ડેવિલ એક શૈતાન-૩૪ Jatin.R.patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ડેવિલ એક શૈતાન-૩૪

ડેવિલ : એક શૈતાન

ભાગ-૩૪

આગળ ના પ્રકરણ માં તમે વાંચ્યું...રાધાનગર માં શૈતાની હુમલા થવાની ઘટનાઓ બને છે-ડેવિલ નામ નો કોઈ વ્યક્તિ આ બધી ઘટનાઓ ને અંજામ આપતો હોય છે-બિરવા નું બ્રેઇન વોશ કરી ડેવિલ એના દ્વારા પીનલ નું કિડનેપ કરાવે છે-ખૂટતી કડી ઓ જોડતાં માલુમ પડે છે કે ડોકટર આર્યા જ ડેવિલ હોય છે-બિરવા ના ઘરે પહોંચેલા અર્જુન ને હાથે કંઈ લાગતું નથી પણ બિરવા એના શક ના ઘેરા માં આવી જાય છે-ડેવિલ પીનલ પર એકસ્પિરિમેન્ટ કર્યા પહેલા વિધિ ચાલુ કરે છે-બિરવા ના ઘરે આવવાની સાથે અર્જુન એના ઘર ના લોકો વચ્ચે થતી વાતો સાંભળવા ઘર ના બારણે આવીને ઉભો રહે છે-હવે વાંચો આગળ..

બિરવા ઘર નો મુખ્ય દરવાજો ખોલી ને અંદર પ્રવેશી એવો જ અર્જુન દબાતાં પગલે બારણે આવી ને ઉભો રહી ગયો અને અંદર શું વાત થાય છે એ જાણવા પોતાના કાન સરવા કર્યા.

"ક્યાં હતી આટલો સમય? અને તું આ શું કરી રહી છો"? હેમંતભાઈ એ ગુસ્સામાં બિરવા ને કહ્યું.

"મારી ફ્રેન્ડ્સ જોડે હતી...અને શું થયું આજે કેમ આટલા ગુસ્સામાં છો પપ્પા?" બિરવા એ પોતે કંઈ જાણતી ના હોય એમ નફ્ફટાઈ થી જવાબ આપ્યો.

"જો બિરવા મને બધી ખબર છે કે અર્જુન ની પત્ની પીનલ ના ગાયબ થવામાં તારો હાથ છે..હજુ પણ ભુલ સુધારી લેવાનો સમય છે.."હેમંતભાઈ હજુ પણ ગુસ્સામાં બોલી રહ્યા હતા.

"શું.. પીનલ ગાયબ છે..અરે એમાં હું શું કરું..અને આપ આવું કઈ રીતે કહી શકો કે પીનલ ને મેં જ ગુમ કરી છે.."બિરવા ઉંચા અવાજે બોલી.

"તું અમને ડફોર સમજે છે..હું તારો બાપ છું..હા અમારો એટલો વાંક કે અમે તારી દરેક જીદ પુરી કરી છે..અમારા લાડ કોડ ના લીધે જ તું અત્યારે તારા પિતા સાથે આમ ઉદ્ધત રીતે વાત કરી રહી છો... ત્રણેક દિવસ પહેલા તે મારા ડોક્યુમેન્ટ માં થી મારા આધાર કાર્ડ ની નકલ લીધી હતી અને જેનો ઉપયોગ કરી તે એક નવું સીમ કાર્ડ ખરીદ્યું.. જેનો ઉપયોગ કરી તે પીનલ ને ક્યાંક બોલાવી અને એને ક્યાંક ગુમ કરી દીધી.."હેમંત ભાઈ થોડા ગુસ્સા અને દુઃખ માં બોલ્યા.

"અરે તમે આવી પાયાવિહોણી વાત કઈ રીતે કરી શકો..પીનલ ક્યાં ગઈ..કોના જોડે ગઈ મને શું ખબર..હું મારા રૂમ માં જાઉં છું..."ખભા ઉંચા કરી બિરવા પોતાના રૂમમાં જવા માટે નીકળી.

બિરવા ના આ વ્યવહાર થી હેમંતભાઈ નો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો અને એમને બિરવા નો હાથ પકડ્યો અને પ્રથમ વખત પોતાની વ્હાલસોયી દીકરી પર હાથ ઉપાડ્યો..ગાલ પર બે ચાર થપ્પડ માર્યા પછી હેમંતભાઈ બિરવા ની સામે જોઈ બોલ્યા.

"જો બિરવા સાચું બોલી દેવામાં જ તારી અને અમારી ભલાઈ છે..તારા એ સીમ કાર્ડ ની ડિટેઇલ લઈને અર્જુન હમણાં જ આવ્યો હતો..એ સીમકાર્ડ મારા નામે રજીસ્ટર છે એવી એ ડિટેઇલ માં માહિતી છે...પીનલ ના આમ ગુમ થવાની અર્જુન ખુબ દુઃખી છે..જો એને કંઈપણ થઈ ગયું તો..."

"મરી જવા દો એ પીનલ ને...એ મારા અર્જુન ને મારો થવા દેતી નથી..હું અર્જુન ને ખુબ જ પ્રેમ કરું છું..મારા અને અર્જુન વચ્ચે જે આવશે એને આ દુનિયા માં રહેવાનો કોઈ હક નથી..હા પીનલ ને ગાયબ કરવામાં મારો જ હાથ છે...અને હવે પીનલ અર્જુન ને જીવતી ક્યારેય નહીં મળે"બિરવા આવેશ અને ગુસ્સામાં બધું બોલી ગઈ.

"દીકરી તું આ શું બોલી રહી છો.. પીનલ ના ગુમ થવામાં તારો હાથ છે..અરે ગાંડી તું અર્જુન ને પ્રેમ નથી કરતી પણ ખાલી એના પ્રત્યે તું આકર્ષિત થઈ છો.. કેમકે સાચો પ્રેમ એને કહેવાય જે સામેવાળા પાત્ર ની ખુશી ની ચીંતા કરે..એની પસંદ ને પસંદ બનાવે એની નાપસંદ ને નાપસંદ..અને બિરવા અર્જુન પીનલ ને ખુબ પ્રેમ કરે છે..વધારા માં પીનલ માં બનવાની હતી એ તો તું જાણતી જ હોઈશ..જો પીનલ ને કંઈપણ થઈ ગયું તો અર્જુન તુટી જશે.તું જેનો પ્રેમ પામવાની ઈચ્છા ધરાવે છે એ આ દુનિયા છોડી ને પણ જતો રહે એવું બને."ગાયત્રીબેન પ્રેમ થી માથે હાથ ફેરવી બિરવા ને સમજાવી રહ્યા હતા.

"જો બેટા ભુલ બધા થી થાય પણ એ ભુલ નો સ્વીકાર કરી એને સુધારવી આપણા હાથ માં છે..માટે હજુપણ અર્જુન ને જણાવી દે પીનલ ક્યાં છે..હા અર્જુન તને તાત્કાલિક માફ તો નહીં કરે પણ નફરત તો નહીં કરે..એ એક વિશાળ હૃદય નો સ્વામી છે...ધીરે ધીરે તારી ભુલ ને ક્ષમ્ય ગણી તને માફ પણ કરી દેશે..એક મિત્ર તરીકે તું અર્જુન ના જીવન માં હંમેશા રહીશ..અને દીકરી પ્રેમ કરતાં મિત્રતા મોટી છે અને મોટી જ રહેશે."હેમંતભાઈ એ પોતાની વ્હાલી દીકરી ના આંસુ લુછતાં કહ્યું.

માતા ગાયત્રીબેન અને પિતા હેમંતભાઈ ની વાત સાંભળી બિરવા ને પોતાની ભુલ સમજાઈ રહી હતી..એ જોર જોર થી રડવા લાગી અને હેમંતભાઈ ને વળગી ગઈ..હેમંતભાઈ પણ દીકરી ના માથા માં હાથ ફેરવતાં ફેરવતાં સાંત્વના આપવાનો પ્રયાસ કરવા લાગ્યા.થોડીવાર પછી બિરવા થોડી શાંત પડી.

***

ગાયત્રીબેન રસોડામાં ગયા અને પાણી નો ગ્લાસ ભરી ને બિરવા ને આપ્યો..પાણી પી લીધા બાદ બિરવા એ એના માતા પિતા સામે જોઈને કહ્યું.

"મમ્મી પપ્પા મને માફ કરો..હું અજાણતા શું કરી બેઠી એની મને ખબર જ ના રહી..અત્યારે પીનલ મારા લીધે ખુબ મોટી મુસીબત માં મુકાઈ ગઈ છે..અત્યારે એના માથે મોત નું સંકટ તોળાઈ રહ્યું છે..પણ હું અર્જુન ને કઈ રીતે બધું જણાવું..?"

બિરવા હજુ તો બોલવાનું પૂરું કરી રહી એ જ સમયે ધડામ કરી ને દરવાજો ખુલવાનો અવાજ આવ્યો અને અર્જુન ઉતાવળા ડગલે ચાલી ને બિરવા બેસી હતી ત્યાં આવીને ઉભો રહ્યો અને બોલ્યો..

"બિરવા તારે કંઈપણ કહેવાની જરૂર નથી..મેં બધું જ સાંભળી લીધું છે..જો તું તારી ભુલ સુધારવા માંગતી હોય તો મને જણાવી દે પીનલ ક્યાં છે...?"

"અર્જુન સોરી..હું તારી માફી ના લાયક તો નથી પણ મને માફ કરી દે.."બિરવા એ ઉભા થઈ અર્જુન સામે જોઈ હાથ જોડતાં કહ્યું.

"ચલ હવે આ બધી વાત મુક..તું મને જણાવ અત્યારે પીનલ ક્યાં છે..તારી ભુલ ને ભુલ સમજી ભુલી જઈશ પણ જો પીનલ ને કે મારી આવનારી સંતાન ને કંઈપણ થઈ ગયું તો તારી આ ભુલ મારી નજરો માં અક્ષમ્ય અપરાધ બની જશે.."અર્જુન ભાવહીન ચહેરા સાથે બોલ્યો.

"અત્યારે પીનલ ડેવિલ ના સકંજામાં છે..એ આજે રાત પડ્યા પહેલાં પીનલ ના દેહ માં કોઈ કેમિકલ ઇન્જેકટ કરી..કોઈ વુડુ વિધિ થી એની આત્મા ને પોતાના વશ માં કરવાનો હતો.."બિરવા અત્યારે નીચી નજર કરી બોલી રહી હતી.

બિરવા ના મોંઢે ડેવિલ નું નામ સાંભળી અર્જુન ગુસ્સા થી લાલચોળ થઈ ગયો અને પોતાનો હાથ બિરવા પર ઉપાડવા જ જતો હતો પણ પોતાની જાત ને કન્ટ્રોલ કરી ને પછી એને કહ્યું.

"તું જાણે છે તારી આ નાદાની આગળ જતાં કેટલું ગંભીર સ્વરૂપ ધારણ કરવાની છે..પીનલ ની સાથે રાધાનગર ના કેટલાય માસુમો નો જીવ જોખમ માં છે..ડેવિલ હકીકત માં મહાન વૈજ્ઞાનિક ડોકટર આર્યા છે..જે પોતાના દીકરા ના આકસ્મિક મોત નું કારણ મને સમજે છે અને મારી સાથે બદલો લેવા આ બધું કરી રહ્યો છે..તું મને પીનલ ક્યાં છે એ જગ્યા વિશે જણાવ..એ ડોકટર પોતાની વિધિ આગળ વધારે એ પહેલાં મારુ ત્યાં પહોંચવું જરૂરી છે.."

"ડેવિલ અત્યારે જંગલ માં જ્યાં જુનો વિશાલ બંગલો છે ત્યાં જ પોતાનો ગુપ્ત અડ્ડો બનાવીને રહે છે..પીનલ પણ ત્યાં જ છે..."બિરવા એ કહ્યું.

"સારું તો હું જેમ બને એમ જલ્દી નીકળું છું..પીનલ ને એ શૈતાન ના સકંજામાંથી બચાવવા"અર્જુન આટલું કહી ને બહાર નીકળ્યો.

બિરવા દોડીને અર્જુન ની પાછળ પાછળ ગઈ અને એને રોકી ને કહ્યું.

"અર્જુન હું પણ તારી સાથે આવું છું..મેં ભુલ કરી છે તો એને સુધારવાની તક પણ મને મળવી જોઈએ..પ્લીઝ મને પણ તારા જોડે આવવા દે.."

"ના કોઈકાળે નહીં.. તારો જીવ પણ જોખમ માં હું નથી માંગતો.."અર્જુને કહ્યું.

"એનો મતલબ કે મારી ભુલ નો પશ્ચાત કરવાનો અવસર પણ મને નહીં મળે..અને અર્જુન ત્યાં ડેવિલ ના ઘર માં પ્રવેશવું તારા માટે સહેલું નહીં હોય..હું તારી મદદ કરી શકીશ પીનલ ને ત્યાં થી સહી સલામત બહાર નિકાળવામાં.."બિરવા એ અર્જુન ની આંખો માં જોઈ મક્કમતાથી કહ્યું.

થોડીવાર અર્જુન બિરવા ની આંખો માં જોઈ જ રહ્યો..ખરેખર અત્યારે એની આંખો માં પશ્ચાતાપ ની લાગણી હતી..અને બિરવા ની વાત સાચી છે કેમકે ડોકટર આર્યા નો સામનો કરવા બિરવા ની મદદ ની પણ જરૂર પડવાની.બિરવા ની વાત પર ભરોસો બેસતાં અર્જુને કહ્યું.

"સારું..તું પણ ચાલ મારી સાથે..લઈ લે તારું એક્ટિવા ડેવિલ ના છુપા સ્થાન તરફ..આજે તો એ શૈતાન નો અંત નિશ્ચિત જ છે..."અર્જુને બિરવા સામે જોઈ કહ્યું.

અર્જુન ની સહમતી મળતાં બિરવા ના મુખ પર એક હળવી સ્માઈલ જોવા મળી અને એ અર્જુન ના કહ્યા પ્રમાણે એક્ટિવા નું સેલ્ફ સ્ટાર્ટ નું બટન દબાવી એને સ્ટાર્ટ કરે છે.

ત્યારબાદ અર્જુને નાયક ને કોલ લગાવ્યો અને કહ્યું.

"નાયક હું તને થોડીવાર પછી એક whatsup મેસેજ કરી એક જગ્યા નું લોકેશન મોકલાવું છું..ત્યાં હું કહું એ વસ્તુ ઓ લઈને આવી જા.."અર્જુને અમુક સમય નાયક ને જરૂરી સૂચન આપ્યા અને પછી બિરવાની એક્ટિવા પર બેસી એની સાથે જ નીકળી પડ્યો ડોકટર આર્યા ઉર્ફે ડેવિલ ના ડેવિલ હાઉસ ની તરફ.

ભવાની માં ની ડેરી થી જંગલ ના ઉબળખાબળ રસ્તા પર એક્ટિવા ધીરે ગતી એ આગળ વધી રહ્યું હતું..ગાઢ વનરાજી ના લીધે જંગલ માં સૂર્ય નો પ્રકાશ પ્રમાણ માં ઓછો આવતો હોવાથી અંધકાર નું પ્રમાણ જંગલ માં વધુ જણાતું હતું.

***

સુરજ ધીરે ધીરે આથમતો જણાતો હતો...સાંજ નો સમય ધીરે ધીરે નજીક આવી રહ્યો હતો..ડેવિલ હાઉસ માં અત્યારે એક અવિશ્વનિય નજારો જોવા મળી રહ્યો હતો.

પીનલ ના શરીર માં ઇન્જેકટ કરવા માટે પ્રોસેસ માં મુકાયેલું DNA વિકૃત કરતું કેમિકલ બની જ ગયું હતું..બસ હવે એ લાવા ના જેમ ઉકળતાં કેમિકલ ને થોડું ઠંડુ પડતાં ની સાથે પીનલ ના શરીર માં દાખલ કરવાનું હતું.

વુડુ વિધિ પ્રમાણે હવે પીનલ ના રક્ત ને એક કાળા કાપડ ની બનાવેલી ઢીંગલી પર થોડું નાંખવાનું હતું એટલે પીનલ નો આત્મા ડોકટર આર્યા ના વશ માં આવી જાય..પણ એ પહેલાં ડોકટર આર્યા પોતા દ્વારા તૈયાર કરેલા કેમિકલ ની ચકાસણી કરવા માંગતા હતા કે એની મનુષ્ય દેહ પર કેવી અસર થાય છે..પહેલાં પણ આ કેમિકલ નો પ્રયોગ કોંગો માં ડોકટર આર્યા એક ગરીબ હબસી પર કરી ચુક્યા હતા જેમાં એ બિચારા ગરીબ હબસી ને જીવ ગુમાવવો પડ્યો હતો.!!

એક વાર જો એ કેમિકલ દ્વારા મનુષ્ય ના શરીર માં ઉર્જા નો સંચાર કરી એને શક્તિશાળી બનાવવામાં સફળતા મળે તો આ કેમિકલ આખી દુનિયા માં મોં માંગી કિંમતે લોકો ખરીદશે એવી ડોકટર આર્યા ની ગણતરી હતી જે સાવ ખોટી પણ નહોતી..તાકાત માટે મનુષ્ય ગમે તે કરવા તૈયાર થઈ જાય એ હકીકત સ્વીકારવી જ રહી.

સૌપ્રથમ ડોકટર આર્યા એ વિધિ પૂર્ણ કર્યા પહેલાં કરવી પડતી છેલ્લી પ્રક્રિયા ના ભાગ રૂપે વર્તુળ ની ફરતે રાખેલા અલગ અલગ પાત્રો માં રહેલ જુદા જુદા સજીવો નું રક્ત થોડી થોડી માત્રામાં એક ચાંદી ના પાત્ર માં લેવાનું શરૂ કર્યું..આ રક્ત ને પણ કેમિકલ ની સાથે પીનલ ના શરીર માં દાખલ કરવાનું હતું જેનાથી જુદા જુદા જીવ ની અલગ અલગ પ્રકાર ની શક્તિ પણ એને મળી જાય.

પાત્ર માં જુદા જુદા સજીવો જેમ કે ઘુવડ,અશ્વ,શ્વાન,સાપ,પાતલા ગો,ચામચીડિયા,બાજ વગેરે જીવો ના રક્ત હતા.વિધિ અનુસાર આ રક્ત ભરેલા કળશો માં શૈતાની શક્તિ ના પ્રભાવ થી અખૂટ ઉર્જા નો સંચાર થયેલો હશે જે પીનલ ને જે તે સજીવ ના ગુણધર્મો મુજબ અલગ અલગ શક્તિ પ્રદાન કરશે..જેમકે ઘુવડ થી રાતે દેખી શકવું,અશ્વ થી ગતી માં દોડવું, શ્વાન થી સૂંઘવુ, સાપ થી ઝેર છોડવું અને પાટલા ગો થી દીવાલ પર ચડી શકવું જેવા ગુણધર્મો મુખ્ય હતા.

પીનલ ના શરીર માં આવી શૈતાની શક્તિ ઓ દાખલ કરી એને વધુ ને વધુ શક્તિશાળી બનાવવાની ડોકટર આર્યા ની ઈચ્છા હતી..જેનાથી કોઈપણ ના જીતી શકે..કોઈપણ એનો મુકાબલો ના કરી શકે..જ્યારે જાહેર માં પીનલ ની શૈતાની તાકાત નો સામનો કરવામાં બધા નિષફળ જશે ત્યારે પોતે બધા ની સામે આવી છુપી રીતે વુડુ ડોલ ની ગરદન મરોડી પીનલ ની આત્મા ને મુક્ત. કરી ને એનો અંત કરશે..લોકો ને એવું લાગશે કે ડોકટર આર્યા એ પીનલ રૂપી શૈતાન નો મુકાબલો કરી એને માત કરી.

આ ઘટના બાદ લોકો વચ્ચે પોતાની વાહ વાહ થશે અને પોતે તૈયાર થયેલું કેમિકલ દુનિયાભર ના માફિયા ને વેચી ને પોતે લાખો ડોલર કમાઈ લેશે એ વાત માં કોઈ શંકા ને સ્થાન નહોતું..પણ કહેવાય છે ને શેર ના માથે સવાશેર હોય જ છે..ડોકટર આર્યા ઉર્ફ ડેવિલ રૂપી શેર નો મુકાબલો કરવા બબ્બર શેર એટલે કે અર્જુન આવી પહોંચ્યો હતો એ ડેવિલ ના ધ્યાન બહાર હતું.

***

અર્જુન અને બિરવા ડેવિલ હાઉસ પહોંચી ગયા હતા..બિરવા એ ત્યાંથી થોડે દુર એક્ટિવા ઉભું રાખ્યું અને અર્જુન ને પોતાની સાથે આવવા કહ્યું.

"બિરવા આ જગ્યા તો બહુ ખતરનાક લાગે છે..અત્યારે આ આખી હવેલી જાણે ભૂતાવળ હોય એવી લાગી રહી છે..અંદર થી અલગ અલગ અવાજો આવે છે..અને ઉપર પડછાયા પણ ઉડતાં દેખાય છે.."અર્જુને ચારે બાજુ અવલોકન કરી ને કહ્યું.

"હા અર્જુન ડેવિલ ખુબ જ ખતરનાક માણસ છે..એની આંખો માં મેં શૈતાન જોયો છે..એ મનુષ્ય રૂપ માં કોઈ હેવાન થી કમ નથી.."બિરવા એ ડોકટર આર્યા સાથે ની પોતાની પહેલી મુલાકાત પર થી કહ્યું.

"બિરવા ભગવાન કરે પીનલ હજુ સુધી સહી સલામત હોય..એકવાર હું અંદર ઘુસી જાઉં પછી એ શૈતાન ને જીવતો નહીં છોડું.."આવેશ માં આવી અર્જુને કહ્યું.

"સોરી.. અર્જુન આ મારા પાગલપન ના લીધે થયું છે..પીનલ ને કંઈપણ થઈ ગયું તો હું મારી જાત ને માફ નહીં કરી શકું..પ્લીઝ યાર મને માફ કરી દે.."ધીમા અવાજે અર્જુન સામે જોઈ હાથ જોડીને બિરવા એ કહ્યું.

"બિરવા તું બધું ભુલી જા..મને વિશ્વાસ છે પીનલ ને કંઈ થયું નહીં હોય..ચાલ હવે અંદર પ્રવેશવાનું આયોજન કરીએ"બિરવા ના જોડેલા હાથ પર પોતાનાં હાથ મુકીને અર્જુને કહ્યું.

અર્જુને પોતાને સંપૂર્ણ પણે માફ કરી દીધી છે એ સમજતાં બિરવા ને વધુ સમય ના લાગ્યું મનોમન પોતાના જીવ ના જોખમે પણ બિરવા ને કંઈપણ નહીં થવા દે એવો મક્કમ નિર્ધાર કરી બિરવા ડેવિલ હાઉસ તરફ આગળ વધી..અર્જુન પણ એની પાછળ પાછળ દોરવાયો.

ગેટ ખોલવાથી ઉત્તપન્ન થતો અવાજ ડેવિલ ને સાવચેત કરી મુકશે એ બિરવા જાણતી હતી એટલે અર્જુન તરફ જોઈ બિરવા બોલી..

"અર્જુન જો અંદર મુખ્ય કમ્પાઉન્ડ માં પ્રવેશવું હોય તો આ દીવાલ કુદી ને જ જવું પડશે..કેમકે આ લોખંડ નો ગેટ ખોલવાથી મોટો અવાજ પેદા થાય છે.."

બિરવા ની વાત સાંભળી અર્જુન દીવાલ ની નજીક ગયો..પહેલાં ટેકો આપી એને બિરવા ને ઉપર ચડાવી અને પછી પોતે કુદકો મારી દીવાલ ની ઉપર ચડી ગયો...થોડી જ વાર માં બંને બંગલા ના મુખ્ય કમ્પાઉન્ડ માં હતા.

અંદર પ્રવેશીને અર્જુને whatsup માં આ જગ્યા નું લોકેશન નાયક ને સેન્ડ કરી દીધું.પછી પીનલ ને બચાવવા ઉતાવળા પગલે એ બંગલા ના મુખ્ય દરવાજા તરફ આગળ વધ્યો..પણ જેવો એ મુખ્ય દરવાજા થી દસ બાર ડગલાં જ દૂર હતો ત્યાં એના શરીર ને એક જોરદાર ઝાટકો લાગ્યો અને એ હવામાં ઉછળીને દસ ફુટ દુર પડ્યો.

અર્જુન જોર થી પટકાયો હતો..એને પીઠ માં વાગ્યું પણ હતું..બિરવા દોડીને અર્જુન ની નજીક ગઈ અને અર્જુન ને ઉભો થવા માં મદદ કરી અને પૂછ્યું" અર્જુન શું થયું...?"

"ખબર નહીં શું થયું, પણ જેવો હું બંગલા ના મુખ્ય દરવાજા તરફ જવા નજીક પહોંચ્યો ત્યાં એક વીજળી ના ઝાટકા જેવું લાગ્યું અને કોઈ અજાણી શક્તિ ના જોરે હું અહીં ઉછળી પડ્યો.."અર્જુન ને વધુ સમજ ન પડતાં કહ્યું.

અર્જુન ની વાત સાંભળી બિરવા એ થોડું વિચાર્યું અને કંઈક યાદ આવતાં કહ્યું..

"અર્જુન ચોક્કસ ડેવિલે આ હવેલી ફરતે રક્ષા શક્તિ કવચ ની રચના કરી છે..ફીજી નામ ના દેશ માં એક ટાપુ પર વસતી આદિવાસી પ્રજા જોડે ડોકટર આર્યા આ વિધિ શીખેલા છે..એના વિશે એમના પુસ્તક માં ઉલ્લેખ છે..અર્જુન આ કવચ એમની ઈચ્છા વગર નહીં તુટે."

"બિરવા બીજી કોઈ રીતે અંદર નહીં જવાય..?"સવાલસુચક નજરે બિરવા સામે જોઈ અર્જુને કહ્યું.

"અર્જુન મારો અંદાજો છે ત્યાં સુધી આખા બંગલા ની ફરતે આ કવચ ની રચના કરવામાં આવી હતી..આ કવચ તોડ્યા વગર અંદર પ્રવેશવું ઇમ્પોસીબલ છે..અને.."આટલું બોલી બિરવા અટકી ગઈ.

"શું અને..આગળ બોલ ને બિરવા.."અર્જુને કહ્યું.

"અર્જુન પુસ્તક માં આ કવચ ની વાત તો કરી છે પણ એને કઈ રીતે તોડવું એનો લેશમાત્ર ઉલ્લેખ નથી..."નિરાશ સુરે બિરવા એ કહ્યું.

"તો શું હું પીનલ સુધી નહીં પહોંચી શકું" બિરવા ની વાત સાંભળી અર્જુન ના સ્વર માં ભારોભાર હતાશા ઉપસી આવી.

"અર્જુન તું ચીંતા ના કર..હું કંઈક રસ્તો શોધું છું અંદર પ્રવેશ કરવાનો..."બિરવા મક્કમતાથી બોલી.

***

To be continued.....

કઈ રીતે બિરવા અને અર્જુન કવચ તોડીને અંદર પ્રવેશ કરશે? અર્જુન પીનલ ને સહી સલામત બચાવી શકશે? ડેવિલ પોતાના શૈતાની મનસૂબા પુરા કરી શકશે? અર્જુન અને ડેવિલ વચ્ચે ની જંગ માં કોની જીત થશે?...જાણવા માટે વાંચતા રહો ડેવિલ એક શૈતાન..નવો ભાગ આવતા સપ્તાહે..!!

આ નોવેલ ને આટલો બધો પ્રેમ અને સહકાર આપવા માટે આપ સૌ નો ખુબ ખુબ ધન્યવાદ...આપના આ પ્રેમ ના લીધે જ હું આટલું સુંદર લખવા પ્રેરાયો..આપ પણ તમારા અભિપ્રાય મારા whatsup નમ્બર 8733097096 પર આપી શકો છો.!!

ઓથર :- જતીન. આર. પટેલ