Sukshm drashta books and stories free download online pdf in Gujarati

સુક્ષ્મ દ્રષ્ટા

'સુક્ષ્મ દ્રષ્ટા' શબ્દ આધ્યાત્મિક જેવો છે, પરંતું આ લેખ આધ્યાત્મિક નથી, સુક્ષ્મ દ્રષ્ટા નો અર્થ લેખ વાંચીને આપ સમજી જશો.
દરેક માણસ માં અવલોકન શક્તિ રહેલી છે. અવલોકન ની સુક્ષ્મ દ્રષ્ટી વાળા લોકો ની દ્રષ્ટીએ ઘટનાઓ નું વિશ્લેષણ આલેખવા નો પ્રયત્ન કર્યો છે.

ઘટના:

એક વ્યક્તિ દરરોજ સવારે કુતરાને બિસ્કિટ ખવડાવવા માટે એક મોટો થેલો બિસ્કીટનો લઇ ને નીકળે છે, બધા કુતરાઓ એના આવવાના સમય ની રાહ જોઈને રોડ પર તૈયાર બેઠા હોય છે. લગભગ પાંચ કિલોમીટર ના રૂટ પર દરેક વીસ મીટરે એક કુતરો ઉભો જ હોય, આ નિત્યક્રમ છેલ્લા બે ત્રણ વર્ષો થી પાળતા એ ભાઈ ની ગાડી અને ગાડીનો અવાજ કુતરાઓ માટે કોઈ સંકેત તરીકે કામ કરે છે.

આ નિત્યક્રમ નો ભાગીદાર બનવાની ઇચ્છા મેં વ્યક્ત કરી. ખુબ આજીજી બાદ તે સજ્જન મને પોતાની નિત્યક્રિયા નો ભાગ બનાવવાં સહમત થયાં. પરંતુ શરતો ને આધીન. શરતો પણ સરળ હતી. કુતરાને બિસ્કીટ ખવડાવી ઘરે ન પહોચે ત્યાં સુધી કોઈ પણ સવાલ પૂછવો નહિ, કદાચ કોઈ કુતરું તમને સુંઘે અથવા ભસે તો પણ ગાડી પર થી ઉતારવાનું નહિ. અડધા રસ્તે થી ઘરે જવા નહિ મળે. ઓછામાં ઓછા પાંચ દિવસ સાથે આવવું પડશે.

છેલ્લી શરત સિવાયની બધી શરતો સાથે સહમતી હતી, કૈક નવું જાણવા મળશે એવો વિચાર કરી બધી શરતો માની લીધી. તે સજ્જને મને સવારે છ વાગે મંદિર પાસે આવવા કહેલું પ્રથમ દિવસ ના ઉત્સાહ માં હું છ વાગ્યા પહેલા જ ત્યાં પહોચી ગયો. એ ભાઈએ આપેલા સમય ને થોડો સમય હતો માટે થયું શિવ મંદિર છે તો દર્શન કરી લઉં. વિચાર આવ્યો કે હું મંદિર માં જાઉં મને દર્શન કરવામાં થોડી વાર લાગે અને ભાઈ જતાં રહે તો આજનો દિવસ હાથ માંથી જતો રહે માટે મંદિર ના પગથીયા પાસે ચપ્પલ ઉતારી બે પગથીયા સુધી અંદર ગયો ત્યાંથી જ દર્શન કરી લીધા અને ચપ્પલ પહેરી ફરી સ્થાને ઉભો રહી ગયો. મોબાઈલમાં છ વાગ્યાના એલાર્મ થી મોબાઈલ રણક્યો તે જ સમયે એ સજ્જન મારી નજીક પહોચ્યા સમય પાલન નો આગ્રહી તો હું પણ હતો પરંતુ આટલો ચુસ્ત સમય પાલક ન હતો. ખેર છોડો અમુક વિભૂતિઓ પાસે આપને ભભૂતિ સમાન છીએ.

સ્કુટર આગળ બિસ્કીટ નો કોથળો મુકીને મને પાછળ બેસાડી આગળ વધતા પહેલા તેમણે શરતો યાદ કરાવી મેં પણ બધી હા માં હા મિલાવી કેમ કે મારે તેમના વિષે જાણકારી એકઠી કરવાનો સ્વાર્થ હતો. મંદિર થી થોડા આગળ વધતાં સાથે એક કુતરું તેમની રાહ જોઇને ઉભું હતું, સ્કુટર પર થી ઉતરી તેમણે એક મુઠ્ઠી બિસ્કીટ એક થાંભલા પાસે નાખ્યાં અને ફરી સ્કુટર ચલાવવા માંડ્યું આશરે વીસ મીટર પર આ કામ ફરી કર્યું. શરત ને કારણે મેં તેમને કોઈ સવાલ પૂછવા ટાળ્યા કુતરાને બિસ્કીટ ખવડાવી ફરી મંદિરે પહોચ્યા ત્યારે તેમને સવાલ પૂછવા માટે મોઢું ખોલ્યું ત્યાં એમણે મને અટકાવતાં કહ્યું "હજી એક બાકી છે" ફરી મોઢું બંધ રાખીને તેમનાં પાછળ ગયો તેમણે છેલ્લી મુઠ્ઠી ભરી મંદિર પાસે ગયા મંદિર પાછળ એક નાની કાંટાળી વાડ પાસે મને ઉભો રહેવાનું કહી તે આગળ વધ્યા.

કોઈ વિચિત્ર અવાજ કરીને એક કુતરાને બોલાવ્યું ત્યાં માથાના ભાગે લોહી નીકળતું, પાછળના પગ ઢસડીને ચાલતું ચાલતું એક કુતરું ત્યાં પહોચ્યું તેને જોઇને સુગ ચડે તેવું હતું. એ સજ્જને ખિસ્સા માંથી રૂ કાઢી કુતરાને માથે લાગેલા ઘા ને સાફ કરવા લાગ્યાં. ઘા સાફ કરતાં સમયે કુતરાએ તે સજ્જનને ઘણી વખત હાથ પર જીભ થી ચાટી પણ લીધું. હું દુર ઉભો રહી ને કૂતરાની અને એ સજ્જન ની દોસ્તી જોઇને મારા બધાં સવાલો ગળી ગયો. તે કુતરાને સાફ કરી પોતાના બંને હાથ અને કપડાં સાફ કરી મારી પાસે આવ્યાં. મને સવાલો પૂછવા કહ્યું.

મારા મનના સાગરમાં ઉઠેલા બધાજ સવાલો શાંત થઇ ગયા હતાં. હું તે સજ્જન ને નામ પૂછવાનું પણ સાહસ ન કરી શક્યો. પરંતુ આવતી કાલે સવાલો લખીને આપવા એવો મનમાં નિર્ણય કર્યો.

બીજો દિવસ પણ પ્રથમ દિવસ ની જેમ બરાબર છ વાગે શરુ થયો. અમે કુતરાઓને બિસ્કીટ ખવડાવવા નીકળ્યા. તે પહેલા ગઈ કાલ ના સવાલો નો કાગળ મારા ખીસ્સા માં રાખી ને છેલ્લે સવાલ પૂછવા કરતાં કાગળ આપીને કાલે જવાબ લઇ લઈશ તેવી આશા રાખી, પાછલા દિવસ ની જેમ આ દિવસ પણ નીકળ્યો બંને દિવસ માં એક મિનીટ કે ક્રિયા નું પણ અંતર ન થયું ત્યારે મનમાં થયું કે આ સજ્જને પાંચ દિવસ ની શરત કેમ રાખી હશે? એ સવાલ તો મેં કાગળમાં લખ્યો નથી તો આ સવાલ ઉમેરીને આવતી કાલે જ આપીશ એમ વિચારી ને બીજો દિવસ પૂરો થયો.પરંતુ સવાલો હજી તે સ્થિતિમાં હતાં જે પ્રથમ દિવસે હતાં.

ત્રીજા દિવસે હું બીજા દિવસ કરતાં પંદર મિનીટ પહેલા પહોચ્યો સજ્જન નો આવવાનો સમય છ વાગ્યાનો હતો માટે વિચાર્યું કે છેલ્લે જે કૂતરાની સેવા કરવા માટે તે સજ્જન આટલી મહેનત કરે છે જલ્દી પહોચીને તેના ધા ને રૂ થી સાફ કરી ને હું થોડું ખવડાવી આવું થોડા બિસ્કીટ હું પણ લઇ આવ્યો અને જે અવાજ કરી તે કુતરાને બોલાવતા એક-બે દિવસમાં હું પણ તે શીખી ગયો મેં તે જ રીતે એ કુતરાને બોલાવ્યું. પણ તે ન આવ્યું, થોડીવાર પ્રયત્ન કર્યા બાદ મેં વિચાર્યું કે કદાચ તેનો પણ સમય નક્કી હશે માટે રોજ ની જગ્યાએ ઉભો રહી ગયો. તે સજ્જન આવ્યા પ્રથમ બંને દિવસો ની જેમ ત્રીજા દિવસની દિન ચર્યા પ્રમાણે બિસ્કીટ ખવડાવી ને પાછા આવ્યા પ્રરંતુ તેમણે મંદિર પાછળનાં કુતરા પાસે જવાનું ટાળ્યું મને નવાઈ લાગી અને મેં હિમત કરીને કહી દીધું. "આજે સવારે મેં તમારી જેમ તે કૂતરાની સેવા કરવા માટે રૂ અને બિસ્કીટ રાખ્યા હતા. તમારી જેમ મેં તેને બોલાવ્યું પણ તે ન આવ્યું આપે પણ આવીને તેને બિસ્કીટ ખવડાવવા ને બદલે મને જવાનું કહ્યું. વિતેલા બે દિવસ થી આપને ઘણા સવાલો પૂછવાની હિંમત ન થઇ. મને આપ જવાબ આપશો તો મને આનંદ થશે અને કદાચ આજે ન આપો તો હજી બે દિવસો બાકી છે તો રાહ જોઈ લઈશ."

તે સજ્જને હસીને કહ્યું "અરે ! ના ભાઈ, મને આનંદ થયો કે તમે સવાલ પૂછવા માટે ત્રણ દિવસ રાહ જોઈ. મારા કાર્યમાં તમે સહયોગ આપવા પ્રયત્ન કર્યો તે જોઈ મને પણ ખુબ મજા આવી પૂછો શું પૂછવું છે?"

હવે મારો ડર નીકળી ગયો હતો મેં કોઈ પણ ખચકાટ વિના પૂછી લીધું "આપનું નામ શું છે? આપ શા માટે દરરોજ કુતરાઓને ખવડાવો છો? આપે મને સવાલો ન પૂછવા માટે કેમ કહ્યું હતું ? એક ખાહુરિયા કૂતરાની તમે પાટા પિંડી કરતાં તે આજે નથી તો આપને જરાય આશ્ચર્ય ન થયું?"

તે સજ્જને આપેલો જવાબ 'સુક્ષ્મ દ્રષ્ટા'માં નોંધવા જેવો લાગ્યો. તેઓનો જવાબ એ જ આ લેખની શરૂઆત છે.

"જે ના માટે તમે કશું કરો છો તેને તમારા નામ સાથે કોઈ નિસબત નથી, મને સવાલ ન પુછવા તેવું એ માટે કહેલું કે જ્યાં સુધી હું શું કરું છું તે આપ સ્વયં ન કરો સવાલો બદલાતા રહેશે સવાલો ના જવાબ આપવા થી કદાચ મને અભિમાન આવે અને મારું અભિમાન મારા કાર્યમાં નડતર બને માટે મેં કહ્યું હતું. અને જે કૂતરાની તમે વાત કરો છો તે ગઈ કાલે સાંજે જ મરી ગયું હતું. જેમ મારો નિયમ છે તેમ પ્રાકૃતિ નો પણ નિયમ છે. મેં મારું કામ કર્યું, પ્રકૃતિએ તેનું."

આટલું બોલીને તે સજ્જન જતા રહ્યા અને તેનું નિત્યક્રમ આજ પણ કરે છે...

-સાચો

19-11-2018

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED