Devil - EK Shaitan -36 books and stories free download online pdf in Gujarati

ડેવિલ એક શૈતાન-૩૬

ડેવિલ:એક શૈતાન

ભાગ-૩૬

આગળ ના પ્રકરણ માં તમે વાંચ્યું...રાધાનગર માં શૈતાની હુમલા થવાની ઘટનાઓ બને છે-ડેવિલ નામ નો કોઈ વ્યક્તિ આ બધી ઘટનાઓ ને અંજામ આપતો હોય છે-બિરવા નું બ્રેઇન વોશ કરી ડેવિલ એના દ્વારા પીનલ નું કિડનેપ કરાવે છે-ખૂટતી કડી ઓ જોડતાં માલુમ પડે છે કે ડોકટર આર્યા જ ડેવિલ હોય છે-પીનલ ને બચાવવા આવેલ અર્જુન અને બિરવા ડેવિલ હાઉસ માં પ્રવેશ કરી લે છે - ડેવિલ નું ધ્યાન ભટકાવવા બિરવા પોતાની અદાઓ ના કામણ પાથરે છે-અર્જુન પીનલ ને સલામત બહાર મુકી ને બિરવા ને બચાવવા પાછો બંગલા ની અંદર જાય છે.-હવે વાંચો આગળ...

પીનલ ને બહાર નાયક ની રાહ જોવાનું કહીને અર્જુન ખુબ ઝડપથી બંગલા ની અંદર પ્રવેશ કરે છે...અર્જુન હજુ તો માંડ બંગલા ના મુખ્ય પ્રવેશ દ્વાર ને વટાવી અંદર પહોંચે છે ત્યાંતો બિરવા ની એક કારમી ચીસ અર્જુન ના કાને પડે છે અને અર્જુન દોડીને ઉપર ની તરફ જતા દાદર ચડવા માંડે છે.

બિરવા બહુ સારો અભિનય કરીને ડેવિલ ઉર્ફે ડોકટર આર્યા નું ધ્યાન ભટકાવવામાં સફળ થઈ હતી..પણ એની એક નાનકડી ભુલે એની બધી મહેનત પર જાણે પાણી ફેરવી દીધું.બન્યું એવું કે જ્યારે બિરવા ઉપર ના રૂમ માં ગઈ ત્યારે ડોકટર આર્યા પણ દોડીને પાછળ પાછળ એ રૂમ માં આવી ગયો.

જેમ હરણી ને જોઈ ને કોઈ ભૂખ્યાં સિંહ ની આંખો માં જે ચમક હોય એવી ચમક અત્યારે ડોકટર આર્યા ની આંખો માં બિરવા જોઈ રહી હતી..જ્યાં સુધી અર્જુન પીનલ ને સહી સલામત બહાર લઈ ના જાય અને પાછો પોતાની મદદે ના આવે ત્યાં સુધી ડોકટર આર્યા થી પોતાની ઈજ્જત બચાવવા બિરવા એ એક યુક્તિ કામે લગાડી.

જેવો જ ડેવિલ બિરવા ની બાજુ માં આવી ને પલંગ પર બેઠો એવું જ બિરવા એ એના ચહેરા પર પોતાની નાજુક આંગળીઓ નો સુંવાળો સ્પર્શ કરતાં એકદમ કેફિયત ભર્યા અવાજેકહ્યું..."તમે મને આ રૂપ માં નહીં પણ જ્યારે પહેલાં જોયા હતા એવા પ્રોફેશનલ રૂપ માં જોવા છે..એક કામ કરો તમે સ્નાન કરી કપડાં ચેન્જ કરીને આવો હું તમારી અહીં જ રાહ જોઉં છું...

બિરવા ની વાતો સાંભળી ડોકટર આર્યા પર પણ જવાની નો નશો ચડી ગયો હોય એમ કહ્યું..

"સારું,જાનેમન હું હમણાં ગયો ને હમણાં આવ્યો.."આટલું કહી ડોકટર આર્યા પોતાના રૂમ માં રાખેલ કબાટ માં લટકાવેલા કપડાં લઈને બાથરૂમ માં ઘુસ્યો.

બિરવા ને એકવાર એવું થયું કે એ દોડીને બહાર ભાગી જાય પણ ડેવિલે દરવાજો અંદર થી લોક કર્યો હતો અને એની ચાવી ખબર નહી ક્યાં છુપાવી રાખી હતી.બિરવા એ ના છુટકે ત્યાં જ બેસી રહેવું પડયું..પાંચેક મિનિટ માં તો ડેવિલ પોતાના શુટ વાળા વેશ માં બાથરૂમમાં થી બહાર આવ્યો અને બિરવાની સામે જોઇને કહ્યું.."how i look sweetheart?"

"U look fantastic doctor aarya"બિરવા એ કહ્યું.

બિરવા નું આ વાક્ય ડોકટર આર્યા ના કાને જેવું પડ્યું એવો જ એના મગજ માં ઝબકારો થયો..અને એ મનોમન બબડયો.."આ છોકરી ને મેં મારી અસલિયત જણાવી નથી તો કઈ રીતે એને ખબર કે ડેવિલ એટલે કે હું હકીકત માં ડોકટર આર્યા જ છીએ..જરૂર કોઈ મોટી ચાલ ચલાઈ ગઈ છે.."

આટલું વિચારી ડોકટર આર્યા એ અલમારી ખોલી અને એમાં ડ્રોવર માં છુપાવી ને રાખેલી ચાવી ને હાથ માં લીધી અને દરવાજો ખોલીને બહાર ની તરફ નજર કરી..બહાર સ્ટ્રેચર પર પીનલ ને ના જોઈને ડોકટર આર્યા અકળાઈ ગયો અને ગુસ્સામાં ગાળો ભાંડતો ભાંડતો રૂમ માં પાછો આવ્યો.

બિરવા એ પણ પોતાનું મગજ દોડાવી ને એ ક્યાસ કાઢી લીધો હતો કે નીચે હોલ માં નજર કરતાં ની સાથે ડોકટર આર્યા સમજી જશે કે એની વિરુદ્ધ કોઈ મોટી ચાલ રમવામાં આવી છે અને એનો બધો ગુસ્સો હવે મારી પર નીકળશે.અને ડોકટર પર હુમલો કરવા માટે બાજુમાં રાખેલું ફલાવર પોટ હાથ માં લીધું અને દરવાજા પાછળ સંતાઈ ગઈ.

ડોકટર આર્યા ઉતાવળા પગલે રૂમ માં આવી રહ્યો હતો ત્યારે એની એક પડછાયા પર પડી જેના પર થી એને ખ્યાલ આવી ગયો કે ચોક્કસ બિરવા દરવાજા પાછળ મારા પર હુમલો કરવા માટે છુપાઈ ગઈ છે..એટલે જેવો એ અંદર પ્રવેશ્યો અને બિરવા એ એના માથા પર મારવા ફલાવર પોટ નું નિશાન લગાવ્યું એવોજ ડોકટર આર્યા નીચે ઝૂકી ગયો અને બિરવા નું નિશાન વ્યર્થ ગયું.

બીજી જ પળે ડોકટર આર્યા એ બિરવા ને વધારે તક આપવી ઉચિત ના સમજતાં પાછા ફરીને એક જોરદાર લાત બિરવા ના પેટ માં મારી દીધી અને એના દર્દ ના લીધે બિરવા માં મુખે થી એક મોટી ચીસ નીકળી ગઈ જે અર્જુને સાંભળી લીધી અને એ દોડતો ઉપર આવવા માટે આગળ વધ્યો..આ તરફ ડોકટર આર્યા એ એજ ફલાવર પોટ ને બિરવા ના માથા પર જોર થી મારી ને એને બેભાન કરી મુકી.

***

અર્જુન દોડીને રૂમ માં આવ્યો અને જોયું તો બિરવા નીચે જમીન પર પડી હતી..એના કપાળ ના ભાગ માં પડેલા ઘા માં થી લોહી વહી રહ્યું હતું..અર્જુને ફટાફટ પલંગ ની ચાદર ને ફાડી ને બિરવા ના કપાળે વીંટી દીધું..પછી પાણી નો છંટકાવ કરી ને એને હોશ માં લાવવાનો પ્રયત્ન કરી જોયો.!!

પાણી ની બુંદો ને પોતાના ચેહરા પર મહેસુસ કરવાની સાથે માથા પર વાગેલી ચોટ નું દર્દ ઓછું થતાં બિરવા એ ધીરે ધીરે આંખો ખોલી..અર્જુન ને પોતાની સમીપ બેસેલો જોઈ બિરવા ના જીવ માં જીવ આવ્યો..અને એ અર્જુન..અર્જુન..એવું તૂટક તૂટક બોલી.

અર્જુને ઉભા થઈને પાણી ભરેલો ગ્લાસ બિરવા ને આપ્યો..થોડું પાણી પીતાં જ બિરવા ના હૃદય ના ધબકારા નિરંતર થતાં બિરવા એ કહ્યું.

"અર્જુન..પીનલ ક્યાં છે..?"

"બિરવા પીનલ અત્યારે સલામત જગ્યા એ છે..તું ચિંતા ના કર..પણ ડેવિલ ક્યાં છે..?"અર્જુને બિરવા ના સવાલ નો જવાબ આપી સામો સવાલ કર્યો.

"અર્જુન અહીં થી નીકળવાનો બીજો કોઈ રસ્તો તો છે નહીં..તો એ દાદર માં થી નીચે હોલ માં જ ગયો હોવો જોઈએ..."બિરવા એ અર્જુન જે રસ્તે આવ્યો એ રસ્તા તરફ આંગળી કરતાં કહ્યું.

"બિરવા તારી ચીસ સાંભળી હું તરત જ ઉપર આવ્યો પણ મને આ દાદર માં થી ચડતી વખતે કોઈ સામે ના મળ્યું.."અર્જુને આંખો ઝીણી કરતા કહ્યું.

"તો પછી મને ખબર નહીં.. પણ મને માથા માં માર્યા પછી એ અહીં થી નીકળી ગયો છે..પણ ક્યાં ગયો એ મને ખબર નથી."બિરવા એ નંખાયેલા અવાજે કહ્યું.

અચાનક અર્જુન ની નજર ખુલ્લી પડેલી અલમારી પર પડી..અર્જુન બિરવા ને ઉભી કરીને અલમારી તરફ ગયો..ત્યાં અર્જુને જોયું કે અલમારી માં એક બીજો દરવાજો હતો..જેમાં થી નીચે જવાનો રસ્તો હતો.અર્જુને બિરવા તરફ નજર કરીને કહ્યું.

"બિરવા એવું લાગે છે કે ડેવિલ આ રસ્તે જ ક્યાંક નીકળી ગયો છે પણ ક્યાં..?"

"તો એ માટે આપણે પણ આ રસ્તે જઈને ચેક કરવું પડશે કે આ રસ્તો આખરે ક્યાં ખુલે છે.."બિરવા એ કહ્યું.

"સારું હું આગળ જાઉં..તું મારા પાછળ પાછળ આવ.."પેન્ટ માં ખોસેલી રિવોલ્વર ને હાથ માં લઈને એ રસ્તે આગળ વધતાં અર્જુને બિરવા ને સંબોધી ને કહ્યું.

ત્યાર બાદ ધીરે ધીરે ડગ માંડતા માંડતા અર્જુન અને બિરવા આગળ વધી રહ્યા હતા..સીડીઓ નો આકાર સર્પાકાર હતો..નીચે ની તરફ અંધારું હોવાથી અર્જુને બિરવા ને ફોન ની ફ્લેશલાઈટ ઓન કરવા કહ્યું..ફ્લેશલાઈટ ની આછી રોશની માં અર્જુન અને બિરવા ધીરે ધીરે નીચે ઉતરી રહ્યા હતા.દસેક પગથિયાં ઉતરતાં ની સાથે અર્જુન અને બિરવા એક બંધ ઓરડામાં આવી ગયા.

"અર્જુન આ ક્યાં આવી ગયાં..?" ભેજયુક્ત ઓરડામાં આવી રહેલી ગંધ અને અંધકાર નો ડર બિરવાના અવાજ માં ડર સાફ દેખાઈ રહ્યો હતો.

"તું ચીંતા ના કર..ડેવિલ આ રસ્તે આવ્યો હશે તો ચોક્કસ અહીં થી બહાર નીકળવાનો રસ્તો હોવો જ જોઈએ.."અર્જુને બિરવા ને આશ્વસ્થ કરતાં કહ્યું.

ત્યારબાદ અર્જુન અને બિરવા એ અંધકાર થી વ્યાપ્ત ખાલી રૂમ માં થી બહાર નીકળવાનો રસ્તો શોધી રહ્યાં હતાં..અર્જુન કે બિરવા બંને માં થી કોઈને એ સમજાઈ નહોતું રહ્યું કે ચારે બાજુ દીવાલો થી ઘેરાયેલાં આ ઓરડામાં થી નીકળવાનો કોઈ રસ્તો છે કે નહીં.

થોડો સમય અર્જુન અને બિરવા આમ જ ફંફોસતા રહ્યાં પણ બહાર નીકળવાનો કોઈ રસ્તો નજરે ના પડતાં અર્જુને બિરવા ને કહ્યું.

"લાગે છે આ રસ્તે થી ડેવિલ આવ્યો જ ના હોય..ચાલ આપણે ઉપર ની તરફ પાછા જઈએ.."

"હા અર્જુન મને પણ એવું જ લાગે છે કે આ રસ્તો ભ્રમ ઉભો કરવા તૈયાર કરાયો હોય.."બિરવા એ અર્જુન ની વાત માં સહમતિ આપતાં કહ્યું.

અર્જુન સીડીઓ પર ચડવા જતો જ હતો એવામાં ફ્લેશ લાઈટ ના ઝંખા પ્રકાશ માં અર્જુને એક વસ્તુ નોટ કરી..અને એ દોડતો એ તરફ ગયો..અર્જુને નોંધ્યું કે બધી દીવાલો પર થોડી ધૂળ અને લીલ છે પણ એક દીવાલ પ્રમાણ માં બીજી દીવાલ થી ચોખ્ખી જણાતી હતી.

અર્જુને એ જગ્યા એ પોતાના હાથ થી ટપલી મારીને દીવાલ પોલી છે એની ખાત્રી કરી..અને બિરવા ની સામે જોયું..બિરવા સમજી ગઈ કે અર્જુન શું કહેવા માંગે છે અને શું કરવા માંગે છે.

અર્જુને પોતાના શરીર નું જોર એ દીવાલ પર આપવાનું શરૂ કર્યું...જેમાં બિરવા પણ એનો સાથ દેવા લાગી..ટૂંક સમય માં જ એ દીવાલ એક ફોલ્ટ દરવાજા ની માફક ખુલી ગઈ..ખૂલેલી જગ્યા નો રસ્તો બાથરૂમ માં ખોલતો હતો..પણ આ બાથરૂમ ક્યાં છે એ અર્જુન કે બિરવા ને ના સમજાયું.

"ચાલ બિરવા અંદર"અર્જુને એ જગ્યા માં થી બાથરૂમ માં પ્રવેશ કરતાં કહ્યું.

અર્જુન ની પાછળ બિરવા પણ બાથરૂમ માં પ્રવેશી..બાથરૂમ ખુબ જ વિશાળ હતું..એનો દરવાજો ખોલતાં પોતે પોતાની મંજીલ એટલે કે ડેવિલ સુધી પહોંચી જશે એમ વિચારી અર્જુને બાથરૂમ નો દરવાજો ખોલ્યો.

***

દરવાજો ખોલતાં ની સાથે એક આંચકા રૂપી ઘટના અર્જુન ની રાહ જોઈને ઉભી હતી..આ બાથરૂમ નો દરવાજો મુખ્ય હોલ માં ખૂલતો હતો..હજુ અર્જુન વધુ કંઈપણ સમજે એ પહેલાં જ એના માથા ના ભાગ માં કોઈ બોથડ પદાર્થ નો ઘા થયો અને એ ભારે દર્દ અને પીડા થી કણસતો ત્યાં જ નીચે ફર્શ પર ઢળી પડ્યો,એના હાથ માં રહેલ રિવોલ્વર હાથ માં થી છટકીને બાજુમાં પડી ગઈ.

બિરવા અર્જુન ની બિલકુલ પાછળ હતી એટલે દોડીને અર્જુન ની મદદે ગઈ અને અર્જુન નું માથું ખોળા માં રાખી "અર્જુન.. અર્જુન..."એવી બુમો પાડવા લાગી.

આ જ સમયે એક અટ્ટહાસ્ય ના અવાજે બિરવા નું ધ્યાન અર્જુન પર થી અટ્ટહાસ્ય કરતી એ વ્યક્તિ તરફ કેન્દ્રિત કર્યું..એની ધારણા સાચી નીકળી...એ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ ડોકટર આર્યા જ હતો..અત્યારે એના હાથ માં એક લોખંડ નો પાવડો થતો..જેના પર અર્જુન ના માથા માં થી નીકળતા લોહી નો થોડો અંશ જોવા મળતો હતો.

એક લુચ્ચું સ્મિત કરતા ડેવિલે બિરવા ને ઉદ્દેશીને કહ્યું..

"You bitch.. મારી સાથે ચાલાકી..તું અને તારો આ યાર મને છેતરવા આવ્યા હતા..પીનલ ને તો તારો આ યાર છોડાવી ને લઈ ગયો પણ હવે પીનલ ને થનારી યાતના તું ભોગવીશ.."

ડેવિલ ની આંખો માં અત્યારે લોહી ઉતરી આવ્યું હતું..ગુસ્સા ના લીધે એનો ચહેરો વધુ બિહામણો લાગી રહ્યો હતો..બિરવા ના કપાળ પર પ્રસ્વેદ બિંદુ ઓ અને આંખો માં આંસુ ની ઝલક સાફ દેખાઈ રહી હતી..ડેવિલ બિરવા ની નજીક આવ્યો અને એના માથા ના વાળ ને જોર થી પકડીને એને ખેંચી ને ઉભી કરી.

"પ્લીઝ મને છોડી દે..પ્લીઝ..."બિરવા ની દર્દભરી આજીજી અત્યારે ડેવિલ સાંભળવાના મૂડ માં નહોતો..બિરવા જેમ વધુ વિરોધ કરતી એમ એ વધુ બળપૂર્વક એના વાળ ને ખેંચી રહ્યો હતો..આટલી ઉંમરે પણ એક ગજબ ની તાકાત અને સ્ફૂર્તિ ડેવિલ ના અંદર કઈ રીતે આવી એ બિરવા ને સમજાતું નહોતું..એ રડી રહી હતી..ચીસો પાડી રહી હતી પણ બધું વ્યર્થ..!!

બિરવા ને બળપૂર્વક લોખંડ ના સ્ટ્રેચર પર સુવડાવી ડેવિલે એના હાથ લોખંડ ની મજબૂત સાંકળ થી બાંધી દીધા..બિરવા સમજી ચુકી હતી કે હવે અસહ્ય પીડા ભોગવવાનો અને પછી મૃત્યુ પામવાનો સમય નજીક આવી ગયો છે..પોતાના ઇષ્ટદેવ ને યાદ કરતી બિરવા થનારા કોઈ ચમત્કાર ની આશા એ હોલ ની છત ને નીરખી રહી હતી.

બિરવા ને સ્ટ્રેચર પર મજબૂત રીતે બાંધીને ડેવિલ પાછો પાવડો લઈને અર્જુન ની નજીક ગયો અને જોર થી એક બીજો ઘા અર્જુન ના ચહેરા પર કર્યો..બેહોશ પડેલાં અર્જુન ને એક ઝાટકો લાગ્યો અને ઘા ના લીધે એના મોંઢા માં થી લોહી નીકળવા લાગ્યો..અર્જુન કણસતો પીડાતો પાછો બેહોશ થઈ ગયો..!!!

"જોઈ લે તારા યાર ની હાલત..નાદાન છોકરી...તને શું હતું કે તમે મળીને ડેવિલ ને છેતરી શકશો...તારી આ મૂર્ખામી પર મને દયા આવે છે..."આટલું બોલી ડેવિલ જોર જોર થી હસવા લાગ્યો..એના હાસ્ય ના પડઘા અત્યારે હોલ માં ગુંજી રહ્યાં હતાં.

ડેવિલે ઉપેક્ષિત નજર અર્જુન ની તરફ ફેંકી અને પાવડા ને નીચે ફેંકી ને એ ટેબલ તરફ રાખેલાં કેમિકલ તરફ આગળ વધ્યો..એનું વધતું દરેક ડગલું બિરવા ના દિલ ની ધડકનો વધારી રહ્યું હતું..બિરવા સમજી ગઈ હતી કે હવે એની શું હાલત થવાની છે.

ડેવિલે એક મોટું ઈન્જેકશન લઈને તૈયાર કરેલું કેમિકલ એમાં ભરી દીધું.કેમિકલ થી અડધું ઈન્જેકશન ભરાયાં બાદ ડેવિલે પાત્ર માં તૈયાર કરેલા રક્ત માં ઈન્જેકશન ની સોય ને બોળી ને એમાં રક્ત ભરી દીધું..હવે બિરવા ના શરીર માં ઇન્જેકટ કરવા માટે નું ઈન્જેકશન તૈયાર કરીને ડેવિલ બિરવા ને જ્યાં સુવડાવી હતી એ સ્ટ્રેચર તરફ આગળ વધ્યો.

ડેવિલ ની આંખો અત્યારે એના અંદર મોજુદ શેતાનીયત ની ચાડી ખાઈ રહ્યાં હતાં...સહનશક્તિ ની છેલ્લી હદ સુધી પીડા ભોગવવા માટે બિરવા એ પોતાની આંખો બંધ કરી દીધી.

ડેવિલે બિરવા ના શરીર માં સોય ઘુસાડવા માટે ઈન્જેકશન ની સોય એના હાથ તરફ લંબાવી જ હતી એટલા માં ધડામ ધડામ કરીને ઉપરા ઉપરી રિવોલ્વર માં થી છુટેલી બે ગોળીઓ ના અવાજ થી વાતાવરણ ગુંજી ઉઠ્યું.

બિરવા એ આંખો ખોલી તો ડેવિલ એના સ્ટ્રેચર જોડે જમીન પર પડ્યો હતો..બિરવા એ જોયું કે હાથ માં રિવોલ્વર સાથે નાયક હોલ ના દરવાજા માં ઉભો હતો..એને છોડેલી ગોળી ઓ ના લીધે રિવોલ્વર માં થી હજુપણ ધુમાડો નીકળી રહ્યો હતો.

પોતે અત્યારે થનારી પીડા થી બચીને મોત ના મુખ માં થી પાછી આવી છે એ વાત જાણતી હોવાના લીધે બિરવા એ મનોમન પરમકૃપાળુ પરમાત્મા નો આભાર માન્યો અને નાયક સામે જોઈ ઊંચા સાદે કહ્યું.

"નાયક સાહેબ..અર્જુન...અર્જુન ત્યાં જમીન પર પડ્યો છે...એની હાલત કેવી છે એ જરા જલ્દી ચેક કરો..!!

બિરવા ની વાત સાંભળી નાયક લોહીલુહાણ હાલત માં પડેલા અર્જુન ને જોઈને એ તરફ દોડ્યો....!!!

***

To be continued....

શું ખરેખર ડેવિલ નો અંત થઈ ગયો..? અર્જુન જીવે છે કે મૃત્યુ પામ્યો..?? આખરે આ નોવેલ નો શું અંત આવશે?? આ સવાલો ના જવાબ માટે વાંચતા રહો ડેવિલ એક શૈતાન. નવો ભાગ આવતા સપ્તાહે.

તો મિત્રો આ નોવેલ નો છેલ્લો ભાગ આવતા સપ્તાહે રજુ થશે.. અત્યાર સુધી જે રીતે આપનો અપાર પ્રેમ અને સહકાર મળ્યો એ એ બદલ તમારો બધા જ વાંચક મિત્રો નું હું અંતઃકરણ પૂર્વક આભાર માનું છું.. ભવિષ્ય માં પણ આપ સૌ માટે આવી જ સરસ રચનાઓ લાવતો રહીશ. આપના અભિપ્રાય મારા whatsup નમ્બર 8733097096 પર જણાવી શકો છો.

ઓથર:- જતીન. આર. પટેલ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED