સવાર પડતાં ની ગઈકાલે રાતે થયેલી ચેષ્ટા નો અહેસાસ થતાં ની સાથે રાઘવ પોતાની જાત ને દિલગીર બનાવી રહ્યો હતો.. એટલે મેં એને સામે થી કીધું.."

"રાઘવ કાલે રાતે જે બન્યું એ આપણી બંને ની રજા થી જ બન્યું છે..હું પ્રથમ દિવસ થી જ તને પ્રેમ કરું છું..મને આજે સ્ત્રીત્વ નો અહેસાસ કરાવી મારી પર બહુ મોટો ઉપકાર કર્યો છે..I love you dear.."આટલું કહી હું રાઘવ ને વળગી ગઈ.

"મારા ઉપકાર હેઠળ દબાયેલો હોવાના લીધે અથવા તો મારા જોડે સેક્સ નો આનંદ આવવાનાં લીધે રાઘવે મારા હોઠ ચૂમીને આ સંબંધ ને પોતાની મુક સંમતિ આપી દીધી..એ દિવસ પછી લગાતાર છ મહિના સુધી અમે બંને એકબીજાની શરીરીક જરૂરિયાત સંતોષી રહ્યાં હતાં..બધું પોતાની રીતે યોગ્ય દિશા માં ચાલી રહ્યું હતું..એવામાં એક સાંજે રાઘવ ઘરે આવ્યો ત્યારે એના હાથ માં એક કવર હતું.."

"સોનુ આજે એક જોરદાર ન્યુઝ છે તારા માટે.."ખુશ ખુશાલ ચહેરે મને ગળે લગાડી રાઘવે કહ્યું.

"બોલ તો ખરો એવી તો કઈ વાત છે જેના લીધે તું આટલો ખુશ છે..?"મેં એના ગળે હાથ વીંટાળી કહ્યું.

"મને મારી ફર્સ્ટ મુવી મળી ગઈ છે...એ પણ સમીર જોહર ની...એની સાઇનિંગ એમાઉન્ટ તરીકે મને વીસ લાખ નો ચેક પણ મળી ગયો જો.."એને કવર ખોલી અંદર થી ચેક કાઢી મને બતાવતા કહ્યું.

"શું વાત કરે..સમીર જોહર ની મુવી..લોટરી લાગી ગઈ તારી તો..Congratulation.. માય જાન"મેં એને હેન્ડ શેક કરીને કહ્યું.

"સોનુ આ બધું તારા વગર શક્ય નહોતું..જો તે મને મારો ફર્સ્ટ બ્રેક અને આ રહેવા માટે સ્પેસ ના આપી હોત તો હું આટલે સુધી ના પહોંચી શક્યો હોત..આ બધું ફક્ત તારા લીધે છે.."એ મને ગળે વળગી ગયો.

"અમે એ રાતે એની ખુશી ને પ્રેમ માં તરબોળ થઈને એન્જોય કરી..સવાર પડતાં ની સાથે અમે બંને નિવસ્ત્ર દેહે બેડ પર પડ્યા હતાં.. રાઘવે મારી આંખો માં જોયું અને કહ્યું.."સોનુ એક વાત બીજી પણ તને કરવાની છે..હવે આટલા મોટા ડિરેકટર ની ફિલ્મ મળી છે તો મારું અહીં રહેવું યોગ્ય નહીં કહેવાય..તું સમજે છે ને સમીર જોહર ની ફિલ્મ નો હીરો આવી સામાન્ય જગ્યા એ રહે એ વાત મીડિયા કર્મી ઓ થી વધુ સમય છુપાયેલી નહીં રહે એટલે હું આજે જ વિલે પારલે એક એક ફ્લેટ માં શિફ્ટ થઈ રહ્યો છું..પણ હું પ્રોમિસ કરું સમય મળશે એટલે હું તને મળવા આવતો રહીશ.."

"રાઘવ ની ખુશી માં જ મારી ખુશી હતી એટલે મેં એને શિફ્ટ થવા ની સહમતિ આપી દીધી..બે ત્રણ દિવસ માં તો રાઘવ પોતાનો સામાન લઈને પોતાના નવા લીધેલાં ફ્લેટ પર શિફ્ટ થઈ ગયો.રાઘવ ને મળેલી સફળતા ની ખુશી એનાં કરતાં મને વધુ હતી."

"પહેલા પહેલા રાઘવ ચાર પાંચ દિવસે મારા ફ્લેટ પર આવતો અને અમે સાથે સમય પસાર કરતાં, પછી દિવસો વચ્ચે નું અંતર વધતું ગયું..દિવસો ક્યારે મહિનાઓ થવા લાગ્યા એની ખબર જ ના રહી..એવામાં મને જાણવા મળ્યું કે રાઘવ નું એની ફિલ્મ ની હિરોઇન નતાશા અડવાણી જોડે અફેયર છે ત્યારે પણ મેં એ વાત ને ઇગ્નોર કરી દીધી કેમકે મને મારા રાઘવ પર પૂરો વિશ્વાસ હતો..એને મને કીધું હતું કે જ્યારે એ સફળ થશે ત્યારે દુનિયા ની શેહ શરમ રાખ્યાં વગર મને કબૂલ કરશે..!!"

"રાઘવ પછી મારા ફ્લેટ પર આવતો બંધ જ થઈ ગયો..હું ના આવવાનું કારણ પૂછતી તો મને કારણ આપતાં કહેતો કે કામ ના બોજ ના લીધે એ મને મળવા નથી આવી શકતો ત્યારે હું ભોળપણ માં એની દરેક વાત ને સાચી માની રહી હતી.પણ એક દિવસ મારાં એક ફોટોગ્રાફર મિત્ર એ મને રાઘવ અને નતાશા ના અંતરંગ પળો ના ફોટો આપ્યાં ત્યારે મારા પગ નીચે થી જમીન સરકી ગઈ..મને તો મારી બધી મૂડી લૂંટાઈ ગઈ હોવાનો અહેસાસ થઈ રહ્યો હતો.તો શું રાઘવ એ મારી સાથે બેવફાઈ કરી?જરૂર પૂરતો મારો ફાયદો ઉઠાવ્યો..અને કામ નીકળતાં જ મને તરછોડી દીધી..??આવા સવાલો મને વ્યથિત કરી રહ્યાં હતાં.જેનો જવાબ જો કોઈ આપી શકે તો એ રાઘવ હતો.!!"

"એક દિવસ હું હિંમત કરીને રાઘવ ની પ્રેસ કોનફરન્સ માં પહોંચી ગઈ..જ્યાં એ પોતાની માશુકા નતાશા સાથે મીડિયા કર્મી ઓ ને પોતાની નવી ફિલ્મ વિશે વાત કરી રહ્યો હતો..સમીર જોહર પણ એ સમયે સ્ટેજ પર મોજુદ હતો."

"રાઘવ તે મારા જોડે કેમ આવું કર્યું..મારા પ્રેમ ની સજા માં તે મારી સાથે બેવફાઈ કરી..આવું કરવાનું કારણ શું હતું..મને જવાબ આપ રાઘવ..ટેલ મી વ્હાય..?"હું જોરજોરથી રડી રડી ને ચિલ્લાયી રહી હતી...મને એમ હતું કે મારી આ દશા જોઈ રાઘવ ને દયા આવશે પણ બન્યું સાવ ઊલટું.

"રાઘવ આ કોણ છે..?"સમીર જોહરે પૂછ્યું.

"હશે મારી નવો ફેન..અરે નવો ફેન કહું કે નવી ફેન.."રાઘવ મારી જાતિગત સમસ્યા ની મજાક ઉડાડતા બોલ્યો.

મારા માં બાપ ના શબ્દો કે પરિવાર ના મહેણાં પણ મને જેટલા ખૂંચ્યા નહોતા એથી વધુ તો રાઘવ ના શબ્દો ખૂંચી રહ્યાં હતાં..હું રાઘવ ની નજીક ગઈ અને એના ગાલ પર જોરદાર લપડાક લગાવી દીધી અને કહ્યું..."બાસ્ટર્ડ.. તું તારી જીંદગી માં ક્યારેય ખુશ નહીં થાય..."

મારા લપડાક મારતાં જ આજુબાજુ ઉભેલા સિક્યુરિટી વાળા એ મને પકડી લીધી..એટલે રાઘવે કહ્યું..

"આ કોઈ સાયકો ટાઈપ નો ગે લાગે છે..આને કોઈ મેન્ટલ હોસ્પિટલમાં માં નાંખી આવો નહીં તો વારંવાર આમ જ મને પરેશાન કરશે.."

"રાઘવ ના શબ્દો ની જાદુઈ અસર થઈ..એ લોકો એ મને આનાકાની કરવા છતાં મેન્ટલ હોસ્પિટલમાં માં એડમિટ કરાવી દીધી.જ્યાં માને નવી નવી યાતનાઓ આપવામાં આવી..ક્યારેક શોક થેરાપી તો ક્યારેક ડાર્ક રૂમ થેરાપી જેમાં દિવસો સુધી મને ખાધા પીધા વગર એક અંધારા રૂમ માં ભરી રાખતાં..હું પાગલ નહોતી પણ મને પાગલ બનાવવાની કોઈ કસર રાખવામાં આવી નહોતી.!!"

"ધીરે ધીરે મેં પણ હાર સ્વીકારી લીધી હતી.પ્રેમ માં મળેલો દગો મને પાગલ કરી રહ્યો હતો..મારી સહનશક્તિ ની હદ આવી ગઈ હતી..એવામાં એક દિવસ હોસ્પિટલમાં એક ફંક્શન રાખવામાં આવ્યું હતું..જેમાં વ્યસ્ત કર્મચારી ઓ નું ધ્યાન ન હોવાથી હું તક લઈ બધાં થી છુપાઈને હું હોસ્પિટલમાં થી ભાગી ગઈ.જાહેર માં આવું તો પાછી હોસ્પિટલમાં નાંખી દેવામાં આવશે એ નક્કી હતું એટલે હું લકી ગેસ્ટ હાઉસ માં આવી ને છુપાઈ ગઈ..પણ એના બીજા જ દિવસે રેડ પડી અને હું આ જેલ માં આવી ગઈ.ખબર નહીં હજુ તો જીંદગી ના કેવાં કેવાં રંગો જોવાનાં બાકી છે..!!"

"મદદ અને પ્રેમ ની આવી સજા..કુદરત ની એક ભેટ સમજવાને બદલે કુદરત ની ભૂલ સમજી તારા જોડે જે વ્યવહાર કરવામાં આવ્યો છે સાંભળી ઊંડે સુધી આઘાત લાગ્યો.."સહાનુભૂતિ ના સુર માં સુમિતે કહ્યું.

"પણ આ રાઘવ વર્મા નામનો તો કોઈ એકટર બૉલીવુડ માં છે નહીં તો પછી તારી સાથે દગો કરનાર રાઘવ કોણ છે..?"ત્યાં હાજર પેલી સુંદર યુવતી એ પૂછ્યું.

"બેન એ રાઘવ ને દુનિયા વાળા રિક્કી વર્મા તરીકે ઓળખે છે..ધ ફેમસ સુપરસ્ટાર રિક્કી વર્મા.."ઘટસ્ફોટ કરતાં સોનુ એ કહ્યું.

"શું વાત કરે..રિક્કી જ રાઘવ છે..આમ તો પોતે બહુ ભલો દેખાવાનો દેખાડો કરે છે અને તારા દિલ અને શરીર જોડે રમવામાં એને નાનમ ના આવી..તારા ઉપકાર નો આ રીતે બદલો આપ્યો એ બદલ એ માફી ના લાયક નથી.."બેરેક માં હાજર યુવકે કહ્યું.

"એના કર્મો ની સજા ભગવાન એને યોગ્ય સમયે આપી જ દેશે..નસીબ જ ખરાબ હોય તો આપણે કોઈને દોષ દઈને શું ફાયદો..?બસ હવે અહીં થી નીકળી વિદેશ જતું રહેવું છે..ત્યાં મારા જેવા લોકો ને લોકો તિરસ્કાર કે ધૃણા ની નજરે નથી જોતાં.."સોનુ એ કહ્યું.

જીંદગી એ આટલાં દર્દ ભર્યા અનુભવ આપ્યાં હોવા છતાં હજુ પણ સોનુ માં રહેલો જીવવાનો જુસ્સો અને શબ્દો માં રહેલી મક્કમતા જોઈ ત્યાં ઉપસ્થિત લોકો ની નજર માં સોનુ નું સ્થાન ઊંચું થઈ ગયું..!!

***

"હા બેન નસીબ એવી વસ્તુ છે જેની આગળ આપણે કંઈ કરી નથી શકતાં..જેમ બંધ પડેલી ઘડિયાળ પણ દિવસ માં બે વાર સાચો સમય બતાવે એમ જીંદગી માં પણ ક્યારેક નસીબ તમારા બંધ બારણે બે વાર દસ્તક દે છે.."સોનુ ના ખભે હાથ મૂકી પેલાં બેરેક માં હાજર યુગલ માં થી મહિલા એ કહ્યું.

"તારી જીંદગી માં એવું તો શું બન્યું છે બેન કે તું નસીબ પર ભરોસો કરવા લાગી છે અને આ બીજી વાર નસીબ ના દસ્તક દેવાની વાત સમજાણી નહીં?"એ મહિલા ની વાત સાંભળી સોનુ એ સવાલ કર્યો.

"મારું નામ સોનાલી બેનરજી છે..હું મૂળ પશ્ચિમ બંગાળના ચોવીસ પરગણા જિલ્લાના નાનકડા ગામ મથુરાપુર થી આવું છું..મારા પિતાની બ્રિજમોહન બેનરજી અમારાં ગામ ના એક મોટાં જમીનદાર હતાં.ગામ માં અમારી બસો એકર જેટલી જમીન અને હવેલી જેવું વિશાળ મકાન હતું.આજુબાજુ ના ગામ માં પિતાજી ના નામ નો ડંકો વાગતો.આજથી દસ વર્ષ પહેલાં ની વાત છે જ્યારે મારી જીંદગી માં નસીબ નામ ની વસ્તુ એ દસ્તક આપી.."સોનાલી નામ ની એ યુવતી હવે પોતાની કથની કહી રહી હતી.

બેરેક માં હાજર છ અજાણ્યાં લોકો માં થી બે લોકો એ જ્યારે પોતાની જીંદગી ની દુઃખભરી દાસ્તાન કહી ત્યારે એને સાંભળીને એ લોકો પરસ્પર કોઈ લાગણી નો અનુભવ કરી રહ્યાં હતાં..હવે સોનાલી ની જીંદગી અને ભુતકાળ ને સાંભળવા બધાં એ પોતાનાં કાન સરવા કર્યા.બધાં ને વાત કહેતાં કહેતાં સોનાલી એ બાજુ માં પોતાની સાથે હાજર વ્યક્તિ નો હાથ જોર થી પકડી રાખ્યો હતો.

"હું ત્યારે બારમું ધોરણ પાસ કરીને વેકેશન ની મજા લઈ રહી હતી..મારા ઘરે મારો પડ્યો બોલ જીલવામાં આવતો..બધાં નોકર ચાકર મારા એક ઈશારે પાણી માંગુ તો દૂધ હાજર કરી દેતાં.. સુખ સાહ્યબી માં જીવવાના લીધે ઉંમર કરતાં મારુ શરીર વધારે ભર્યું ભર્યું હતું..વસંત માં જેમ ફૂલો ખીલી ઉઠે એમ મારા શરીર ના દરેક ભાગ ખીલી ઉઠ્યા હતાં.. મારા ઉંમર ની છોકરીઓ કરતાં મારા સ્તન યુગ્મ પણ ભરાવદાર અને ઘાટીલા હતાં..હું જ્યારે સ્નાન કરતી વખતે મારા નગ્ન શરીર ને નિહાળતી ત્યારે મારા મન માં મારા દેખાવ ને લઈને અભિમાન આવી જતું..આવું ઉન્નત શરીર બનાવવા બદલ હું ભગવાન નો ઉપકાર માનતી."

"ઘણી વાર હું દેખતી કે ગામ ના ઘણા યુવકો અરે યુવકો તો શું મોટાં મોટાં લોકો મારી તરફ એ રીતે જોતાં કે જાણે મને કાચી ને કાચી ખાઈ જવાના ના હોય..હું પણ આ બધી મજા લેતી હતી.પણ હજુ પણ કંઈક અધૂરપ મને સતાવી રહી હતી..પિતાજી ની ધાક જ એવી હતી કે બધાં ખાલી મને જોઈ ને જ મન ભરી લેતાં.. આગળ વધવાની હિંમત કોઈના માં પણ નહોતી..મારી જવાની આમ જ ધૂળ ખાતી રહી જશે એવું મને લાગતું હતું પણ એવામાં મારી જીંદગી માં આવ્યો તૌફીક.."

"તૌફીક મારાં પીતાજી ની કાર ચલાવતો હતો..એ ત્રણેક મહિનાથી નોકરી માં જોડાયો હતો.બીજા લોકો ની જેમ તૌફીક પણ મને ધારી ધારી ને જોઈ રહેતો..એની કાતિલ નજર જ એવી હતી કે હું ઘાયલ થઈ જતી એની એક નજર ની અને શરમાઈને એને સ્માઈલ પણ આપી દેતી.પણ વધુ આગળ વધવાની શકયતા અમારા બે માં થી કોઈને દેખાતી નહોતી.પીતાજી ના ડર અને ઘર માં રહેલાં વિશાળ પરિવાર ના સદસ્યો અને નોકર ચાકર ની હાજરી માં અમારા બે નું આગળ વધવું શક્ય નહોતું."

"એક દિવસ ઘરે દુર્ગા પૂજા ની તૈયારી જોર શોર થી ચાલી રહી હતી..બધાં લોકો મકાન ની બહાર બનાવેલાં વિશાળ મંડપ માં હાજર હતાં.. એવા માં મમ્મી એ મને ઘર માં બીજા માળે રાખેલો ફૂલો નો કરંડીયો લાવવા માટે કહ્યું..સાથે એમને તૌફીક ને પણ મારી મદદે આવવા સૂચન કર્યું..મારા મન માં તો ત્યારે નવા નવા વિચારો આકાર પામી ચૂક્યાં હતાં.. અમે જેવા ઉપર ના રૂમ માં આવ્યાં તૌફિકે મારો હાથ પકડી મને પોતાની તરફ ખેંચી લીધી..તૌફીક હજુ પચીસેક વર્ષ નો ઘાટીલો યુવાન હતો..હું એની પકડ માં થી છૂટવાનો વ્યર્થ પ્રયત્ન કરી રહી હતી પણ હકીકત માં મને આ બધું આનંદ ની અનુભૂતિ કરાવી રહ્યું હતું.."

"તૌફીક કોઈ આવી જશે.."હું સ્ત્રી સહજ શરમ માં બોલી રહી હતી.

"તો આવી જવા દે.."આટલું કહી તૌફીક મને અહીં તહીં ચૂમવા લાગ્યો.

મારા માટે આ પ્રથમ અનુભવ હતો..જેની ખુશી શબ્દો માં વર્ણવવી બહુ મુશ્કેલ છે.ધીરે ધીરે અમે એકબીજાને બેતહાશા ચૂમવા લાગ્યા.એકબીજા ના શરીર પર અમારી ભીંસ વધી રહી હતી..હું તૌફીક માં સમાઈ જવા માંગતી હતી..મારા સ્તન યુગ્મ પર તૌફીક ની છાતી નું દબાણ વધી રહ્યું હતું..એને મારી ચોલી માં પોતાનો હાથ નાંખી ને મારાં સ્તન જોડે રમત રમવાનું ચાલુ કર્યું..હું મદહોશ થઈને બંધ આંખે આ બધું મહેસુસ કરી રહી હતી."

"અચાનક કોઈના આવવાનો અવાજ થતાં અમે બંને છુટા પડ્યાં અને ફૂલ લઈને મંડપ માં ગયાં.. એ દિવસે તૌફિકે કરેલી ચેષ્ટાઓ મારા તન બદન માં આગ લગાવી ગઈ હતી.. મારા શરીર માં જવાની એ જે પેટ્રોલ છાંટયું હતું એમાં આગ લગાડી ચુક્યો હતો તૌફીક..હવે તો જ્યારે પણ એકાંત મળતો ત્યારે હું અને તૌફીક થોડી ઘણી શારીરિક છૂટછાટ લઈ લેતાં.. પણ હજુ મારું મન પૂર્ણ પણે ભરાયું નહોતું.મારે હજુપણ મારે એક છોકરી માં થી સ્ત્રી બનવાના કોડ મન ને વિહ્વળ બનાવી રહ્યાં હતાં.!!"

"એવામાં એક દિવસ પિતાજી બહાર ગયાં હતાં..અને ઘરે બીજા લોકો પણ લગ્ન માટે ગયાં હતાં એટલે મને અને તૌફીક ને જરૂરી એકાંત મળી ગયો અને અમે થોડો સમય સાથે પસાર કર્યો..લાંબો સમય તો મળે એવું નહોતું એટલે હજુપણ શારીરિક સંબંધ એની ચરમસીમા એ ના પહોંચ્યો..હજુપણ હું અધૂરી હતી..પણ એ દિવસે તૌફિકે મને એક વાત કહી જે મારું ચેન કે શાંતિ છીનવવા કાફી હતી"

મારાં ખુલ્લા કેશ માં હાથ ફેરવતાં તૌફિકે કહ્યું.."સોનાલી હું તને બહુ પ્રેમ કરું છું..પણ અહીં તારા પિતાજી ની ધાક અને આપણું અલગ અલગ ધર્મ નું હોવું આપણ ને એક નહીં થવા દે..જો તારી મરજી હોય તો આપણે ક્યાંક દૂર ભાગી જઈએ.."

"શું એ શક્ય છે..આપણે બંને અહીં થી કઈ રીતે ભાગીશું.."હું પણ તૌફીક ની બંધાણી થઈ ચૂકી હતી..મારે પણ એની સાથે ભાગી જવું હતું એટલે મેં સામો સવાલ કર્યો.

"પણ એ માટે તારે થોડી હિંમત કરવાની જરૂર છે..ત્રણ દિવસ પછી રાતે બે વાગે તું ઘર ની પાછળ આવેલા રસ્તે ચાલીને પેલું દુર્ગા માં નું જુનું મંદિર છે ત્યાં આવી જજે..હું ત્યાં તારી રાહ જોઈશ.."તૌફીક એ કહ્યું..એની વાત સાંભળી હું ગજબ નો રોમાંચ અનુભવી રહી હતી.

"તો તમે તૌફીક સાથે ભાગી ગયાં.. અને આ તૌફીક છે..?"સોનુ એ સોનાલી ની બાજુ માં હાજર વ્યક્તિ ને ઉદ્દેશીને કહ્યું.

"હા હું ભાગી ગઈ તૌફીક ની સાથે પણ આ તૌફીક નથી.."સોનાલી એ કહ્યું..એનો જવાબ સાંભળી બેરેક માં હાજર દરેક ને આશ્ચર્ય થઈ રહ્યું હતું..કે આ વ્યક્તિ તૌફીક નથી તો કોણ છે..??"

***

સોનાલી ની જીંદગી માં આગળ શું બન્યું.. અને જોડે રહેલી વ્યક્તિ તૌફીક નથી તો કોણ છે..? આ ઉપરાંત આ નસીબ ના માર્યા લોકો એકબીજા નું નસીબ કઈ રીતે પલટશે જાણવા વાંચતા રહો ચેક એન્ડ મેટ નો નવો ભાગ આવતાં સપ્તાહે..!!

જે પ્રમાણે અત્યાર થી જ આ નોવેલ ને વાંચકો નો પ્રતિસાદ મળી રહ્યો એ બદલ સૌનો ખૂબ ખૂબ આભાર.. હજુ તો જેમ જેમ આગળ જશે એમ એમ આ નોવેલ તમારી વિચાર શક્તિ અને મગજ ની આકરી કસોટી કરશે.. થ્રિલ ની સાચી ફિલ અને સસ્પેન્સ ની ફૂલ મજા કરાવશે..!!

ઓથર:- જતીન. આર. પટેલ