ચેક એન્ડ મેટ 10 Jatin.R.patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચેક એન્ડ મેટ 10

ચેક એન્ડ મેટ - ચાલ જીંદગી ની

Part:-10

લકી ગેસ્ટ હાઉસ માં પડેલી રેડ માં પકડાયેલ વ્યક્તિઓ માં ના એક બેરેક માં હાજર છ લોકો એકબીજા ના ભુતકાળ વિશે જણાવે છે.. એમની વાત સાંભળી ને બેરેક માં હાજર ડેવિડ નામનો વ્યક્તિ પણ પોતાની જીંદગી ની કહાની એ બધાં ને જણાવે છે. ડેવિડનાં પ્લાન મુજબ બધાં પાંડીચેરી પહોંચે છે.. જ્યાં ડેવિડ એમને આકાશ સહાની નાં ઘર માં રોબરી ની રૂપરેખા જણાવે છે.. જે મુજબ ગોવિંદ ને આકાશ નાં ઘરે ડ્રાઈવરની જોબ માટે જોડાઈ જવાનું કહે છે.. ડેવિડ પર કોઈ નજર રાખી રહ્યું હોય છે. હવે વાંચો આગળ... !!

***

નકલી ડમી ઓળખકાર્ડ આવી ગયાં હતાં.. જેમાં ગોવિંદ નું નામ સત્યધર થઈ ગયું હતું.. થોડાંક જ દિવસમાં રોલ્સ રોય ની ડિલિવરી થતાં ની સાથે જ આકાશ સહાની દ્વારા નવાં ડ્રાઈવરની જોબ માટે ની જાહેરાત આપવામાં આવી.. જાહેરાત આવતાં ની સાથે નકલી બાયોડેટા અને ડિલિસિયસ ફૂડ ચેઈનનાં માલિક આર. ડી. અસ્થાના ની સાઈન વાળો નકલી સિફારીશ લેટર લઈને ગોવિંદ જોબ માટે પહોંચી ગયો.

ડેવિડનાં પ્લાન નું પ્રથમ પગથિયું હતું ગોવિંદ.. અને ગોવિંદ નું નોકરીમાં સિલેક્શન થતાં ની સાથે જ ડેવિડ દ્વારા આકાશ માટે તૈયાર થયેલી તાબુત પર પહેલો ખીલ્લો ઠોકાઈ ગયો હતો.. હવે એ ખીલ્લો કેટલે ઉંડે સુધી અસર પહોંચાડે એ જોવાનું હતું.

ગોવિંદ જેવો આકાશનાં એ વૈભવી ફાર્મહાઉસમાં દાખલ થયો એવીજ એની આંખો ફાટીને ફાટી રહી ગઈ.. બહુ મોટાં વિસ્તારમાં આવેલ ફાર્મહાઉસ ની દરેક વસ્તુ ખાસ હતી.. આરસ અને ઈટાલિયન માર્બલમાંથી બનેલાં એ ફાર્મહાઉસની બનાવટ બેનમૂન હતી. એનાં બગીચામાં દુનિયા આખી નાં ફૂલો ની શોભાવટ હતી.. બગીચાની વચ્ચે એન્જલ ની પ્રતિમા હતી જેનાં મુખમાંથી પાણી ની ધાર વહેતી હતી.

ફાર્મહાઉસમાં ઘણી બધી ગાડીઓ લાઈનબંધ ગોઠવાયેલી હતી.. બધી જ ગાડીઓનાં નંબર પણ એક સરખા હતાં.. ટૂંક માં આ ફાર્મહાઉસ આકાશ સહાની ની અમીરી નો પ્રતિબિંબ હતું. આકાશનાં આ બંગલા પર ચોરી કરીને પોતાની જીંદગી સુધરી જશે એ અંદર પ્રવેશતાં જ ગોવિંદ સમજી ગયો હતો.. ડેવિડ દ્વારા પોતાને એનાં પ્લાનમાં સામેલ કરવા બદલ મનોમન એને ડેવિડ નો આભાર માની લીધો.

નવી કાર હોવાથી આકાશ રોલ્સ રોય લઈને જ પોતાની ઓફીસ જતો.. એટલે ગોવિંદ પણ એનો ડ્રાઈવર હોવાનાં નાતે એ પણ પડછાયા ની જેમ આકાશ ની જોડે પહોંચી જતો હતો.. આકાશ નો વ્યવહાર ગોવિંદ ને થોડો રુક્ષ જરૂર લાગ્યો.. એ ખપ પૂરતું જ બોલતો અને થોડો અહંકારી પણ હતો.. પૈસાદાર લોકો આવાં જ હોય એટલે ગોવિંદને આમાં અજુગતું ના લાગ્યું.

ધીરે ધીરે ગોવિંદ ઘરમાં અંદર જવા લાગ્યો.. એની નજર હંમેશા ચારે તરફ ઘુમતી રહેતી.. CCTV કેમેરાનાં સ્થાન ને ગોવિંદ એકપછી એક મગજમાં ઉતારતો રહેતો.. ગોવિંદ રાતે જ્યારે એનાં રૂમ પર જતો ત્યારે એને ઘરમાં જેટલું જોયું હોય એટલું એક કાગળ પર ઉતારી દેતો.. ગોવિંદ પોતાનું કામ બખુબી નિભાવી રહ્યો હતો.

ગોવિંદે અમુક બીજી વાતો પણ માર્ક કરી કે આકાશ સહાની ઘણી છોકરીઓ સાથે આ ફાર્મહાઉસ પર આવતો અને રંગીન સમય પસાર કરતો.. આ ઉપરાંત આકાશનાં આ ફાર્મહાઉસ પર ઘણીવાર કોઈ અજાણ્યાં લોકો આવતાં જેમની જોડે અમુક બેગો રહેતી. આ લોકો આવવાનાં હોય એની પહેલાં જ આકાશ ત્યાં આવી જતો અને એની દેખરેખમાં જ એ બેગો ઉતરતી. ગોવિંદનું અનુમાન હતું કે એમાં કેશ આવતી હશે.

ડેવિડે કહ્યું હતું કે CCTV કેમેરા ની સાથે આકાશ પોતાની કેશ ક્યાં રાખે છે એ પણ એને શોધવાનું હતું.. એટલે એકદિવસ જેવી એક કાર લઈને એ અજાણ્યાં લોકો આવ્યાં અને આકાશની સાથે અંદર ની તરફ ગયાં એટલે ગોવિંદ પણ એમની મદદ કરાવવા જોડે ગયો.. એ લોકો આકાશનાં રૂમમાં ગયાં અને બેગો ને આકાશનાં રૂમ માં મૂકી.. બેગો મૂક્યાં બાદ આકાશે બધાં ને ત્યાંથી પાછું જતું રહેવા કહ્યું.

ગોવિંદ હજુ વધુ જોવા માંગતો હતો કે એ લોકો એ બેગો ને ક્યાં છુપાવે છે પણ એને ખબર હતી કે વધુ પડતી ચાલાકી એમનાં આખાં પ્લાન ને નિષ્ફળ બનાવી દેશે એટલે એને વધુ સમય ત્યાં રોકાવું ઉચિત ના સમજ્યું.. ગોવિંદ ને જતાં જતાં કોઈ દરવાજો ખસવાનો અવાજ જરૂર કાને પડ્યો હતો. એ લોકોનાં જતાં ની સાથે જ ગોવિંદે આકાશનાં રૂમમાં કઈ રીતે પ્રવેશવું એ વિશેનું વિચારવાનું શરૂ કરી દીધું હતું.

ગોવિંદે એક પછી એક આ ફાર્મહાઉસ નાં બંગલો ની તમામ જાણકારી એક મોટાં પેપર પર ડ્રો કરી દીધી. જેમાં દરેક CCTV કેમેરા ક્યાં ગોઠવાયાં હતાં એની પણ વિગત એમાં સામેલ હતી.. સાથે પહેલાં માળે આવેલાં CCTV સ્ટોરેજ નું કેબિન પણ એમાં ઉલ્લેખાયેલું હતું. ગોવિંદ ને પણ અત્યારે પોતાની જાત પર ગર્વ થઈ રહ્યો હતો કે એને એક જાસુસની જેમ ડેવિડનાં કહ્યા મુજબ ની કામગીરી બખુબી નિભાવી હતી.

ગોવિંદે પોતે દોરેલાં ડ્રોઈંગ નો ફોટો પાડ્યો અને ડેવિડ ને whatsup કરી દીધો.. પછી ડેવિડ નો નંબર ડાયલ કર્યો..

"હેલ્લો.. સુલતાન ભાઈ.. "પ્લાન મુજબ ડેવિડ ને હવે સુલતાન કહીને જ બોલાવવાનો હતો.

"હા ભાઈ સત્યધર બોલ... કંઈ નવાજુની.. શું ખબર છે ત્યાંની.. ?"ડેવિડે પણ ગોવિંદનું સાચું નામ છુપાવતાં કહ્યું.

"ભાઈ,મેં તમને એક whatsup કરી દીધો છે.. જેમાં આખા બંગલામાં આવેલાં તમામ CCTV ફૂટેજ ની માહિતી છે.. તો હવે તમે તમારું આગળનું આયોજન કરો.. "ગોવિંદે કહ્યું.

"સારું.. પણ આકાશનાં રૂમ માં કોઈ છુપી જગ્યા મળી.. જ્યાં કેશ રખાય એવું હોય.. ?"ડેવિડે પૂછ્યું.

"હું એ બાબતે ચોક્કસ છું કે આકાશનાં રૂમમાં જ કોઈ છુપી જગ્યા છે.. પણ ખરેખર ક્યાં છે એની ખબર નથી.. પણ હું એની તપાસ મારી રીતે લગાવી લઈશ. "ગોવિંદે કહ્યું.

"સારું.. ત્યારે આપણી યોજનાનું બીજું ચરણ બે દિવસ પછી શરૂ થઈ જશે.. "ડેવિડે કહ્યું.

"સારું તો હું અત્યારે ફોન મુકું.. મારી અનારકલી ને મારી યાદ આપજો.. "ગોવિંદે સોનાલી ને અનારકલી કહેતાં કહ્યું.

"હા ભાઈ કહી દઈશ.. "આટલું કહી ડેવિડે કોલ ડિસ્કનેક્ટ કરી દીધો.

***

જ્યારે ગોવિંદ નો કોલ આવ્યો ત્યારે ડેવિડ કાર્લોસનાં ફાર્મહાઉસ પર રોકાયેલાં બધાં માટે રાત નું ભોજન લેવા માટે બહાર ગયો હતો.. ગોવિંદ સાથે ફોન ડિસ્કનેક્ટ કરી જેવો એ રેસ્ટોરેન્ટમાંથી નીકળી રહ્યો હતો ત્યારે એની નજર પોતાની તરફ જોઈ રહેલાં એક વ્યક્તિ પર પડી. ડેવિડે નોંધ્યું કે આ વ્યક્તિ થોડાં દિવસથી એની પાછળ પાછળ આવી રહ્યો હતો.. પણ જ્યાં સુધી એ કોઈ એક્શન ના લે ત્યાં સુધી એનું રિએક્શન આપવાની જરૂર નથી એમ વિચારી ડેવિડે એ વ્યક્તિને જોયો જ ના હોય એમ ત્યાંથી નીકળી ને રિક્ષામાં બેસી સીધો ફાર્મહાઉસમાં પહોંચી ગયો.

અત્યારે ફાર્મહાઉસ પર સોનાલી,સોનુ,ઓમ અને નફિસા હાજર હતાં.. જ્યારે સુમિત અત્યારે કાર્લોસ ની રેસ્ટોરેન્ટમાં એની મદદ કરી રહ્યો હતો. ડેવિડે જમવાની બેગ ટેબલ પર મૂકી એટલે સોનાલી અને નફિસા એ પ્લેટ લગાવી દીધી. ડિનર ને ન્યાય આપ્યાં પછી ડેવિડે એ બધાં ને અડધા કલાક ની અંદર હોલમાં આવી જવા કહ્યું.

ડેવિડે સુમિત ને પણ કોલ લગાવી ત્યાં બોલાવી લીધો.. થોડીવારમાં એ બધાં લોકો હોલમાં હાજર હતાં.

"હા તો ડેવિડ હવે આગળનું આયોજન કંઈ નક્કી કર્યું કે નહીં. ?. અમને પણ હવે અહીં થોડી બોરીયત ફિલ થાય છે.. "સોનુ એ કહ્યું.

"સોનાલી એનાં માટે જ મેં તમને બધાં ને અહીં બોલાવ્યાં છે.. આજે જ ગોવિંદનો કોલ આવ્યો હતો.. "ડેવિડે જણાવ્યું.

"શું કીધું ગોવિંદે.. ?એ ઓકે તો છે ને.. ?"સોનાલી એ પૂછ્યું.

"હા બધું ઠીક છે.. ઉપરથી તમને બધાં ને એ જણાવતાં ખુશી થાય છે કે આપણાં ધાર્યા કરતાં પણ ગોવિંદે એનું કામ બખુબી નિભાવ્યું છે.. એને આખા ફાર્મહાઉસ નો સ્કેચ બનાવી મોકલાવી દીધો છે જેમાં પૂરાં બંગલા નાં CCTV કેમેરા વિશેની માહિતી છે.. "ગોવિંદ નાં કામ વિશેની જાણકારી આપતાં ડેવિડ બોલ્યો.. ગોવિંદનાં વખાણ સાંભળી સોનાલી મનોમન ખુશ થઈ રહી હતી.

"તો હવે કોને શું કરવાનું છે.. ?"સુમિતે પૂછ્યું.

"હવે ઓમ અને નફીસા ને આગળ પ્લાનમાં જોઈન થવાનું છે.. ક્યાં અને કઈ રીતે એનું મેં નક્કી કરી લીધું છે.. "આટલું કહી ડેવિડે નફીસા અને ઓમ કઈ રીતે અને કયું નામ ધારણ કરી આગળ કામ કરવાનું હતું એની માહિતી આપી દીધી.

"સારું તો અમારે બંને એ ક્યારે જવાનું છે.. બોમ્બે.. ?"ઓમે પૂછ્યું.

"તમે બંને કાલે સાંજે નીકળી જાઓ.. ત્યાં તમારે બંને એ અલગ અલગ હોટલમાં રોકાવાનું છે.. રેલવે સ્ટેશન પર તમને મારો એક મિત્ર જાફર મળશે જે જરૂરી સામાન તમને આપી દેશે.. આટલું ક્લિયર છે.. "ડેવિડે કહ્યું.

"યસ.. ઓલ રાઈટ.. "ઓમ અને નફીસા બંને એકસાથે બોલ્યાં.

"ચલો ત્યારે કાલે તો તમારે બંને એ જવાનું છે એટલે આજની રાત બધાં સાથે એન્જોય કરી લઈએ.. "ડેવિડે કહ્યું.

ડેવિડની વાતમાં બધાં એ હામી ભરી એટલે ફૂલ મ્યુઝિક પર ત્યાં ફાર્મહાઉસ માં દારૂ અને ડાન્સ ની મજા માણ્યા પછી એ બધાં પોતપોતાનાં રૂમમાં સુવા ચાલ્યાં ગયાં.. થોડાં દિવસ થી ઓમ અને નફીસા સાથે રહેતાં હતાં.. છતાંપણ એમની વચ્ચે એક પ્રકાર નો મુક કોન્ટ્રાકટ હોય એમ હજુ બંને એકબીજા સાથે ફીઝીકલ નહોતાં થયાં.. પણ આજ ની વાત અલગ હતી.

"એ ઓમ.. કાલ થી તો હવે તું અને હું અલગ થઈ જઈશું.. "નફીસા એ ઓમ નો હાથ પકડી પલંગ માં બેસાડતાં કહ્યું.

"હા જાન.. પણ આપણું અલગ થવું એ આપણાં સુંદર ભવિષ્ય નો પાયો બની રહેશે.. બસ થોડાં જ દિવસ ની વાત છે પછી તું અને હું એક થઈ જઈશું.. "ઓમે નફીસાનાં હાથ પર પોતાનો હાથ મૂકીને કહ્યું.

"ઓમ.. આપણો પ્લાન સફળ ના થયો તો.. ?"નફીસા એ ઓમ ની આંખો માં જોઈને પૂછ્યું.

"નફીસા,એવું ના બોલ.. તારી અને મારી સાથે બીજાં પાંચ લોકોની જિંદગી પણ આ પ્લાન સાથે સંકળાયેલી છે.. એટલે આવી અશુભ વાત ના કર.. ગોવિંદે એનું કામ યોગ્ય રીતે કરી દીધું છે. હવે આપણી ફરજ બને છે કે આપણે પણ આપણને આપવામાં આવેલું કામ ચીવટ થી કરવું પડશે. "ઓમે કહ્યું.

"હા ઓમ એવું જ થશે.. ઓમ હું તને બહુ જ પ્રેમ કરું છું.. આપણે હવે આખી જિંદગી એકબીજાની સાથે જ પસાર થાય એવી મારી કામના છે.. "આટલું બોલતાં નફીસા ની આંખો ભીની થઈ ગઈ.

"એ પાગલ.. હું પણ તને એટલો જ પ્રેમ કરું છું જેટલો તું મને કરે છે.. આ પ્લાન ચોક્કસ સફળ થશે.. ત્યારબાદ તું અને હું અહીંથી દૂર આપણી અલગ જ દુનિયા બનાવીશું.. "આટલું કહી ઓમ નફીસા ને વળગી પડ્યો.

શરાબ નો નશો અને કાલ થી અલગ થઈ જવાનું દુઃખ અત્યારે ઓમ અને નફીસા ને વધુ નજીક લાવી ગયું.. ધીરે ધીરે એ બંને એકબીજા નાં આલિંગનમાં બેડ ઉપર પડ્યાં. નફીસા માટે આ પ્રથમ અનુભવ હોવાથી ઓમે બહુ ધીરજ થી એની સાથે પ્રેમ ક્રીડાઓ શરૂ કરી.. સાઈટ માં જોડાયેલો હોવાથી ઘણી બધી સ્ત્રીઓને ઓમ સંતુષ્ટિ આપી ચુક્યો હતો એટલે એ જાણતો હતો કે કોઈ સ્ત્રી ને વધુમાં વધુ કઈ રીતે ઉત્તેજીત કરવી.

ઓમે નફીસાનાં સેન્ડલ કાઢ્યાં અને પછી એનાં પગનો અંગૂઠો મોંઢા માં લઈને એને દાંત વડે થોડો દબાવ્યો.. ત્યારબાદ નફીસા ની પગ ની પાની પર હળવેકથી પોતાની આંગળી ફેરવી એને ઉન્માદ આપવામાં કોઈ કસર ના છોડી.. ત્યારબાદ એ નફીસા નાં આખા દેહ ને ચુમતો ચુમતો એનાં ચહેરા સુધી આવી ગયો અને પછી શરૂ થઈ ગઈ લવ બાઈટિંગ.

બંને પ્રેમ નાં તરસ્યાં ઓમ અને નફીસા એકબીજા પર ચુંબનો ની વરસાદ કરતાં કરતાં ક્યારે એક પછી એક કપડાં ઉતરતાં ગયાં અને બંને પ્રેમી પંખીડા અનાવૃત થઈ ગયાં એની ખબર જ ના રહી.. નફીસા પોતાનાં નગ્ન દેહ ને હાથો થી છુપાવવાનો વ્યર્થ પ્રયાસ કરી રહી હતી.. ઓમે પ્રેમ થી નફીસાનાં હાથ એનાં ઉરોજ પરથી દૂર કર્યાં અને એનાં દેહ નું આંખો થી રસપાન કર્યું. કુદરત ની આ બેનમુન કારીગરી સમાન દેહાકૃતિ ને જોઈ ઓમ અધીરો બની ગયો આ હસીન સમય ને મનભરી માણવા માટે.

ઓમ સાથે નજર મળતાં જ નફીસા ની આંખો માં શરમ ઉભરાઈ ગઈ અને આંખો ની શરમ એનાં બંને ગાલ પર રતાશ બની વ્યાપ્ત થઈ ગઈ. નફીસા પર ચડેલો શરાબ નો નશો હવે ઉતરી ગયો હતો પણ હવે એક એવી તલપ ઉપડી હતી જેને ખાલી ઓમ જ બુઝાવી શકતો હતો એનાં પુરુષત્વથી.

ઓમ ને પણ નફીસા ની વધતી સિસકારીઓ અને શ્વાસોશ્વાસ માં આવેલી તેજી જોઈ સમજાઈ ગયું કે હવે સમય આવી ગયો હતો પ્રેમ ની પૂર્ણતા ને આંબવાનો. ઓમે નફીસા નાં દેહ પર પોતાનાં દેહ નો ભાર વધાર્યો અને એનાં બંને હાથ ને પોતાનાં હાથ થી મજબૂત રીતે પકડ્યા અને નફીસા ને પોતાનાં પ્રેમ નાં અફાટ મહાસાગરના ઊંડાણ ની શેર કરાવી દીધી.

ઓમ અને નફીસા આમ જ મોડે સુધી એકબીજાને તૃપ્ત કરવામાં લાગ્યાં રહ્યાં.. શરૂવાત ની પીડા બાદ નફીસા ને પ્રેમક્રીડા નો આ અનુભવ ને મનભરી માણ્યો. નફીસા ને આ પ્રથમ અનુભવ ઓમનાં પ્રેમાળ સાનિધ્ય માં શાનદાર લાગ્યો... નફીસા એ ઓમ ને હળવેકથી thanks કહ્યું અને એને ચુમી ને એને લપાઈ ગઈ.. ઓમ અને નફીસા ત્યારબાદ અનાવૃત દેહે જ સુઈ ગયાં.. !

***

સવારે નફીસા ઉઠી એટલે એનું આખું શરીર કણસતું હતું.. પણ આ દર્દ નો અહેસાસ મીઠો હતો.. નફીસા ફ્રેશ થઈ બાથરૂમમાંથી બહાર આવી એટલે ઓમ એનાં માટે સેન્ડવીચ અને કોફી લઈને રૂમ માં આવ્યો અને બોલ્યો.

"ગુડ મોર્નિંગ,સ્વીટહાર્ટ.. ચલ જલ્દી નાસ્તો કરી લે.. પછી આપણે નીકળવું પડશે શોપિંગ કરવા.. ત્યાં જે વેશ ધારણ કરવાનાં છે એ માટે અમુક કપડાં અને બીજી વસ્તુઓની જરૂર પડશે એટલે અહીં થી જ જરૂરી ખરીદી કરી લઈએ.. "

"Ok.. બેબી.. બસ ૧૦ મિનિટ"નફીસા એ કહ્યું.

ત્યારબાદ ઓમ અને નફીસા શોપિંગ કરી ને આવ્યાં.. સાંજે બોમ્બે જવા માટે ની એમની રેલવે ટીકીટ ડેવિડે કઢાવી રાખી હતી.. બંને જણા ને ડેવિડ સિવાય બાકીનાં બધાં સ્ટેશન સુધી મુકવા ગયાં અને જતાં જતાં એ બંને ને એમનાં કામમાં સફળ થાય એવી શુભેચ્છા પાઠવી.. કેમકે હવે એમની પ્લાન ની સફળતાનો આધાર એ બંને પર જ હતો.. ઓમ અને નફિસનાં ગયાં બાદ એ બધાં પાછા ફાર્મહાઉસ પર આવ્યાં.

"દોસ્તો.. તમને એક વાત કહેવી છે.. "ફાર્મહાઉસ નાં મધ્ય માં રહેલ હોલ ની અંદર રાખેલાં સોફા પર બેસેલાં ડેવિડે સોનુ,સોનાલી અને સુમિત નાં આવતાં જ કહ્યું.

"બોલો ને ડેવિડ ભાઈ.. "સુમિતે એ બધાં વતી કહ્યું.

"જોવો કાર્લોસ નાં અમુક સગાં બે દિવસ પછી અહીં આવવાનાં છે એટલે આપણે ફાર્મહાઉસ ખાલી કરવો પડશે.. કાર્લોસે આપણી બહુ મદદ કરી છે.. એ બિચારો સામેથી તો કહેશે નહીં કે આપણે અહીંથી જતાં રહીએ પણ આપણી ફરજ બને છે કે આપણે જાતે જ એને આ ફાર્મહાઉસ ખાલી કરી આપવું.. "ડેવિડ બોલ્યો.

"સાચી વાત છે.. તો હવે આપણે ક્યાં જઈશું.. ?"સોનુ એ સવાલ કર્યો.

"આપણે નહીં. તમે.. કેમકે હું અહીંથી ગોવા જવાનો છું.. મમ્મી ની તબિયત ઠીક નથી અને એ સિવાય પણ મારે ત્યાં થોડું કામ છે.. તમે ત્રણેય અહીંથી પુણે જતાં રહો.. ત્યાં હું વિનાયક સુરમે નામનાં મારાં મિત્ર ને કહી તમારી રહેવાની અને બીજી અન્ય સગવડો ની ગોઠવણ કરી દઉં છું.. આમ પણ હવે બોમ્બે થી નજીક રહેવું જરૂરી છે.. હું મારી રીતે ત્યાં પહોંચી જઈશ.. તમે બધાં કાલે જ નીકળો.. "ડેવિડે કહ્યું.

"સારું.. વાંધો નહીં.. "સોનાલી બોલી.

"તમારી ટીકીટ ની વ્યવસ્થા હું કરી દઈશ.. બીજી કોઈ વસ્તુ ની જરૂર હોય તો કાલે દિવસ દરમિયાન ખરીદી લેજો.. "ડેવિડે કહ્યું.

"ના અમારે કંઈ જરૂર નથી.. બસ જતાં પહેલાં પાંડીચેરી પાછું ફરવું છે. આ નયનરમ્ય શહેર ની સુંદરતા ને ફરીથી મનભરી માણવી છે.. "સુમિતે કહ્યું. આ સોનુ અને સોનાલી ની પણ ઈચ્છા હતી.

"સારું.. એવું કરજો.. "ડેવિડે સહમતિ આપતાં કહ્યું.

બીજાં દિવસે સોનુ અને સુમિત આખો દિવસ પાંડીચેરીનાં દરિયા કિનારે ફર્યા.. સોનાલી ની તબિયત સારી ન હોવાથી એ એમની જોડે ના ગઈ. સાંજે ફ્રેશ થઈ પોતાનો સામાન લઈ એ ત્રણેય પુણે જવાની ટ્રેઈન પકડી નીકળી પડ્યાં પુણે જવા.

એમનાં જતાં ની સાથે જ ડેવિડે એક નંબર ડાયલ કર્યો અને ફોનમાં વાગી રહેલ કોલર ટ્યુન માં રંગાસ્થાલમ મુવી નું રંગમ્મા મંગમ્મ સોંગ વાગતું હતું.. પહેલીવાર નાં પ્રયાસ પર કોઈએ કોલ ના ઉપડ્યો એટલે ડેવિડે ફરીથી કોલ કર્યો એટલે સામે થી થોડીજ વારમાં કોલ રિસીવ થયો.

"દગ્ગુ.. ડેવિડ સ્પીકિંગ.. "આટલું કહી ડેવિડે તેલુગુમાં ફોન રિસીવ કરનાર દગ્ગુ નામનાં વ્યક્તિ ને અમુક સૂચનો કર્યાં અને પછી કોલ મૂકી દીધો..

"બાજ ની નજર થી બચી શકાય ડેવિડ ની નજર થી નહીં.. મગર ની પકડમાંથી છૂટી શકાય પણ ડેવિડ ની પકડમાંથી નહીં.. "આટલું કહી ડેવિડ જોરજોરથી હસવા લાગ્યો.

વધુ આવતાં ભાગમાં..

કોણ હતો દગ્ગુ.. અને ડેવિડે એને શું કામ આપ્યું..? આખરે ડેવિડ નો પીછો કરનાર વ્યક્તિ કોણ હતો.. ? ગોવિંદ આકાશનાં રૂમમાં રાખેલી છુપી જગ્યા શોધી શકશે.. ?આખરે ઓમ અને નફીસા કઈ રીતે ડેવિડ નાં આગળના પ્લાન માં સામેલ હતાં.. ?શું આ લોકો સાથે મળી રોબરી ને સફળ બનાવી શકશે.. ? આ બધાં જ સવાલો નાં જવાબ માટે વાંચતા રહો ચેક એન્ડ મેટ નો નવો ભાગ.. આવતાં સપ્તાહે.

આ નોવેલ અંગે જો તમને કોઈ કલ્યુ મળે કે તમારો કોઈ અભિપ્રાય હોય તો મારાં whatsup નંબર 8733097096 પર આપવા વિનંતી.

મારી અન્ય નોવેલ ડેવિલ અને બેકફૂટ પંચ પણ તમે માતૃભારતી પર વાંચી શકો છો.

-જતીન. આર. પટેલ