Featured Books
શ્રેણી
શેયર કરો

ખયાલી પુલાવ - ️હું તને પ્રેમ ના કરી શકુ️

❤️હુ તને પ્રેમ ના કરી શકું ❤️

હું તને  પ્રેમ ના કરી શકું એ વાત અલગ છે કે તારી સાથે
વાતો કરતા કરતા જાણે હું ક્યાં ખોવાય જાવ છું ખબરજ નથી રહેતી , કોણ જાણે સમય નો અહેસાસ જાણે થંભી જ ગયો હોય
ખબર નથી પડતી કે કેમ તારી સાથે લડી પડુ છું.  જ્યારે હોય ત્યારે દરેકે વખતે બસ ફરિયાદો જ કરિયા કરું છું હાં તે વાત ને હું મનાઈ નથી કરતો, પરંતુ હું તને પ્રેમ ના કરી શકુ,

મને હસતા શીખવાડીયું છે તે જીવાવા નો નવો રસ્તો બતાવિયો છે તે, તે મને પોતાનાથી ઓળખાણ કરાવી છે કે હું કોણ છું કેવો છું તેનું ભાન કરાવીયું છે તે, તારી અંખો થી પોતાને જોયો છે મેં આ વાત ને મારે ઇન્કાર ના કરાય, પરંતુ હું તને પ્રેમ ના કરી શકુ,

    જાણતો છું હું કે તને બાંધવી મુશ્કેલ છે, ઊંચા સ્વપ્ન છે તારા ઊંચા ગગન માં ઉડતા આઝાદ પંખી છો તુ , જેની કોઇ લક્ષમન રેખા નથી હોતી ક્યારેય પણ અને કયાઈ પણ, પરંતુ કોણ જાણે કે હુ તને મારી આંગળીઓ મા જકડી રાખવા માંગુ છું હા તે વાત નો હુ ઇનકાર નથી કરતો, પરંતુ હુ તને પ્રેમ ના કરી શકું,

રડી પડતો છુ તાર માટે આજે પણ જ્યારે યાદ કરતો છું તારી સાથે ગાળેલા તે સમયને બસ તે દીવસ હતો અને, તે દીવોસો જ છે મારી પાસે હવે તો તેજ વાતો તેજ  કિસ્સા ઓ તે ખુબસુરત અહેસાસો, હવે તડપતો છુ બિલખતો છુ, પરંતુ હું કાઈ નથી કહેતો તને , કારણ કે વચન તેજ લીધું હતું મારી પાસે કે તમે મને પ્રેમ ના કરતાં, કે હુ છુ આઝાદ પંખી મારી રાહ ના જોશો તમે ના આપશો દીલ મને, બદલામા કાઈ નહિ આપી શકુ તમને ખાલી રહી જસે આંસુ જે તડપાવશે તમને, તમે તે નથી જેને હુ શોધી રહી છુ મારી મંજીલ છે કાઇક બીજી જ છે તેમ એક જ નથી બસ તે વચન ને કારણે હવે હું ઇઝહાર નથી કરતો બસ તે વાયદા ને ખાતીર હવે ઇકરાર નથી કરતો એટલા માટે હવે કાયમ કહીશ કે હુ તને પ્રેમ ના કરી શકુ..

❤️ ? બાળક
          
                      


____________? _______________? ___________? ? ? ? ? ? ? __________

❤️પ્રેમ વિષે થોડુંક...❤️

પ્રેમને સમજવો, સમજાવવો કઠિન છે... પુરુષ અને સ્ત્રીની અનુભૂતિ અને અભિવ્યક્તિ અલગ જ  હોય પણ જરૂરિયાત, ઈચ્છા, પસંદગી, અહેસાસમાં કશુંક સામાન્ય પણ હોય જ...

સાચો પ્રેમ જ્યારે થાય ત્યારે જ પ્રેમનું એ અનન્ય સ્વરૂપ પ્રગટ થાય, અને જ્યારે થાય ત્યારે જ સમજાય કે પ્રેમ તો આને જ કહેવાય... બાકી બધું જે અત્યાર સુધી અનુભવાયું તે સમજૂતી કે કદાચ 'ગીવ એન્ડ ટેઈક' દુન્યવી સંબંધ જ હતો...

પ્રેમનું સ્વરૂપ દિવ્ય હોય છે, કારણ કે તેનું પ્રાગટ્ય ઈશ્વરી તત્ત્વ છે, ઈશ્વરેચ્છા છે... ગીતામાં જ લખ્યું છે.

સાચો પ્રેમ અનુભવતાં જ ધન્યતાનો અહેસાસ થાય... ખુદ પર ગર્વ થાય, પ્રિયપાત્ર પર ગર્વ થાય...

પ્રેમ અને બુદ્ધિને બાર ગાઉનું છેટું હોય અને એ જરૂરી પણ છે, પ્રેમની કસોટી ન કરાય.. પ્રેમ વિચારીને ન થાય કે તેમાં કોઈ આયોજનને સ્થાન જ નથી...



______? ? ? ? _______________________







જ્યારે બીજા ને સમજાવવા ની વાત આવે તો બોવ વાતો હોય છે આપણી પાસે, પણ જ્યારે વાત પોતાની પર ઉપર આવે ત્યારે કોણ જાણે શબ્દો ઓછા પડી જાય છે, અને કાંઈ કહી પણ શકાતું નથી અને સમજાવી પણ નથી શકાતું, તો ચાલો આજે પોતાની જાત સાથે થોડી વાતો કરીએ

            ? જાત સાથે વાતો ?

આટલી બધી પણ શું અકળામણ છે, જે છૂટી ગયું તૂટી ગયું તેને જવા દો  (2)

સાંભળી ને રાખો પણ પોતાને, આંસુડા ને આમ વહાવીયા ના કરો એ સમજીને કે જગત આખું ખુબ નિરદય છે
જો સમજી જસે ને તમારા હ્દય ના રાજ તો હસસે તમારા પર, ચાલો ના બેસો આમ કોઈ ખુણામાં ઉદાસ થઈ ને
 
  જે તમારા સાથ થી ખુશ થાય તેની આજુબાજુ મા રહો, હવે તો ખોલો મન ના રાજ કાંઈક બોલો કાંઈક લખો ખુબ મસ્ત છે તારો અંદાઝ

હજી તો પિડા ના ઘણા ભાગ બાકી છે, આમજ બસ ઉદાસી થી ભરેલો ચહેરો જોવો છો અરિસા મા રોજે , આજે થોડો ક્ષણ માટે પોતાને નિહાળો, શરમાવો પોતાની પર સ્નેહ વરસાવો,
આટલી બધી પણ શું અકળામણ છે, જે છૂટી ગયું તૂટી ગયું તેને જવા દો 

                       ?. બાળક