શક્ય છે ... Chavda Girimalsinh Giri દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શક્ય છે ...

સ્વપ્નની દુનિયા જોવી અશક્ય છે,
એ પણ,ખરું કે આત્મબળથી બનાવી શક્ય છે.

સંકલ્પોથી સ્વપ્ન શણગારવા અશક્ય છે,
એ પણ,ખરું કે વિકલ્પોથી વિચારવું શક્ય છે.

કસોટીઓ પારખવી અશક્ય છે,
એ પણ, ખરું કે પરીક્ષાઓથી પાર કરવી શક્ય છે.

પ્રેમને પ્રણય સુધી પામવો અશક્ય છે,
એ પણ,ખરું કે પ્રેમથી પ્રેમને પામવો શક્ય છે.

ધર્મ થી અધર્મ મિટાવો અશક્ય છે,
એ પણ, ખરું કે એકતાના સત્યથી સાથે રહેવું શક્ય છે.

સંઘર્ષોથી સફળતા ના શિખરો સર કરવા અશક્ય છે,
એ પણ, ખરું કે પ્રેરણાના પંથથી પહોંચી જવું શક્ય છે.

લેખક : ગીરીમાલ સિંહ ચાવડા

જીવનની અંદર ચારેક ક્યારેક આપણે ઘણા પાસાઓ માં પીછેહઠ કરી દઈએ છીએ અને તેને કેવી રીતે પાર કરવા તેની સમજ હોતી નથી. અને ઘણા સંજોગોમાં એવું બને છે આપણે સપના હો ને રિયાલિટી ની દુનિયામાં પોતે શું કરી શકીએ છીએ તે ભૂલી જઈએ છીએ અને પોતાના કાર્ય પ્રત્યે સભાનતા દર્શાવતા નથી.

આમ જિંદગીના ઘણા બધા પાસાઓમાં પોતાની રીતે અને પોતાના જાત પ્રત્યેનો પ્રેમ, પોતાના જાત પ્રત્યેની નિષ્ઠા, અને જિંદગીમાં ઘણા બધા રસ્તે કેળવાયેલા પ્રસંગો પાત સપનાઓને પોતાના બનાવીને આગળ નીકળવા નું કાર્ય આપણે ખુદે જ કરવાનું હોય છે.

એટલે હમેશા જિંદગીના ઘણા બધા વિકલ્પો મા પોતાને જીવતા રાખતા શીખી જવું જોઈએ અને એજ વિકલ્પોમાં સંકલ્પો કંડારવાનું કાર્ય પોતે કરતા રહેવું જોઈએ અને તે વિકલ્પોની સમય અનુસાર ઉપયોગ કરી પોતાના સપનાઓને આકાર આપવો જોઈએ.

જીવન અને જીવનની અંદર આવતા ઘણા બધા સવાલોના જવાબ આપણી અંદર રહેલા આત્મવિશ્વાસના બળે માં રહેલા હોય છે તેને કઈ રીતે બહાર કાઢવા અને દુનિયા સમક્ષ રજુ કરવા તેનો આધાર સ્તંભ આપણા ઉપર આધારિત છે. જીવન અને જીવનની ઘણી બધી માયાજાળ આપણી જ ઉકેલવાની હોય છે.

પ્રેમથી પ્રેમનું મળવું એટલે કે સાથે જીવવાની એક કળા, પ્રસંગોપાત જીવવાની કળા કોઈપણ સંજોગોમાં પોતાની જાતને કેળવવાની કળા આમ ઘણા બધા પ્રકારના જીવનના મુશ્કેલીઓના રસ્તાઓની પોતાની રીતે પાર કરવાની કળા એટલે કે પ્રેમ.

સંઘર્ષો હમેશા એ વ્યક્તિના જીવનમાં આવે છે જે વ્યક્તિને સંઘર્ષો સામે લડતા આવડતું હોય છે અને તેને માત આપતા આવડતું હોય છે સિંગર સોના એ ખૂણે ખૂણા સુધી વળવાની કળા તેમનામાં હોય છે.

તો ચાલો વળી જઈએ એ રસ્તા પર જે રસ્તામાં પોતે પોતાનું ભાન થશે, જીવનના રસ્તાઓ ખુલશે, જીવનની એક નવી રાહ મળશે્.. જીવનરૂપી જીવડાને જીવનદાન મળશે, અગન પંખ ને ખુલ્લું આકાશ મળશે જીવનના ઘણા રસ્તાઓને રાહદારી મળશે.

ચાલો ,જીવી લઈએ સિંહ રસ્તાઓને જે રસ્તાઓમાં સફળતા રહેલી છે ચાલો જીવી લઈએ એ દિલ ની અંદર જે દિલમાં પોતાના પ્રત્યે પ્રેમ હોય અને એક બીજાના પ્રત્યે સદ્દભાવના હોય જીવન રૂપી દરિયા માં દુઃખ અને સુખ સમાવવાની સમતા હોય પોતાના અને પારકા પ્રત્યે પ્રેમ હોય.

શક્ય છે દુનિયાની બધી જ મુશ્કેલીઓને પાર કરવી અને તેમાં રહેલી અડચણોને પાર કરવી માત્રને માત્ર જરૂરી છે તમારો આત્મવિશ્વાસ અને આ વિશ્વાસ ને ઉજાગર કરતી પ્રેરણાનો જે તમારી અંદર અથવા તો બીજા કોઈ વ્યક્તિ માં રહેલી હોય છે તેને હંમેશા સાથે રાખો એ તમને જિંદગીની બધી જ કસોટી ઓમાંસાથ આપશે તમારો હાથ પકડે છે અને તમારી સાથે સાથે ચાલીને તમારી સફળતા શિખરો સર કરશે.

આમ, જિંદગી અને જિંદગીના સવાલો અને જવાબો ને પોતાની જાતને પૂછતા શીખો ત્યારે એક આવાજ અંદરથી ગુંજશે અને એ આવાજ માત્ર ને માત્ર તમારો જ હશે, જે તમને કહેશે કે : "ઉઠ જાગ અને જે પ્રાપ્તિ સુધી મંડ્યા રે.."