ખયાલી પુલાવ - તે સ્વપ્ન છોડી દવ Baalak lakhani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ખયાલી પુલાવ - તે સ્વપ્ન છોડી દવ

❤️તે સ્વપ્ન છોડી દવ❤️

   વિચારુ છુ હવે તે સ્વપ્ન છોડી દવ, જે વાત મને પોતાને કહેવી હતી તે વાત પડતી મૂકી દવ,પણ પ્રાથના માં ખૂબ જોર હોય છે, બોવ આસાન નથી ડૂબકી મારી ને તરી જવું,
અને નીકળવાની કોશિશ માં વધુ ડુબી રહીયો છું હું,
વિચારું છું  હવે તે સ્વપ્ન છોડી દવ,

     રોજ સાંજે હું મારા ઘરના બગીચામાં ઊભો હોવ છું , અને તારી યાદ. મને કાંઈક કહેવા જઈ રહી હોય તેવું લાગે .
ગાડીયો નો આવતો અવાજ મને કાંઈક તારી સાથે શેર કરવા માટે તલપાપડ થતું હોય છે , પણ હું રોજ એંજ નક્કી પણ કરું  કે હવે હું,  મારા વીસે તને કઈ પણ  કાંઈ નહીં કહું,
છતાં સાંજે મારાંથી ના રહેવાય , અને વહેતી હવા ઓને 
પૂછી બેસું કાંઈક એમ,

  હું કોણ છું એક એવો વ્યક્તિ જેની કોઈ ઓળખ નથી, પણ મને તે ઓળખાણ મળી જે, કોઈ ની સાથે ચાલવાનો વાયદો કરીયા કરતો હતો, તે પણ મોબાઇલ પર પણ જો કોઈ ફોન પર વાત કરવાજ ત્યાર  જ ના હોય , તો બધી કરેલી વાતો અને કરેલા વાયદા પણ તૂટી જતાં હોય છે,

    ,
    મોબાઈલ ની ડિસ્પ્લે પર શો થતા તારા એસ.એમ.એસ રોજ સવારે મને રોમાંચિત કરી  દે છે , પણ મને ક્યાં ખબર હતી, તે સવાર  હવે મારી જિંદગી માં બસ થોડા દહાડા જ હસે ફરી નહીં આવે તે દહાડા,

  હા હું તેજ છું જે ઓફિસ ફક્ત તને જોવા માટે જ આવતો હતો,પરંતુ તને જોઈ ને બીજે એટલે જોઈ જતો કે તું મને પહેલાં બોલાવે, પણ છેલ્લા દિવસો મા તારા જોવા માં તે વાત નોહતી જે હું તને કાંઈ કહું,  હા હું તેજ છું જેને ફક્ત તારી એક નજર મારા પર આવવા થી મારા હોઠો પર સ્મિત આવી જાય , પણ છેલ્લા દિવસો મા તારા એસ.એમ.એસ માં તે વાત નોહતી જે હું તને કાંઈ કહું

    ખબર છે તને તું જ્યારથી ગઈ છો કાંઈ કહીયાં વગર, ત્યારથી  બધું જ જૂનું છે સિવાય કે જિંદગી દરેકે સાંજ, મોં માંથી નીકળતા ધુમાડા પાસે વધુ રહેવાં લાગી,જે પણ ઓફિસ પર ફાઈલો ની સાથે મોબાઇલ લઈ ને બેઠો હોવ ત્યારે, તારા ના કહેવા છતાં રાખેલ તારા ચિત્રો જોયા કરું છું પરંતુ મને ક્યાં ખબર હતી કે ચિત્રો તો ખાલી યાદજ અપાવે છે,

રોજ સવાર મા તને જગાડી ને ઓફિસ પર જવાની ઇચ્છા થઈ જાય છે, પણ તારા વાટસપ કરેલા છેલ્લા એસ.એમ.એસ મને પરવાનગી નોહતું આપતું,

       છતાં મને લાગતું કે તું અવિસ અને મારા માથા મા ટપલી મારી ને કહેસે કે જો હું પ્લેસ થઇ ગઇ, તે જેટલી મહેનત કરી હતી તે દિવસે હવે આવી ગયો છે, કે તું તે પેલો છોકરો છે જે મારા ઘરે આવીશ, 


        પરંતુ તે સાંજે હું તારી બાજુ માંથી પસાર થયો તો ન તો તારી મહેક આવી કે ના તું, તો તે દિવસે મેં નક્કી કર્યું કે મારે હવે તારાથી અલગ જ રહેવું છે, આજે મારી સાથે ફક્ત હું જ છું બીજું કોઈ નથી,

       અજે પણ રોજ ની જેમ અમસ્તોજ ફરવા નીકળું છું, ત્યારે થોડો ગણગણાવી લવ છું, અને થોડું થોડું કરી તને તને દરેક ગીતો મા અનુભવ કરી લવ છું, પછી થોડી જ વારમાં તારી બધી જ યાદો ને ભેગી કરી સંકેલી ને પાછો ઘર બાજુ વળી જાવ છું,

       તે એક પણ એવું ડગલું નોહતું કે જેમાં તારી આહટ નોહતી, તે એક પણ એવો કોઈ અવાજ ના હતો કે જેમાં તારું સ્મિત નોંતું, કદાચ તું મારી હોત તો હું તને તે બધી વાતો કર તે, જેટલી ખુશી થી પાંદડા હવા સાથે કરતી હોય તેમ,

    તે કોઈ પણ એવી કોપી નથી જેમાં તે બનાવેલી તારા સ્મિત ની નિશાની ના હોય, અને જે કોપી મા તારા સ્મિત ની નિશાની ના હોય ને તો હું ફરીથી દોરી નાંખતો છું, કે મને એમ ના લાગે કે તું મારા થી દૂર થઈ ગઈ છો

❤️ ? બાળક