ખયાલી પુલાવ - ️️જિંદગી ની સફર ️ Baalak lakhani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ખયાલી પુલાવ - ️️જિંદગી ની સફર ️

❤️જિંદગી ની સફર❤️

સફર જ્યારે પુરી થવા લાગી રહી હોય ત્યારે તે મંજિલ બની જાય છે

     થોડો સમય, હજારો અધૂરા વચનો, લખો પાગલ જેવા સપના અને એક સાચો પ્રેમ, હા આ તારો પ્રેમ જ તો છે જેણે મને દરેક પરિસ્થિતિમાં મને કોઈ નવી ઉમ્મીદ આપી છે, દરેક સમયે મને એક નવી ઉમ્મીદ આપી છે કે હું ગમે તે કરી શકું તેમ છું, અને જો તો આજે તુજ નથી, એક વચન હતું કે હમેશાં સાથ આપવા માટે નું હું આજે પણ કાયમ છું તે વચન પર, ફરક ખાલી એટલૉજ છે તે દોર નથી રહીયો,

       લોકો ના તો ખાલી દિવસો હોય છે, અને આપડો તો જમાનો હતો, સંતાકૂકાંડી ની રમત મા ક્યારે તારી સાથે પ્રેમ થઈ ગયો ખબર જ ના પડી મને આજે પણ યાદ છે, ક્રિકેટ રમતા સમયે ભૂલ થી બોલ તારા ઘર મા આવી ગયો હતો, હું દિવાલ પર ચડી બોલ લેવા આવેલો તે એમ કહી ને ના પાડી દીધી હતી કે, શેરી મા શું રમો છો બહાર મેદાન મા જઈ ને રમો ને તો કોઈ ના ઘર ની બારી તો ના ફૂટે, જોકે એવું બબડી ને પછી, બોલ દિવાલ બહાર ફેંકી દીધો હતો. આમ તો મારું પાસે દરેકે વાત નો જવાબ હોય છે, પણ તે દિવસે તે લાલ સાડી વાળી છોકરીએ મારી બોલતી બંધ કરી દીધી હતી, ત્યાર થી લઈ ને આજ સુધી બોલતી બંધ થઈ ગઈ છે, અને હા ત્યાર પછી રોજ જાણી જોઈને તારા ઘર બાજુ બોલ મારતો અને તું બબડી ને બોલ આપી દેતી હતી.

       દરેકે સમયે મારી અંખો તો તને જ શોધતિ રહેતી હતી, અગાશી પર કપડા લેવા આવતી ત્યારે જાણી જોઈ ફોન પર વાત કરવા ના બહાને આવી જતો હતો, પણ તે સમયએ સામે છેડે કોઈ રહેતું નહી, તારા બધાં શિડયૂલ પ્રમાણે મારો ટાઇમ ટેબલ નક્કી રહેતું હતું, તારા ઓફિસમાં જવાના ટાઈમ પર, તારી કોલેજ ની સામે બૂક સ્ટોલ પર કોઈ વસ્તુ લેવાના બહાને બસ તને જ જોવા માટે ના બહાના, તે બધું યાદ આવે છે, જ્યારે ઓફીસ જતી અવતી વખતે જોઈ ને પણ અજાણી બની જતી જેમ તે મને જોયો જ ના હોય અને જ્યારે હું ના હોવ તો અવતા જતા જોતી પણ રહેતી કે ક્યાંક હું બાઇક લઇ જઇ તો નથી રહીયો ને તેમ ખોજતી રહેતી હતી તારી આંખો જોકે પહેલા તને આદત નોહતી રસ્તા પર આમ તેમ જોવાની.

     તારી સાથે ની મુલાકાત પણ કોઈ ચમત્કાર થી ઓછો થોડો હતો, તે કોસ્મેટિક ની દુકાન માં તારા નાના ભાઈ ના બહાને તને મળીયો હતો અને પછી ક્યારેય તારાથી અલગ નથી થયો તું સાથે રહે છે મારી ક્યારેક સિક્કા ના રૂપ માં તો ક્યારેક પર્સ ના રૂપ માં, મારા બેંક ના પાસવર્ડ માં, તે ટાટા સ્કાય ની વિગ્યાંપાન જોવ એટલે તરત તારો અક્ષ સામે આવી જાય છે.

     ગુલઝાર સાહેબે પણ શું ખૂબ લખીયું છે", हर इश्क़ का एक वक़्त होता है" તે સમય આપડો નોહતો, પણ તેનો મતલબ એવો નથી કે પ્રેમ નોહતો , અને તું મારો પ્રથમ પ્રેમ હતી અને લોકો બધું લઈ શકે પણ પ્રેમ નહીં.

    તારું તે ફેવરિટ સોંગ "मोरा गोरा रंग लई ले, मोहे श्याम रंग दई दे" ક્યારે મારું ફેવરેટ બની ગયું, તારો માસુમ હસતો ચહેરો હમેશાં મારી આંખો ની સામે જ રહે છે, આભાર તારો મને વધુ સમજાવા માટે, આભાર તારો મારી લાઇફ માં આવવા માટે, દરેક વખતે મારી અંખો જોઈ ને સમજી જતી હતી કે હું ઉદાસ છું, અને મારા ચહેરા પર મુસ્કાન લવવા મથી પડતી હતી

     તારી dp ની બધી pic મેં સેવ કરી રાખેલી છે મારા દિલ ના મેમરી કાર્ડ મા, જ્યારે પણ કામ માંથી નવરો પાડું એટલે તારા પસંદ ના સોંગ સાંભળી લવ છું

      તે એક બીજા ને જોતા રહેવાની ટેવ, સાથે ચા પીતા મારી સિગારેટ પીવાની ટેવ પર તારે કહેવું કે બસ નવરા પડો એટલે આ એકજ દેખાય છે, કલાકો સુધી ફોન પર વાતો કરવી એક બીજા ની pic શેર કરવી, તું કાયમ કહેતી કે તમારી pic બોવ સારી હોય છે મને જોવી ગમે છે અને જવાબ મા હું કહેતો બોવ વધુ દિલ થી ના જોતી નહીં તો વધુ પ્રેમ થઈ જશે,

પ્રેમ માં કોઈકે તજમહેલ બનાવીયો.
કોઈક ચાંદ તારા તોડી લાવીયા.
પણ મેંતો તારી રાહ જોવા ના હજારો સિગારેટ ફૂંકી મારી છે.

      એક બીજાની પરેશાની મા સવાલો નાં જવાબો ચૂપ થઈ સાંભળતા, ક્યારેક તારી અક્કલ વધુ ચાલતી તો ક્યારેક મારું પાગલપન, તું હમેશાં કોઈ રસ્તો કાઢી લેતી મને એગનોર કરવાનો, આ શરૂઆત થી જ તારી આદત હતી અને મજાક માં ઉડાવી  દેતી.
      મેં સહન કરતાં તારી પાસે થી શીખીયો, લાગણી ને દબાવી ને કેમ રહેવું તે મને શીખડાંવીંયું, તું કાયમ સાથે જ રહીશ મારી, મળતા તો તે હોય જ અલગ થઈ ગયા હોય તું તો મારા મા સમાયેલી છો

❤️ ? બાળક