શરતો લાગુ ફિલ્મ રીવ્યુ.
ડાયરેકટર: નીરજ જોશી,
સ્ટાર કાસ્ટ: મલ્હાર ઠાકર( સત્યજીત) , દીક્ષા જોશી (સાવિત્રી), પ્રશાંત બારોટ,હેમંત ઝા, અર્પના બુચ, છાયા વોરા
સંગીત: પાર્થ ભરત ઠક્કર
ડાયલોગ રાઇટર: નેહલ બક્ષી
ફિલ્મની વાર્તા:
ફિલ્મ રોમાંસ કોમેડી છે.ફિલ્મનો નાયક એટલે સત્યજીત, એક ઈંજીનીયર હોય છે. તેની પોતાની એક કંપની હોય છે. જે સોલાર ઉર્જા અને પવન ઉર્જા પર વિધુત ઉતપન્ન કરવાનું કાર્ય કરે છે. તેની સાથે મલ્હાર એટલે કે સત્યજીતની એક ખાસ વાત છે. તે એક પાણી પ્રેમી છે! તમે પૂછશો કે પાણી પ્રેમ કોને ન હોય? તે પ્રકારનું પાણી પ્રેમ નહિ, પાણી પ્રેમ એટલે પાણી બચાવનો અધુભત કીડો હોય છે. તે પોતાના સટાફ સાથે પણ ચુસ્ત પાણી બચવાનું આગ્રહ રાખે છે. સાથે તેની આસપાસ પણ ક્યાંય પાણી બગાડ થતું હોય તો તે એક બોટલમાં ભેગું કરી લે છે.
હવે વાત કરીએ વાર્તા નાયિકા, સાવિત્રી; સાવિત્રી એક પ્રાણી પ્રેમી છે. પાણી નહિ, પણ પ્રાણી!
તે એક પશુઓની ડૉક્ટર હોય છે. એને નોન વેજિટેરિયનથી તેને હળાહળ વાંધો છે. તે રીક્ષા ચાલકને પણ બેસતા પેહલા પૂછે છે, તમે વેજિટેરિયન કે નોનવેજિટેરિયન?
તે ફૂલ ફિલ્મી કીડો છે. તેને ત્યાં તમામ પ્રાણીઓના નામ બૉલીવુડ કેરેકટર ઉપર આધારિત હોય છે. તેનું એક જ લક્ષ્ય છે, પ્રાણીઓની સેવા કરવી...
હવે આ બનેનું મિલન કઈ રીતે થાય છે?
સત્યજીત, સાવિત્રીને જોવા આવે છે. ત્યારે તેને ખ્યાલ આવે છે. આ તો તેના મિત્રની વાઈફ મોનાની ફ્રેન્ડ છે.
લગ્ન પહેલા સાવિત્રી એક એવી શરત મૂકે છે. જે રીતે કાર ખરીદતા પહેલા ટેસ્ટ દ્રાઇવ... (હા હા હા હા) ન સમજાયું?
તે એવી શરત મૂકે છે, કે લગ્ન પહેલા બે મહિના અમે સાથે રહીએ, પછી નક્કી કરીએ લગ્ન કરવા કે નહીં? આવી શરતો પર કોઈ મા- બાપ કેવી રીતે એગ્રી થાય? આજ કારણે બંનેના માતા પિતા એ નક્કી કર્યું કે એવા કોઈ કારણો શોધીએ કે આ બને એકમેકની સાથે રહેવાની ના જ કરી દે, તેવું કારણ પણ મળ્યું,
સત્યજીત નોનવેજિટેરિયન છે. આ વાતથી જ સાવિત્રીએ સાથે રહેવાની ના પાડી,
પણ સત્યજીતે કહ્યું, હું આ બે મહિના દરમિયાન એક પણ વખત ચિકન નહિ ખાઉં એટલે પચાસ એક મુરઘીઓ તું બચાવી લઈશ...
એટલે બને સાથે રહેવા સહમત થાય છે. બને વિપરીત પ્રકૃતિના વ્યક્તિવ ધરાવતા લોકો જ્યારે સાથે રે છે. ત્યારે તેની ટેવો,કુટેવો ખબર પડે છે.પણ બનેને એકમેકની કંપની ખૂબ ગમી હોય, તેવું લાગે છે? મલ્હાર સોસિયલ મીડિયાના ઉપયોગથી, સાવિત્રીના પશુ ચિકિત્સાલય માટે મદદ કરે છે. તો બીજી તરફ સરકારી દફતરમાં કંપની માટે અટકી પડેલ, ફાઇલ માટે દીક્ષા પણ મલ્હારની મદદ કરે છે.
વાર્તા સરળ છે.વચ્ચે નાની નાની રમૂજ તમને હળવા ફૂલ કરી દે છે. ફિલ્મ જોતા જોતા ક્યારે ઈન્ટરવલ આવી જાય છે. ખબર જ નથી પડતી, દરેક ફિલ્મમાં નાનું ટીવિસ્ટ અંત પેહલા આવે છે. એ તો તમને ફિલ્મ જોઈને જ જાણવું રહ્યું!
મલ્હાર નો દાઢી અવતાર સારો લાગે છે. છેલ્લો દિવસ, શુ થયું? કરતા આ રોલ મને અલગ લાગ્યો... એક નવા મલ્હારના મને દર્શન થયા!
દીક્ષા જોશીનું તો કહેવું જ ન પડે, કરશન દાશ પે એન્ડ યુસ માં દિક્ષાએ જયાનો રોલ ખૂબ અલગ હતો. એને તેને નીભાવો પણ ખૂબ અઘરો હતો.
તેનાથી આ રોલ વિપરીત છે. દીક્ષા અને મલ્હારની એક્ટીંગ વિશે આપણે શું કહીએ... આ બને જ મને ફિલ્મ જોવા આકર્ષિત કર્યા હતા. તો તમે પણ જોઈએ આવો શરતો લાગુ, તમારા નજદીક અને દૂરના સિનેમાઘરોમાં....