The Author Disha અનુસરો Current Read ડણક ૪ By Disha ગુજરાતી જાસૂસી વાર્તા Share Facebook Twitter Whatsapp Featured Books ક્ષમા વીરસ્ય ભુશણમ क्षमा बलमशक्तानाम् शक्तानाम् भूषणम् क्षमा। क्षमा वशीकृते... ભીતરમન - 56 હું કોઈ બહુ જ મોટા પ્રસંગની મજા લેતો હોઉ એવો મારો આજનો જન્મદ... તારી પીડાનો હું અનુભવી - ભાગ 20 આટલું બોલતા જ મિરાજ ભાંગી પડ્યો. એના ગળે ડૂમો ભરાઈ ગયો હતો.... રાણીની હવેલી - 5 નૈતિકા ઘરે એકલી હતી. રાત્રીનો સમય હતો. મયંક હજી સુધી ઘરે આવ્... ભાગવત રહસ્ય - 115 ભાગવત રહસ્ય-૧૧૫ બીજા સાથે અસૂયા (ઈર્ષા) કરનારને શાંતિ મળતી... શ્રેણી વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ ક્રાઇમ વાર્તા નવલકથા Disha દ્વારા ગુજરાતી જાસૂસી વાર્તા કુલ એપિસોડ્સ : 22 શેયર કરો ડણક ૪ (210) 4k 6.4k 8 ડણકA Story Of Revenge.ભાગ:-4(ઝરખ ના હિંસક ટોળાં નો શિકાર કર્યા બાદ કાના આહીર નું નામ આજુબાજુ ના સમગ્ર પંથક માં જાણીતું થઈ જાય છે. પોતાનાં ગામ ની સૌથી વધુ સ્વરૂપવાન યુવતી હિરલ ને સહેજ પણ ભાવ ના આપતો કાનો મેળા માં એક યુવતી પાછળ ઘેલો બને છે. પ્રથમ મુલાકાત માં કિસા ગામ ની સેજલ નામ ની એ યુવતી જોડે થોડી તું તું મેં મેં થાય છે.. પણ કાનો એને જ પોતાની પત્ની બનાવવાની ગાંઠ વાળી ચુક્યો હોય છે.. હવે વાંચો આગળ)શ્રાવણ મહિનો તો પૂર્ણતા ના આરે જ હતો અને પછી જેમ તેમ કરી ભાદરવો મહિનો પણ બેસી ગયો.. ખેતી નો સમયગાળો હોવાથી કાના જોડે સેજલ ને યાદ કરવાનો સમય નહોતો રહેતો. પણ જ્યારે જ્યારે કોઈપણ સુંદર વસ્તુ એની નજરે ચડતી ત્યારે એની સરખામણી સેજલ સાથે કર્યા વગર કાનો રહી શકતો નહીં.. જેમકે.. વરસાદ ની બુંદો નો અવાજ એને સેજલ ની પાયલ ના અવાજ જેવો લાગતો, ક્યારેક કોઈ પંખી ટહુકતું તો એને સેજલ નો સુંદર મધ નીતરતો અવાજ કાને પડઘાતો હોય એવી અનુભૂતિ થતી. મેઘધનુષ ના રંગો ને સેજલ ના વસ્ત્રો સાથે સરખાવતો તો કાળી વાદળી ને એની કાળી ભમરીયાળી આંખો સાથે.. વીજ નો ચમકારો એને સેજલ ના તીખા ગુસ્સા ની યાદ અપાવી જતો. એક રીતે કહી એ તો કાનો સેજલમય બની ગયો હતો. આમ ને આમ ભાદરવો મહિનો પણ વીતી ગયો અને આસો મહિના ની માં ની રુડી નવલી નવરાત્રી નો પણ અંત થઈ ચૂક્યો હતો.. હવે આવવાની હતી શરદ પૂનમ. બસ આ એ દિવસ હતો જ્યારે કાનો એની સેજલ ના દર્શન કરવા કિસા જવાનો હતો. શરદ પુનમ ના દિવસે કિસા ગામ માં માં ખોડિયાર ના મંદિરે ગરબા નું આયોજન થતું.. એમાં આજુબાજુ ના ગામ માં થી પણ લોકો ગરબે ઘુમવા આવતાં. કાનો પણ ગાભુ ને લઈને કિસા પહોંચી ગયો હતો. કિસા ગામ એટલે કાના ના ખાસ મિત્ર બનેલાં વિરજી નું ગામ. અને વિરજી એટલે કિસા ના સરપંચ લીલા બેન નો દીકરો.. એટલે વિરજી ની જોડે કાનો અને ગાભુ ને તો જાણે મોટા વી. આઈ. પી માણહ હોય એવું આતિથ્ય મળ્યું હતું. સાંજે જમવામાં પણ લીલાબેને પોતાનાં હાથે કાના અને ગાભુ માટે રોટલો, રીંગણ નો ઓરો, સેવ ટામેટા નું શાક, સુખડી અને કોબીજ નું કચુંબર સાંજ ના વાળું માટે બનાવ્યું. આ ઉપરાંત જોડે આથેલા મરચાં, અથાણું અને માખણ તો ખરું જ.. લીલાબેન ના હાથનું જમવાનું અને એમનો પ્રેમભાવ જોઈને કાના ને પોતાની સ્વર્ગસ્થ માં ની યાદ આવી ગઈ. જમ્યા પછી જ્યારે કાનો, ગાભુ વિરજી અને લીલાબેન સાથે બેસીને વાતચીત કરી રહ્યાં હતાં.. વાતવાત માં લીલાબેન એ કાના ના પરિવાર ના ખબર અંતર પૂછયા.. એમાં જ્યારે માતા પિતા શું કરે છે? એવો સવાલ કર્યો ત્યારે કાના ની આંખો ઉભરાઈ આવી અને એ રડમસ અવાજે બોલ્યો. "હું નાનો હતો ત્યારે જ મારા માતા પિતા મૃત્યુ પામ્યાં હતાં.. હું આજે પણ એમનાં પ્રેમ ને પ્રાપ્ત ના કરી શકવા બદલ મારી જાત ને અભાગી સમજુ છું.. ""દીકરા આમ દુઃખી ના થા.. ભગવાન ને જે ગમ્યું એ ખરું.. અને તું ચિંતા ના કર હું છું ને તારી માં "કાના ના માથે હાથ ફેરવીને લીલાબેને હેત થી કહ્યું. લીલાબેન નો પ્રેમ જોઈ કાનો રડી પડ્યો અને રડતાં રડતાં બોલ્યો.. "તો શું હું તમને માં કહી શકું.. ""કેમ નહીં દીકરા, તારા જેવો સાહસિક અને ગુણી દીકરા ની માં થવું કોને ના ગમે? મારા માટે તો હવે તું અને વિરજી એક સરખા.. "લીલાબેને કાના નાં આંસુ લૂછીને કહ્યું. ભાઈ જેવો વિરજી રૂપે મિત્ર અને એક માં ના રૂપ માં લીલાબેન ને મેળવી કાના નું કિસા ગામ માં આવવાનું કારણ હજુપણ સાર્થક થયું ન હોવા છતાં પણ સાર્થક થઈ ગયું હોય એવી લાગણી એ અનુભવી રહ્યો હતો. થોડો સમય વાતો ના વડા કર્યા બાદ લીલાબેન ના આશીર્વાદ લઈ વિરજી, કાનો અને ગાભુ નીકળી પડ્યાં નવરાત્રી મહોત્સવ માં ભાગ લેવા માટે. કાના ને ખબર હતી કે ત્યાં પોતાની મન ની ચોર સેજલ સાથે ભેટો અવશ્ય થવાનો. કાના એ જઈને જોયું તો ખોડિયાર માં ના મંદિર ને રોશની અને ફૂલો થી સુશોભિત કરવામાં આવ્યું હતું.. ભાતીગળ રંગ માં રંગાયેલી ઘણી યુવતી અને યુવકો ના ટોળાં ત્યાં હાજર હતાં. દરેક ખેલૈયા પોતપોતાની રીતે તૈયાર થઈને આવ્યાં હતાં. જોબન છલકાતી યુવતીઓ ને જોઈને હૃદય ની ગતિ ક્યારેક વધી જતી તો ક્યારેક સાવ અટકી જતી. કાના ની નજર તો શોધી રહી હતી સેજલ ને.. !!"કાના ભાઈ દેખાતાં નથી ભાભી ક્યાંય?" ગાભુ એ કાના ના કાન માં ધીરે થી કહ્યું. "હા ગાભુ હું પણ એને જ શોધી રહ્યો છું.. આટઆટલી સૌંદર્ય ની પ્રતિમા સમી યુવતી વચ્ચે મારી નજર હજુ એ સૌંદર્ય ની દેવી ને જ ખોળી રહી છે.. "કાના એ પણ ગાભુ ને વાત સાંભળી કહ્યું. થોડો સમય વીત્યો એટલા માં અચાનક કાના નું કેડિયું ખેંચી ગાભુ એ કહ્યું.. "કાના ભાઈ.. આ બાજુ તો નજર કરો.. . "ગાભુ ની વાત સાંભળી કાના એ નજર ઘુમાવી.. સામે થી સેજલ આવી રહી હતી. જોડે મેળા માં એની જોડે આવનારી પેલી બે યુવતીઓ રેખા અને મીના પણ એની સાથે હાજર હતી.. આસમાની અને કાળા રંગ ની આભલા અને ટીલડી જડિત ચણિયાચોળી અને પગ માં મોજડી પહેરી લચકાતી ચાલે આવી રહેલી સેજલ ને જોઈ કાનો તો મંત્રમુગ્ધ બની ને એને નિહાળી જ રહ્યો. "હો.. પૂનમની પ્યારી પ્યારી રાતમારી પ્રિતમ સાથે છે મુલાકાત, આજ તું ના જાતી…ના જાતી… ના જાતી…હો.. પૂનમની પ્યારી પ્યારી રાત ના જાતી…ચમકે છે નભમાં જેટલાં તારા, સપનાં તે એટલાં મનમાંઆજની આ પૂનમ છે જેવી રૂપાળી, એવું જ રૂપ મારા તનમાંજોજે થાયે ન આજે પ્રભાત, મારી પ્રિતમ સાથે છે મુલાકાતઆજ તું ના જાતી…ના જાતી… ના જાતી…હો.. પૂનમની પ્યારી પ્યારી રાત ના જાતી…"તાલબદ્ધ રીતે ગરબા ના તાલે તાલે બધાં ખેલૈયાઓ અત્યારે ગરબા ની રમઝટ માણી રહ્યાં હતાં.. એકપછી એક નવા નવા ગરબાની સાથે રાત વધુ ખીલી રહી હતી. ગરબે ઘુમતી સેજલ નું ઉલાળા મારતું યૌવન જાણે કે વાતાવરણ ને આગ લગાવી રહ્યું હોય એમ બધાં યુવકો ના ધ્યાન નું કેન્દ્ર બન્યું હતું. સેજલ પણ આજે મનભરી ને નવરાત્રી માણવાની ધૂન માં હતી. એને વિરજી જોડે ઊભેલાં કાના ને જોયો પછી તો એ જાણે વધુ મસ્તી અને અદા થી ગરબે ઘુમી રહી હતી. એ કાના ની નજર માં પોતે ચડિયાતી છે એવું જાહેર કરવા માંગતી હતી. કાનો પણ પછી રાસ માં જોડાઈ ગયો.. સુંદર સુરાવલી સાથે રાસ નો રંગ પણ હવે બરાબર જામ્યો હતો. પરસેવા થી ભીંજાતા દેહ અને નજરો ના ઈશારા ના ખેલ ગરબે ઘુમતાં યુવાન હૈયાઓ ને વધુ હિલોળે ચડાવી રહ્યાં હતાં. સેજલ જ્યારે પણ કાના ની સામે આવતી ત્યારે કાના ના દાંડિયા જોડે પોતાનો દાંડીયો ગુસ્સા માં એવી રીતે અફડાવતી જાણે કે હમણાં એ કાના નો હાથ તોડી દેવાની ના હોય.. એની આ બાળસહજ હરકત કાના ના દિલ ને વધુ ઘાયલ કરી જતી. આખરે ગરબા અને રાસ ની રમઝટ અટકી અને ત્યાં લગાવેલાં લાઉડ સ્પીકર પર ગરબા નાં મુખ્ય આયોજક છગન ભાઈ સવસાણી એ જાહેરાત કરી.. "આજે માં ખોડિયાર નાં આંગણે આપ સૌ ખેલૈયાઓ જે રીતે મન મૂકી ને ગરબે ઘુમવાનો આનંદ લઈને અમારા આયોજન ની શોભા વધારી એ બદલ આપ સૌ નો ખુબ ખુબ આભાર.. આજુ બાજુ ના ગામ માં થી પણ જે લોકો અહીં પધાર્યા છે એમને પણ અમારું આતિથ્ય અને આયોજન ગમ્યું હોય એવી આશા.. !! હવે સૌથી મહત્વ ની જાહેરાત કરવાની છે. ""જે લોકો પહેલાં પણ કિસા માં શરદ પૂર્ણિમા નાં ગરબા માં આવ્યા હોય એ લોકો તો જાણતાં જ હશે કે આપણે દર વર્ષે છેલ્લે યુવક અને યુવતી ઓ વચ્ચે ગરબા ની અનોખી પ્રતિયોગીતા નું આયોજન કરતાં હોઈએ છીએ.. જેમાં યુવતી ઓ ને ગરબે રમવાનું હોય છે અને યુવકો એ ઢોલ ને પોતાનાં હાથ વડે તાલ દેવાનો. ""યુવતીઓ અને સ્ત્રીઓ વચ્ચે ની ગરબાની સ્પર્ધા માં જે વિજેતા બને એનાં માટે પુરુષો અને યુવકો વચ્ચે ની સ્પર્ધા માં વિજેતા બનેલ સ્પર્ધક ઢોલ વગાડશે.. એમાં જે પહેલાં થાકી જાય એ હારી ગયેલ ગણાશે અને જીતનાર ને યોગ્ય ઇનામ આપી નવાજવામાં આવશે.. "છગનભાઇ ની જાહેરાત ને બધાં એ પ્રેમ થી તાળીઓ અને ચિચિયારીઓ પાડી વધાવી લીધી.. આ સ્પર્ધા માં ભાગ લેવા અને એને જોવા માટે જ ખાસ આજુબાજુ ના ગામ માં થી ઘણા યુવકો અને યુવતી ઓ આવતાં. "શરદ પુનમ ની રાતડી રંગ ડોલરિયોમાતાજી રમવા દો ને રંગ ડોલરિયોરમી ભમી ને આવીયા રંગ ડોલરિયોમાતાજી જમવા દો ને રંગ ડોલરિયોમાતા યે પિરસી લાપસી રંગ ડોલરિયોમાયે પરીયે ઢળાવ્યાં ઘી ને રંગ ડોલરિયોમાતા યે ગુંથ્યા માથડાં રંગ ડોલરિયોમાતાયે ઘડયાં ઢોલિયા રંગ ડોલરિયોઓશીકે નાગરવેલ રે રંગ ડોલરિયોશરદ પુનમ ની રાતડી રંગ ડોલરિયો "સૌપ્રથમ સ્ત્રીઓ અને યુવતીઓ વચ્ચે ગરબા ની સ્પર્ધા થશે એવું જાહેર થતાં ઇચ્છુક યુવતીઓ અને સ્ત્રીઓ ગરબા ની લાઈન માં જોડાઈ ગઈ. ઘંટવાળ, રાવટા, કિસા, કંકઈ, જાવંત્રી વગેરે ગામ ની કુલ મળીને પચાસેક મહિલા સ્પર્ધકો આ ગરબા ની સ્પર્ધા માં જોડાઈ હતી. સૌપ્રથમ સાદા ગરબા, પછી હિંચ, દોઢીયું, ત્રણ તાળી જેવા અલગ અલગ પ્રકાર ના ગરબા ની રીતો પર બધી મહિલા સ્પર્ધકો મન મૂકી ને નાચી.. છેલ્લે હવે વધ્યા હતી ફક્ત ત્રણ યુવતીઓ જેમાં જાવંત્રી ગામ ની પ્રીતિ, ઘંટવાળ ની વિદ્યા અને ત્રણ વર્ષ થી આ સ્પર્ધા માં જીત મેળવતી સેજલ નો સમાવેશ થતો હતો.. પરસેવે ભીંજાયેલા સમગ્ર શરીર અને ભારે થઈ ગયેલાં શ્વાસોશ્વાસ સાથે ત્રણેય યુવતીઓ ઘણો સમય ગરબે ઘુમી પણ આખરે બધા ની અપેક્ષા પ્રમાણે વિદ્યા અને પ્રીતિ એ હાર સ્વીકારી લેતાં સેજલ ના શિરે વિજેતા નો કળશ ઢોળાયો. આ તરફ પુરુષો માં કાનો વિજેતા બન્યો.. મહિલા સ્પર્ધકો કરતાં પુરુષ સ્પર્ધકો ની સંખ્યા અડધી હતી કેમકે મોટાભાગ ની સ્ત્રીઓ ને ગરબે રમતાં આવડે પણ દરેક પુરુષ ને ઢોલ વગાડતાં ના આવડે.. છતાંપણ જે પંદર જેટલાં યુવકો એ સ્પર્ધા માં હતાં એમની થોડી ઘણી ટક્કર કાના ને આપી પણ ચામડા ના બનેલાં ઢોલ ના પડદા પર થાપ આપવું બધાં માટે કાના જેટલું આસાન નહોતું. છેલ્લે વધ્યા હતાં કાનો અને સેજલ. કાનો જ્યારે ઢોલ વગાડવા ની સ્પર્ધા માં જોડાયો ત્યારે સેજલ ને એવો સહેજ પણ અંદેશો નહોતો કે કાનો આમ સાવ સરળતા થી વિજયી થશે. પણ હવે કાનો જ પોતાનો પ્રતિસ્પર્ધી છે એ જાણ્યાં પછી સેજલ ને વધુ ચાનક ચડી.. પોતે કાના કરતાં વધુ ચડિયાતી છે એવું સેજલ સાબિત કરવા માંગતી હતી. "વિરજી ભાઈ હવે તો કાનો ભાઈ જ જીતશે એ પાકું.. "ગાભુ એ પોતાની જોડે ઊભેલાં વિરજી ને કહ્યું. "ભાઈ આ સેજલ ને તું ઓળખતો નથી લાગતો.. બહુ જક્કી છે.. પોતાના મન નું ધાર્યું જ કરે છે.. શ્વાસ અટકી જશે.. જીવ જતો રહેશે પણ એ કાના સામે હાર નહીં સ્વીકારે.. "સેજલ થી પરિચિત એવાં વિરજી એ કહ્યું. "ભાઈ ઓળખું છું એટલે જ કહું છું કે કાનો ભાઈ જ હવે જીતશે.. "ગાભુ એ કહ્યું. "તું સેજલ ને ઓળખે છે.. ? કઈ રીતે?.. "ચહેરા પર આશ્ચર્ય ના ભાવ સાથે વિરજી એ પૂછ્યું. મેળામાં કાના ને સેજલ નું ગમી જવું અને પછી કઈ રીતે એમની મુલાકાત થઈ એ બધું ગાભુ એ ટૂંક માં વિરજી ને જણાવ્યું. વિરજી તો ગાભુ ની વાત સાંભળી ઘડીભર માટે તો આભો જ બની ગયો. "એનો મતલબ તું અને કાનો સેજલ ને જોવા જ કિસા ગરબા માં આવ્યાં હતાં એમને.. પણ આજે તો કાનો અને સેજલ સામેસામે એકબીજાના પ્રતિસ્પર્ધી છે.. એક તો એમનાં વચ્ચે મનમેળ તો હતો જ નહીં અને હવે નફરત વધી જશે આજ ની રાત પછી એ પાકું છે.. તો કાના ની વાત કઈ રીતે આગળ વધશે એજ સમજાતું નથી.. "ચિંતાતુર સ્વરે વિરજી બોલ્યો. "ભાઈ બહુ ચિંતા ન કરીશ.. ભોલેનાથ એ પહેલી મુલાકાત કરાવી હતી અને માં ખોડિયાર હવે બીજી મુલાકાત કરાવી રહ્યાં છે એનો મતલબ કંઈક તો કારણ હશે.. જોઈએ આગળ જે થવાનું હશે એ થશે.. પણ જે થાય એ સારું થાય.. "ગાભુ એ કહ્યું. છેલ્લે એક હાથ માં કાના નો હાથ અને બીજા હાથ માં સેજલ નો હાથ પકડી છગનભાઈ એ માઈક હાથ માં લઈ જાહેરાત કરી.. "તો તમારી સૌ ની સામે હાજર છે આજ ની આ શરદપૂર્ણિમા ની સ્પર્ધા ના અંતિમ પ્રતિસ્પર્ધી ઓ જેમાં સેજલ અમારા ગામ ની દીકરી છે જ્યારે આ યુવક નું નામ ... !!"***પોતે જે યુવક ને નફરત કરે છે એ જ કાનો આહીર છે એ હકીકત જાણ્યાં પછી સેજલ ના મન માં કેવાં વિચારો પેદા થશે?... આ સ્પર્ધા માં કોણ વિજેતા બનશે?... કાના અને સેજલ નો પ્રેમ સાકાર થશે કે નહીં.. ? એ જાણવા વાંચતા રહો.. પ્રેમ અને બદલા ની સુંદર રચના... ડણક :A Story Of Revange.. !!લેખક:- દિશા પટેલ ‹ પાછળનું પ્રકરણડણક ૩ › આગળનું પ્રકરણ ડણક ૫ Download Our App