ફિલ્મ રિવ્યુ :સ્ત્રી
દોસ્તો આજે આપણે રિવ્યુ કરીશું 31 ઓગસ્ટ નાં રોજ રિલીઝ થયેલી હોરર કોમેડી ફિલ્મ સ્ત્રી નો.
ડિરેકટર:-અમર કૌશિક
રાઈટર અને ડાયલોગ:-સુમિત અરોરા
પ્રોડ્યુસર:-દિનેશ વિજાન, રાજ,ડી.કે (MADDOCK FILMS)
મ્યુઝિક:-સચીન-જીગર
ફિલ્મ ની લંબાઈ:-૧૨૭ મિનિટ
સ્ટાર કાસ્ટ:-રાજકુમાર રાવ,શ્રદ્ધા કપુર, પંકજ ત્રિપાઠી,અપારશક્તિ ખુરાના
અભિષેક બેનરજી, વિજય રાઝ
પ્લોટ:-ચંદેરી નામનાં એક નાનકડાં ગ્રામીણ વિસ્તાર માં બનતી ભૂતિયા ઘટનાઓ અને એનાં લીધે ઉભી થતી એક પછી એક રમુજી અને ડરાવાની ઘટનાઓને આ ફિલ્મમાં દર્શાવાઈ છે.
સ્ટોરી લાઈન:-મધ્યપ્રદેશ નું એક નાનકડું ગામ છે ચંદેરી..જેમાં એક ચુડેલ નો આતંક છે..જે વર્ષ નાં એક ચોક્કસ સમયગાળામાં ત્રાટકે છે જ્યારે ગામમાં ચાર દિવસ નો એક તહેવાર આયોજિત થાય છે.આ ચુડેલ ફક્ત ગામનાં યુવાન લોકો ની જ હત્યા કરતી હતી આ કારણોસર ગામમાં બધાં પુરુષો ખૂબ ડરતાં હોય છે અને એ તહેવારના દિવસો દરમિયાન રાતે બહાર પણ નથી નીકળતાં.
ગામ માં એક દરજી છે જેનું નામ છે વિકી જેનો રોલ પ્લે કર્યો છે રાજકુમાર રાવ એ..વિકી નાં બે દોસ્તો છે બીટ્ટુ અને દાના.. બીટ્ટુ નાં કેરેક્ટરમાં છે અપારશક્તિ ખુરાના અને દાના નાં રોલ માં છે અભિષેક બેનરજી..વિકી આખાં ગામ માં બહુ ફેમસ છે.
આગળ જતાં વિકી ની મુલાકાત થાય છે એક રહસ્યમયી છોકરી જોડે જેનો રોલ પ્લે કર્યો છે ચુલબુલી શ્રદ્ધા કપૂરે..શ્રદ્ધા કપૂર નાં ફક્ત આ તહેવાર નાં ચાર દિવસો દરમિયાન આવવું અને એની અમુક હરકતો પરથી બીટ્ટુ અને દાના ને એનાં પર શક જાય છે કે એજ ચુડેલ છે..એ વિકી ને એ વિશે જણાવે પણ છે પણ વિકી માનતો નથી.
ત્યારબાદ ફિલ્મમાં એન્ટ્રી થાય છે બુક શોપર રુદ્ર ની..રુદ્ર નો રોલ પ્લે કર્યો છે પંકજ ત્રિપાઠી સરે..એ એક ગાઈડ,એક ટીચર તરીકે બધાં ને સમજાવે છે કે સ્ત્રી થી બચવા શું કરવું જોઈએ.
તો શું દાના અને બીટ્ટુ નો શક સાચો હતો..?કોણ બનશે ચુડેલ નો આગળ નો શિકાર ? એ બધું જાણવા તો મુવી જોવી જ રહી.
એક્ટિંગ:-જો એક્ટિંગ માટે સ્ટાર આપવાના હોય તો હું સ્ત્રી મુવી ને 5 માંથી 5 સ્ટાર આપું..દરેક એક્ટર ની એક્ટિંગ લાજવાબ,શાનદાર અને જબરદસ્ત છે.
વિકી નાં રોલ માં શાયદ રાજકુમાર રાવ થી સારી એક્ટિંગ શાયદ જ કોઈ કરી શકત.રોમાન્ટિક સીન હોય કે કોમેડી,ડરવાનું હોય કે ગુસ્સો કરવાનો હોય ફિલ્મનાં નાનામાં નાના સીન માં રાવ is perfact. શાહિદ,ન્યુટન,બરેલી કી બરફી અને ઓમરેટા પછી આ અલગ પ્રકારનાં રોલ માં પણ He is bang on.ફિલ્મ નાં એક સીન માં ચુડેલ થી ડરતાં ડરતાં એની સાથે જ્યારે રાવ રોમાન્સ કરે છે ત્યારે તમે હસતાં હસતાં લોટપોટ થઈ જશો.
એક રહસ્યમયી યુવતી નાં રોલ માં શ્રદ્ધા કપૂર નું કામ પણ ખૂબ સરસ છે.મને આ ફિલ્મમાં શ્રદ્ધા એની આગળની ફિલ્મો કરતાં વધુ સુંદર દેખાઈ..આંખ માં કાજળ અને દેશી પોશાક માં એ બહુ જ આકર્ષક લાગતી હતી.
ફિલ્મ ની જાન છે એનાં સ્પોર્ટીંગ એક્ટર.. સૌપ્રથમ વાત કરું તો પંકજ ત્રિપાઠી સર ની..આ ઊંચા દરજ્જા નાં એક્ટર હવે આર્ટ ફિલ્મો ની સાથે કોમર્શિયલ ફિલ્મોમાં પણ પોતાનાં કામ થી વાહવાહી લૂંટી રહ્યાં છે..ન્યુટન,ગેંગ ઓફ વાસીપુર પછી રુદ્ર નાં રોલ માં આ ફિલ્મમાં પંકજ ત્રિપાઠી નું કામ જોરદાર છે.
બીટ્ટુ નાં રોલ માં અપારશક્તિ ખુરાના તમને સૌથી વધુ હશાવશે..એનાં બોલાયેલાં ડાયલોગ અને પંચ લાઈન તમને ચોક્કસ તાળી પાડવા મજબુર કરશે..દાના નાં રોલમાં વેબ સિરિઝો નાં સ્ટાર એવાં અભિષેક બેનરજી ની એક્ટિંગ જામે છે..એમાં પણ એની અંદર જ્યારે ચુડેલ ની આત્મા આવે ત્યારે તો દર્શકો હસીહસી બેવડ વળી જશે.
એક ખાસ રોલ માં વિજય રાઝા નું કામ પણ ખૂબ સુંદર છે.
સ્ક્રીનપ્લે,ડાયલોગ અને ડાયરેક્શન:-રાજ નિડીમોરુ,ક્રિષ્ના D.K દ્વારા આ ફિલ્મનો સ્ક્રીનપ્લે એટલી સુંદર રીતે બનાવાયો છે કે એક હોરર કોમેડી ફિલ્મ માટે એ ખૂબ જરૂરી હતો.ગોલમાલ વન્સ અગેઇન પણ એક હોરર કોમેડી ફિલ્મ હતી પણ સ્ત્રી એક પરફેક્ટ હોરર કોમેડી છે એનું એક કારણ એનાં સ્ક્રીન પ્લે પણ છે..જે અંત સુધી દર્શકો ને જકડી રાખે છે.
હોરર કોમેડી મુવી બનાવતી વખતે એમાં ફન્ની એલિમેન્ટ ઉમેરવા ડાયલોગ આવશ્યક હોય..સ્ત્રી માં જ્યાં જરૂર હતી ત્યાં એવાં ડાયલોગ ની ભરમાર છે જે ડરાવના સીન વખતે પણ તમને હસાવી જશે.સુમિત અરોરા દ્વારા લખાયેલી સ્ક્રીપ્ટ અને ડાયલોગ કાબીલેતારીફ છે.
ચુડેલ જોડે આધાર કાર્ડ લિંક કરવાની વાત હોય કે પછી વિક્કી પ્લીઝ વખતે નાં ઉચ્ચારણો..ચહેરા પર હાસ્ય જરૂર લાવી જાય છે.
વાત કરીએ ડાયરેક્શન ની તો અમર કૌશિક દ્વારા આ ફિલ્મ ને ખૂબ ચીવટ થી બનાવાઈ છે..હા કલયમેક્સ થોડો મતલબ કે સાવ થોડો જ વિચિત્ર છે બાકી ગજબ એન્ટરટેનર બની છે સ્ત્રી.
સ્ત્રી મુવી નું કેમેરા વર્ક,કોસ્ચ્યુમ ડિઝાઈન,VFX અને એડિટિંગ પણ દરેક સીન ને અનુરૂપ ઘણું સરસ રીતે કરવામાં આવેલું છે.અમાલેન્દુ ચૌધરી ની સિનેમેટોગ્રાફી ઉત્તમ છે.
મ્યુઝિક અને બેકગ્રાઉન્ડ સ્કોર:હોરર કોમેડી મુવી હોય એટલે એમાં વધુ પડતાં મ્યુઝિક કે સોંગ ની જગ્યા હોતી નથી..પણ ગુજ્જુ મ્યુઝિક ડિરેકટર સચિન જીગરે પોતાની કાબેલિયતનાં આ મુવી માં ફરીવાર દર્શન કરાવ્યા છે.
ફિલ્મ માં ચાર ગીત છે એમાં બે તો આઈટમ સોંગ છે..જેમાં એક છે નુરા ફતેહી નું કમરીયા અને બીજું બાદશાહ નાં અવાજમાં અને કીર્તિ શેનન પર ફિલ્માવાયેલું ગીત આઓ કભી હવેલી પે.
આ બંને આઈટમ સોંગ ની કોરિયોગ્રાફી અને મ્યુઝિક બિટ્સ ઉત્તમ હોવાથી આ પ્રકારનાં લાઉડ સોંગ એન્જોય કરતાં લોકો ને આ બંને સોંગ આકર્ષવામાં સફળ રહ્યાં છે.
આ સિવાય ફિલ્મમાં અન્ય બે ગીતો છે 'મિલગી મિલગી' અને 'નઝર ના લગ જાયે'.બંને સોંગ ફિલ્માવેલા તો છે રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂર પર પણ બંને સોંગ નું જોનર અલગ છે..મિલેગી મિલેગી સોંગ મિકા પાજી નાં અવાજમાં ગવાયેલું ડાન્સ સોંગ છે જ્યારે નઝર ના લગ જાયેગી એશ કિંગ નાં અવાજમાં ગવાયેલું રોમાન્ટિક સોંગ.
હોરર મુવી માં સૌથી ખાસ વસ્તુ હોય છે બેકગ્રાઉન્ડ મ્યુઝિક..જે તમે હોલીવુડ ની હોરર ફિલ્મો જોતાં હોય તો એનું મહત્વ સમજી શકો છો..ડર ત્યારે જ મહેસુસ થાય જ્યારે એવાં હોરર સીન વખતે બેકગ્રાઉન્ડ મ્યુઝિક યોગ્ય રીતે વપરાયું હોય.કેતન સોઢા એ આ ફિલ્મના બેકગ્રાઉન્ડ સ્કોર નું કામ બખુબી નિભાવ્યું છે એવું મને લાગ્યું..એમાં પણ સ્ત્રી જ્યારે આવતી હોય ત્યારે વપરાયેલું મ્યુઝિક ગજબ છે.
અન્ય વાતો:- ઘણાં ખરાં લોકો ને ખબર જ હશે કે આ મુવી રિયલ ઘટના પર આધારિત છે..એ ઘટના શું હતી એ તમને વિગતવાર જણાવું.
1990 ની સાલ માં કર્ણાટક નાં બેંગ્લોર જોડે નાં ગામ માં રાતે ઘરનાં દરવાજે એક દસ્તક થતી હતી..જેમાં ઘર નાં જ કોઈ વ્યક્તિ જેવાં અવાજમાં દરવાજો ખોલવા માટે નું કહેવાતું..જેવો કોઈ દરવાજો ખોલતું એ વ્યક્તિ ને એક ચુડેલ દેખાતી અને એ વ્યક્તિ ને મારી નાંખતી.
આવી ઘટનાઓનો સીલસીલો ચાલુ જ હતો જેનાં લીધે ત્યાં રહેતાં લોકો એ રાતે બહાર નીકળવાનું પણ બંધ કરી દીધું હતું..એક દિવસ એક ઘરનાં બારણે દસ્તક થઈ અને અંદર સુતેલી મહિલાએ સાંભળ્યું કે કોઈ એનાં પતિનાં અવાજમાં બારણું ખોલવાની વાત કરતું હતું..પણ એ મહિલાનો પતિ તો એની બાજુમાં જ સૂતો હતો..એ સમજી ગઈ કે બારણે ચુડેલ જ છે એટલે એને કહ્યું.."નાલેબા".
સ્થાનિક ભાષામાં કહેવાયેલા આ શબ્દ નો અર્થ થાય કાલે આવજે..એ સાંભળી ચુડેલ ચાલી ગઈ..બીજાં દિવસે પણ એવું જ થયું..આ વાત ની જાણ લોકો ને થતાં બધાં એવું જ કરવા લાગ્યાં.. લોકો એ પોતાનાં ઘરનાં બારણે પણ નાલેબા લખી દીધું..પછી એ ચુડેલ નો આતંક એ વિસ્તારમાંથી કાયમી દૂર થઈ ગયો.આજે પણ ત્યાંના લોકો એ ચુડેલ ને નાલેબા ચુડેલ કહે છે.
આ સત્ય ઘટના પર થોડો મરીમસાલો ઉમેરી આ ફિલ્મ બનાવાઈ છે.
રેટિંગ:-.
પ્રથમ વખત બૉલીવુડ માં એક હોરર કોમેડી બનવાનો પ્રયાસ શાનદાર રહ્યો..જો તમે એક ફ્રેશ કોન્સેપ્ટ અને એન્ટરટેન સ્ટોરી જોવા માંગતા હોય તો સ્ત્રી ખૂબ સરસ મુવી છે.ફિલ્મ નું બજેટ ફક્ત 11 કરોડ છે એટલે આ મુવી સુપરહિટ કહેવાય એટલું તો ચોક્કસ કમાઈ લેશે.હું આપું છું આ મુવી ને 5 માંથી 4 સ્ટાર.તો દોસ્તો આ હતો રિવ્યુ ફિલ્મ સ્ત્રી નો..આપ સૌને મારો રિવ્યુ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો..!!
★★★★★★★★
-જતીન.આર. પટેલ
31 ઓગસ્ટ (અમદાવાદ)