વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-11 Mehul Mer દ્વારા પુષ્તક અને વાર્તા PDF

વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-11

વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરી
ભાગ-11
“જા ને હવે”ખબર નહિ મારાથી કેમ બોલાય ગયું પણ હું વિહાન જોડે સાવ ફ્રેન્ડલી થઈ ગઈ હતી, “એવું કંઈ નહીં થાય”બ્લશીંગ કરતા મેં કહ્યું.
“તારે વળી કોઈ બોયફ્રેન્ડ છે?”વિહાને ઑકેઝની જ પૂછી લીધું. હું અટકી થોડીવાર ચૂપ રહી.મારો ચહેરો આપોઆપ ગંભીર થઈ ગયો.
“વિક્કી આઈ વોન્ટ ટુ ટેલ યૂ સમથિંગ”ગંભીર ચહેરે મેં કહ્યું.
“શું બોલ”વિહાને કહ્યું.
“મારે એક બોય-ફ્રેન્ડ છે”મેં સપાટ ભાવે કહ્યું.હું વિહાનના એક્સપ્રેશન નોટિસ કરતી હતી.ભલે એ મને લાઈક કરતો હોય કે ના કરતો હોય પણ એક દોસ્તના નાતે જે ઈશા કૃપાલી માટે ફિલ કરતી હતી એ અત્યારે વિહાન ફિલ કરતો હશે.વીહાને મહામહેનતે ચાનો એક ઘૂંટ ભર્યો.
“હોય હોય તેમાં શું, અત્યારે તો ટ્રેન્ડ ચાલે છે.હાહાહા”વિહાને હસીને કહ્યું.
“જલસ થાય છે?”મેં એક નેણ ઊંચું કર્યું.
“ના મને શું જલસ થાય.તારી લાઈફ છે”વિહાને એ જ સપાટ ભાવે કહ્યું.મને ના ગમ્યું.
“થોડો તો જલસ થા યાર. હું એટલી બધી ખરાબ દેખાઉં છું?”
“યું આર બ્યુટીફૂલ,આઈ મીન તને જોઈને કોઈ પણ પાગલ બની જાય પણ તારી લાઈફના ડીસીઝન તું જ લઈ શકેને”વિહાને મને સમજાવવાની કોશિશ કરી.
“તું થયો પાગલ?”તેની આંખો પર ઘેરાવ કરતા મેં કહ્યું.
“શું બોલે યાર”વિહાને નજર ફેરવી લીધી.
“તું લવને ક્યાં એન્ગલથી જુએ છે??”રોમેન્ટિક મૂડમાં મેં કહ્યું.વરસાદની બુંદો એક તાલમાં છાપરા પર વરસતી હતી.ત્યાંથી ઝરતું પાણી એક પ્રવાહ બનાવી આગળ વધતું હતું.વાતાવરણમાં એવી ઠંડી પ્રસરતી હતી જાણે કોઈ રેશમનું કપડું ધીમે ધીમે પાણીમાં ભીંજાઈ રહ્યું હોય.હું પણ એ કપડાંની જેમ જ ભીંજાઈ રહી હતી.
“તારે છે ને બોયફ્રેન્ડ,તું જ કહે”વિહાને ઉભા થતા કહ્યું.
“હજી એક ચા?”મેં એ જ મૂડમાં કહ્યું.વિહાને ખભા ઉછાળી હામી ભરી.
“હું મજાક કરતી હતી,ચાલ બોલ હવે”
“મને તો કોઈ દિવસ લવ નહિ થયો પણ કદાચ લવ આ વરસાદ જેવો હશે.એકદમ સ્વચ્છ અને સ્વાર્થ વિનાનો”વિહાને સ્માઈલ કરતા કહ્યું.
“મતલબ?”
“મતલબ તે કોઈ દિવસ સાંભળ્યું કે આજે વરસાદ પેલાં ઘરે વધુ વરસ્યો અને બાજુવાળાના ઘરે ના વરસ્યો.એટલે વરસાદ સ્વાર્થી નથી બરાબર અને તે કોઈ દિવસ સાંભળ્યું,વરસાદે જાહેરાત કરી કે આજે બિઝી છું કાલે આવીશ.એ તો મન મરજીએ વરસે છે અને જ્યાં વરસે ત્યાં મન ભરી એક સરખો વરસે છે.બસ પ્રેમ એ જ છે.બંને વ્યક્તિ તરસી ધરા છે અને વરસાદ પ્રેમ.”વિહાન મારી આંખોમાં આંખ પરોવી બોલતો હતો અને હું દિગ્મૂઢ બની તેને સાંભળતી હતી.
“વરસાદ તો ચાર મહિના જ હોય છે પછી આઠ મહિના શું જનાબ?”મેં હાથ ઉછાળતા કહ્યું.
“આઠ મહિના પછી વરસાદ આવે એટલે જ સૌને ગમે છે.મતલબ વિરહ પછીના મિલનમાં અનોખો આનંદ હોય છે. લોકો ત્યાં જ ભૂલ કરે છે. થોડા દિવસ વાત ન થાય અથવા એકબીજાને સમય ન આપી શકે એટલે એવું માની લેતાં હોય છે કે બંને વચ્ચે પ્રેમ ઓછો થઈ ગયો.”વિહાનની નજર હજુ મારી આંખોમાં રમતી હતી.હું નજર ફેરવી લેવા માંગતી હતી.
“તો તેનું કોઈ સોલ્યુશન જનાબ?”મેં પ્રશ્નોત્તરી પર ધ્યાન આપ્યું.
“સંયમ,ધીરજ,સમય  અને સમજણ”વિહાને ચાર શબ્દો કહ્યા, “આ ચાર વસ્તુ મળે એટલે ગાડી પાટા પર ચાલે”
“તારે તો લવગુરુ બની જવાની જરૂર છે યાર,કેટલી મસ્ત ફિલોસોફી આપે છે તું”મેં ખુશ થઈ કહ્યું.
“શું લવગુરુ?,આ તો મારા વિચાર છે.બીજા લોકોના વિચાર જુદાં હોઈ શકે”વિહાને હસીને કહ્યું.
       ‘મને તારા વિચાર ગમ્યા.’મારે કહેવું હતું.મેં કોઈ દિવસ પ્રેમ વિશે ડીપમાં ચર્ચા જ નથી કરી.હું તો મજા લેવામાં જ માનતી પણ વિહાનની વાતો સાંભળી મને કંઈક જુદું ફિલ થયું.લાઈક શાંત પાણીમાં કોઇએ પથ્થર ફેંક્યો અને પાણીમાં વમળ રચાયું હોય.ના હું વિહાન તરફ એટ્રેક નહિ થતી!!!
         બીજી ચા આમને આમ જ રહી ગઈ.વાતોમાં ઓર્ડર આપતા પણ ભુલાઈ ગયું અને લુચ્ચો વરસાદ અટકી ગયો.મજા આવતી હતી યાર મને.
“બાય ધ વૅ, આટલા સારા વિચારનો સોર્સ તો કહે”ઉત્સુકતાથી મેં કહ્યું.
“પુસ્તકો,મમ્મી-પપ્પા અને દોસ્ત”વિહાને ઉભા થતા કહ્યું.વારંવાર ઉભો થઇ જાય છે.ક્યાં એની ગર્લફ્રેંડ રાહ જોઇને બેઠી છે?થોડીવાર બેસી નહિ શકતો.
“એ થી વધુ ડીપમાં સમજવું હોય તો પ્રેમ જ કરી જુઓ મેડમ”વિહાન હસીને ચા વાળા ભાઈ તરફ ચાલતો થયો.
“એ થી વધુ ડિપમાં જવું હોય તો પ્રેમ જ કરી જુઓ મેડમ.અદભુત વાત.પ્રેમ તો નહીં પ્રેન્ક તો થાય ને”મારા નાનામગજમાં કંઈક ગડમથલ થઈ.
“વિહાન મને તારા જોડે પ્રેમ થઈ ગયો”મેં બૂમ પાડી,“ઓય હા મને તારા જોડે પ્રેમ થઈ ગયો છે”
       બિલ પૅ કરી એ પાછો ફર્યો.મારા માથે ટપલી મારી.”ચાલ હવે નહીંતર તું કહીશ સાથે ચલાય” હસીને એ ચાલવા લાગ્યો.મારુ પ્રેન્ક પકડાય ગયું.હકીકતમાં એ પ્રેન્ક તો નોહતું જ.હા વિહાનના વિચારોથી હું પ્રભાવિત તો થઈ હતી અને તેના તરફ આકર્ષાણી હતી.આટલા આદર્શ વિચારો ધરાવતો વિહાન મને હવે કોઈ જુદો જ વ્યક્તિ લાગી રહ્યો હતો.છતાં હજી હું તેને માત્ર એક જ સાઈડથી જાણી શકી હતી.કારણ પણ એવું જ છે ને.
‘જ્યારે એ મને પહેલીવાર મળ્યો ત્યારે જુદી જ લઘુતાગ્રંથિથી જકડાયેલો હતો અને આમ અચાનક આઉટ ઑફ બોક્સ આવવું? કદાચ મહેતાભાઈના વિચારોથી પ્રભાવિત થયો હોય તો પણ કોઈના વિચારોથી આમ પ્રભાવિત થવું એ સારી વાત ન કહેવાય ને.કદાચ કાલે બીજું કોઈ ફિલોસોફી આપે અને વિક્કી તેનાથી પણ પ્રભાવિત થઈ બદલાય જાય તો?’ એક્ટિવા પાછળ બેસી હું વિહાન નામના વ્યક્તિને જજ કરતી હતી જે થોડા દિવસ પહેલા જ મારી લાઈફમાં આવ્યો હતો.તેના વિશે જાણવાની ઉત્સુકતા વધતી જતી હતી.
                                           ***
“મમ્મી હું એકલી ઘરે બૉર થઈ જઈશ”મેં ચિડાઈને કહ્યું.ઘરે આવી ત્યારે મમ્મી ખુશ હતી.મને લાગ્યું પૂરો દિવસ ક્યાં હતી તેની પ્રશ્નોત્તરી કરશે પણ ના એ ખુશ હતી.માસીએ તેને પાનો ચડાવ્યો હતો અને માસ્ટરશૅફમાં હાલ ઓડિશન ચાલી રહ્યું છે એટલે પાર્ટીસીપેટ કરવા મુંબઈ જવા કહ્યું હતું..મમ્મી-પપ્પા સાત દિવસ મુંબઈ જવાના હતા.
“ખુશી તો છે ને,તેને બોલાવી લેજે.જો બીજું કોઈ કામ હોત તો હું ના જાત પણ તને તો ખબર છે ને માસ્ટર શૅફ બનવું મારુ સપનું છે.તારી મમ્મી માટે આટલું પણ ના કરી શકે બેટા?”મમ્મીએ ઈમોશનલ બ્લૅક મેઈલ શરૂ કર્યું.હું સોફા પર બેઠી હતી અને તેઓ બાજુના સોફા પર.
“ઑકે”ઉદાસ થતા મેં કહ્યું.
“ઓ મારા બચ્ચા”ઉભા થઇ મમ્મીએ મારા ગાલ ખેંચ્યા.હું તેની કમરે વીંટળાઈ ગઈ.
“હું તને મિસ કરીશ મમ્મી”આંખો બંધ કરી મેં કહ્યું.
“હું પણ”મમ્મીએ હસીને કહ્યું.આઈ નૉ ફસાવી ગયા એ મને.
“ચાલ હવે જમી લઈએ,તારા પપ્પાને લેટ થશે.ટીકીટ બૂક કરાવવા જવાના હતા”મમ્મીએ કહ્યું.
       જમીને હું રૂમમાં આવી.ખુશીને કૉલ કર્યો.
“હેલ્લો”ખુશીએ છીંક ખાતા કહ્યું.
      ખુશી વરસાદમાં પલળી હતી અને તેને શરદી થઈ ગઈ. ‘કાલે કૉલેજ નહીં આવું’કહી તેણે કૉલ કટ કરી નાખ્યો. વિહાન સાથેની વાતો મારે તેના જોડે શૅર કરવી હતી પણ પરિસ્થિતિને સમજી મેં ચૂપ રહેવાનું જ પસંદ કર્યું.
     મેં વિહાને મૅસેજ કરવાનું વિચાર્યું.વોટ્સએપ ઑપન કરી તેનું એકાઉન્ટ ઑપન કર્યું તો તે કંઈ ટાઈપ કરતો હતો.મેં થોડીવાર રાહ જોઈ.થોડીવાર ટાઈપિંગ દેખાય તો થોડીવાર ઓનલાઈન. બિલકુલ ફિલ્મની સ્ટોરી જેવું જ થઈ રહ્યું હતું.અંતે મેં જ ‘હાય’નો મૅસેજ કર્યો પણ કમનસીબે એ સેકેન્ડે એ ઑફલાઈન થઈ ગયો.મેં કૉલ કરવાનું વિચાર્યું પણ મહામહેનતે જાતને અટકાવી મેં કૉલ ના કર્યો.
***
 “ઈશા!!?”મનમાં મેં ઉદગાર કાઢ્યો.હું ક્લાસમાં પહોંચી ત્યારે ઈશા અને વિહાન પાછળની બેન્ચ પર બેઠા હતા.વિરાજ ખુશીની જગ્યા પર બેઠો હતો.ઈશા અને વિહાન હસી-હસીને વાતો કરી રહ્યા હતા.હું તેની બાજુમાં જઇ ઉભી રહી.
        જવાબદારી શું કહેવાય એ મને આજે સમજાયું.જ્યારે મમ્મી હોય ત્યારે હું સાત વાગ્યે જાગું છું અને આજે પાંચ વાગ્યામાં નીંદ ઉડી ગઈ.નાસ્તો બનાવી હું તૈયાર થવામાં લાગી ગઈ.આજે વિહાન પણ તૈયાર થઈને આવ્યો હશે એમ વિચારી મેં પણ તૈયાર થવામાં ખાસ્સી એવી મહેનત કરી હતી.
        મેં નૅવી બ્લ્યૂ સ્લિમ બૉડીફિટ એન્કલ ડેનિમ જીન્સ પર રાઉન્ડ નેક પ્રિન્ટેડ પિંક ટોપ અને નૅવી બ્લ્યૂ પિંક કેન્વાસ શૂઝ પહેર્યા હતા.એક હાથમાં એનલોગ બ્લ્યૂ ડાયલ વૉચ અને બીજા હાથમાં હાર્ટ શેપ બ્રેસલેટ હતું.બ્લ્યૂ રેડિયમ પ્લેટીયમ સોલિટર ક્રિસ્ટલ બ્રાસ હાર્ટ બોટલ પેન્ડેડ મારી ગરદનને આકર્ષક બનાવતું હતું,સાથે મેચિંગ ઈયરિંગ અને અનામિકા આંગળીમાં એક ગોલ્ડ રિંગ શણગારને ચાર ચાંદ લગાવતા હતા.
       મેટલ નોઝ બ્રિજ રેટ્રો અને લક્ઝેરીયસ રાઉન્ડ બ્લ્યૂ મિરર યુનિક ગોગલ્સ મારી કાજલ કરેલી આંખોને બખૂબી છુપાવી રહ્યા હતા.સ્ટ્રેટ કરેલા વાળને પિંક રીબીનથી સમેટી લીધા હતા.બૉડી પર હલકો સ્પ્રે કરેલો વી.19.69.ઇટાલી લા પાર્ડિસ પરફ્યુમ મનમોહક ખુશ્બૂ ફેલાવી રહ્યો હતો જેના કારણે આજે હું કૉલેજના બોયઝનું આકર્ષણનું કેન્દ્ર બની ગઈ હતી.
      વિહાને પણ સ્લિમ ટેપર્ડ ફિટ બ્લેક જીન્સ પર પ્લૅન પોલોનું યેલ્લો ટીશર્ટ પહેર્યું હતું.મેં તેના હાથ પર નજર કરી.તેણે મેં પસંદ કરેલી રેડ્યુએક્સની એનાલોગ બ્લેક ડાયલ વૉચ પહેરી હતી અને બીજામાં હાથમાં કડા સાથે એક લેધરનો ફ્રેન્ડશીપ બેલ્ટ ટાઇપનો એક બેલ્ટ હતો.ડર્બી ક્લાસિક સ્નીકર સાથે એ સ્ટાઇલમાં ઉભો હતો.તેણે ગોગલ્સ ટીશર્ટની કૉલરથી થોડે નીચે રાખેલા હતાં.આ તો સાચે આજે માલ લાગી રહ્યો હતો હાહાહા.તેની નજીક પહોંચતા જ મને બ્લ્યૂ મેન ફ્રેગરેન્સની સ્મેલ આવી.
“હાય બેબી”ઇશાએ મારી તરફ જોઈ કહ્યું, “આ નમુનાને તે માલ બનાવી દીધો હો”
“તે જ કાલે રીનોવેશનની વાત કરી હતીને”વિહાને મને નોટિસ નોહતી કરી.મને દુઃખ લાગ્યું.અધધ દુઃખ.એ મારી સામે જોઇને ફરી ગયો હતો.
“સરસ લ્યો,હવે એક ગર્લફ્રેન્ડ મળી જાય એટલે સેટ થઈ જાય આ નમૂનો”ઇશાએ હસીને કહ્યું.મારો મૂડ સ્પોઇલ થઈ ગયો હતો.તેણે બીજીવાર નજર કરવાની પણ જહેમત ના ઉઠાવી.
“હા હવે કલરીયા જ કરશે”મેં મોં મચકોડી કહ્યું, “મારે ક્યાં બેસવાનું છે?”મેં પૂછ્યું.કારણ કે વિહાન મારી જગ્યા પર બેઠો હતો.
“બેસી જા અહીંયા હું આગળ ચાલ્યો જાવ છું”વિહાને કહ્યું.
“ના તુજ બેસ હું વિરાજ પાસે બેસી જાઉં છું”વૉચમાં જોઈ મેં કહ્યું.આઠ વાગવામાં બે જ મિનિટની વાર હતી.હું વિરાજ પાસે જઈ બેસી ગઈ.ઇશાએ વિહાનને કોણી મારી અને નેણ નચાવ્યા.
         પહેલો લેક્ચર પૂરો થયો પણ મારું મન નોહતું લાગતું હું ખુશીને મિસ કરવા લાગી.લેક્ચર પૂરો થાય એટલે  રોજ મારી પાસે આવીને બેસી જતી અને વાતો કરતી.મેં પાછળ નજર કરી તો વિહાન અને ઈશા વાતોમાં મશગુલ હતા.હાઉ સિલિ બોય.તેના માટે મેં આટલી મહેનત કરી અને નોટિસ પણ નથી કરતો.
“હેય આકૃતિ”થોડીવાર પછી વિહાનનો અવાજ આવ્યો.
“હાય વિક્કી”મારું ધ્યાન ન હોય અને અચાનક કોઈએ બોલાવી હોય તેમ મેં રીપ્લાય આપ્યો.
“તું આજે બોવ જ મસ્ત લાગે છે”ચાલો નોટિસ તો કર્યું.
“થેન્ક્સ, તું પણ માલ લાગે છે.જો પેલી તારી સામે જુએ”મેં ઈશા તરફ જોઈ કહ્યું.
“ફ્રી લેક્ચર છે,નાસ્તો કરવા જઈએ?”વિહાને પૂછ્યું.
“ના,મારે મિસ માલાની નોટ્સ કમ્પ્લીટ કરવાની છે.”નારાજગી વ્યક્ત કરતા મેં ટોન્ટ માર્યો.
“ચાલને હવે હું તને નોટ્સ કમ્પ્લીટ કરી દઈશ”વિહાને ફોર્સ કર્યું.આપણે તો એ જ જોતું હતું.
“ઈશા?”મેં વિહાન સામે જોઈ કહ્યું.
“એ નહિ આવે તું ચાલ”અમે બંને ક્લાસની બહાર નીકળી ગયા.
***
         કાલે વરસાદના કારણે મોટાભાગના પ્રોફેસરો આવ્યા નોહતા.કદાચ તેની ફેમિલી જોડે એન્જોય કરતા હશે.બીજા લેક્ચરમાં બે-ત્રણ ક્લાસને લેક્ચર  નોહતો એટલે કેન્ટીનમાં ભીડ હતી.
“ચાલ વિહાન ત્યાં ગાર્ડનમાં જઈને નાસ્તો કરીએ”મેં કહ્યું.વિહાને એક માઝાની બોટલ અને ફિંગરચિપ્સ લીધી.વિહાનને ફિંગરચિપ્સ ભાવે છે.તેણે પસંદગી કરી લીધી.નાસ્તો કરતા કરતા અમે વિરાજ વિશે ચર્ચા કરી.વિહાને સવારે વિરાજ જોડે વાત કરી હતી.વિરાજે કોઈ કારણ ના જણાવ્યું પણ ઇશાએ બધી વાતો કહી હતી.વિરાજ કૃપાલીને પસંદ કરતો હતો.કૃપાલી ઈશા જોડે વધુ ટાઈમ સ્પેન્ડ કરતી એ વિરાજને પસંદ નોહતું અને કૃપાલીએ આદર્શ ગર્લફ્રેન્ડ બની ઈશા સાથે રહેવાનું ઓછું કરી નાખ્યું હતું.આખરે શું થયું એ તો મને ખબર છે.
       છેલ્લો ઘૂંટ ભરી મેં બોટલ વિહાનને આપી.તેણે એક ઘૂંટ ભર્યો અને બોટલ બાજુમાં ફેંકી જ્યાં વેફર્સના થોડા પેકેટ પડ્યા હતા.
“વિક્કી આ શું કરે છે?આવી રીતે કચરો ના ફેલાવાય”મેં કડક શબ્દોમાં કહ્યું.લોકો કચરો ફેલાવે એ મને બિલકુલ પસંદ નથી.
“ચાલ એ બોટલ લઈ લે”મેં તેનો કાન પકડીને આદેશ કર્યો.સામે દસ ફૂટના અંતરે જ ડસ્ટબીન પડ્યું હતું તો પણ આવી બેદરકારી?તેણે બોટલ ઉઠાવી ડસ્ટબીનમાં નાખી.
“જો વિક્કી આપણે સમાજના જવાબદાર નાગરિક છીએ”તેને સમજાવતા મેં કહ્યું, ““બધા લોકો જવાબદારી સમજશે ત્યારે આપણે પણ સમજશું.તેવું વિચારવું યોગ્ય નથી.આપણે જ શરૂઆત કરવાની છે.બોલ હવે કચરો ક્યાં નાખીશ?”
““હું હવે ડસ્ટબીનમાં જ કચરો નાખીશ.”વિહાને કહ્યું, “આઈ એમ સૉરી”
“સોરી વાળો!!!”મેં તેના ગાલ ખેંચ્યા, “ચાલ હવે તારી ક્યૂટ સ્માઈલ આપ”મને તેની સ્માઈલ વધુ જ ગમવા લાગી છે.
“આવતા વિકમાં સ્વછતાં અભિયાનનો કૅમ્પ છે આવીશને તું?”મેં પૂછ્યું.આજે જ નોટીસ બોર્ડ પર મેં નોટિસ વાંચી હતી.બે દિવસના કૅમ્પમાં વિહાનને વધુ જાણવાનો મોકો મળશે એ વિચારી હું ખુશ હતી પણ આ પાગલે મને નોટિસ ન કરી એટલે એ વાત ત્યારે મગજમાંથી ગુમ થઈ ગઇ હતી.
“હા ચોક્કસ,હવે તું આટલી પ્રકૃતિપ્રેમી છો તો તારા માટે આટલું તો કરવું જ રહ્યુંને”તેણે મસ્કા મારતા કહ્યું.
“બોવ મસ્કા ના માર અને ચલ હવે મારે સાચે મિસ માલાની બુક કમ્પ્લીટ કરવાની છે”અમે બંને લૉનમાંથી ઉભા થયા.આજે પણ વાતાવરણ વાદળછાયું જ હતું.નક્કી આજે પણ વરસાદ આવશે.
        ક્લાસમાં જઈ વિહાને જગ્યા ચેન્જ કરી લીધી,એ મારી પાસે આવી બેસી ગયો.મને સારું ફિલ થયું.બીજા લેક્ચરમાં અમે ખૂબ મસ્તી કરી.તેણે ખુશી વિશે પૂછ્યું,મેં ખુશીનું ન આવવાનું કારણ કહ્યું અને પછી ખુશીની વાતો શરૂ થઈ.ભણેશ્વરી ખુશી અત્યારે પણ બુક્સ ખોલીને બેઠી હશે હાહાહા.
        કૉલેજ પુરી કરી અમે બંને બેન્કે ગયા જ્યાં મેં મારા એકાઉન્ટ સાથે મારો નંબર લિંક કરી જ દીધો.હવે હરકિશન અગરવાલને જેટલી જાસૂસી કરવી હોય એટલી કરી લે,આઈ હેવ નૉ પ્રોબ્લેમ.મેં વિહાનના મમ્મીનું ફોર્મ પણ સબમિટ કરવામાં હેલ્પ કરી.આમ પણ મારે ઘરે કંઈ કામ નોહતું.એકલી બેઠી બેઠી બૉર થઈ જાવ સો મેં વિહાન સાથે જ ટાઈમ સ્પેન્ડ કરવાનું નક્કી કર્યું.
          વિહાન..વિહાન..વિહાન…શું થઈ ગયું યાર મને.ઉઠતા-બેસતાં,જાગતા-સુતા મને એ જ યાદ આવી રહ્યો હતો.હું તેના વિચારોમાં એટલી તો ખોવાય ગઈ હતી કે બીજા દિવસે પણ તેના ઘરે જ નાસ્તો કર્યો.એ તો સારું થયું કે આંટી કોઈ કામથી બહાર ગયા હતા નહીંતર શું વિચારેત આંટી.વિહાનના હાથની ચામાં પણ જાદુ જ હતો.આવી કડક મસાલેદાર ચા મેં ક્યારેય નથી પીધી.
“વિહાન હવે શું કરીશ તું?”અંતે મારો નીકળવાનો સમય આવ્યો એટલે મેં પૂછ્યું.
“પહેલાં તને ડ્રોપ કરી જઈશ,પછી આવીને થોડી એન્ટ્રી આપવાની છે સો એ કામ પૂરું કરીશ અને પછી બુક્સ રીડિંગ. મેઘા ગોકાણીની સ્ટારડમ સ્ટૉરી વાંચવાની છે આજે”વિહાને ખુશ થઈ કહ્યું.
“આજે મારા ઘરે કોઈ નથી.મને એકલા કંટાળો આવશે.તું બી ચલને સાથે. એ બહાને ખુશીને પણ મળી લેજે.”મેં વિહાનને આઈડિયા આપતા કહ્યું.તેણે થોડીવાર માથું ખંજવાળ્યું.પછી હામી ભરી દીધી.
“મમ્મીને આવી જવા દે, તેને કહીને જશું”વિહાને કહ્યું.
         આંટી આવ્યા ત્યારે મને થોડી શરમ લાગી.થોડીવાર પછી ‘વિહાન સાંજે મારા ઘરે જમીને આવશે’એમ કહી અમે બંને નીકળી ગયા.મને વિહાનનો સહેવાસ ગમવા લાગ્યો હતો.તેની સાથે વાતો કરવી ગમતી મને.
        અમે ઘરે આવ્યા.બેઠક રૂમમાં આવતા જ વિહાન બધું બારીકાઈથી નિરીક્ષણ કરવા લાગ્યો.મેં તેને અમારો બેઠકરૂમ બતાવ્યો.ઇન્ટિરિયર જોઈ એ અભિભૂત થઈ ગયો હતો.
“ચાલ હું તને મારો રૂમ બતાવું”મેં વિહાનનો હાથ પકડી લીધો.અનાયાસે જ મેં હાથ પકડ્યો હતો.દાદર ચડી અમે બંને મારા રૂમમાં આવ્યા.એન્ટર થતા ડાબી બાજુએ મ્યુઝિક સિસ્ટમ અને હેડફોન હતા.મેં વિહાનના કાને હેડફોન લગાવ્યા અને અરિજિત સિંહનું એક સોંગ પ્લે કર્યું.
“મને સોંગ સાંભવાની હેબીટ છે”મેં કહ્યું.થોડી આગળ વધી ત્યાં એક ટેડ્ડી નીચે પડ્યું હતું.તેને ઉઠાવી બેડ પાસે રાખ્યું.એ મારું બેસ્ટ ફ્રેન્ડ છે.પછી ડ્રેસિંગમાં કાચ, શૅલ્ફ,ટેડ્ડીનું કલેક્શન, લટકતું એક ઝુંમર જે બારીમાંથી આવતા પવનને કારણે અવાજ કરતું હતું.બધી વસ્તુ બતાવી એ દરમિયાન અમારા બંનેના હાથ એકબીજાના હાથથી વીંટળાયેલા જ હતા.
         આખરે હું વિહાનને મારી ફેવરિટ જગ્યા પર લઈ આવી. એ બાલ્કની હતી.જ્યાંથી બહારનો આલ્હાદક નજારો દેખાતો હતો.બારી પાસે પોહચતાં જ મેં વિહાનનો હાથ દબાવ્યો અને હું તેના તરફ ખેંચાય,સાથે મારું માથું તેના ખભા પર ઢળી ગયું.
“આકૃતિ…આકૃતિ”મને વિહાનનો ધીમો અવાજ સાંભળતો હતો પણ કંઈ બોલી શકવા સક્ષમ નોહતી
(ક્રમશઃ)
         ‘ગોપી કુકડીયા’ના એકાઉન્ટમાં અમે બંને સાથે લખેલી સ્ટૉરી, ‘અ રેઇનબો ગર્લ’ દર શુક્રવારે પબ્લિશ થાય છે.થોડી બોલ્ડ અને આજની જનરેશનની હકીકત દર્શાવતી સ્ટૉરી તમને પસંદ આવશે.
        બંને સ્ટોરીનાં મંતવ્યો આપવાનું ચૂકતા નહિ.
Megha Gokani & Mer Mehul

રેટ કરો અને રિવ્યુ આપો

yogesh dubal

yogesh dubal 6 માસ પહેલા

Sudhirbhai Patel

Sudhirbhai Patel 2 વર્ષ પહેલા

Deepti patel

Deepti patel 2 વર્ષ પહેલા

Darshana Joshi

Darshana Joshi 2 વર્ષ પહેલા

Parul

Parul 2 વર્ષ પહેલા

શેયર કરો