Featured Books
  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

  • ભાગવત રહસ્ય - 118

    ભાગવત રહસ્ય-૧૧૮   શિવજી સમાધિમાંથી જાગ્યા-પૂછે છે-દેવી,આજે બ...

શ્રેણી
શેયર કરો

એક પ્રેમ આવો પણ - ઓનલાઇન ફ્રેન્ડશીપ - ભાગ -4

............ એ સમયે famous થયેલી સીરીયલના લીડ રોલમાં રહેલ child-actor વેદ જોષી ખૂબ જ પ્રખ્યાત થયેલ હતો. અને એનું મસ્ત ફેન-પેજ ગુજરાતમાંથી હતું. જેથી જાણ્યા-જોયા વગર જ follow કરી દીધું.

Follow કર્યું કે તરત જ એક નોટિફિકેશન વાગી. જોયું તો એક DM હતો. અને DM આ follow કરેલા ફેન-પેજમાંથી હતો. તેમાં લખ્યું હતું,'Hiii.. please follow my ID @***a_28.' કરણે તરત જ reply આપ્યો,'ok.. I will follow.!'
કરણને પેલા આ ID fake લાગ્યું, કારણ કે 0 પોસ્ટ પર 200 followers હતા. એણે એમાં ધ્યાન ન દીધું.

કરણ તેના IDમાં ફીડ ચેક કરતો હતો. પંદરેક મિનિટ જેવો ટાઈમ થઈ ગયો હતો. એમ જ એને રિફ્રેશ આપી અને જોયું તો ઇન્સ્ટાગ્રામનાં સ્ટોરી સેકશનમાં એક સ્ટોરી મુકાઈ હતી અને એ સ્ટોરી બીજા કોઈએ નહીં પણ પેલી વેદ જોષીનાં ફેન-પેજની IDમાંથી હતી. એમાં લખ્યું હતું,"#feelingsad.. please ved follow me..!" અને તેમાં VJ એટલે કે Ved Joshiને Mention કરેલું હતું.

કરણએ reply આપ્યો," કેમ? શું થયું?"
સામેથી જવાબ આવ્યો,"કાંઈ નહીં!"
"નાં મને કહો કે sad કેમ છો?" કરણએ પૂછ્યું.
"કાંઈ નહીં."સામેથી જવાબ આવ્યો.

કરણને થોડી થોડી નવાઈ લાગતી હતી, કારણ કે પહેલાં તો એ એને જાણતો પણ નહોતો છતાં પણ એને msg કર્યો અને તરત જ એ મેસેજનો જવાબ મળતા ખરેખર એને લાગ્યું કે સામેની વ્યક્તિ ઉદાસ છે. એ એવું માનતો કે 'જો કોઈને હસાવીએ તો ભગવાન આપણને ક્યારેય કાઈ દુઃખ નથી આપતો. કોઈની ઉદાસી દૂર કરવી એ ખરેખરમાં એક પુણ્યનું જ કામ છે.' 

"જો.! તમે કોણ છો.? એ મને નથી ખબર! પણ યાર તમે મને તમારી ઉદાસીનું કારણ તો કયો, હું આમ જ ફટ કરતી ઉદાસી દૂર કરી દઈશ." કરણએ '????' આ ઇમોજી સાથે msg કર્યો.
"તો તમે નહીં જ માનો એમને?'
"એમ થોડીનાં મનાતું હશે.!!?"
"આ જેનું ફેન પેજ છે ને એ જ follow નથી કરતો."
"ઓહહ.. તો એટલે ઉદાસી છે...હમમમમ...!"
"હું હમણાં એને ફોન કરીને કહી દવ... follow કેમનો નો કરે.!!???" કરણે ચોખવટ પાડતાં કીધું.
"સાચે.!?" સામેથી નવાઈ ભર્યો msg આવ્યો.
"એક વખત પેલું '??' આ ઇમોજી મોકલો અને હસો તો હા કે ના કહીશ." કરણે ઇમોજી સાથે msg કર્યો.
"ચાલો મારો સ્ટોપ આવી ગયો. હું હમણાં પાછો msg કરું." કરણએ msg કર્યો.
"Ok..! Bye..!" સામેથી જવાબ આવ્યો.
કરણએ bye કીધું અને ત્યાં તો 2 જ મિનિટમાં બસ-સ્ટેન્ડ પણ આવી ગયું. લગભગ બપોરના 2:00 વાગ્યા હતા અને આજે કરણને સોમનાથ જવાનું હતું. 

કરણ જૂનાગઢમાં રહેતો અને એમના ગ્રૂપનાં પાંચ મેમ્બર પણ જૂનાગઢથી હતા. બાકીના બે ઉપલેટાથી આવતા. અને રહ્યો હવે KD. એ તો બિચારો માંડ માંડ વંથલીથી આવી શકતો. કારણ કે એના પપ્પાને કામ પણ એટલું જ હોય છતાં પણ તેઓ KDને ભણવા મોકલતા. KDનાં પપ્પા ભલે મિકેનિક વર્કમાં હોય પણ KDને તો જાણે બીજા જ વિષયમાં રુચિ  હતી. (એની રુચિ કઈ હશે એ આપણે આગળના ભાગમાં જોઈશું.)

કરણ બસમાંથી ઉતર્યો. યશ અને KDને મળીને યશ આગળ સોમનાથ જતી બસ છે કે નહીં એ જોવા ગયો. ત્યાં એક સોમનાથ જતી લોકલ બસ ઉભી હતી. પાણી પીધું અને ફરીથી તેણે પેલા જ ID પર 'Hiii..' મેસેજ કર્યો. 
કરણ જેવો બસમાં બેઠો એવી તરત જ બસ ઉપડી ગયી. કરણને હાશ થઇ ગયી. 
સામેથી પણ 'Hiii..' આવી ગયું.
ફરીથી વાત ચાલુ થઈ ગયી.
"તમે girl કે boy?" કરણએ બીજી બધી વાત પડતે મુકી પહેલા આ પૂછ્યું.
"I am girl.?" સામેથી જવાબ આવ્યો.
"તમારું નામ?" કરણે પૂછ્યું.
"મારું નામ તો હું નહીં કવ.. પણ nickname કહીશ." પેલીએ જવાબ આપ્યો.
"હા.. પણ નામમાં શું વાંધો છે?" 
"નામ કહીશ તો તમે હસી જાશો. હું નહી કવ." પેલીએ જવાબ આપ્યો.
"હા.. તો હવે nickname જ આપી દો."કરણે કીધું.
"વિશુ.. માય નિકનેમ ઇઝ વિશુ..!"
"તો ઓકે વિશુજી તમારું શુભ નામ કહો." કરણએ હસતા હસતા પૂછ્યું.
"નાં પાડીને એક વાર.!" પેલી ગુસ્સે થતા જવાબ આપ્યો.
"ઓકે.!સોરી; બસ.!?"કરણે શાંત પાડતા કહ્યું.
"Btw મારુ નામ કરણ. કેટલું મસ્ત છે નહીં..!? નામ..!?"કરણે અભિમાનથી કીધું.

[થોડો chat section (ચેટ છે ચાટ નહીં હો) આવે છે કદાચ એ ડાયલોગ જેવું પણ લાગશે, આખીરકાર કોઈ મળી જો ગયું છે....!!????]

"હા.. સારું છે પણ.. મારા નામ જેવું નો થાય હો..!" વિશુ એ કીધું.
"હા.. આમેય છોકરી તો પહેલેથી જ સારી હોય છે..??" કરણે ઇર્ષ્યાના ભાવે કીધું.
"Ooo.??"વિશુ એ કીધું.
કરણને આ પેલો "??" આ ઇમોજી સાથે મોકલેલો વિશુનો મેસેજ બહુ જ ગમી ગયો. 
એટલામાં કંડક્ટર આવ્યા અને એમાં જ કરણને મેસેજ કરવામાં વાર લાગી. કરણ એટલો વાત કરવામાં વ્યસ્ત હતો કે કંડક્ટરને સામેથી પૂછવું પડ્યું ટિકિટ માટે બાકી ઘણા લોકો સામેથી ટિકિટ/પાસ બતાડી દેતા હોય છે. 
"બોલો ભાઈ! ટિકિટ કે પાસ?" કંડક્ટરએ પૂછ્યું.
"એક સોમનાથની ટિકિટ આપો." કરણએ કીધું અને થતા રૂપિયા આપી દીધા.
"તમે શેનું સ્ટડી કરો છો?" કરણે પૂછ્યું.
"હું 11th B-ગ્રુપમાં અને તમે?" વિશુએ પૂછ્યું. 
"હું ડિપ્લોમા મેકેનિકલ 2nd sem." કરણે કીધું.
"ઓકે."વિશુએ કીધું.
ત્યારબાદ કરણ ફરીથી ફીડ ચેક કરવા માંડ્યો. બંને તરફથી કોઈ પણ પ્રકારનો મેસેજ નહીં. અચાનક જ કરણને વિચાર આવ્યો કે યાર પેલી સાચેમાં છોકરી છે કે નહીં? એ ચોક્કસ ખબર નથી પડતી. ID જોઈને તો fake જ લાગે છે. છતાં એક વખત ફરીથી પૂછી લઉં.
"Hii..."કરણે msg કર્યો.
તરત જ સામેથી મેસેજ આવ્યો,"Hiii.."
"એક વાત પુછવી છે..!? પૂછું?" કરણે કીધું.
"હા.. એમાં નાં તો નાં પડાય ને..!? ? " વિશુએ કીધું.
"ગુસ્સો નાં આવે તો પૂછું." કરણે કીધું.
"અરે..!હા.." વિશુએ કીધું.
"તમે સાચેમાં છોકરી જ છો ને??" કરણે ડરતા ડરતા મેસેજ કર્યો.
"હા.."વિશુએ કીધું.
"કોઈ પ્રૂફ આપો તો માનું..." કરણે કીધું.
"કયું પ્રૂફ આપું?"વિશુએ કીધું.
"તકલીફ એવી છે એમાં કે મને કોઈના પર જરાય વિશ્વાસ નથી આવતો... આ ઓનલાઇન ઉપર તો જરાય નહી. એના પાછળ મોટું કારણ છે." કરણે કીધું.
"કેમ એવું શું થયું?" વિશુએ અચરજ પામતા કીધું.
"શું કહું હું..!? મને એક fake page પરથી મેસેજ આવ્યો હતો અને એણે મને ભાઈ બનાવ્યો પણ એ કોઈ છોકરી પણ નહોતી. પ્લીઝ હસતા નહીં હો આ વાત ઉપર." કરણે કીધું.
"??" વિશુએ કીધું.
"Can we be friends?" કરણે ફ્રેંડશીપ પ્રોપોઝલ આપ્યું.
"Yaa.. why not...!?" વિશુએ કીધું.
"એક વાત કવ?" કરણે કીધું.
"હા.." વિશુએ કીધું.
"તમે આ '??' વાળા ઇમોજીમાં એકદમ ક્યુટ લાગો છો હો..!" કરણે કીધું.
"??" વિશુએ કહ્યું.
કરણની પણ હસી રોકાણી નહીં અને આછું મલકાઈ ગયો. 
વિશુ સામે બેઠી હસી પડી, કારણ કે પહેલી વખત કોઈએ એની સાથે આવી રીતે વાત કરી. 
"તમારે કોઈ BF છે?" કરણે પૂછ્યું.
"નાં... અને જોતો ય નથી.??" વિશુએ કીધું.
"ઓહ..હો... સારું!" 
કરણને એના આ લખવાના અંદાજથી જ એને વાત કરવાની વધુ ઈચ્છા થવા લાગી. 
લગભગ હવે સોમનાથ પહોંચવાને દોઢથી પોણા બે કલાક જેવો સમય બાકી હતો. 
ત્યાં જ વિશુનું Bye આવી ગયું.
કરણે પણ Bye કહી દીધું અને ભલે એ હજી અજાણી હતી પણ એણે "Take Care" લખી મોકલાવી દીધું. 
વિશુએ પણ સામેથી "Take Care" મોકલ્યું.
બંને સારા એવા ફ્રેંડસ બની ચુક્યા હતા અને હવે એ ઓનલાઇન ફ્રેંડશીપ ક્યાં સુધી ચાલે છે અને એમનું ક્લાઈમેક્સ કેવું હશે એ બધું જોવાની બહુ જ મજા આવશે. 
?????????????