ભગતસિંહ Pandya Ravi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભગતસિંહ

આપણા દેશમાં આમ તો ધણા બધા કાંતિકારી થઇ ગયા તેમાંથી આપણે ધણાને તો ભુલી ગયા છીએ.અને અમુકનું તો નામ લેતા. આપણા દિલમાં પણ દેશપ્રત્યે કાંઇક કરી જવાની ભાવના દિલમાં આવે.આજે એવા જ એક મહાન કાંતિકારી ભગતસિંહ ની વાત કરવા જઇ રહયો છે.
નામ : ભગતસિંહ કિશનસિંહ
જન્મ તારીખ : 27 સમ્પટેમ્બર 1907

ભગતસિંહના પરિવારના લોકો આમ તો પહેલે થી જ સ્વતંત્રતા માટે લડાઇ ચાલી રહી હતી તેમાં જોડાયેલા હતા.ભગતસિંહ ના કાકા પણ કાંતિકારી પ્રવૃતિઓ કરતા હતા અને તેમાં જ તેમને જીવ પણ ગુમાવ્યો હતો.ભગતસિંહ ના મનમાં ત્યારે થી અંગ્રેજી માંથી દેશના લોકોને મુકિત અપાવવા માટે ના બીજ રોપાય ગયા હતા.નાનપણ થી નકકી કર્યુ હતું તેઓ એ કામ કરશે કે તેઓ દેશના યુવાનો માટે મિશાલરૂપ બનશે.

ભગતસિંહનું નામ લેતા જ એમનો ચહેરો નજર સામે આવી જાય.ભગતસિંહનો દેખાવ જોઇએ તો માથે પાધડી,મુછો ,સ્ફુતિ વાળા યુવાન લાગે.અને એની ખુમારી , બહાદુરી , અને એમનો આત્મવિશ્વાસ ના તમામ ગુણો આવી જાય.

ભગતસિંહ નો નાનપણ એક કિસ્સો છે ,જેના પરથી ખ્યાલ આવી.તેમના બાળપણ થી દેશ પ્રત્યેની ભાવના પ્રબળ હતી.એક દિવસ તેમના પિતા સાથે પોતાના ખેતરે ગયા હતા ત્યારે તેમને પોતાના પપ્પા ને પુછયું કે આ શું છે ? તેના પપ્પાએ નમ્રતાપૂર્વક જબાવ આપ્યો કે બેટા આ પાક છે .ભગતસિહ બીજો પ્રશ્ર થયો કે આની જગ્યાએ આપણે બન્ડુકોની વાવીએ તો તે દેશના લોકો ને કેટલી કામ લાગશે.
જે છોકરાને સરખું બુંદકો બોલતા નથી આવડતું , તે બાળક આવી વાત કરે એના પરથી થોડા તો ખ્યાલ આવી જાય કે આ બાળક શું વિચારી રહ્યો છે.તેના પપ્પાએ મનમાં વિચાર્યુ કે તેમના બાળકમાં દેશ પ્રત્યેની દેશભકિત પ્રબળ છે.

ભગતસિંહમાં જેમ જેમ સમજણ આવતી ગઇ તેમ તેમ તેઓ કાંતિકારી પ્રવૃતિમાં વધુ ને વધુ સકિયતા થી ભાગ લેતા થઇ ગયા.ભગતસિંહ કાંતિકારી પ્રવૃતિમાં જોડાયા એટલે તેમનો પરિચય બીજા કાંતિકારીઓ સાથે થવા લાગ્યો .જેઓ માત્ર ને માત્ર દેશને સમર્પિત થઇને કામ કરતા હતા.તેમને તો અંગ્રેજોના શાસન ની ગુલામી માંથી આઝાદી મેળવવી હતી.

ભગતસિંહ જીવનમાં મહત્વનો વળાંક ત્યારે આવ્યો , જલિવાલા બાગ થી. જયારે અંગ્રેજોના કાયદોનો વિરોધ કરવા માટે જલિયાવાલા બાગમાં મોટી સંખ્યામાં લોકો વિરોધ કરી રહ્રા હતા ત્યારે અંગ્રેજ સરકારના અધિકારીએ લોકો પર ગોળી ચલાવવાનો આદેશ આપ્યો . જલિયાવાલા બાગમાં લોકો પર આડેધડ ગોળી ચલાવીને હજારો લોકોને મોત ને ધાટ ઉતારી નાખ્યા.આ વાત ની જાણ ભગતસિંહને થતા તેઓ જલિયાબાગ સુધી ચાલી ગયા અને તેમને જોયું.
તે સમયે ભગતસિંહની ઉંમર માત્ર 12 વર્ષની હતી .ભગતસિંહે ત્યાંની થોડીક ધુળ ત્યાંથી ઉપાડી અને પોતાની સાથે ઘેર લઇ ગયા.ભગતસિંહે પ્રતિજ્ઞા લીધી કે જેમને ગોળીબારનો આદેશ આપ્યો છે તેને મોતને ઘાત ઉતારીને રહીશ. તેમનો બદલો લઇશ.સાચે બન્યું પણ તેવું તે અધિકારીને ગોળી થી વિંધી નાખ્યો.બદલો પુરો કર્યો.

ભગતસિંહે પછી પોતાનો વેશ બદલીને રહેવા લાગ્યા જેથી કરીને કોઇ તેમને ઓળખી શકે નહી.ગાંધીજી શાંતિના માર્ગ આંદોલન ચલાવ્યું , તેમાં પણ જોડાઇ ગયા જયારે અંગ્રેજો ગાંધીજી શરત માનીને આઝાદી આપવાનું નકકી કર્યુ ત્યારે ગાંધીજી કહયું હજી દેશના લોકો આઝાદી મેળવવા માટે પરિપકવ નથી.ત્યારે ભગતસિંહને ગુસ્સો આવ્યો પરંતુ ગાંધીજી પ્રત્યેનું માન હતું એટલે તેમને નકકી કર્યુ કે હવે હિંસકના માર્ગ જ વળવું પડશે.

જયારે પંજાબમાં સાયમન કમિશનનો વિરોધ કરવા માટે લોકો ભેગા થયા હતા , ત્યારે તેમાં ભગતસિંહ પણ જોડાયેલા હતા.જયારે વિરોધ કરી રહેલા લાલા લજપતરાય પર અંગ્રેજ અધિકારે લાઠીચાર્જ ચલાવ્યો ત્યારે લાલા લજપતરાય ને ઇજા થઇ અને થોડાક દિવસ પછી જયારે તેમના મૃત્યુના સમાચાર પ્રાપ્ત થયા ત્યારે ભગતસિંહે પ્રતિજ્ઞા લીધી કે આનો બદલો લઇશ.

ભગતસિંહે અને તેમના સાથીદાર રાજગુરૂ ,સુખદેવ ત્રણેય નકકી કર્યુ . ભગતસિંહે ધારાસભાની અંદર બોમ્બ ફેંકયો તેમનો ઉદ્શય તે હતો કે આ અંગ્રેજો જાગે.પછી ભગતસિંહ અને તેમના સાથીઓની ધરપકડ થઇ.પછી કોર્ટમાં કેસ ચાલ્યો અને તેમને ફાંસીનો આપવાનો નિર્ણય કરવામાં આવ્યો.આ વાત દેશના લોકોને જાણ થતા લોકો માં આકોશમાં આવી ગયો.ભગતસિંહે અને તેમના સાથીને ફાંસીના સમયગાળાના એક દિવસ પહેલા જ ફાંસી આપવામાં માટે તૈયારી થઇ ગઇ.

જયારે ત્રણેયને ત્યાં લઇ આવવામાં આવ્યા ત્યારે તેઓ ' ' 'ઇન્કિલાબ જિંદાબાદ ' ના નારા લગાવ્યા.તેઓ હસતાં મુખે ફાંસીનો ફંદો સ્વીકાર્યો.

23 માર્ચ આવી રહી ત્યારે આ વાત તેમના બલિદાન દિવસને શ્રદ્રાંજલિ આપવા માટે લખી છે.