ડેવિલ એક શૈતાન-૨૪ Jatin.R.patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

શ્રેણી
શેયર કરો

ડેવિલ એક શૈતાન-૨૪

ડેવિલ : એક શૈતાન

ભાગ-૨૪

આગળ ના પ્રકરણ માં તમે વાંચ્યું...રાધાનગર માં શૈતાની હુમલા થવાની ઘટનાઓ બને છે-અર્જુન ને લેટર મળવાનો સિલસિલો ચાલુ હોય છે-અર્જુન ના લાખ પ્રયત્ન છતાં ડેવિલ એની પહોંચ થી બહાર હોય છે-એક પછી એક ત્રણ મહાન વ્યક્તિઓ ની હત્યા પછી ડેવિલ નો નવો શિકાર ફાધર થોમસ બને છે-ફાધર થોમસ ડેવિલ ને ઓળખતા હોય છે પણ અર્જુન ને એનું નામ બતાવે એ પહેલાં મૃત્યુ પામે છે-ફાધર થોમસ ના અંતિમ દર્શન વખતે આવેલા લોકો માં એક વ્યક્તિ ડોકટર આર્યા હોવાનું લાગતા અર્જુન એને મળવા માટે જાય છે-હવે વાંચો આગળ…

અર્જુન ઉતાવળા પગલે ડોકટર આર્યા જેવા લાગતાં વ્યક્તિ તરફ આગળ વધ્યો..ડોકટર આર્યા ને જોતા જ અર્જુન ના શરીર માં એક અજાણ્યો ઉત્સાહ ફરી વળ્યો હતો..અર્જુને એ વ્યક્તિ ના પાછળ જઈ એમના પીઠ ને હાથ લગાવીને સંબોધ્યું..

"ડોકટર આર્યા..."

અર્જુન ના સંબોધન ની અસર રૂપે એ વ્યક્તિ એ પાછળ વળીને અર્જુન ની તરફ નજર કરી અને કહ્યું..

"હેલ્લો યંગ મેન..યસ..મારુ નામ ડોકટર આર્યા છે..પણ તમને હું ઓળખી શક્યો નહીં..."ડોકટર આર્યા એક જેન્ટલમેન લાગતા સજ્જન વ્યક્તિ હતા..અર્જુન અત્યારે સાદા કપડાં માં હતો એટલે એ પોલીસ ઓફિસર છે એની જાણ તો ના જ થાય.

"હેલ્લો સર..મારું નામ અર્જુન છે...એસીપી અર્જુન... રાધાનગર શહેર ના પોલીસ સ્ટેશન નો મુખ્ય ઇન્ચાર્જ ઓફિસર.."અર્જુને પોતાની પર્સનાલિટી ને અનુરૂપ કહ્યું.

"સોરી..Mr. અર્જુન..આતો તમને ફોર્મલ કપડાં માં જોયા એટલે હું ઓળખી ના શક્યો કે તમે એક પોલીસ ઓફિસર છો.."વિવેક પૂર્વક ડોકટર આર્યા એ કહ્યું.

"નો સોરી પ્લીઝ...એમાં તમારો કોઈ વાંક નથી..એની વે..નાઈસ ટુ મીટ યુ સર.." અર્જુને ડોકટર આર્યા પ્રત્યે પોતાનું માન દર્શાવતા કહ્યું.

"અર્જુન મારે તારી સાથે થોડી વાત કરવી છે...જો તું થોડો સમય કાઢી શકતો હોય તો આજે સાંજે આપણે સાંઈ બાબા ના મંદિર જોડે આવેલા ગાર્ડન માં મળી શકીએ..."ડોકટર આર્યા એ કહ્યું.

"સર..તમે તો મારા મન ની વાત છીનવી લીધી...હું પણ તમને એજ કહેવાનો હતો કે મારે તમને મળવું છે..સ્યોર આજે સાંજે આપણે મળીએ..હું સાડા છ વાગે આવી જઈશ.."અર્જુને સ્મિત સાથે કહ્યું.

"ઓકે યંગ મેન.. હું ટાઈમ ટુ ટાઈમ ત્યાં પહોંચી જઈશ..."ડોકટર આર્યા એ અર્જુન સાથે હેન્ડ શેક કરી ત્યાંથી વિદાય લીધી.

ડોકટર આર્યા સાથે થયેલી મુલાકાત ના લીધે અર્જુન ની ખુશી નો પાર ન્હોતો.. આજે સાંજે થનારી મુલાકાત ડેવિલ સુધી પહોંચવાનો ચોક્કસ માર્ગ બતાવી શકશે એવું અર્જુન ને મનોમન લાગ્યું..પોતાના દિલ માં અત્યારે ઉભરાઈ રહેલી ખુશી ને કોની આગળ રજુ કરવી એનો વિચાર કરતાં કરતાં અર્જુને પોતાનો મોબાઈલ બહાર કાઢ્યો અને ફટાફટ પીનલ ને કોલ લગાવ્યો..

"હમેં ઓર જીને કી ખ્વાહિશ ના હોતી અગર તુમ ના હોતે... અગર તુમ ના હોતે.."

અર્જુન નું ફેવરિટ સોન્ગ પીનલ ના કોલર ટ્યુન માં સંભળાયું...અર્જુન ને આ સોન્ગ ખૂબ જ પસંદ હતું...પીનલ એ કોલર ટ્યુન માં ખાસ આ સોન્ગ આજે જ અર્જુન માટે મુકાવ્યું હતું..પીનલે થોડીવાર પછી કોલ રિસીવ કર્યો..

"મારા ફેવરિટ સોન્ગ ને તારી કોલર ટ્યુન બનાવવા બદલ તમારો ખુબ ખુબ આભાર મારી હૃદયની રાણી"અર્જુન ના અવાજ માં એક ગજબ ની સ્ફૂર્તિ હતી.

"અર્જુન...એવી તો શું વાત છે..જેના લીધે તારા અવાજ માં તાજગી જોવા મળી રહી છે?..ફાધર થોમસ ના અવસાન પછી આજે તારા મુખે થી આવો રણકતો અવાજ સંભળાયો.."અર્જુન ના બદલાયેલા અવાજ ની ટોન ઓળખીને પીનલે કહ્યું.

"પીનલ વાત જ એવી છે ..તું સાંભળીશ તો તું પણ ખુશ થઈ જઈશ"અર્જુને કહ્યું.

"અરે અર્જુન આમ સસ્પેન્સ પેદા કર્યા વગર ફટાફટ જણાવી દે ..એવી તો શું વાત છે જેના લીધે તું આટલો ખુશ છે..?"પીનલે સવાલ કર્યો.

"પીનલ આજે મારી મુલાકાત ડોકટર આર્યા સાથે થઈ..."અવાજ માં એક તાજગી સાથે અર્જુને કહ્યું.

"અર્જુન સાચે ડોકટર આર્યા આજે તને મળ્યા...?"પીનલ ના અવાજ માં થોડું આશ્ચર્ય હતું.

"હા આજે ફાધર થોમસ ના અંતિમ દર્શન માટે જ્યારે લોકો ચર્ચ માં આવતાં હતાં ત્યારે મારી નજર ડોકટર આર્યા પર પડી..."PARAMORMAL ACTIVITY BY SOUL AND IT'S CONTROLLING METHODS" પુસ્તક માં અંતિમ પેજ પર જોયેલા ફોટો પરથી મને અંદાજો આવી ગયો કે આજ ડોકટર આર્યા છે..એટલે હું દોડીને એમની પાસે ગયો અને એમની સાથે વાતચીત પણ કરી"અર્જુન ખુશી માં બોલ્યો..

"તારે શું વાતો થઈ એમના જોડે?"અધીરી બનેલી પીનલે પૂછ્યું.

"આમ તો અમારે ત્યાં નોર્મલ વાતો જ થઈ છે..પણ આજે સાંજે સાડા સાત વાગે મારે એમને મળવા માટે સાંઈ બાબા ના મંદિર જોડે આવેલા બગીચા માં જવાનું છે.."અર્જુને કહ્યું.

"તો તો ડોકટર આર્યા સાથે વાત ચિત કર્યા બાદ તું ડેવિલ ને ઇસીલી પકડી લઈશ.."પીનલે કહ્યું.

"હા પીનલ એવું જ થશે...ડોકટર આર્યા ખુબ જ વિવેકી અને પ્રતિભાશાળી વ્યક્તિત્વ ના માલિક લાગે છે..એ મારી ચોક્કસ મદદ કરશે..."અર્જુને સહર્ષ કહ્યું.

"હા અર્જુન એવું જ થશે..ડોકટર આર્યા તને જરૂર કંઈક રસ્તો બતાવશે ડેવિલ સુધી પહોંચવાનો..."પીનલે આશ્વસ્થ કરતા અર્જુન ને કહ્યું.

"સારું પીનલ બાય.. ટેક કેર..હું સાંજે છ વાગે લાયબ્રેરી આગળ મળું.."આટલું કહી અર્જુને કોલ ડિસ્કનેક્ટ કરી દીધો..

બપોર ના બે વાગ્યે સુધી લોકો મોટી સંખ્યામાં ફાધર થોમસ ના અંતિમ દર્શન માટે આવતા રહ્યા..બધું પતાવીને અર્જુન લગભગ ચાર વાગે પોલીસ સ્ટેશન પાછો આવ્યો..ફાધર થોમસ ની હત્યા પછી આઘાત ના લીધે વ્યથિત થયેલા અર્જુન માટે ડોકટર આર્યા સાથે ની મુલાકાત અમી છાંટણા નું કામ કરી રહી હતી..ગઈકાલે આખો દિવસ અને રાત ઉજાગરો કર્યો હોવાના લીધે થાક ના લીધે અર્જુન પોલીસ સ્ટેશન માં પોતાના કેબીન માં જઇ સુઈ ગયો..

દોઢેક કલાક પછી અર્જુને આંખ ખોલી ત્યારે એ પોતાની જાત ને થોડી ફ્રેશ મહેસુસ કરી રહ્યો હતો..અર્જુને બેલ મારી કોન્સ્ટેબલ જોડે ચા મંગાવી..ચા ની ચૂસકી સાથે મારબોલો સિગરેટ ના કશ ની મજા લીધા બાદ એ પીનલ ને લેવા માટે મહાત્મા ગાંધી લાયબ્રેરી તરફ જીપ લઈને નીકળ્યો.

પીનલ ને ત્યાંથી પિક અપ કરીને અર્જુન એને ઘરે ડ્રોપ કરતો આવ્યો ત્યાં સુધી માં સવા છ વાગી ગયા હતા..અર્જુને ઘડિયાળ માં જોયું અને પોતાની જીપ ને ટોપ ગિયર માં નાંખી ડોકટર આર્યા એ સુચવેલા સ્થળ તરફ આવવા માટે ભગાવી મુકી... અર્જુન ના મગજ માં અત્યારે અનેક તર્ક વિતર્ક ચાલી રહયા હતા..!!

***

અર્જુને એકજેક્ટ સાડા છ વાગે પોતાની જીપ સાંઈબાબા મંદિર જોડે આવેલા આંબેડકર ગાર્ડન પાસે પાર્ક કરી અને ગાર્ડન ના ગેટ જોડે જઈને ઉભો રહ્યો.

હજુ તો બે મિનિટ પણ નહોતી થઈ અને અર્જુને એક સફેદ રંગ ની મર્શિડીઝ કાર ને આવતી જોઈ..અર્જુન સમજી ગયો કે આ કાર ડોકટર આર્યા ની જ હોવી જોઈએ..મર્શિડીઝ ને પાર્ક કરી ડોકટર આર્યા પોતાની તરફ આવતા દેખાયા..."PARAMORMAL ACTIVITY BY SOUL AND IT'S CONTROLLING METHODS" પુસ્તક પણ અર્જુન પોતાની સાથે લેતો આવ્યો હતો.

ડોકટર આર્યા અત્યારે ગ્રે કલર ના રેયમન્ડ ના શૂટ માં એકદમ બ્રિટિશર જેવા લાગતા હતા..ઉંમર ના લીધે એમના માથા ના વાળ થોડા થોડા સફેદ થઈ ગયા હતા..પણ ચહેરા ની ચમક અને સ્ફૂર્તિ આ ઉંમરે પણ કોઈ યુવાન ને શરમાવે એવી હતી..પોતાના હાથ માં એક લાકડાની કલાત્મક ડિઝાઇન વાળી સ્ટીક લઈને તેઓ અર્જુન ઉભો હતો ત્યાં આવ્યા અને પોતાના હાથ પર પહેરેલી ગોલ્ડન કલર ની રોલેક્સ ની ઘડિયાળ માં જોઈને બોલ્યા..

"સોરી યંગ મેન.. હું ચાર મિનિટ લેટ પડ્યો..."

"અરે એમાં સોરી શેનું..આમ પણ અમે રાહ જોવા માટે ટેવાયેલા છીએ..."હસતા હસતા અર્જુને કહ્યું.

"પણ અમે રાહ જોવડાવવા માટે ટેવાયેલા નથી..."અંગ્રેજી છાંટ વાળું ગુજરાતી બોલતાં ડોકટર આર્યા એ કહ્યું.

"તો હવે અંદર બેસી ને થોડી વાત ચિત કરી લઈએ..."અર્જુને માન સાથે કહ્યું.

"યા.."ડોકટર આર્યા એ ટૂંક માં જવાબ આપ્યો.

ત્યારબાદ અર્જુન અને ડોકટર આર્યા બગીચા માં આવેલા એક વડ ના ઝાડ નીચે આવેલા બાંકડા પર જઈને બેઠા..આ જગ્યા થોડી ખૂણા માં હોવાથી ત્યાં લોકો ની અવર જવર ઓછી રહેતી.

"તો mr. અર્જુન તમે મને કેમ મળવા માંગતા હતા...?"ડોકટર આર્યા એ વાતચીત ની શરૂવાત કરી.

અર્જુને પોતાના જોડે રહેલું પુસ્તક ."PARAMORMAL ACTIVITY BY SOUL AND IT'S CONTROLLING METHODS" ડોકટર આર્યા ને આપતાં કહ્યું.."હું આ પુસ્તક ના સંદર્ભ માં તમારી સાથે થોડી ગુફતગુ કરવા માંગતો હતો.

"અરે આ પુસ્તક ની કોપીઓ હજુ પણ ઉપલબ્ધ છે.."ડોકટર આર્યા ની આંખો માં આશ્ચર્ય હતું.

"કેમ આવું કહો છો...?"ડોકટર આર્યા ના શબ્દો સાંભળી અર્જુન ને નવાઈ લાગી.

"અર્જુન તને ખબર ના હોય તો કહી દઉં કે આ પુસ્તક ની બધી કોપીઓ ડિસ્ટ્રોય કરી દેવાઈ છે..આમાં બતાવેલી વિધિઓ સામાન્ય માણસ ના જીવ માટે જોખમરૂપ છે એ કારણોસર ઇન્ડિયન ગવર્મેન્ટ એ આ પુસ્તક ની પ્રકાશિત થયેલી બધી કોપીઓ નો નાશ કરાવી દીધેલો..."ડો.આર્યા એ કહ્યું.

"આ પુસ્તક ના લીધે જ આ શહેર પર મોટું સંકટ ઉભું થયું છે...ફાધર થોમસ ની મોત પાછળ પણ આ પુસ્તક માં દર્શાવેલી વિધિઓ નો જ હાથ છે.."અર્જુને જણાવ્યું.

"હા ..અર્જુન મને પણ એમ જ લાગતું હતું કે આ બધા પાછળ આ પુસ્તક જ હશે..કેમકે હું બે દિવસ પહેલા જ્યારે ઇન્ડિયા માં આવ્યો ત્યારે રાધાનગર માં થઈ રહેલી ભેદી ઘટનાઓ વિશે સાંભળ્યું..એટલે મને આ બધા પાછળ કોઈ શૈતાની તાકાત હોવાનો હાથ લાગ્યો..મને એમ હતું કે તને આ બધી વાત મારે વિગતવાર સમજાવી પડશે પણ સારું થયું તું આ બધા વિશે પહેલાં થી જ જાણે છે..આ સિવાય તને શું શું ખબર છે...?"પ્રશ્નસુચક દ્રષ્ટિએ ડોકટર આર્યા એ અર્જુન ને પૂછ્યું.

અર્જુને એક પછી એક રાધાનગર માં થયેલી હત્યાઓ વિશે ડોકટર આર્યા ને જાણ કરી..કઈ રીતે એક ડેવિલ નામ નો માણસ દરેક ઘટનાઓ પહેલાં તબક્કાવાર એને લેટર મોકલાવે છે જેમાં થનારા હુમલા વિશે નો ભેદી સંકેત હોય છે..આ ઉપરાંત અર્જુને દરેક હુમલા વખતે એક ચોક્કસ પેટર્ન વપરાઈ છે એ પણ ડોકટર આર્યા ને જણાવ્યું.

ડોકટર આર્યા એ અર્જુન ની દરેક વાત ને જાણે મન માં ઉતારતાં હોય એમ શાંત ચિત્તે સાંભળી..અર્જુન ના બોલવાનું બંધ કર્યા પછી ડો.આર્યા એ થોડું વિચારીને કહ્યું.

"વેલ ડન..યંગ મેન.. પહેલા તો તને હું જણાવી દઉં કે કે રીતે તે અત્યાર સુધી પરિસ્થિતિ નો સામનો કરી ને ડેવિલ નામના વ્યક્તિ દ્વારા ઉભા કરવામાં આવેલા બે શૈતાનો ને યમલોક પહોંચાડી જે હિંમત અને સાહસ નું કામ કર્યું છે એ બદલ ખરેખર તું શાબાશી ના લાયક છો.." અર્જુન ના વખાણ કરતાં ડો. આર્યા એ કહ્યું.

"તમારો ખુબ ખુબ આભાર સર..પણ સર હું હજુપણ ડેવિલ સુધી પહોંચી શક્યો નથી..મને ખાત્રી છે કે આ બધી ઘટનાઓ પાછળ તમારી પુસ્તક માં દર્શાવેલી વિધિઓ જ જવાબદાર છે...તો તમે મને આ બધી પરિસ્થિતિ માંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો બતાવો તો તમારો મોટો ઉપકાર મારા પર રહેશે.."અર્જુને પોતાના મન માં રહેલા આશય ને ડોકટર આર્યા સમય રજૂ કર્યો.

"અર્જુન આ બધી મુશ્કેલી માંથી નીકળવાના બે રસ્તા છે..પહેલો રસ્તો તો એ કે તારે ડેવિલ સુધી પહોંચવું પડે અને એને આ બધું કરતાં રોકવો પડે...અથવા બીજો રસ્તો એ છે કે ડેવિલ નામ નો વ્યક્તિ આ બધું કેમ કરે છે એ પાછળ નું કારણ શોધી એની કોઈ માંગણી હોય તો એનો સ્વીકાર કરી લેવો જોઈએ"હતાશ અને વિખરાઈ ગયેલા અવાજે ડો.આર્યા એ કહ્યું.

"એનો મતલબ એમ કે ડેવિલ દ્વારા ઉભા કરવામાં આવતા શૈતાની તત્વો ને ડામવાનો કોઈ રસ્તો નથી...?"ડોકટર આર્યા ની વાત સાંભળી અર્જુન ના અવાજ માં થોડી માયુસી ભળી ગઈ હતી.

"સોરી..યંગ મેન..પણ મને એ વિશે કોઈ માહિતી નથી..કે કઈ રીતે આ વિધિ દ્વારા તૈયાર થયેલ શૈતાની તત્વો ને બીજી કોઈ વિધિ કરીને નાથી શકાય..અંદર બતાવેલી વિધિ અને અનુષ્ઠાનો વિશે પણ હું ચોરી છુપી થી જોઈ ને લખી શક્યો છું...મને માફ કરજે હું આમાં તારી કોઈ મદદ કરી શકું એમ નથી.."ડોકટર આર્યા એ અર્જુન ના હાથ પર રાખેલા પોતાના હાથ પર માથું રાખી રડતા રડતા કહ્યું..

એ વૃદ્ધ વ્યક્તિ ને અત્યારે પોતાના લખેલા પુસ્તક ના લીધે આ બધી વિનાશકારી ઘટનાઓ ઘટી રહી હોવાનો પારાવાર અફસોસ થઈ રહ્યો હતો.. એ અર્જુન ને સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું..એને ડોકટર આર્યા નું માથું હાથ વડે ઊંચું કર્યું અને એમને શાંત થવા જણાવ્યું... અર્જુન ની સાંત્વના થી ડો.આર્યા થોડા શાંત તો થયા પણ હજુ એ એમની ઘરડી આંખો માં દુઃખ ની લાગણી દેખાઈ રહી હતી.

"અર્જુન..મને માફ કરી દે..મને નહોતી ખબર કે કોઈ આ રીતે મારા પુસ્તક નો ઉપયોગ કરી નિર્દોષ લોકો નું લોહી રેડશે..એમાં પણ ફાધર થોમસ તો મારા મિત્ર જેવા હતા..એમના મારા પર ઘણા ઉપકાર છે..એમની મોત થી મને બહુ પીડા થઈ છે..આ બધા નું કારણ હું જ છું.."આટલું બોલતાં બોલતાં ડો.આર્યા ફરીથી રડી પડ્યા.

"આ બધા માં તમારો કોઈ વાંક નથી..તમારી જાત ને આ માટે દોષ ના આપશો..ચિંતા ના કરશો એ ડેવિલ ગમે તેવો બુદ્ધિશાળી કેમ ના હોય આ અર્જુન એના કરેલા કર્મો ની સજા એને જરૂર આપશે.."મક્કમતાથી અર્જુને કહ્યું.

"અર્જુન જો તું ડેવિલ ને પકડી ને મોત ના હવાલે કરીશ તો મારા પર તારો એ સૌથી મોટો ઉપકાર ગણાશે.."ડો.આર્યા એ કહ્યું.

થોડી ઘણી વાતચીત કર્યા બાદ લગભગ આઠ વાગ્યા આજુબાજુ અર્જુન અને ડોકટર આર્યા છુટા પડ્યા..જતાં જતાં ડોકટર આર્યા એ અર્જુન ને કહ્યું..

"અર્જુન તું અત્યાર સુધી મળેલા પોલીસ ઓફિસર માં સૌથી વધુ કાબીલ ઓફિસર મને લાગ્યો..મને વિશ્વાસ છે જ્યારે ડેવિલ સાથે તારો સામનો થશે ત્યારે જીત તારી જ થશે.."

અર્જુને ડોકટર આર્યા નો આભાર માન્યો..અને માન અને આદર સાથે એમને એમની કાર સુધી છોડવા પણ ગયો..ડોકટર આર્યા ના ગયા પછી અર્જુન આગળ શું કરવું એ વિચારમાં થોડો સમય ત્યાં બગીચા ના ગેટ પાસે ઉભો રહ્યો..પછી પોતાની જીપ લઈને પોલીસ સ્ટેશન રવાના થયો..

***

બીજા દિવસે ફાધર થોમસ ની ફનરેલ વિધિ માં લોકો ની ભારે ભીડ જોવા મળી..આ મહાન આત્મા ને લોકો એ અશ્રુભીની આંખે વિદાય આપી..અર્જુન ને રડવું હતું પણ એ રડ્યો નહીં.. કેમકે હવે જો પોતે રડશે તો પોતાના મન ની આગ શાંત થઈ જશે એવું અર્જુન ને લાગ્યું..અને અર્જુન એવું કોઈ કાળે થવા દેવા માંગતો નહોતો.

ફાધર થોમસ ની ફનરેલ વિધિ પૂર્ણ કર્યા પછી અર્જુન સીધો પોલીસ સ્ટેશન આવ્યો અને પોતાના કેબીનમાં આવીને બેઠો..કેબીન માં આવતા ની સાથે જ અર્જુને ઉપરાઉપરી બે સિગરેટો ને પંદર મિનિટ માં પૂર્ણ કરી દીધી..ડોકટર આર્યા સાથે ની મુલાકાત નું પરિણામ પણ શૂન્ય આવ્યું હોવાથી અર્જુન ની રહી સહી આશા પણ અત્યારે મરી પરવડી હતી.ડેવિલ ને એના અંજામ સુધી પહોંચાડવાની વાત તો દુર રહી હજુ ડેવિલ કોણ છે એ વાત પણ પોતે જાણી શક્યો નહોતો એ વાત ના લીધે અર્જુન ને પોતાની જાત પર જોરદાર ગુસ્સો આવી રહ્યો હતો...!!

અર્જુને એક પછી એક ડેવિલ દ્વારા પોતાને મોકલાવેલા પત્રો ને વારાફરથી વાંચે છે પણ એને કોઈપણ પ્રકાર નો કલું મળતો નથી..છેલ્લા આવેલા લેટર માં લખેલું લખાણ પણ કંઈક તો કહેવા માંગતું હોય છે..પણ શું??એ અર્જુન ને સમજાતું નથી..

"દ્વાપરયુગમાં કૌરવો પાંડવો ના હાથે હણાયા હતા..જ્યારે હવે પાંડવો ને ડેવિલ હણશે.."આ શબ્દો આખરે શું કહી રહ્યા હતા એ અર્જુન ને સમજાઈ નહોતું રહ્યું..

લોકલ ન્યુઝ ચેનલો પર રાધાનગર ની હત્યાઓ વિશે જ ન્યુઝ દેખાતાં અને સમાચાર પત્રકો માં પણ પોલીસ તંત્ર ની નાકામી વિશે જ લખવામાં આવતું..આવું જ એક ન્યૂઝપેપર "જન ક્રાંતિ" અર્જુન ના ટેબલ પર પડ્યું હતું..

અર્જુને એ ન્યૂઝપેપર હાથ માં લીધું તો એના ફ્રન્ટપેજ પર લખેલું હતું.."રાધાનગર માં હત્યાઓ નો સિલસિલો જારી..હજુ એક મોભાદાર વ્યક્તિ ની હત્યા..પોલીસ તંત્ર ઊંઘતું ઝડપાયું.." આટલું વાંચતા જ અર્જુને એ ન્યૂઝપેપર નો ડૂચો વાળીને એને ડસ્ટબીન માં ફેંકી દીધું.

અર્જુન ની આંખો માં અત્યારે ક્રોધ ના લીધે રાતાશ વ્યાપી ગઈ હતી..ગુસ્સા માં ન્યૂઝપેપર નો ઘા કર્યા પછી અર્જુન ને ફાધર થોમસે કહેલી એક વાત યાદ આવી.."કે બેટા અર્જુન ગુસ્સા થી ક્યારેય કોઈ કાર્ય સિદ્ધ નથી થતું..દરેક સફળતા પાછળ ધીરજ અને શાંત ચિત્ત દ્વારા કરવામાં આવેલો પ્રયાસ છુપાયેલો હોય છે"..

ફાધર ની વાત યાદ આવતા અર્જુન પોતાની ખુરશીમાંથી ઉભો થયો અને ડસ્ટબીન માંથી ડૂચો વાળીને નાંખેલ ન્યૂઝપેપર ને બહાર કાઢી ને એને વ્યવસ્થિત કર્યું અને પાછું સરખું કરી ટેબલ પર મૂક્યું. અર્જુન ની નજરો હજુપણ ન્યૂઝપેપર ના ફ્રન્ટપેજ ની હેડલાઈન પર સ્થિર થયેલી હતી..અર્જુને થોડું આગળ વાંચવાનું શરૂ કર્યું..જેમ જેમ એ આગળ વાંચતો ગયો એમ એમ એના ચહેરા ની ચમક માં વધારો થઈ રહ્યો હતો..

વાંચવાનું પૂર્ણ કર્યા પછી અર્જુન હસતાં હસતાં સ્વગત બબડયો..

"મને ખબર છે તારો નવો શિકાર કોણ છે...???વેલકમ ડેવિલ..."

***

To be continued....

અર્જુને ન્યૂઝપેપર માં શુ વાંચ્યું? કોણ હતું ડેવિલ નો નવો શિકાર? કોણ હતો ડેવિલ? અર્જુન ડેવિલ ને પકડી શકશે કે નહીં? બિરવા અર્જુન નો પ્રેમ મેળવી શકશે? ડેવિલ નામના વ્યક્તિ ના મન માં શું ચાલી રહ્યું હતું...? આવા જ ઘણા સવાલો ના જવાબ જાણવા વાંચતા રહો ડેવિલ એક શૈતાન..નવો ભાગ આવતા સપ્તાહે..

આ નોવેલ અંગે વાંચકો ના ભરપુર અભિપ્રાયો મળી રહ્યા છે..વાંચક મિત્રો નો ભરપૂર પ્રેમ આ નવલકથા ને મળી રહ્યો છે..ડેવિલ નો અર્થ ભલે શૈતાન થતો પણ આ નવલકથા મારા માટે મસીહા નું કામ કરી રહી છે..આપ પણ મારા whatsup નમ્બર 8733097096 પર આપના અભિપ્રાય આપી શકો છો.

ઓથર :- જતીન. આર.પટેલ