Destiny Part 3 Anika દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Destiny Part 3

Hii friends હું તમારા Destiny Part 2 ના રિવ્યુઝ જાણ્યા વિના જ સ્ટોરી આગળ વધારી રહી છું. આશા રાખું છું કે તમને Destiny Part 2 ગમ્યો હશે.તમે મને મેસેજ દ્વારા તમારા રિવ્યુઝ જણાવી શકો છો.આશા રાખું છું કે તમને આ પાર્ટ પણ ગમશે અને મારી સ્ટોરી સબમિટ કરાવ્યા પછી પણ એક વીક જેટલો સમય લાગે છે એને પબ્લિશ થવા માં તો લેટ આવવા બદલ હું દિલગીર છું. 


  




                    (આગળ તમે જોયું કે કોઈ ઝોયા ને પીકનીક માં ધક્કો મારી ને પહાડ પર થી નીચે પાડવાની કોશિશ કરે છે પણ કુનાલ ના આવી જવા થી તે બચી જાય છે અને બીજી બાજુ તેના અબ્બુ ને પણ ધમકીભર્યા ફોન કોલ્સ આવે છે.અને આગળ તમે Destiny part 2 માં ૨ વર્ષ પહેલા મિટિંગ નો માહોલ જોયો. તેમાં વસીમ કોઈ નવા પ્રેસેંટેશન હેડ તરીકે લક્ષ્ય ને ઈન્ટ્રોડયુઝ કરાવે છે જેને રેહાન પણ નથી જાણતો.......તો કોણ છે આ લક્ષ્ય અને વસીમ કેમ તેને કંપની માં લાવ્યા છે...જોઈએ હવે આગળ...)



                      લક્ષ્ય પ્રોજેક્ટર તરફ આગળ વધે છે અને પ્રોજેક્ટર ઓન કરી પ્રેઝન્ટેશન ચાલુ કરે છે જે રેહાને તૈયાર કર્યું હતું. પ્રોજેક્ટર પર ધીરે ધીરે સિદ્દીકી ઇન્ડસ્ટ્રીઝ જે મટીરીઅલ્સ નું સેલિંગ કરે છે તે આવવા માંડ્યું છે. જે એકદમ ઉચ્ચ ગુણવત્તા ધરાવતું મટીરીઅલ્સ છે પરંતુ સમશેર સિંહ ના હાવભાવ પર થી એવું લાગી રહ્યું હતું કે તેમને આમાં જરાયે રસ નથી. આમ કરતા પ્રેઝન્ટેશન પૂરું થાય છે પણ સમશેર સિંહ તેમની પસંદગી જણાવતા નથી કે તેમનો ઓર્ડર પણ લખાવતા નથી. આ જોઈ રેહાન ને થોડું અચરજ થાય છે અને તે વસીમ ના ચહેરા સામે જોવે છે પરંતુ વસીમ ના ચહેરા પર તો હજી પેલું રહસ્યમય સ્મિત જ ફરકી રહ્યું છે. જે રેહાન ને વધુ આશ્ચર્ય માં મૂકે છે.


              લક્ષ્ય તથા વસીમ એક બીજા ને આંખો થી ઈશારા કરી કઈ નક્કી કરે છે જે એ બે સિવાય બધા ના ધ્યાન બહાર જાય છે. 

 વસીમ :તમને અમારું મટીરીઅલ્સ પસંદ ના આવ્યું? કે પછી બીજી કોઈ વાત છે? તમે અમને નિઃસંકોચ જણાવી શકો છો. 

 
 
શમશેર સિંહ: એ બધી વાત મુકો બાજુ પર..... આ તો બધું મટીરીઅલ્સ આપણા જેવા અમીર લોકો ના વૈભવી બઁગલા બનાવવા માટે વપરાય. આવા અભણ અને અંગૂઠાછાપ લોકો માટે નઈ કે જેમને આની સાચી કિંમત પણ નથી ખબર અને જેમને તો આ મકાન સાવ મામુલી ભાવે મળી જવાના છે.
 
 
 
 
 વસીમ: મતલબ! તમે કહેવા શું માંગો છો સમશેર સિંહ? હું કઈ સમજ્યો નઈ.(વસીમ થોડા અવઢવ માં હોય તેવા હાવભાવ આપે છે.) 




 શમશેર સિંહ: અરે વસીમ સાહેબ એમાં ના સમજવા જેવું શું છે? પણ આતો તમે રહ્યા સીધા માણસ એટલે તમને નહિ સમજાયું હોય. 
  મારો સીધો અને સરળ કહેવાનો આશય એ છે કે તમારી કંપની નો જે એકદમ સસ્તો અને પડતર માલ હોય એ અમને વ્યાજબી ભાવે આપી દો. 
 
 (રેહાન તો આ બધું જોઈ ને ખુબ જ આશ્ચર્ય માં મુકાઈ જાય છે કારણકે તેને તો આવું ક્યારેય જોયું જ નહોતું ના તો એકેય મિટિંગ માં ના તો એકેય ડીલ માં....). 



  (વસીમ ચેર પર થી ઉભા થઇ જાય છે અને તે જોઈ ને રેહાન પણ ઉભો થઇ જાય છે.)
 
વસીમ: આ તમે શું કહી રહ્યા છો શમશેર સિંહ? આવું કેવી રીતે શક્ય બની શકે? અને એવા મટીરીઅલ્સ ના ઘર બનાવો તમે તો એ તો એક કે બે વર્ષ માં જ પાયમાલ થઇ જાય ખુદા ના ખાસ્તા જો વધુ વરસાદ આવે અથવા ધરતીકંપ આવે તો.
 
શમશેર સિંહ: હા.... વસીમ સાહેબ તો ભલે ને થઇ જતા શું ફર્ક પડે છે? આમ પણ એમને જે ભાવ માં મળે છે એમાં તો ૨વર્ષ પણ વધુ જ કહેવાય.( હસતા હસતા અને મૂછો ને વળ આપતા કહે છે.) 
  

 વસીમ: પણ શમશેર સિંહ તમે આવું કેમ કરવા માંગો છો? અરે તમને તો સરકાર તરફ થી આ યોજના ની મોટી રકમ મળવાની છે ને! 
   


 શમશેર સિંહ: અરે ખાખ મોટી રકમ ? કોઈ મોટી રકમ નથી મળવાની.
 

 વસીમ: અરે પણ મેં તો સાંભળ્યું હતું કે તમને આ ટેન્ડર ના ૧૦ કરોડ મળવાના છે અને એ પણ ખાલી ૫૦૦ ઘર બનાવવાના. તો શું મેં ખોટું સાંભળ્યું છે? 

 શમશેર સિંહ(ભોંઠા પડતા): અરે ના ના વસીમ શેઠ તમે ખોટું નથી સાંભળ્યું પણ જો હું તમારું સ્ટાન્ડર્ડ મટીરીઅલ્સ વાપરી ને ઘર બનાવું તો મને ઘરદીઠ ૨ લાખ રૂપિયા જ મળે. અને જે મને પોષાય તેમ નથી તો હું કહું છું તેમ કરો અને મને પડતર મટીરીઅલ્સ આપી દો. હું બે - ચાર મહિના માં આ સ્કીમ પતાવી છૂટો થાઉં.
 

 વસીમ: શમશેર સિંહ આમ જોવા જઈએ તો ઘરદીઠ ૨ લાખ રૂપિયા એ નાની રકમ તો ના જ કહેવાય અને તમે બીજી બધી ઘર ની સ્કીમ સરસ બનાવી છે તો પછી આ એક માટે થઇ ને શું કામ તમારું નામ ખરાબ કરો છો? ખાલી ખોટી શું કામ ગરીબ લોકો ની હાય લેવી? તમારે એવું હોય તો આ સારું મટિરિઅલસ પણ હું ઓછી કિંમતે આપવા.........(વસીમ પોતાનું વાક્ય પૂરું કરે એ પહેલા જ શમશેર સિંહ ગુસ્સે થઇ પોતાની ચેર માંથી ઉભા થઇ મૉટે થી બોલવા લાગે છે....) 


 શમશેર સિંહ: અરે નથી જોઈતું  મારે તમારું આ મોંઘુ મટીરીઅલ્સ.... હું ક્યારનો કહું છું કે મને પડતર મટીરીઅલ્સ સસ્તા ભાવે આપી દો. તમે સમજતા કેમ નથી? અને તમારે એવું હોય તો હું મારા ચોખ્ખા નફા માંથી પણ તમને ૧૦ ટકા હિસ્સો આપવા તૈયાર છું અને રહી વાત આગળ ની સ્કીમ ની તો એમાં પણ પેલું કહેવાય છે ને કે દૂર થી ડુંગરા રળિયામણા એના જેવું જ છે. એમાં પણ મેં એવો માલ જ વાપર્યો છે જેથી મને નફો વધારે મળે અને પડતર કિંમત નીચી રહે. એ સ્કીમ પણ બહુ નહિ ટકે જોઈ લેજો તમે. મારે તો બસ પૈસા થી મતલબ છે બીજા કશાય થી નઈ. મારા બનાવેલા મકાન માં કોણ રહે છે? મકાન નું શું થાય છે? મકાન કેટલા વર્ષ ટકે છે અને પડે તો પણ તેમાં રહેનાર જીવે છે કે મૃત્યુ પામે છે તેના થી મને કોઈ લેવાદેવા નથી.( શમશેર સિંહ આટલું એકી શ્વાસે આવેશ માં બોલી જાય છે. પરંતુ પછી તેમને સમજાય છે કે તે વધારે પડતું જ બોલી ગયા છે પણ હવે કઈ થઇ શકે તેમ નથી તેમ વિચારી ને પોતાની જગ્યા એ બેસવા જ જતા હોય છે ત્યાં જ......). 


 લક્ષ્ય: અરે અરે શમશેર સિંહજી ત્યાં ક્યાં બેસો છો! મારી પાસે એના થી પણ વધુ સુવિધાજનક જગ્યા છે તમારા માટે અને તમને ત્યાં જોઈતો માલ પણ મળી જશે.
 
(શમશેર સિંહ થોડા હરખાઈ ને ચેર માંથી ઉભા થઇ ને આગળ આવે છે.) 

 શમશેર સિંહ: શું? શું કીધું તમે? જરા વ્યવસ્થિત રીતે કહો ને પ્લીઝ. 
 (શમશેર સિંહ જે આતુરતા દેખાડે છે એ જોઈ લક્ષ્ય તેમજ વસીમ ખુબ જ ખુશ ખુશ થઇ જાય છે કારણકે આખરે એમનો પ્લાન સફળ જો થયો તો. અને બીજી બાજુ રેહાન ને કઈ જ સમજ ના પડતા તે મુકદર્શક બની ને જોઈ રહ્યો છે જે પણ બની રહ્યું છે તે.) 

 લક્ષ્ય: હા હા હું સમજાવું ને વ્યવસ્થિત રીતે પણ અહીંયા નહિ મારી જગ્યા એ.

 શમશેર સિંહ: અરે તમે જ્યાં કહેશો ત્યાં આવવા હું તૈયાર છું. 

 લક્ષ્ય: પાક્કું ને હું જ્યાં કહું ત્યાં આવશો ને? 

 શમશેર સિંહ: હા હા એકદમ પાક્કું બસ ફટાફટ જગ્યા કહી દો. 

 લક્ષ્ય: તો  પછી ચાલો પોલીસ સ્ટેશન.

 (શમશેર સિંહ ગુસ્સે થઇ ને.) 

 શમશેર સિંહ: આ શું બકવાસ કરી રહ્યો છું?
 
  લક્ષ્ય:બકવાસ નહિ મી.શમશેર સિંહ... યુ આર અંડરઅરેસ્ટ.(હાથકડી બતાવી ને તેમની સામે ધરે છે.) (શમશેર સિંહ ગુસ્સે થઇ ને લક્ષ્ય નો ટીશર્ટ નો કોલર પકડી ને.....) 

 શમશેર સિંહ: એય મામૂલી નોકરિયાત તારી હિંમત કઈ રીતે થઇ મને હાથકડી દેખાડવાની? 
 
 વસીમ: જનાબ શમશેર સિંહ એ કોઈ નોકરિયાત નથી એ CBI ઓફીસર લક્ષ્ય રાયચંદ છે. જે તમારી કાલી કરતૂતો ને તમારા જ મોઢે કબૂલ કરાવવા આવ્યા હતા અથવા એમ કહીએ તો કે મેં જ બોલાવ્યા હતા.
 
લક્ષ્ય તેમને હાથકડી પહેરાવે છે અને લઇ જાય છે અને જતા પહેલા વસીમ ની જોડે હાથ મિલાવી ને આભાર વ્યક્ત કરે છે આટલા મોટા માસ્ટર માઈન્ડ તેમજ ક્રિમિનલ બિલ્ડર ને પકડવા માં સાથ આપવા માટે. જે પુરાવા ના અભાવે કાયમ છટકી જતો હતો.
શમશેર સિંહ: વસીમ આ તે સારું નથી કર્યું તારે આની કિંમત એક દિવસ જરૂર ચૂકવવી પડશે. 
 
અને લક્ષ્ય તેને લઇ જાય છે.











Friends આ Destiny Part 3 કેવો લાગ્યો એ જણાવજો..હું જલ્દી આવીશ Destiny Part 4 સાથે ત્યાં સુધી bye bye keep reading and keep rating and take good care of your self thank you so much....