Vidhansabhani mulakat books and stories free download online pdf in Gujarati

વિધાનસભાની મુલાકાત

                       વિધાનસભાની મુલાકાત

એક દિવસ કોલેજમાં એક જગ્યાએ મુલાકાતે લઇ જવાની વાત ચાલતી હતી ત્યારે ધણા બધા વિધાર્થીએ અલગ અલગ જગ્યાઓના નામ આપ્યા પણ હવે કન્ફયુઝન કિએટ થયું કે કઇ જગ્યા લઇ જવા પછી વધું પડતા વિધાર્થીએ ગુજરાત વિધાનસભાની મુલાકાતે લઇ જવાનું કહયું પછી લેકચરર દ્રારા આ વાત પ્રિન્સિપાલ સુધી પહોચાડવામાં આવી. પછી તેમને કહેવામાં આવ્યું કે બે કે ત્રણ દિવસમાં જાણ કરવામાં આવશે કે કઇ જગ્યાએ લઇ જવા.હવે જાણ કરવામાં આવી કે આ તારીખે ગુજરાત વિધાનસભાની મુલાકાતે લઇ જવામાં આવશે.


અમારી કોલેજ દ્રારા ગુજરાતની વિધાનસભાની મુલાકાતે લઇ જવા માટે જરૂરી પરમિશન લઇ લીધી જેથી કરીને વિધાર્થીઓને કોઇ મુશ્કેલી ઉભી ના થાય ગુજરાત વિધાનસભાની મુલાકાત માટેની તારીખ નજીક લાગવા આવી અને તેના માટે એક દિવસનું આયોજન કરવામાં આવ્યું. વિધાર્થીઓમાં પણ ખુબ ઉત્સાહ હતો જવાના આગલા દિવસે તેઓ જરૂરી તૈયારી કરી લીધી હતી.કોલેજમાંથી રવિવારે રાત્રે રાજકોટથી ઉપાડવાનું નકકી થયું તે મુજબ બધા જ રવિવાર સાંજે 10 વાગ્યે કોલેજ ભેગા થયા અને 12 : 00 વાગે રાત્રે બસ ઉપડી.બસની અંદર રાત્રે ધણા વિધાર્થીઓ સુઇ ગયા હતા અને જેટલા જાગતા હતા તેઓ અંતારીક્ષ રમવાનું શરૂ કર્યુ. ગીતોની રમઝટ બોલતી હતી તેની મજા જ અલગ હતી


અમારી કોલેજના લેકચરર દ્રારા ગાંધીનગર શહેર વિશેની માહિતી આપી. ગાંધીનગર કેવું છે વગેરે વિશેની માહિતી આપી.ગાંધીનગર શહેરની માહિતી ટુંકમાં આપી હતી છતાં પણ તે જાણવાની મજા ખુબ આવી હવે મનમાં વિચારો આવવા લાગ્યા કે માહિતી આ બધી સરસ છે તો ત્યાં પહોચશું અને જોશું તેની મજા કેવી હશે.


ગુજરાતની સ્થાપના સમયે ગુજરાતના પાટનગર તરીકે અમદાવાદ હતું પછી 1960માં 19મી માર્ચ અમદાવાદથી થોડે દુર આપણા રાષ્ટ્રપિતાની ગાંધીજી સ્મૃતિ માટે ગાંધીનગર શહેર વસાવવાનો નિર્ણય થયો અને તે સમયની સરકારે થોડાક દિવસોમાં મંજૂરી આપી દીધી અને ગાંધીનગર શહેર અસ્તિત્વમાં આવ્યું.



ગાંધીનગર વ્યવસ્થા એ વિશિષ્ટ પ્રકારની અને સુવ્યવસ્થિત છે. ગાંધીનગરની અંદર કુલ 30 સેકટરો આવેલા છે.તે સેકટરોમાં ડિવાઇડ કરવામાં આવ્યું છે.ગાંધીનગરની અંદર રસ્તાઓની શરુઆત ક થી જ એમ કકકાવારી પ્રમાણે થાય છે તેથી વધુ આકર્ષિત લાગે છે અજાણ્યા લોકો માટે મુશ્કેલી ઉભી કરે છે .ગાંધીનગરના રસ્તાઓ પહોળા અને એકદમ સ્વચ્છ છે . તેથી લોકોમાં એક અનોખા પ્રકારનું આકર્ષણ ઉભું કરે છે.આ નગર લોકો ‘ ગ્રીનસીટી ‘ તરીકે પણ ઓળખે છે .


ગાંધીનગર શહેર જાણે એ વૃક્ષોનો હોય તેમ લાગે છે જયાં નજર ત્યાં વૃક્ષો દેખાય છે એટલા માટે અમુક શબ્દોમાં ગાંધીનગર વિશે કીધેલું છે કે હરિયાણું ,લીલું છમ , રમણીય શહેર છે. ગાંધીનગરની અંદર શાંતિની અનુભૂતિ થાય છે એ માટે લોકો ત્યાં રહેવાનું પસંદ કરે છે.


દૂર દૂર થી આવીને વસેલા  નાગરિકો , અધિકારીઓ અને વ્યવસાયિકો આ નગર છે.જાણે ત્રિવેણી સંગમ હોય તેવું વાતાવરણ જોવા મળે છે.ગાંધીનગરની જાણે રાજનીતિક લોકોનો અખાડો હોય તેમ પણ લાગે છે મોટી મોટી પાર્ટીઓના નેતાઓના બંગલા ત્યાં આવેલા છે.

ગાંધીનગરમાં મુખ્યમંત્રી, રાજયના વહિવટી અધિકારીઓ, વિવિધ મંત્રીઓના બંગલાઓ પણ જોવા મળે છે.
હવે આમારી બસ વિધાનમાર્ગ છે ત્યાં પહોચી આવી હવે અમારી અંદર પણ ઉત્સાહ અને રોમાંચ વધવા લાગ્યો થોડી જ વારમાં વિધાનસભાના ગેટ પાસે બસ પહોચી ગઇ.  

વિધાનસભાનો ઇતિહાસ

વિધાનસભા ગૃહનું નામ ‘ વિઠ્ઠલભાઇ પટેલ ભવન ‘ છે. ગુજરાત વિધાનસભા એ ભારત દેશના ગુજરાત રાજ્યની એક સદનવાળી ધારા સભા છે. તે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં  છે. હાલમાં, ધારાસભાના ૧૮૨ ધારાસભ્યો ગુજરાત રાજ્યનાં ૧૮૨ મતદાન વિસ્તારમાંથી સીધા ચૂંટાઇને આવે છે. ગુજરાત વિધાનસભા એ એકસદનીય પ્રકાર છે. ગુજરાત વિધાનસભાનો કાર્યકાળની મર્યાદાઓ ૫ વર્ષ હોય છે. 1960 માં ગુજરાત રાજ્ય રચ્યા પછી, અમદાવાદ રાજ્યની રાજધાની હતી. વિધાનસભાએ અમદાવાદ સિવિલ હોસ્પિટલના હાલના દિવસ ઓપીડી બિલ્ડિંગમાંથી કામગીરી શરૂ કરી. નવી રાજધાની શહેર, ગાંધીનગર 1971 માં બાંધવામાં આવ્યું હતું. પછીના વિધાનસભાને 11 ફેબ્રુઆરી 1971 ના રોજ સેન્ટ્રલ લાઇબ્રેરી બિલ્ડીંગ, સેક્ટર -17, ગાંધીનગરમાં ખસેડવામાં આવ્યું હતું. નવી વિધાનસભાની રચના, વિઠ્ઠલભાઈ પટેલ ભવન, પૂર્ણ થઈ અને 1982 માં તેનું ઉદ્ઘાટન થયું. ત્યારથી ગુજરાત વિધાનસભા ત્યાં વિધાનસભા વિધેયો .બોમ્બે વિધાનસભાના ભૂતપૂર્વ વિધાનસભાના 132 સભ્યો, ગુજરાતનાં પ્રાદેશિક મતદારક્ષેત્રોમાંથી ચૂંટાયા, પ્રથમ ગુજરાત વિધાનસભા મંડળની રચના કરી. 1962 માં સભ્યોની સંખ્યા વધારીને 154, 1967 માં 168 અને 1975 માં 182 થઈ હતી.


વિધાનસભાની બિલ્ડિંગની માહિતી


પ્રમુખ નીલમ સંજીવ રેડ્ડીએ 20 મી માર્ચ, 1978 ના રોજ નવી વિધાનસભા મકાન, વિઠ્ઠલભાઇ પટેલ ભવનનું પાયો નાખ્યો. ગાંધીનગરના મુખ્ય આયોજક એચ.કે. મેવાડા દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું હતું. આ બાંધકામ જુલાઈ 1982 માં પૂર્ણ થયું હતું અને બ્રિટિશ સમયગાળા દરમિયાન મધ્ય વિધાનસભાના પ્રથમ ભારતીય સ્પીકર વિઠ્ઠલભાઈ પટેલના નામ પરથી તેનું નામકરણ કરવામાં આવ્યું હતું. 8 જૂલાઇ, 1982 ના રોજ ગવર્નર શારદા મુખર્જીએ તેનું ઉદ્ઘાટન કર્યું હતું.

તે રિઇન્ફોર્સ્ડ કોંક્રિટ સાથે બનાવવામાં આવે છે અને બિલ્ડિંગની બાહ્ય દિવાલો ધોલપુર પ્રકાશ ગુલાબી પત્થરો સાથે જોડાયેલ છે. 200 મીટરના વ્યાસ ધરાવતા પાણીના પૂલ વચ્ચે 133 ચોરસ મીટર પ્લેટફોર્મ પર બિલ્ડિંગનું નિર્માણ થાય છે. આ કેન્દ્રીય ઇમારત પૂલ દ્વારા મંત્રી સચિવાલય સાથે જોડાયેલી હતી પરંતુ હવે નવી ઇમારતો સ્વર્ણિમ સંકુલ તરીકે ઓળખાય છે. આ ઇમારત તેના અષ્ટકોણ ગુંબજ સહિત 33.45 મીટર ઊંચી છે. નિર્માણ ક્ષેત્રનું બાંધકામ 8100 ચોરસ મીટર છે જ્યારે કુલ બિલ્ટ અપ ચોરસ પ્લેટફોર્મનું ક્ષેત્રફળ 17689 ચોરસ મીટર છે. તેમાં ચાર માળ છે જેમાં કુલ બિલ્ટ અપ 43350 ચોરસ મીટર અથવા 16180 ચોરસ મીટરની કુલ કાર્પેટ એરિયા છે. મકાનના પ્રવેશને પગલે ચાલવાથી પહોંચી શકાય છે.

વિધાનસભા હોલ બીજા માળે આવેલું છે. તે અંદરથી અષ્ટકોણ છે અષ્ટકોનલ છતને આઠ વી આકારની થાંભલા અને કેન્દ્રમાં એક આધારસ્તંભ દ્વારા આધારભૂત છે. આ સ્તંભો ટેપર અને હોલ પર અષ્ટકોણના ડોમ બનાવે છે. ટોચ પર સફેદ ફ્લડલાઈટ્સની વ્યવસ્થા છે. હૉલમાં 232 બેઠકોની ક્ષમતા છે, જોકે હાલમાં વિધાનસભામાં માત્ર 182 ચૂંટાયેલા સભ્યો છે. હોલને ત્રીજી માળ પરની ગેલેરીઓમાંથી જોવામાં આવે છે જેમાં 564 બેઠકોની ક્ષમતા છે.

વિધાનસભા હોલ હેઠળ એક પોડિયમ છે જે સમારંભો અને વિધેયો માટે વપરાય છે. વિધાનસભા હોલના નીચલા ભાગમાં પોડિયમની એક છત્ર જેવી છાપ બનાવે છે. પોડિયમમાં ડિસ્પ્લે પર મહાત્મા ગાંધી અને વલ્લભભાઇ પટેલની અંગત સામાન છે. કેટલાક રાષ્ટ્રીય નેતાઓ, સ્વતંત્રતા કાર્યકરો અને વ્યક્તિત્વની દિવાલો પર ઓઇલ પેઇન્ટિંગ છે.

તે ₹ 6 કરોડના ખર્ચે બનાવવામાં આવેલ છે.  અન્ય સરકારી કચેરીઓ સાથેની વિધાનસભા મકાન ગાંધીનગરના સેકટર 10 માં આવેલું છે. આ કૅપિટલ સંકુલ 370 એકર વિસ્તારમાં ફેલાય છે.

વિધાનસભાના ઇતિહાસની માહિતી અમને અમારા લેકચરર દ્રારા આપવામાં આવી હતી.


અમારા કોલેજના પ્રિન્સિપાલ દ્રારા પહેલેથી અંદર જવાની પરવાનગી મેળવી લીધી હતી.એટલે પરવાનગી મેળવવાની વાત જ ના હતી. હવે રાજયનું ગૃહસભા ગેટમાં અમારી જરૂરી તપાસ કરી પછી અમે ગેટની અંદર પ્રવેશ્યા ત્યાં ઓટોમેટિક મશીનથી તપાસ કરી.


હવે વિધાનસભાની અંદર પ્રવેશ્યા તો ત્યાં સીડી નજરે પડી તે સીડી લીફ જેવી ઓટોમેટિક હતી ત્યાં અમે હવે પ્રથમ માળ પર પહોંચી ગયા .ત્યાંથી વિધાનસભા ગૃહની ગેલેરીમાંથી અમે વિધાનસભામાં અંદર પ્રવેશ કર્યો ત્યાં પણ અમારી જરૂરી તપાસ કરી . વિધાનસભા વિશેની માહિતી આપતા અમારા લેકચર તેને કહ્યું કે વિધાનસભાને ધારાસભા પણ કહેવામાં આવે છે. ધારો એટલે કે કાયદો ધડતી સભા.


વિધાનસભામાં અધ્યક્ષનું સ્થાન ઉંચે હોય જયારે રાજયોના ચુંટાયેલા ધારાસભ્યો અને મંત્રીઓ સ્થાન નીચે હોય છે . અમે ગયા ત્યારે વિધાનસભા ગૃહની કાર્યવાહી ચાલતી હતી તેથી તે જોવાની મજા આવી તેમના રાજયના ચુંટાયેલા ધારાસભ્ય જયારે પોતાના વિસ્તારના પ્રશ્ન ઉઠાવતા ત્યારે તેના જવાબ મંત્રી આપવા ઉભા થતા ત્યારે અધ્યક્ષ શ્રીને સંબોધીને બોલતા હતા. વિધાનસભાની વ્યવસ્થા જોઇને અમને ખુબ આનંદ આવ્યો. ત્યાંથી અમે બહાર આવ્યા. વિધાનસભા બહાર નીકળતા અમને આનંદ નો કોઇ પાર ના હતો.


વિધાનસભામાં મંત્રીઓ , વિપક્ષના નેતાઓનું કાર્યાલય પણ આવેલા હોય છે સરકારમાં કામ કરતા વહીવટી અધિકારીઓના કાર્યાલય પણ આવેલા છે ત્યાર બાદ અમે કેટીનમાં ગયા અને ભોજન લીધા પછી અમે ત્યાંથી પરત ફરતા બસમાં ખુબ મજા કરી . જયારે પરત ફરતા હતા ત્યારે બધા વિધાર્થીએ ત્યાં જોયેલી કામગીરીને યાદ કરતા અને તેમના વખાણ કરતા હતા.વિધાનસભા જોવાનો ખુબ આનંદ થયો.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED