Hello and welcome guys to the second part of destiny....Firstly many many thanks to them who show me my mistakes.One is Author Parth Toroneel and second is Mr.K...and also I would like to thank you all for your precious ratings and yeah also one that backseat driver of my story ,the person who found so many mistakes so that just gave 0.5 star...I really wish she could give me no star ..And sorry for coming late with another part..hope u enjoy this part thank u..
(આગળ ના ભાગ માં જોયું તેમ ઝોયા ને કોઈ મારવાની ટ્રાય કરે છે પણ કુનાલ તેને બચાવી લે છે અને ઝોયા ના અબ્બુ ને કોઈ કોલ પર ધમકી આપે છે હવે આગળ.)
*2 વર્ષ પહેલા*
સિદ્દીકી ઈન્ડસ્ટ્રીઝ જેના મલિક છે ઝોયા ના અબ્બુ વસીમ સિદ્દીકી એ પોતાની બ્લેક BMW માં સિદ્દીકી ઇન્ડસ્ટ્રીઝ માં આવે છે અને આવતાની સાથે જ કોન્ફરન્સ રૂમ માં પ્રવેશે છે જ્યાં આજે એક ખુબ જ અગત્ય ની મિટિંગ થવાની છે. વસીમ કોન્ફરન્સ રૂમ માં પહોંચતા ની સાથે જ રેહાન ને બોલાવે છે આજ
નું પ્રેસેંટેશન જોવા માટે કે બરાબર છે કે નઈ!
સિદ્દીકી ઇન્ડસ્ટ્રીઝ એ બિલ્ડરો ને કન્સ્ટ્રક્સન માટે ની જરૂરી સામગ્રી જેમ કે સિમેન્ટ અને બીજું પણ ઘણું બધું પૂરું પાડે છે અને એ પણ સારી ગુણવત્તા સાથે અને વ્યાજબી ભાવે. જેમાં આજે શમશેર સિંહ કે જે શહેર ના ખુબજ મોટા બિલ્ડર ગણાય છે અને જેમને હમણાં છ સાત દિવસ પહેલા જ ગવર્મેન્ટ દ્વારા બહાર પડાયેલ ટેન્ડર "ગરીબ નિવાસ યોજના" મેળવ્યું છે. જેના ૫૦૦ ઘર ની સ્કીમ બનાવવા નો કોન્ટ્રાકટ તેમને મળ્યો છે અને આજે એના માટે જરૂરી માલ સમાન ની ખરીદી અને તેની ગુણવત્તા બાબત ની જ મિટિંગ છે.
એકદમ પરફેક્ટ ટાઈમ પર એક સફેદ ઓડી અને એક બ્રાઉન સ્કોર્પિઓ સિદ્દીકી ઈંડસ્ટ્રીઝ માં પ્રવેશે છે અને તેમાં થી જે સફેદ ઓડી હતી તેનો ડ્રાઈવર કાર પાર્ક કરી ને ફટાફટ પાછળ ની સીટ નો દરવાજો ખોલે છે અને તેમાં થી એક બ્લેક બ્લેઝર સાથે બ્લેક ગોગલ્સ પહેરેલ એક આશરે ૩૮-૪૦ વર્ષ નો વ્યક્તિ ઉતરે છે અને પોતાના ગોગલ્સ ઉતારી ને પોતાની મૂછો ને વળ આપી ને રુઆબ સાથે આગળ વધે છે અને સાથે તેમનો ૨૦% નો પાર્ટનર અને તેમનો મિત્ર બ્રાઉન સ્કોર્પિઓ માંથી ઉતરે છે જે આશરે ૨૮-૩૦ વર્ષ નો લાગે છે અને તેને એકદમ સાદા ફોર્મલ કહી શકાય તેવા કપડાં પહેર્યા છે ક્રીમ ટીશર્ટ અને બ્લેક ફોર્મલ પેન્ટ અને પગ માં સ્પોર્ટ શૂઝ. જે દેખાવ માં જરાય અભિમાન વગર નો અને સાદો વ્યક્તિ દેખાય છે. એ આવતા ની સાથે જ સમશેર સિંહ લિફ્ટ તરફ આગળ વધે છે અને લિફ્ટ માં જઈ ફિફ્થ ફ્લોર નું બટન પ્રેસ કરે છે જ્યાં મિટિંગ થવાની છે.
ઉપર પહોંચતા ની સાથે જ વસીમ તેમનું ઉષ્મા ભર્યું સ્વાગત કરે છે અને કહે છે" વેલકમ ટુ ધી સિદ્દીકી ઇન્ડસ્ટ્રીઝ". અને તે સાથે જ બધા કોન્ફરન્સ રૂમ માં પ્રવેશ કરે છે. વસીમ એમને થોડા સમય માટે વાતો માં ઉલજાવી રાખવાનો પ્રયાસ કરે છે પરંતુ થોડી વાર આમ તેમ વાતો કર્યા બાદ સમશેર સિંહ કહે છે "હવે મુખ્ય વાત પર આવીએ જેના માટે આજ ની મિટિંગ ગોઠવેલ છે".
ત્યારે વસીમ તેમને રિકવેસ્ટ કરતા કહે છે કે "હજી આજ ની મિટિંગ નો મેઈન વ્યક્તિ જ નથી આવ્યો જેને આજ નું પ્રેસેંટેશન તૈયાર કર્યું છે ". આટલું કહી ને વસીમ થોડી વાર રોકાય છે સમશેર સિંહ અને તેમના પાર્ટનર સુશાંત ના ચહેરા ના હાવભાવ જોવા માટે. જેમાં સમશેર સિંહ ના ચહેરા પર થોડા ગુસ્સા તેમજ કંટાળાજનક ભાવ જોવા મળે છે અને સુશાંત ના ચહેરા પર તેના નામ મુજબ જ એકદમ શાંત હાવભાવ જોવા મળે છે. આ જોઈને વસીમ વાત ને થોડી સુધારતા તેમજ આગળ વધારતા કહે છે "લક્ષ્ય અમારો હમણાં જ થોડા દિવસો પહેલા જ જોઈન થયેલો નવો પ્રેસેંટેશન હેડ છે તેમજ તેનું ઘર અહીંયા થી ખુબ જ દૂર છે તેથી તેને કદાચ આવવા માં મોડું થયું હોય તેવું લાગે છે ".
અને એટલા માં જ કોન્ફરન્સ રૂમ નો દરવાજો ખુલે છે અને બધા નું ધ્યાન એ બાજુ જાય છે. રૂમ માં એક ૨૫-૨૬ વર્ષ નો બેબી પિન્ક કલર નું ફુલ સ્લીવ્સ નું ટીશર્ટ અને બ્લુ કલર નું નેરો જિન્સ પહેરેલ વ્યક્તિ દાખલ થાય છે જેનો દેખાવ અને પર્સનાલિટી કોઈનું પણ ધ્યાન ખેંચી શકે તેવી છે. તેના આવતા જ વસીમ પોતાની ચેર માં થી ઉભા થઇ જાય છે જાણે કે તેનું સન્માન સાથે સ્વાગત કરતા હોય. આ જોઈ રેહાન સહીત બધા ને થોડું વિચિત્ર લાગે છે. રેહાન વિચારે છે કે" સર ના મન માં જરૂર કૈક છે જે આ વખતે તેમને મને નથી કીધું અને આ લક્ષ્ય કોણ છે? મેં તો ક્યારેય આને ઓફીસ માં જોયો નથી અને આ પ્રેસેંટેશન તો મેં તૈયાર કર્યું છે તો પછી સર એ લક્ષ્ય નું નામ કેમ આપ્યું? આવા કેટલાય પ્રશ્નો રેહાન ના મન માં ઉદ્ભવે છે.પરંતુ તેને વસીમ પર પૂર્ણ ભરોષો હતો તેથી તે આગળ વિચાર કરવાનું બંધ કરી મિટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
વસીમ પેલા નવા આવેલ વ્યક્તિ ની ઓળખાણ લક્ષ્ય તરીકે આપે છે.અને કહે છે કે આ જ છે જેની આપણે સૌ રાહ જોતા હતા અને તે સાથે જ તે એક રહસ્યમય સ્મિત સાથે પોતાની ચેર માં બેસે છે જે રેહાન સિવાય કોઈના ધ્યાન માં નથી આવતું. આ બાજુ સમશેર સિંહ પણ વિચાર માં પડી જાય છે કે આને ક્યાંક જોયેલો હોય તેવું કેમ લાગે છે પરંતુ બહુ જોર કર્યા બાદ પણ યાદ ન આવતા મિટિંગ માં ધ્યાન કેન્દ્રિત કરે છે તે વાત લક્ષ્ય તથા વસીમ થી છુપી નથી રહેતી.
શું પરિણામ આવશે આ મિટિંગ નું ?એક ગહેરી દોસ્તી કે ક્યારેય ના ભુલાવી શકાય તેવી દુશ્મની? અને કોણ છે આ લક્ષ્ય? વસીમ નો ઈરાદો શું છે લક્ષ્ય ને બોલવા પાછળ નો ?શું અહીંયા થી જ વસીમ ને આવનાર ધમકીભર્યા કોલ ની શરૂઆત થશે જાણવા માટે વાંચો Destiny Part 3.... અને હા જેને પણ Destiny Part 1 ના વાંચ્યો હોય તેને વાંચવા વિનંતી ....
સોરી આ બીજા પાર્ટ માટે આટલું વેઇટ કરાવવા માટે ...મને સ્ટોરી લખવાનો ટાઈમ ઓછો મળે છે મારા સ્ટડી ના કારણે અને અગેઇન હું એક પ્રોફેશનલ લેખક નથી માટે પ્લીસ સપોર્ટ કરજો આ મારી પહેલી જ શોર્ટ સ્ટોરી છે આની પહેલા મેં ક્યારેય એક ડાયરી પણ નથી લખી....So your rates and reviews are very precious for me so keep reading and also give rates to it thank you all once again...I will come soon with third part of the story Till then keep reading keep loving bye bye and take care.....