આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ Pandya Ravi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ

8 મી માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ. આજકાલ અંગ્રેજી નો વધુ ઉપયોગ થઇ રહયો છે એટલે લોકો વુમન્સ ડે કહે છે.આમ તો અમુક દિવસો ઉજવણી કરવાની જ ના હોય તે દિવસો ને તો 365 દિવસ ઉજવાના હોય , માત્ર એક દિવસ નહી.
આપણે અમુક દિવસોની ઉજવણી એક દિવસ કરતા હોય છીએ.આમ જોઇએ તો અમુક દિવસોની ઉજવણી એક દિવસ પુરતી કરવાની જ ના હોય. મધર્સ ડે , ફાધર્સ ડે , વુમન્સ ડે.. આ દિવસો તો આપણી જિંદગી સાથે જોડાયેલા છે.આ લોકો માટે જેટલું કરીે તેટલું ઓછું કહેવાય.એમાં પણ મહિલા તો સમાજ જીવન માટે ખુબ જ મહત્વ એક અંગ છે તેના વગર બધું અધુરૂ છે.

આમ તો બધા જ દેશોમાં મહિલાઓને ખુબ જ માન સન્માન આપવામાં આવે છે, આપણા દેશમાં તો નારીઓની પુજા થાય છે.આના પરથી જ નારીઓની શકિત નો પરિચય આવી જાય.નારીઓ માટે કહેવાય છે, 'નારી તુ નારાયણી '

માનવ જીવન ની રચના થી લઇ આજ સુધી હજારો વર્ષ થી મહિલાઓ પ્રત્યે લોકોમાં માન સન્માન મળતું જ આવ્યું છે અને આગામી સમયો માં પણ મળતું જ રહેવાનું છે.અમુક લોકો જ એવા હશે જેઓ મહિલાઓને પોતાના ઝુટા સમ્માન માને છે.તેવા લોકો સંખ્યા નહિવત પ્રમાણ માં જોવા મળે છે.

મહિલાઓનું બધી જ જ્ગ્યા ખુબ જ આગવું સ્થાન છે.મહિલામાં અપરમ શકિતઓ પડી છે જો તેમની શકિતઓનો ઉપયોગ યોગ્ય રીતે કરવામાં આવે તો તે ધણું બધું કરી શકે તેમ છે.

મહિલાઓની શકિતઓની વાત આવે એટલે સીધા મનમાં એક જ ફોટો સામે આવે રાણી લક્ષ્મીબાઇ .મહિલા વિરાંગના રાણી લક્ષ્મીબાઇ પોતાની શકિત થી અન્યાય સામે અવાજ ઉઠાવનાર , ઉગ્ર લડત આપનાર અને જીત મેળવનાર.આજે પણ તેમની ખુમારી અને બહાદુરીઓની મિશાલ આપવામાં આવે છે.

આઝાદીની લડત માં પણ મહિલાઓનો ખુબ જ મોટો ફાળો રહેલો છે.મહિલાઓ જે કરી શકે તે પુરૂષો ના કરી શકે.એટલા માટે કહેવાય છે કે એક સફળ પુરૂષ પાછળ મહિલાનો હાથ હોય છે.મહિલાઓ પુરૂષ ના ખંભે ખંભા મિલાવી તેમની પડખે ઉભી રહે છે.

સ્વતંત્રતા માટે રાત દિવસ કામ કરનાર મહાત્મા ગાંધી જી પત્ની કસ્તુરબા પણ જો ગાંધીજી સમર્થન ના કરતા હોત તો તેમના જીવનમાં પણ સંધર્ષ ઉભા થયા હોત અને તેઓ સ્વતંત્રતા માટે કામ ના કરી શકીયા હોત.

આપણા રાષ્ટ્રથ્વજ ની ડિઝાઇન બનાવનાર અને વિદેશી ધરતી પર ધ્વજ લહેરાવનાર મેડમ ભિખાઇજી કામા કઇ રીતે ભુલી શકાય.તેમને સ્વતંત્રતા લડાઇ માટે બહાર રહીને કામ કર્યુ છે.

આજે પણ આપણા દેશમાં મહિલાઓ ખુબ જ ઉંચા હોદાઓ પર આસિન થઇ રહીએ છીએ.તે વાત આપણા માટે ગૌરવ લીધા જેવી છે.આપણા દેશમાં તો મહિલાઓને ખુબ જ માન સન્માન મળે છે , તે આપણા દેશના લોકોના સંસ્કાર છે તેમનું પરિણામ છે.આપણા દેશમાં મહિલાઓ સુરક્ષિત છે.

રાજનીતિની અંદર પણ જોઇએ તો મહિલાઓનું સ્થાન વધી રહયું છે.નીચે થી લઇને ઉપર સુધી મહિલાઓનો દબદબો જોવા મળે છે.મહિલાઓનું પ્રમાણ બધી જગ્યાે વધી રહ્રુ છે.

હવે તો ભણવાની બાબતમાં પણ પુરૂષો કરતા મહિલાઓનું પ્રમાણ વધી રહ્રુ છે .પહેલા પુરૂષ વધુ આગળ હતા , પરંતુ આજે મહિલાઓ આગળ નીકળી રહી છે.તે ગૌરવની વાત છે.

આજે ધણી બધી મહિલાઓ તેમના પતિને મદદ માટે જોબ કરે છે.અને સાથે સાથે ઘરકામ તો કરે છે . બાળકોનું લાલન પાલન કરવું. તેઓના કામમાં કોઇ દિવસ રજા આવતી નથી.દરરોજ સવાર થી રાત સુધી કામ કરે છે.

મહિલાઓ આટલું બધું કરતી હોય તો આપણે તેઓને માન સન્માન તો આપી જ શકીએ.અને બાળકોને પણ શીખાડવું જોઇએ કે મહિલાઓનું સન્માન કરે.