virta books and stories free download online pdf in Gujarati

વીરતા ( સોર્ય કથા )

આઈ જાહલ માં સાથે સિંધમાં જે ખટના બની હતી તેજ રીતે આ આહીરની દીકરી ફૂલબાઈ સાથે પાટણના સૂબાયે વિવાહની માંગણી કરતા આઈ_ફૂલબાઈ એ પેટમાં કટાર નાખી મોતને મીઠુ કર્યું હતું.
                       

આયર કાયર હોય નૈ, અને કાયર આયર ન્હોય પ્રાણ દિયે; પત રાખવા આતમ, આયર સ્હોય નાગ અને આયર કોય પણ ભોગે પોતાનુ વેર વાળ્યા વગર રહેતા નથી.
કહેવાય છે કે,આયરો એ નવકુળમાંના અહિ નાગના વંશજો છે. કહેવાય છે કે,ઉતર ગુજરાતની ધરતી માથે વસેલા અણહિલપુર પાટણમાં સાત સાત પેઢી ચાવડાઓ સાત સાત પઢી સોલંકી ઓ અને સાત સાત પેઢી સુધી વાઘેલાઓએ રાજ કરેલુ.વઘેલા વંશના છેલ્લા રાજા
કરણ વાઘેલા પછી રાજપુત યુગ આથમી ગયો અને અણહિલપુર પાટણમાં મોગલોના શાસનનો સુરજ ઊગ્યો.

અણહિલપુર પાટણમાં મુઝફફશાહ સૂબા તરીકેની સતા ભોગવતો હતો.
એ સમયની આ વાત છે. એ વખતે આ પંથકમાં આયરોનો વસવાટ વધારે પ્રમાણમાં હતો પાટણવાડાનાં ગામડાં આયરોથી ઊભરાતા હતા.
આ પરગણાનું ધાતડા ( આજનું જુના કલાણા ) ગામ પણ આયરોનું ગામ હતું આ ગામમાં એક આગેવાન આયર રહેતો હતો કે, જે આયર સમાજનો મુખી હતો.
આથી આ ગામ આયર સમાજનું અગ્રેસર ગામ ગણાતું હતું આ મુખીને જોગમાયાના અવતારનેય આંટીજાય એવી
રૂપરૂપના અવતાર જેવી એક દેખાવડી દીકરી હતી.
નામ હતું ફૂલબાઈ અઢારેક વરસની ઉંમર ! આ ફૂલબાઈએ
જોવનાઈના પગ થારે પગ મેલ્યો એટલે એનું દેવાંશી રૂપ પુનમના ચાંદાની જેમ સોળે કળાયે ખીલી ઊઠ્યુ !
પાટણ અને હારીજ વચ્ચે અડીયા કરીને એક ગામ આવેલું છે. આ ગામમાં દુધેશ્ર્વર મહાદેવનું ખ્યાતનામ મંદિર આવેલું છે. અડીયાના દુધેશ્ર્વર મહાદેવના મંદિરમાં દર વર્ષ શ્રાવણી અમાસે મોટો મેળો ભરાય છે. આ મેળામાં કોડભર્યા નાનાં ભુલકાઓ જુવાન-જુવતીઓ અને ધરડાં બુઢ્ઢાઓ સૌ દુધેશ્ર્વરનાં મેળે ઊમટી પડે છે.
અને સહુ-સહુની ઉંમર પ્રમાણે મેળાની મજા લુંટે છે.

       એક વાર આવી જ એક શ્રાવણી અમાસે અડીયા ગામે ભરાયેલા દુધેશ્ર્વર મહાદેવના મેળામાં પોતાની સરખે સરખી સૌયરો હાર્યે આ ફૂલબાઈ દુધેશ્ર્વર મહાદેવના દર્શન કરવા આવેલી છે.
        

આ તો મુખીની દીકરી....ખાધેલ પીધેલ સુખી...પછી
એના રૂપમાં શી મણા હોય ? ઓછામાં પુરું પગની પાનીથી તે માથાની ચોટી સુધી આખોય દેહ સોના-રૂપાના ઘરેણાથી મઢેલોભાતીગળપહેરવેશ.

 જોગમાયાજેવુ દેવાંશી રૂપ એ વખતે પાટણનો ચોંપદાર પણ મેળામાં ફરવાની કળેલો.આફૂલબાઈ એની નજરે ચડી ગઈ એને જોતા જ એણે     પડખેના જણને પુછ્યુ. 

      આ  બાઈ કોણ છે ?      

     કહેનારે કહ્યુ તમે નથી ઓળખતા ?
         "ના."
   "ધાતડાના મુખીને તો ઓળખો છો ને ?
     "ઓળખુ છુ."
   "આ બઈ મુખીની દીકરી છે."
    "શું નામ ઈનું. ?
    "ફૂલબાઈ. ?
       પત્યું.
    આ વાતને હૈયાની દાબડીમાં સંઘરીને આ ચોપદાર પાટણ ગયો ત્યા જઇને તેણે મુજફફશાહના કાન ભંભેર્યા
"બાદશાહ સલામત ! અપના જનાનખાનામાં આવી
હુસ્ન પરી જેવી ઓરત હોયતો આપના જનાનખાનાને
ચાર ચાંદ લાગી જાય હો !"

   મુઝફફરશાહ સ્ત્રીઓ નો શોખીન આદમી હતો.
ચોપદારના મુખે ફૂલબાઈના રૂપકડા દેહનું અલૌકિક વર્ણન સાંભળીને તેનામા રહેલો વાસનાનો કીડો સળવળી ઊઠ્યો
એણે તેના એક સિપાહીને બોલાવી હુકમ દિધો.

      જાવ....ધાતડાના મુખીને હાલને હાલ આંય હાજર કરો !
      ઘોડે ચડીને સિપાહી ધાતડા ગયો.
       ધાતડાના મુખીને લાવીને પાટણના સૂબા મઝફફરશાહ સમક્ષ હાજર કર્યો.
       સૂબા એ મુખીને માનભેર આવકાર્યા આસન આપ્યું.
બેસાડ્યા આદર ભાવ દિધા.
     થોડીવાર થઈ એટલે અકળાયેલા મુખીયે સૂબા સામે
જોઈને પુછ્યું.

     "કો તો ખરા સૂબા સાહેબ...મને શા માટે બોલ્યો છે ?"
.       "તમારું થોડુક કામ પડ્યું છે મુખી."
        "બોલો શું હતુ ?"
        "મારે તમારી પાહે એક માંગણી કરવી છે."
         " અરે ભલા માણહ ! હું તો એક મામુલી મનેખ !
તમારે વળી મારી પાંહે શું મળવાનું હોય !"
         "આપશો તો ખરા ને ?"

તમે માંગશો તે ચીજ મારી પાંહે હશે તો તમને હું ના નૈ પાડું અને નૈ હોય તો છે...હું તમારી પાંહે માગુ છુ તે તમારી પાહે છે. માગો સૂબા સાહેબ ! મારાથી તમને કાંઇ ના પડાઇ.
  
"માગું ?"
"હા-હા માંગો એમા વળી ખમચાવ છો શું ?"
"હું માગું છું "તમારી દીકરીનો હાથ !"
મુખીના માથે જાણે વિજળી પડી !
સૂબો નો આપવી હોય તો ના પાડો !"

સૂબાની વાત સાંભળીને મુખીતો ધકી ઊઠ્યો તેમના શરીર પરના નવસો નવ્વાણું રુંવાડા સડડડડ...કરતાકને સાગમટે ઊભાથઇ ગયા વૈશાખ-જેઠના તડકાની જેમ આયર ધોમ ધોમ ધખી ઊઠ્યો તેમને થયુ કે આ સૂબાની ગળચી દબાવીને હાલને હાલ મોતને ઘાટ ઉંતારી દઉં પણ કટક હાર્ય કિડિનું કેટલુ ગજુ ?...

આવો લાંબો વિચાર કરીને બુદ્રિશાળી આ આયર સમય વરતી ગયો તેણે વાતને ઓઝલ રાખીને સૂબાને પટાવતા કહ્યુ. સૂબા સાહેબ તમારા જેવાને જમાઈ બનાવા એ કાંઇ જેવી તેવી વાત છે ? નસીબદાર હોય ઇને જ તમારા જેવા જમાઈ મળે પણ.
તો પછી વાંધો શું છે ? વાંધામાં તો એવું છે ને સૂબા સાહેબ
મારે મારી નાતને પુછવું પડે...મારી નાતને પુછીને હું તમને વળતો ઉતર આપુ  આવી છટકબારી શોધીને આજની પળે આ મુખી સિફતપૂર્વક છટકી ગયા મુખીના વેણ પર ભરોસો  રાખીને સૂબાયે આયરને જવા દિધો.

ધોમ ધખતા મુખી પાછા પોતાને ગામ ધાતડા આવ્યા.
તે ઓ આખી રાત ઉંઘ્યા નહિ. આખી રાતનો ઉજાગરો વેઠી પડખા ઘસી ઘસીને આયરે આખી રાત ખૂટાડી
'દિ ઉંગ્યો... ગામે ગામ માણસોને દોડાવીને આગેવાન આયરોને ઘર આંગણે ભેળા કર્યા.

પોતાની ઘેર આવેલા આયર આગેવાનોને મુખીએ માંડીને બધી વાત કરી. આયરો ! આ વાત છે બોલો આનું હવે શું કરવું મુખીની વાત સાંભળીને આયર આગેવાનો બોલી ઉંઠ્યા મુખી ! આતો આપણી ઇજ્જતનો સવાલ છે.
આપણી દેવાંશી દીકરીને નાપાક મુસલમાન સંગાથે પૈરણાવાતી હશે ?

આતો આપણી નાતનું નાક વાઢણું ગણાય પણ આનો કાંઇ ઉપાયતો ખોળવો પળશે ને ? બધાઇ હારા વાના થાશે થોડી વાર બેશો અધીરા થાશોમાં અલ્યા ભૈ ક્યા ગ્યા મોટિયાઇડા.....?" એક ઘૈડમલે ડારામાં બેઠેલા જુવાનોને ઉદેશીને કહ્યું : હોકા ભરીને ફરતા કરો હાલો આટલી વારમાં કાંક રસ્તો ખોળી કાઢીએ !"

   ગલઢેરાઓ ના આદેશને માથે ચડાવીને જુવાન આયરો ઝડપો ઝડપ ઉભા થઇ ગયા અને હોકા ભરીને ડાયરામાં વહેતા કરી દિધા. એટલામાં જમાનાના ખાધેલ એક અક્કલવાન ઘૈડમલને એક ઉપાઇ સૂઝી આવ્યો.
એણે બધાને વાત કરી ઘૈડમલની આ વાત સાંભળીને આયરો તો રાજી રાજી થઇ ગયા.

  આ આયરો માથી પાંચ-છ આગેવાન આયરો ભેળાથઇને  પાટણ ગયા તેઓએ મુઝફફરશાહને સંજાવીને કહ્યુ.
સૂબા સાહેબ તમારી વાત અમને ગમી છે અને તમારું
માગું ઝીલવા અમે તિયાર છીએ પણ ધાતડાના મુખી વતી
અમે તમારી પાંહે એક માંગણી કરવા આવ્યા છીએ
મુઝફફશાહ ખુશ થઇને બોલ્યા બોલો શું માંગણી તમારી
તમે જેના હાથની માગણી કરી છે.તે ધાતડાના મુખીની દીકરી ફૂલબાઈ ને હાલ વરત ચાલે છે.

     તે ફૂલબાઈને વરત પુરું થશે એટલે છ માસ પછી અમારી આ દીકરીને તમારી હંગાથે પૈણાવશું.
મુઝફફરશાહ માની ગયો.

    છ માસની મહેતલ લઇને આયરો પાછા ધાતડા આવ્યા.
બધાને વાત કરી વાંધો નૈ...હવેતો પોચી વળશું...."
એવો અધીયારો લઇને સૈ છુટા પડ્યા.
આંખો બંધ કરીને ઉઘાડીએ એટલીવારમાં તો પાણીના રેલાની જેમ દિવસો વહિ ગયા.

છ માસની અવધી પુરી થવા આવી મુખીને ચીંતા પેઢી
"આ છ માસતો કાલ વીતી જસે અને આ સૂબો મારી દીકરીને છોડશે નૈ એણે ગામે ગામ માણસો દોડાવ્યા અને આ પંથકમા વસતા તમામ આયરો ધાતડામાં ભેગા કર્યા. આ નાપાક મુસલમાનથી પોતાની જોગમાયા જેવી દીકરીને બચાવી લેવા માટે આ પંથકમા વસતા અબાલ-વૃદ્ર સૈ આયરો પહેર્યે લૂગડે ગામ છોડીને નીકળી જવાનો ઠરાવ કર્યો. સંતલસ કરી સૈ છુટા પડ્યા નક્કી કરેલ દિવસે આ આયરો ગામ છોડી નીકળી ગયા.
પોતાના ગામ છોડીને નીકળેલા આયરોના ટોળા ધાતડા ગામની ભાગોળે ભેગાથયા બધા એકી અવાજે બોલી ઊઠ્યા ભલે આજ આપણા બધા આયરોના બલીદાન દેવાય જાય પણ આપણી દીકરી ફૂલબાઈને ઊની આચ ના  આવવી જોયે.
   ધાતડાના મુખીની દીકરી ફૂલબાઈને

(પાટણના સૂબાથી બચાવવા માટે) વ્યૂહ રચના ગોઠવી
આયરો પુરુષોને પાંચસો અને હજાર હજાની ટોળકીમાં વહેચીંને તેઓને ફૂલબાઈને બચાવવાની જવાબદારી સોંપી દીધી.
          વેલડું તૈયાર કર્યું.
          તેની માલીપા ફૂરબાઈને બેસાડી.
           વેલડાને વહેતું કર્યું.
આગળ ફૂલબાઈનું વેલડું અને તેની પાછળ થોડા થોડા અંતરને છેટે પાંચસો પાંચસો અને હજાર હજારની ટોળીમાં વહેંચાયેલા હથીયારધારી આયર જુવાનો ચોંપ રાખીને ઝડપભેર પંથકાપતા જાય છે. સૌના મનમાં હતું કે પાટણના સૂબાને જાણ થાય એ પહેલા આપણે સૌ, હેમખેમ મલક પાર ઉતરી જઈએ આયરો આવા મનસૂબા માથે પાણી ફેરવનાર કોઈ ખણખોદિયાએ મુઝફફરશાહને બાતમી આપી કે, તમે જેમની દીકરી હંગાથે હથેવાળો કરવા માંગો છો, એ આયરો તો દીકરી હાર્યે ગામ છોડીને ભાગી છૂટ્યા છે. સમાચાર મળતા જ મુઝફફરશાહ ધૂણી ઊઢ્યો
      આયરોયે મને દગો દિધો !
           એણે સૈન્યને સાબદુ કર્યું.
સિપાહીયોને હુકમ દિધો ગમે તે થાઈ પણ ફૂલબાઈને ઉપાડી મારી મારી સામે હાજર કરો !"
       સૈનિકો ઉપડ્યા.
જતા જતા આયરોને ભેટી ગયા.
આયરોને તો ખબર જ હતી કે, મોડા વહેલી પણ પાટણના સૂબાને બાતમી તો મળવાની જ છે. એ આપણને છોડવાનો તો નથી જ આથી સૂબાના સૈન્યનો સામનો કરવા માટે આયર જુવાનો બધી રીતે તૈયાર જ હતા.
   આયરોની પાછડ પડેલા સૂબાના સૈનિકો અને આયરો સામ સામે આવી ગયા બેઉ પક્ષો માં બાકાઝૂટી બોલી ગઈ ફૂલબાઈનું વેલડું આગળ આગળ પંથ કાપ્યે જાય છે.
અને પાછળ આયરો અને મોગલ સૈનિકો ધીંગાણું ખેલતા જાય છે. આયરોયે પણ લીધું હતુ કે ભલે આપણે બધા આયરો ખપી ખુટીયે  પણ જોગમાયા જેવી આપણી દીકરી ફૂલબાઈને નાપાક મુસલમાનોના હાથ તો નહિ જ અડવા દએ એમ કરતા કરતા પાટણનું પરગણું પુરું થયું

ત્યાથી ચુંવાળની હદ વટાવીને ફૂલબાઈનું વેલડું વિરમગામની હદમાં પ્રવેશ્યું ઝનુને ચડેલા મોગલ સૈનિકો આયરોને કતલ કરતા કરતા ઢેઢ માંડલ શુધી પહોચી ગયા.
કાળો કેર વરતાઈ ગયો અઘઘઘઘ....આયરો ખપી ગયા વેલડામાં બેઠેલી ફૂલબાઈ સગી આંખે આ બધુ જોઈ રહિ હતી. તેને મનમાં લગી આવ્યું કે, એક મારા સાટું થઇને આટલા બધા આયરોનું બલીદાન.....!
ગાડા ખેડુને ફૂલબાઈયે હુકમ કર્યો વેલડું ઊભુરાખો વેલડુ ઊભુ રહ્યું.
એ વખતે ફૂલબાઈનો ચોકી પહેરો ભરેલા ગણ્યાને ગાંઠ્યા ત્રણ હજાર હથીયાર ધારી આયરો વેલડાની કોરેમોરે કૂંડાળે પડીને વીટળાઇ ગયા.
પોતાની આટલી બધી કાળજી રાખી રહેલા આયરોના બલીદાનભરી ભાવના જોઇને ફૂલબાઈને હાડો હાડ લાગી આવ્યું અરરરરર.....આવો કેર.....! એક મને બચાવા હારુ આટલા બધા બલીદાન !"
ફૂલબાઈના વેલડાની ફરતે આયરોની દીવાલ ચણાઇ ગય હતી પાછળ આવતા આયરો મોગલો હંગાથે ધીંગાણું ખેલતા ખેલતા પાછા પગલે આવી રહ્યા તા. આગળ વધતા મોગલોને રોકતા આવતા તા...તો આ બાજુ વેલડાની કોરેમોરે હથીયારોની વાડ કરીને ઊભેલા ત્રણ હજાર આયર જુવાનો જીવના જોખમે ફૂલબાઈનું  રખોપું કરી રહ્યા તા.

     પણ ફૂલબાઈને હવે આવા બલીદાન મંજુર ન હતા
આથી એણે કોઇને અણસાર સરખોઇ આવવા દિધો નહિ ને બધાને છેતરી ( પેટમાં કટાર નખીને ઢળી પડી ) તેના શરીર માથી લોહિની શેડ્યો ઊડવા લાગી એટલામાં લોહિનું ખાબોચીયું ભરાઇ ગયું ! કાળોકેર વરતાઇ ગયો !

(માંડલની બાજુમાં આવેલા ફૂલ્કી ગામમાં આજે પણ આ
ફૂલ્કી - ફૂલબાઈનું મંદિર છે)
પેટમાં કટાર નાખીને ફૂલબાઈ મોતને ભેટી છે.

એ વાતની ખબર પડતા જ મોગલ સૈન્ય હથીયાર હેઠા મેલીને પાછુ પાટણ બાજુ રવાના થઇ ગયું
 
  આબાજુ મુઝફફરશાહને ખબર પડી કે જેના માટે એણે આવડો મોટો લોહિયાળ જંગ ખેલ્યો હતો એ ફૂલબાઈ તો પેટમાં કટાર નાખીને મોતને ભેટી છે.
આથી તે સાવ ભાંગી પડ્યો તેને ચિંતા પોચી ગઇ કે, મારા પાપે જ આ આયર કન્યાનું બલીદાન દેવાણું છે.
ઝેરીલા નાગ રોખા આ આયરો એનો બદલો લીધા વગર રહેશે નહિ.

આવા ડરથી પોતાનો જીવ બચાવવા માટે એ પાટણ છોડીને ઊભી પૂછડીયે ભાગ્યો હતો.
આયરોને ખબર પડી કે પોતાનો જીવ બચાવવા માટે
મૂઝફફરશાહ પાટણ છોડીને ભાગ્યો છે.

આયરોયે તેનું પગેરું લીધું આગળ મૂઝફફરશાહ અને પાછળ આયરો.....!

   આયરો તેની પાછળ પડ્યા "હવે સૂબાને ઝટકાવ્યે જ છુટકો !"

ઝનૂની આયરોથી બચવા માટે મુઝફફરશાહ જીવ લઇને ભાગ્યો તો ખરા પણ તે જઇ જઇને કેટલે જવાનો હતો ?

સરખેજના પાદરે પુગતા પેલા તો આયરો તેને ભેટી ગયા. અને ત્યાજ સૂબાને ઝટકાવીને ધૂળ ચાટતો કરી દીધો હતો.

જ્યા આ આયરોએ મુઝફફરશાહને મોતને ઘાટ ઉતાર્યો હતો ત્યા આજે પણ તેની કબર છે.
જે અત્યારે હાલ નવગજા-પીર તરીકે ઓળખાઇ છે.

(લખવામાં ક્યાય ભૂલ ચુક હોય તો શુધારીને
વાચવું )


બીજા રસપ્રદ વિકલ્પો