મમતા એક એવો શબ્દ જેને સાંભળતા જ માઁ યાદ આવી માં એક એવી રચના છે જેને આ માનવરૂપી જીવડાને સ્વરૂપ આપ્યું અને પછી આપણે તેને ધરતી માઁ કે પછી ભગવાન દ્વારા બનાવવામાં આવેલી એક અદભુત રચના ,અને અત્યાર જમાના પ્રમાણે મમ્મી તરીકે ઓળખવામાં ઓવે છે.
માઁ વિષે આમ તો મેં ઘણું બધું લખ્યું છે પણ આજે પાછું લખવાનું મન થઇ ગયું કારણ કે, આજે અએ માઁ ની મમતા અને માઁ ના બલિદાન ની વાત કરવી છે જેને મને આ લખવા માટે મને પ્રેરિત કર્યો અને પ્રેરણા આપી.
માઁ ની મમતા ના પણ ઘણા બધા પ્રકાર હોય છે, એક માઁ ની નિસ્વાર્થ મમતા તેની આંખોમાંથી અને તેની હ્રદયસ્પર્શી વાતો પર થી ખબર પડી જતી હોય છે.
માઁ જેને બોલતા જ મનમાં અને હૃદય માં માની છબી પ્રગટ થઈ જાય માઁ વીશે થોડા માં ધણું કહું તો જ્યારે એક માં વિહોણા બાળકને તેની મા યાદ આવતી હોય ત્યારે તેના મનમાં પ્રગટ થયેલી લાગણી...
****************************************
જોતો એ હૂંફાળા હાથ ની મમતા જ્યારે તુ જમવા નું પીરસતી,મને મારી માં યાદ આવતી.
જોતો હું એ નિઃસ્વાર્થભાવે તારી સંભાળ લેવાની કાળજી, મને મારી માં યાદ આવતી.
તું કહેતી તારા એ અમૃત સમાન વાણીથી મને "મારો દીકરો", મને મારી માં યાદ આવતી.
સાંભળતો એ તારી વાલસોઈ વાતો જે તું કહેતી બધાને પણ દિલમાં લેતો હું, મને મારી માં યાદ આવતી.
મળતો જ્યારે તને હું તું આપતી એ પ્રેમાળ હાથે આશીર્વાદ, મને મારી માં યાદ આવતી.
જોતો એ દયાળુ હાથ ને જે તુ ફેરવતી મુંગા પશુ પર, મને મારી માં યાદ આવતી.
**************************************
દિવસ આમ તો દરરોજની જેમ ઉગ્યા કરે છે પણ આજનો કાંઇ અલગ અલગ છે કાંઈક નવી ચા અને પ્રેરણા લઈને મને આજે થયું કે હું થોડીવાર ગાર્ડન બગીચે જતો આવું અને થોડીવાર માટે મનને પણ શાંતિ મળે પણ આ જિંદગીની ભાગદોડમાં એ શાંતિ ક્યાં થી મળવાની હતી.
સોમવાર એનો મતલબ કે આજે આખું ગાર્ડન (બગીચો) ખાલીખમ છે. જગ્યા શોધ્યા પછી . મારા બધા સરસામાનને બહાર કાઢી અને મારા બધા જ પ્રકારના વિચારોને શાંત રાખી વીચારવા લાગ્યો કે "આજનો દિવસ તો મારો સારો ચાલી રહ્યો છે."
એવામાં દૂરથી ત્રણ વ્યક્તિ મારી તરફ ઘસી આવતા હોઇ એવું લાગ્યું, એમાં એક સ્ત્રી એક પુરુષ અને એક 27 વર્ષનો જુવાન છોકરો નજરે ચડતા હતા. અને એ લોકો ભી હું જ્યાં આવીને બેઠો હતો ત્યાંથી થોડેક દૂર મારી આગળના ભાગમાં આવીને એ લોકો બેસી ગયા ત્રણેય લોકો તેની પોતપોતાની જગ્યા પસંદ કરી એકબીજા સાથે વાત ચાલુ કરી.
સ્ત્રી (તેનાં પતી ને)
સાંભળો છો "આપણે આપણા લાલા માટે મારા કરતાં પણ વધારે ધ્યાન રાખે અને સારસંભાળ લેવી છે એવી વહુ ગોતવી છે."
તેમના પતિએ કહ્યું: "તું , ચિંતા ના કરીશ ઉપરવાળો બધું સારું કરી દેશે."
સ્ત્રી:
હા," મને તમારી પણ ચિંતા થાય છે આમ તો હું રહી આંખે આંધળી મારાથી થાય તે તમને કરી આપું છું મારું બધું કામ તો તમે પણ કરી આપો છો આપણા લાલાને પણ એક મા નો પ્રેમ આપો છો."
આ શબ્દો સાંભળતાં હું આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયો તેમની સામે જોવા પ્રેરિત થઈ ગયો અને જોયું તો એ પોતે આંધળા હતા એની બંને આંખો કાઢી નાખવામાં આવેલી હતી એવું લાગતું હતું કે તેમની મમતા તેની આંખો વગરની આંખોમાંથી છલકાતી અને તેના દીકરા પ્રત્યેનો તેનો નિસ્વાર્થ પ્રેમ.
એમનો એ પ્રેમ અને મમતાને જોઈને મને મારી મા યાદ આવી ગઈ મને એમની વાત વધારે સાંભળવા મળે એટલા માટે થઈને હું થોડોક આગળ જતો રહ્યો અને તેની સામે તેની મમતાને જોવા લાગ્યો.
ત્યાં અચાનક મારી નજર તેના દીકરા લાલા પર પડતા મને લાગ્યું કે આ આખો કોઈ અલગ લાગે છે. આમાં એક માની મમતા ભરાયેલી નજર આવે છે અને આ એ જ મા છે જેને હું સામે જોઈ રહ્યો છું. ત્યાં તેના છોકરાને ફોન આવતા તે તેમનાથી દૂર જતો રહ્યો અને મને પૂછવાનો મોકો મળી ગયો.
હું તે લોકોની નજીક જઈને પૂછી નાખ્યું ......
અંકલ "તમને વાંધો ના હોય તો એક સવાલ પૂછી શકું તમારી વાઇફ(પત્ની) ને આંખોમાં શું થયું હતું?"
આ સવાલનો જવાબ સાંભળવા માટે ખૂબ જ આતુર હતો. અને આ સવાલ સાંભળીને એના દિલને ઠેસ તો પહોંચી પણ તેમણે ઠેસ દબાવીને પણ તેને મને જવાબ આપ્યો.
પેલો જેને અમને પ્રેમ અને હૂંફ આપવા ને બદલે અમારાથી દૂર જઈને એની પત્ની જોડે વાત કરી રહ્યો છે કે મારો દીકરો છે. આજે તે એક સારી પોસ્ટ પર છે નોકરી પણ કરી રહ્યો છે પણ હમારી મમતા અને પ્રેમ માટે એને પણ જરા પણ સમય નથી. હું થોડો અસ્વસ્થ થઈ ગયો અને તેમની વાત આતુરતાપૂર્વક સાંભળવા લાગ્યો.
તે તેમની વાતને આગળ વધારતા: ...." અને.... આ દીકરા આજે તે જે કાંઈ પણ કરે છે. કોઈ નવું કામ કરે છે તો તે અમારી પેલા તે તેની પત્નીને પૂછીને કરે છે અમારો પ્રેમ એના માટે એક તુચ્છ વસ્તુ સમાન છે અને હા આજે તે જે આ દુનિયાને જોઈ રહ્યો છે એ માત્ર અને માત્ર તેની માઁ આભારી છે.
મારી નજર થોડી ક્ષણો માટે તેની મા ઉપર પડી, તે પણ આ વાત સાંભળતા હતા. તેની આંખો વગરની આંખોમાંથી પણ આંસુ પડતાં જોઈ મારા આંખોની પાંપણ ભરાઈ ગઈ.
અને એમને કહ્યું....." એ પંદર વર્ષનો હતો ત્યારે રમતા-રમતા એના આંખમાં કંઈક પડી ગયેલું. અમે બધી જ હોસ્પિટલો અને બધા જ પ્રકારના ડોક્ટરોને તેની આંખની સારવાર માટે દેખાડ્યું. અને જ્યારે છેલ્લે અમે અમને જાણવા મળ્યું કે લાલા એ તેની આંખની રોશની ગુમાવી દીધી છે ત્યારે અમારા બંનેના કાન પણ ફુટી નાં ગયા.
આ સાંભળી અમે બંને હવે શું કરવું એ માટે ડાક્ટરની સલાહ-સૂચન લીધી તો જાણવા મળ્યું કે હવે તેને કોઈ એવા વ્યક્તિની જરૂર છે કે જે પોતે તેમની આંખોને દાન કરવાં માંગતો હોય. અથવા તો કોઈ એવી હોસ્પિટલ ને શોધો જે આંખો ના દાન માટે તૈયાર હોય.
અમે શહેરની બધી જ હોસ્પિટલોમાં શોધી વળ્યા પણ કશો મેળ ના પડ્યો છેલ્લે અમે એક નિર્ણય ઉપર આવ્યા. અને એ નિર્ણય એની માઁ નો હતો તેની માઁ તેની આંખો લાલાને દાન કરવા માટે તૈયાર થઇ ગઇ....
" હું મારા જીવતાજીવત મારા દીકરાને મારી આંખો આપીશ મારો દીકરો મારી આંખોથી તેની દુનિયા જોશે તે પોતાના સપના સાકાર કરશે અને આપણે સાથે રહી આપણો સહારો બનશે" પણ આ લાલાની માઁ ને એ ખ્યાલ નહતો અને તેને જાઈ પણ શકતી ન હતી અત્યારે તેનો લાલો શું કરી રહ્યો છે. અને આવી રીતે તેની માઁ ની આંખો તેને ફીટ કરાવી આપી..
જ્યારે અમને પૂછશે મમ્મી ને શું થયું હતું ત્યારે અમે એને કહી દેશું. અત્યાર સુધી અમે તેને કશું કીધું નથી.
મારી આંખોની પાંપણ માંથી ઝળઝળીયા પડવા લાગ્યા અને એ માની મમતા નો સલામ કરી...
એમની વાતની સાથે તેમની પત્ની પણ તેમની આંખો વગરની આંખો દ્વારા મારી સાથે વાત કરતા હોય અને તેની મમતા છલકાવતાં હોય એવું લાગવા લાગ્યું.
તેમનો આભાર માની હું ઘરે નીકળી પડ્યો.. અને ઘરે આવતા મનમાં ઉઠેલા સવાલનો જવાબ મારી પાસે પણ નહોતો.
એ માઁ ની મમતા નો શું વાંક ?....
એ માઁ ના પ્રેમ નો શું વાંક ?...
એ માઁ દ્વારા અપાયેલી અમૂલ્ય ભેટ નો શું વાંક ?....
સવાલો ઘણા બધા હતા પણ જવાબ નહતાં.. બસ એ સવાલોનો સિલસિલો લઈ મેં મારા દિવસ ને અંત આપ્યો. અને આંખોમાં અને મનમાં એ આંખો વગરની મમતા ને યાદ કરવા લાગ્યો.
હું આશા રાખીશ કે મારી રચના આપના હ્દય સુધી પહોંચી હોય તો બસ આપના સ્નેહ સંબંધી સુધી પહોંચાડશો તો કોઈ માઁ ની મમતાનું બલિદાન વેડફાશે નહી. તેને અમૂલ્ય કિંમત મળતી રહેશે.
લેખક : ગીરીમાલ સિંહ ચાવડા "ગીરી"