Hello and welcome guys to the Destiny Part 4... I hope you are enjoying this series of love story....today I'm here with Destiny Part 4. I hope you enjoy this part also...so keep reading and keep rating this series...It's heartfelt request to the all readers that please give your precious rates to this I assure you that it will not take that much time of yours so please rate this series... The only thing which is encouraging me to write further is your precious rates so please rate ઈટ...??
(આ વખતે મેં અમુક રીડર્સ ના ડિસસેટીસ્ફેક્સન ને ધ્યાન માં રાખી ને થોડી લાંબી સ્ટોરી લખવાની ટ્રાય કરી છે.આથી પ્લીઝ પ્લીઝ પ્લીઝ રેટ્સ આપજો પ્લીઝ.)
(આગળ ના પાર્ટ માં તમે જોયું કે ઝોયા ના અબ્બુ વસીમ ની મિટિંગ શમશેર સિંહ જોડે હોય છે અને વસીમ તેના ગંદા ઈરાદા ને કામયાબ ન થવા દેતા મિટિંગ માં એક એવા શખ્સ ને લઈને ને આવે છે જે શમશેર સિંહ ની ગંદી કરતૂતો ને તેના જ મોઢે કબૂલ કરાવે છે અને તે શખ્સ બીજું કોઈ નહિ પરંતુ એક બાહોશ CBI ઓફીસર લક્ષ્ય રાયચંદ હતા...... હવે આગળ.)
* ૨ વર્ષ પછી *
(ઝોયા તેના બેડરૂમ માં સુઈ ગઈ હતી અને તેના અબ્બુ તેના માથા માં હાથ ફેરવતા હતા અને સાથે જ પેલી બે વર્ષ પહેલા ની ઘટના ને મન માં વાગોળી રહ્યા હતા.ત્યાં જ ઝોયા ની અમ્મી રોશના આવે છે અને ઝોયા ના અબ્બુ ના ખભા પર હાથ મૂકે છે. તે સાથે જ વસીમ એ બે વર્ષ પહેલા ના વિચારો માંથી બહાર આવે છે. અને પાછળ ફરી ને રોશના ની આંખો માં જોવે છે. રોશના ની આંખો માં ઝળઝળિયાં હતા.)
રોશના: વસીમ.....( એટલું બોલતા સુધી માં તો રોશના થી એક ડૂસકું નંખાઈ જાય છે.) આપણી માસૂમ ઝોયા પર કોને આવો જાનલેવા હુમલો કર્યો હશે? આપણી ઝોયા એ કોઈ નું શું બગાડ્યું છે કે તેને આટલી બેરહેમી થી એટલા ઊંચા પહાડ પર થી ધક્કો મારી ને નીચે પાડવાની કોશિશ કરી.
વસીમ: કોને કોશિશ કરી એ તો મને નથી ખબર પણ મારી શંકા ની સોય હરીફરી ને બસ એ બે વર્ષ પહેલા ની ઘટના પર જ આવી જાય છે. માનો કે ના માનો પણ ઝોયા સાથે થયેલા આ એક્સિડન્ટ ના છેડા એ બે વર્ષ પહેલા ની ઘટના સાથે જોડાયેલા હોય એવું મને લાગે છે.
રોશના: વસીમ તમારે શું જરૂર હતી એ બિલ્ડર પર કેસ કરવાની? શું મળ્યું આપણને એના પર કેસ કરવાથી?ભોગવવું તો આપણી નિર્દોષ ઝોયા ને પડ્યું ને? અને અલ્લાહ જાણે આગળ પણ કઈ થાય તો......
વસીમ: રોશના તમે જેવી રીતે અત્યારે ખાલી એક માં બની ને વિચારી રહ્યા છો તેમ મેં ત્યારે ખાલી ઝોયા ના અને નૂર ના અબ્બુ બની ને વિચાર્યું હોત તો આ બધું ના થયું હોત શાયદ. પરંતુ મારો અલ્લાહ મને એવી રીતે વિચારવાની રઝામંદી નહોતો આપતો ત્યારે. મને ત્યારે એ ગરીબ લોકો ના તારણહાર બનવાનું જ સુજ્યું હતું અને જો એ ના સુજ્યું હોત તો જે ૬ મહિના પહેલા જે તીવ્ર ગતિ નો ભૂકંપ આવ્યો હતો તેમાં બધું જ તબાહ થઇ ગયું હોત.તો મેં એવું કરી ને ઝોયા અને નૂર ને તો સલામત કરી દીધા હોત પરંતુ શમશેર સિંહ ની હકીકત જાણ્યા પછી પણ જો મેં તેને કંપની નો પડતર માલ આપી દીધો હોત તો હું મારા અલ્લાહ નો સામનો કરવા માટે સક્ષમ ના રહી શકત કે ના તો હું મારી જાત સામે નજરો મેળવી શકત ક્યારેય! હવે તમે જ મને કહો કે મેં જે કર્યું એ યોગ્ય છે કે અયોગ્ય....મારા એ એક ફેંસલા થી કેટલાય લોકો નો જીવ બચી ગયો...કેટલીય માતાઓ તેમના બાળકો સાથે ખુશી ખુશી રહી રહી છે અત્યારે. કેટલાય પરિવારો ને તેમના પોતાના ઘર મળ્યા છે અત્યારે...એ ટેન્ડર માં શમશેર સિંહ ની સાથે તેના પાર્ટનર શુશાંત ની પણ તપાસ થઇ હતી પરંતુ તે આ બધા માં નિર્દોષ જણાતા એ ટેન્ડર તેને સોપવામાં આવ્યું અને તેને એ પૂરી ઈમાનદારી થી પૂર્ણ કર્યું.
રોશના: વસીમ મને માફ કરી દો. મને નહોતી ખબર કે હું આટલી સ્વાર્થી બની ગઈ છું કે ખાલી હું મારી જ બેટીઓ વિષે વિચારું છું. વસીમ તમે મારી આંખો ખોલી નાખી.વસીમ તમે આ ઘટના ની જાણ તે વખત ના ઇન્ચાર્જ CBI ઓફિસર લક્ષ્ય ને કેમ નથી કરતા? તે આપણી જરૂર મદદ કરશે.
વસીમ: મને આ વાત નો વિચાર પહેલા જ આવ્યો હતો.પરંતુ તપાસ કરતા માલૂમ પડ્યું કે શમશેર સિંહ એ CBI ઓફિસર લક્ષ્ય પર તેના વકીલ દ્વારા કસ્ટોડિયલ વાયોલન્સ નો કેસ કરાવી તેમને આ કેસ માંથી જ દૂર કરાવી નાખ્યા અને તેમની ટ્રાન્સફર એક ખૂબ જ અંતરિયાળ ગાંમડા માં કરાવી નાખી હતી. અને અત્યારે એ ક્યાં છે એની કોઈ ને ખબર નથી.કોઈ કહે છે કે શમશેર સિંહ ના માણસો એ તેમના પર દબાણ લાવવા તેમના પરિવાર ને હથિયાર બનાવ્યો હતો. અને તેમને આ પદ છોડી દેવા મજબૂર કરવામાં આવ્યા હતા. આના થી વિશેષ હું કઈ જ જાણતો નથી તેમના વિષે.
રોશના: તમે આ ઘટના ની જાણ તો મોટા ભાઈજાન ને પણ કરી હતી ને! તેમને કઈ ખબર પડી? કે આ કોને કરાવ્યું હતું?
વસીમ: હા તેમને શમશેર સિંહ વિષે તપાસ કરી ને જણાવ્યું કે અત્યારે તે જેલ માં જ છે પોતાની સજા કાપી રહ્યો છે. ના તો તેને કોઈ મળવા આવે છે ના તો તેને કોઈ જોડે સંપર્ક કરવાની પરમિશન છે.એટલે એને આ કરાવ્યું હોય તેવું પ્રાથમિક તપાસ માં તો લાગતું નથી.
રોશના: વસીમ તો હવે આપણે શું કરીશું? આપણે આમ હાથ પર હાથ ધરી ને તો બેસી ના શકીએ ને કે ક્યારે ઝોયા પર બીજી વાર હુમલો થાય અને આપણે કંઈ એક્સન લઈએ?
વસીમ: રોશના હું પણ એ જ વિચારું છું. અને અત્યારે મારા માઈન્ડ માં બસ એક જ ખ્યાલ આવે છે. જાણું છું તેને અમલ માં મુકવો આપણા બધા માટે ખૂબ જ કઠિન હશે પરંતુ તેના સિવાય બીજો કોઈ ઉપાય પણ નથી મારી પાસે.
રોશના: કયો? કયો વિચાર વસીમ?
વસીમ: એ જ કે હંમેશા હંમેશા માટે નૂર અને તેની દિલશાદ ભૂપ્પી પાસે અમેરિકા જતા રહેવાનો.
(વસીમ ના નાના બહેન દિલશાદ અમેરિકા રહે છે અને ૫-૬ વર્ષ પહેલા તેમનો અને તેમના ખાવિંદ નો એક ભયાનક કાર એક્સીડંટ થયો હતો જેમાં તેમના ખાવિંદ રાશીદ એ જીવ ગુમાવ્યો હતો અને દિલશાદ ને પણ ઘણી જગ્યા એ વાગ્યું હતું પણ અલ્લાહ ના કરમ થી તે સહીસલામત હતી પરંતુ એ ઘટના બાદ દિલશાદ એક જીવતી લાશ જેવી બની ગઈ હતી.વસીમ તેમજ મોટા ભાઈજાન અર્શદ લાખ વાર સમજાવ્યા પછી પણ ના તો તે હંમેશા માટે ઇન્ડિયા આવવા તૈયાર થઇ ના તો બીજી વાર નિકાહ કરવા. હા રોશના અને વસીમ તેને મહામુશ્કેલી થી ખાલી ૬ મહિના માટે અમેરિકા જઈને લઇ આવ્યા હતા. દિલશાદ ના નિકાહ ને ઝાઝો સમય ન થયો હોવાથી તેમને કોઈ સંતાન ન હતું. તેથી અહીંયા નાની નૂર સાથે થોડા જ સમય માં દિલશાદ ને સારું ફાવી ગયું હતું.જે વાત વસીમ તેમજ રોશના થી અજાણી નહોતી.અને અંતે જયારે ૬ મહિના પછી દિલશાદ ને પાછા જવાનું થયું ત્યારે મોઢા પર ખુશી અને અંતર માં આંશુ સાથે વસીમ અને રોશના એ નૂર ને દિલશાદ જોડે હંમેશા માટે અમેરિકા મોકલી દીધી હતી પરંતુ વસીમ અને રોશના ૬-૬ મહિને વારાફરતી અમેરિકા જઇ આવતા અને ઝોયા ના વેકેશન માં ત્રણેય જોડે જતા જેથી નૂર ને ઓછું ના આવે તેમજ દિલશાદ ને પણ ગમે અને ઝોયા ને પણ તેની નાની બહેન સાથે રહેવા તેમજ તોફાન મસ્તી કરવા અને ઝઘડવા મળે.)
(રોશના ઝોયા ના બેડ પર થી ઝટકા સાથે ઉભા થઇ જાય છે.)
રોશના: વસીમ?? આ શું કહી રહ્યા છો તમે? આમ અચાનક અમેરિકા? આપણા અહીંયા ના બિઝનેસ નું શું થશે? અને ઝોયા? ઝોયા માનશે? એના ભણતર નું શું?(આટલું કહેતા રોશના ના ગળે ડૂમો બાઝી ગયો.) અને વસીમ!! આપણું આ ઘર? જે આપણે ભેગા થઇ ને તિનકા તિનકા જોડી ને બનાવ્યું હતું...( રોશના આટલું બોલતા સુધી માં તો નીચે ફસડાઈ પડે છે.)
(વસીમ પણ રોશના સાથે નીચે બેસે છે અને જૂની યાદો તેમના પણ અંતરપટ પર હાવી થતી જાય છે ધીરે ધીરે... કે કેવી રીતે એક નાનકડા ધંધા માંથી ધીરે ધીરે રોશના ની મદદ થી સિદ્દીકી સામ્રાજ્ય ઉભું કર્યું હતું અને તેમાંથી આ ઘર ખરીદ્યું હતું અને આ ઘર માં રહેવા આવ્યા ના ખાલી પંદર જ દિવસ માં ઝોયા નો જન્મ થયો હતો. તે પછી રોશના ને ઠીક થતા અને ઝોયા એક વર્ષ ની થતા આ ઘર કેવું પોતાના હાથો થી સજાવ્યું હતું અને ઝોયા ના એકવર્ષીય જમદિવસ ની ઉજવણી... અને હા એ જ દિવસે તો ઝોયા એ પહેલી વાર એના નાજુક કોમળ પગ થી પાપા પગલી ભરી હતી.અલબત્ત એક-બે પગલાં માંજ પડી ગઈ હતી પરંતુ તેમને અને રોશના એ કેવા દોડીને આવી ને તેને ઉંચકી લઈને પપ્પીઓ થી ભીંજવી દીધી હતી. અને આજ ઘર માંથી ઝોયા અઢી વર્ષ ની થતા બાલમંદિર માં ગઈ હતી. અને ત્યાર બાદ એક વર્ષ પછી નૂર નો જન્મ...આજ ઘર માં ઝોયા નું તેમજ નૂર નું બાળપણ વીત્યું તેમજ રોશના સાથે વિતાવેલી અદભૂત ક્ષણો તેમના માનસપટ પર છવાઈ ગઈ અને એ સાથે જ તેમની આંખો માં પણ ઝળઝળિયાં આવી ગયા.)
(શું લખ્યું છે ઝોયા ની ડેસ્ટીની માં કુનાલ કે બીજું કોઈ? શું ઝોયા અમેરિકા જવા માટે રાજી થશે? જાણવા માટે વાંચતા રહો Destiny Series. અને જેને પણ ના વાંચી હોય આગળ ની તેને આગળ ના ત્રણ પાર્ટ વાંચી લઇ રેટ્સ આપવા નમ્ર વિનંતી.)
Destiny Part 4 કેવો લાગ્યો તેના અભિપ્રાય જરૂર થી જણાવજો અને સાથે રેટ્સ આપવાનું ના ભૂલતા પ્લીઝ .??????
I will be back soon with Destiny Part 5.Till then keep reading and keep rating and also keep loving......?